૧૬.૨૫

મોદી પીલુથી મૉન્દ્રીઆં પીએ

મોદી, પીલુ

મોદી, પીલુ (જ. 14 નવેમ્બર 1926; અ. 29 જાન્યુઆરી 1983, દિલ્હી) : જાણીતા રાજકારણી, સાંસદ અને સ્થપતિ. પિતા હોમી મોદી અને માતા જરબાઈ. પ્રારંભિક અને કૉલેજ-શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને ત્યારબાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી સ્થાપત્યના વિષયમાં એમ.આર્ચ.ની પદવી હાંસલ કરી. ભારત આવી 1951થી ’53નાં વર્ષો દરમિયાન વિશ્વના જાણીતા ફ્રેંચ સ્થપતિ…

વધુ વાંચો >

મોદી, પ્રતાપરાય મોહનલાલ

મોદી, પ્રતાપરાય મોહનલાલ (જ. 9 ફેબ્રુઆરી 1896, ભાવનગર; અ. 11 ઑગસ્ટ 1986) : સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. 1926માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

મોદી, મધુસૂદન ચીમનલાલ

મોદી, મધુસૂદન ચીમનલાલ (જ. 20 નવેમ્બર 1904, ઠાસરા, જિ. ખેડા; અ. 23 માર્ચ 1974, બીલીમોરા) : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તેમજ તુલનાત્મક વિવેચનાની શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની ગ્રંથસંપાદનની કલાના અભ્યાસી. 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી થોડો સમય વડોદરામાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી…

વધુ વાંચો >

મોદી, મનહર

મોદી, મનહર (જ. 15 એપ્રિલ 1937, અમદાવાદ; અ. 23 એપ્રિલ, 2003, અમદાવાદ) : જાણીતા પ્રયોગશીલ ગુજરાતી ગઝલકાર. કબીરપંથી પરિવારમાં જન્મ. પિતા શાંતિલાલ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગજીબહેન. મનહર મોદીનું સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. 1962માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે અને બીજી વાર 1964માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.  1966માં ગુજરાતી વિષય…

વધુ વાંચો >

મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick)

મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick) (જ. 30 જુલાઈ 1945, બોલોગ્ને, બિલાંકોટે, ફ્રાંસ) : 2014નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રાંસના નવલકથાકાર. તેઓ પૅટ્રિક મોદિયાનો તરીકે વધારે જાણીતા છે. તેમનાં સાહિત્યિક લખાણોના 30 કરતાં પણ વધારે ભાષામાં અનુવાદ થયા છે. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયા પછી તેમની નવલકથાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા હતા. પૅટ્રિકનો જન્મ…

વધુ વાંચો >

મોદી, રામલાલ ચૂનીલાલ

મોદી, રામલાલ ચૂનીલાલ (જ. 27 જુલાઈ 1890, પાટણ; અ. 14 જુલાઈ 1949, રાજકોટ) : ગુજરાતના ઇતિહાસ અને મધ્યકાલીન સાહિત્યના વિચક્ષણ સંશોધક અને સમીક્ષક. તેમનો જન્મ દશા વાયડા વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૂનીલાલ નરભેરામ અને માતાનું નામ જડાવ હતું. ગુજરાતમાં પરમ વૈષ્ણવ તરીકે જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ તેમના…

વધુ વાંચો >

મોદી, રુસી

મોદી, રુસી (જ. 17 જાન્યુઆરી 1918, મુંબઈ; અ. 16 મે 2014 કૉલકાતા) : ભારતમાં ઔદ્યોગિક વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત, ‘ટિસ્કો’ના નિવૃત્ત ચૅરમૅન તથા ‘મૅન મૅનેજર’(‘Man Manager’)નું બિરુદ પ્રાપ્ત કરનાર કુશળ સંચાલક. પિતા સર હોમી પી. મોદી વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પૂર્વ સભ્ય, જાણીતા ઉદ્યોગપતિ, સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાના પૂર્વ ચૅરમૅન તથા મુંબઈ અને…

વધુ વાંચો >

મોદી, રૂસી

મોદી, રૂસી (જ. 11 નવેમ્બર 1924, સૂરત; અ. 17 મે 1996, મુંબઈ) :  ભારતના ચપળ, સજાગ અને જમોડી આક્રમક ટેસ્ટ બૅટ્સમેન. સૂરતમાં બાળપણમાં જ ક્રિકેટના પાઠ શીખનાર રૂસી મોદી સૈયદ મુસ્તાકઅલીને પોતાના આદર્શ ખેલાડી માનતા હતા. મુંબઈમાં કૉલેજના ઉચ્ચ અભ્યાસાર્થે આવ્યા બાદ, વિજય મરચન્ટની બૅટિંગથી ખૂબ પ્રભાવિત થયા હતા. મુંબઈ…

વધુ વાંચો >

મોદી, સોહરાબ

મોદી, સોહરાબ (જ. 2 નવેમ્બર 1897, મુંબઈ; અ. 28 જાન્યુઆરી 1984, મુંબઈ) : ઐતિહાસિક કથાનકો ધરાવતાં ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને સંવાદ-અદાયગી માટે વિશેષ જાણીતા બનેલા પારસી અભિનેતા. તેમના પિતા ઉત્તર પ્રદેશના રામપુરના નવાબના રાજમાં અમલદાર હતા. સોહરાબે માત્ર મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેમના મોટા ભાઈ રૂસ્તમ નાટકોના અભિનેતા…

વધુ વાંચો >

મૉન

મૉન : નાગાલૅન્ડના છેક ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 95° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1876 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આસામ, પૂર્વમાં અરુણાચલ અને અગ્નિમાં મ્યાનમારની સરહદો તથા દક્ષિણે અને પશ્ચિમે રાજ્યનો તુએનસંગ અને…

વધુ વાંચો >

મૉનોક્લિનિક વર્ગ

Feb 25, 2002

મૉનોક્લિનિક વર્ગ : ખનિજ સ્ફટિકોના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ સ્ફટિકવર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ અસમાન લંબાઈના સ્ફટિક અક્ષ હોય છે, તેથી તેમને a, b, c સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. b અને c એકબીજાને કાટખૂણે છેદે છે, જ્યારે a અક્ષ b અને c થી બનતા ઊર્ધ્વતલને અમુક ખૂણે નિરીક્ષક તરફ…

વધુ વાંચો >

મૉનો ઝાક

Feb 25, 2002

મૉનો ઝાક (લ્યુસિયન) (જ. 9 ફેબ્રુઆરી 1910, પૅરિસ; અ. 31 મે 1976) : ફ્રેંચ જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પ્રયોગશાળા મદદનીશ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ક્રમે ક્રમે તે જ પૅશ્ચર સંસ્થા, પૅરિસના અધ્યક્ષ બન્યા. બીજા વિશ્વયુદ્ધમાં બધું કાર્ય મૂકી ‘ફ્રેંચ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ’માં 1945થી 1953 સુધી જોડાયા. તેમણે પોતાના વિદ્યાર્થીઓ આન્દ્ર વુલ્ફ અને…

વધુ વાંચો >

મૉનોપ્લેન

Feb 25, 2002

મૉનોપ્લેન : પાંખની એક જ જોડ હોય તેવું વિમાન. શરૂઆતમાં રાઇટ ભાઈઓ(Wright Brothers)એ જે વિમાન બનાવ્યાં તેમાં પાંખની બે જોડી હતી. તેથી તે બાઇપ્લેન તરીકે ઓળખાયાં હતાં. શરૂઆતમાં રાઇટ ભાઈઓના સફળ ઉડ્ડયન-પ્રયોગ પછી એમ મનાતું હતું કે ઉડ્ડયન સફળતાપૂર્વક કરવા માટે બે અથવા વધુ જોડી પાંખોની હોય તો વિમાનને ઊંચકાવાની…

વધુ વાંચો >

મૉનોસૅકેરાઇડ

Feb 25, 2002

મૉનોસૅકેરાઇડ : સાદી શર્કરાઓના વર્ગ માટેનું રાસાયણિક નામ. તેમનું રાસાયણિક સૂત્ર સામાન્ય કાર્બોહાઇડ્રેટ સ્વરૂપમાં Cn(H2O)n વડે દર્શાવી શકાય. અહીં nનું મૂલ્ય 3થી 7 જેટલું હોય છે તથા બધી જ સાદી શર્કરાઓને આવરી લે છે. nના મૂલ્ય પ્રમાણે આવી શર્કરાઓને ટ્રાયોઝ (triose), ટેટ્રોઝ (tetrose), પેન્ટોઝ (pentose), હેક્ઝોઝ (hexose) તથા હેપ્ટોઝ (heptose)…

વધુ વાંચો >

મૉન્ઝોનાઇટ

Feb 25, 2002

મૉન્ઝોનાઇટ : અંત:કૃત-અગ્નિકૃત પ્રકારનો ખડક. તેની કણરચના સંપૂર્ણ સ્ફટિકમય હોય છે. આ ખડક મુખ્યત્વે ફેલ્સ્પાર અને ગૌણ પ્રમાણમાં બાયોટાઇટ, ઍમ્ફિબોલ કે પાયરૉક્સિન જેવાં ઘેરા રંગવાળાં મેફિક ખનિજોથી બનેલો હોય છે. ફેલ્સ્પાર ખનિજો પૈકી માઇક્રોક્લિન, ઑર્થોક્લેઝ (આંતરગૂંથણી-સંબંધોવાળાં) જેવા આલ્કલી ફેલ્સ્પાર કરતાં ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન જેવા સોડિક પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારનું પ્રમાણ વિશેષ હોય…

વધુ વાંચો >

મૉન્ટકામ, લૂઈ જોસેફ

Feb 25, 2002

મૉન્ટકામ, લૂઈ જોસેફ (જ. 28 ફબ્ર્રુઆરી 1712, કેન્ડિયાક, દક્ષિણ ફ્રાન્સ; અ. 14 સપ્ટેમ્બર 1759) : ફ્રાન્સના મેજર જનરલ, ઉમરાવના પુત્ર. 15 વર્ષની ઉંમરે પાયદળમાં લશ્કરી અધિકારી તરીકે જોડાયા. 17મા વર્ષે કૅપ્ટન બન્યા, 6 વર્ષ બાદ તેમને ઉમરાવપદ મળ્યું. તે સાથે વારસામાં ભારે દેવું પણ મળ્યું. જોકે લગ્ન પછી આર્થિક સ્થિતિ…

વધુ વાંચો >

મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ

Feb 25, 2002

મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ (જ. 17 નવેમ્બર 1887, લંડન; અ. 24 માર્ચ 1976, ઍલ્ટન, ઇંગ્લૅન્ડ) : બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન શરૂઆતમાં બ્રિટિશ લશ્કરને અને ત્યારબાદ મિત્રરાષ્ટ્રોના સંયુક્ત કમાન્ડને સફળ નેતૃત્વ પૂરું પાડનાર બાહોશ બ્રિટિશ સેનાપતિ. બીજા વિશ્વયુદ્ધમાં ઇજિપ્તના નગર અલ અલામીન ખાતે મિત્રરાષ્ટ્રોના સેના અને જર્મન સેના વચ્ચે થયેલા ભીષણ યુદ્ધમાં…

વધુ વાંચો >

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ

Feb 25, 2002

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ : ફ્રાન્સના કાગળ-ઉદ્યોગ સાથે સંકળાયેલા બે બંધુઓ જોસેફ અને જૅક્સ. બલૂનની શોધ કરવાનું શ્રેય પણ તેમને જાય છે. તેમણે શોધેલું બલૂન ગરમ હવાનો ઉપયોગ કરતું હતું. તેમણે પ્રથમ આ પ્રકારનું બલૂન 1782માં બનાવ્યું, જે ઘણું નાનું હતું. જૂન 1783માં તેમણે પહેલી વાર મોટું બલૂન બનાવ્યું અને સપ્ટેમ્બર 1783માં…

વધુ વાંચો >

મૉન્ટ-ફર્ડ સુધારા

Feb 25, 2002

મૉન્ટ-ફર્ડ સુધારા (1919) : પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એ દરમિયાન ઇંગ્લૅન્ડની સરકારને હિંદના સહકારની જરૂર હતી, તેથી હિંદી વજીર (સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા) લૉર્ડ મૉન્ટેગ્યુએ બ્રિટનની પાર્લમેન્ટમાં 20મી ઑગસ્ટ, 1917ના રોજ એવી જાહેરાત કરી હતી કે હિંદમાં ક્રમે ક્રમે વહીવટી સુધારા દાખલ કરી અંતે જવાબદાર રાજ્યતંત્ર દાખલ કરવામાં આવશે.…

વધુ વાંચો >

મૉન્ટમૉરિલોનાઇટ (ખનિજ)

Feb 25, 2002

મૉન્ટમૉરિલોનાઇટ (ખનિજ) : મૃદખનિજ. સ્મેક્ટાઇટ સમૂહનું ખનિજ. રાસા. બં. : (Na, Ca) 0.33 (Al, Mg)2 Si4O10 (OH)2.nH2O. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ.: દળદાર, અતિસૂક્ષ્મદાણાદાર, મૃણ્મય. સંભેદ : (001) પૂર્ણ. ચમક : મંદ (નિસ્તેજ). રંગ : શ્વેત, રાખોડી, પીળાશ કે લીલાશપડતો, ગુલાબી. કઠિનતા : 1થી 2. વિ.ઘ. : પરિવર્તી, 2થી…

વધુ વાંચો >