૧૫.૨૬
માર્કોવા ડેમ ઍલિસિયાથી માલહર્બ ફ્રાન્સ્વા દ
માર્ગ્રાફ, ઍન્ડ્રિયાસ સિગ્સિમંડ
માર્ગ્રાફ, ઍન્ડ્રિયાસ સિગ્સિમંડ (જ. 1709, બર્લિન; અ. 1782) : જર્મનીના રસાયણવિજ્ઞાની. બર્લિનમાં તેમના પિતા દવાના વેપારી હતા. તેમની સાથે તેઓ કામ કરતા હતા. તેમણે જર્મનીનાં અનેક શહેરોમાં અભ્યાસ કર્યો. 1754થી ’60 સુધી તેમણે બર્લિનમાં આવેલી જર્મન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રસાયણ-વિષયક સંશોધનકાર્યમાં તેમણે સૂક્ષ્મદર્શકનો ઉપયોગ પ્રયોજ્યો. તેમની…
વધુ વાંચો >માર્ચ, ફ્રાન્સિસ ઍન્ડ્રુ
માર્ચ, ફ્રાન્સિસ ઍન્ડ્રુ (જ. 25 ઑક્ટોબર 1825, મિલબરી, મૅસેચુસેટ્સ, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1911, ઈસ્ટન, પેન્સિલવેનિયા) : અમેરિકાના ભાષા-વિજ્ઞાની અને કોશકાર. આધુનિક તુલનાત્મક ઍંગ્લોસૅક્સન (ઓલ્ડ ઇંગ્લિશ) ભાષાશાસ્ત્રના તે પ્રમુખ સ્થાપક હતા. 1857માં તે ઈસ્ટનની લૅફેયેટ કૉલેજ ખાતે અંગ્રેજી ભાષા તથા તુલનાત્મક ભાષાશાસ્ત્રના પ્રોફેસર બન્યા. તેમણે આ પ્રકારની આ સર્વપ્રથમ સ્વાધ્યાયપીઠ(chair)નું…
વધુ વાંચો >માર્ટિન, આર્ચર જૉન પૉર્ટર
માર્ટિન, આર્ચર જૉન પૉર્ટર (જ. 1 માર્ચ 1910, લંડન) : બ્રિટિશ જૈવ રસાયણવિદ્ અને પેપર-ક્રૉમેટોગ્રાફીના સહસંશોધક. માર્ટિન 1921થી 1929 સુધી બેડફર્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ, 1932માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને પ્રો. જે. બી. એસ. હૉલ્ડેનથી પ્રભાવિત થયા હોવાથી ત્યાં જ જૈવરસાયણમાં વિટામિનો ઉપર સંશોધન કરીને 1938માં પીએચ.ડી.ની પદવી મેળવી.…
વધુ વાંચો >માર્ટિન, કિંગ્ઝલી
માર્ટિન, કિંગ્ઝલી (જ. 1897, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1969) : જાણીતા આંગ્લ પત્રકાર. તેમણે કેમ્બ્રિજ તથા પ્રિન્સટન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. 1923થી 1927 દરમિયાન તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ તેઓ પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. 1927થી 1931 સુધી તેમણે ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’માં કામગીરી બજાવી. 1932થી 1962 સુધીના ગાળામાં તેમણે ‘ન્યૂ સ્ટેટ્સમેન…
વધુ વાંચો >માર્ટિન, ગ્લેન લ્યૂથર
માર્ટિન, ગ્લેન લ્યૂથર (જ. 1886, મૅક્સબર્ગ, આયોવા; અ. 1955) : વિખ્યાત વિમાન-ઉત્પાદક. તેમણે કૅન્સાસ વેસ્લિન યુનિવર્સિટી, સલિના ખાતે અભ્યાસ કર્યો હતો. 1905માં તેમણે કૅલિફૉર્નિયા ખાતે પોતાનું પ્રથમ ગ્લાઇડર–એન્જિન વિનાનું વિમાન–બનાવ્યું. 1909માં તેમણે સૌપ્રથમ વાર વિદ્યુત-ચાલિત (powered) વિમાનનું નિર્માણ કર્યું અને તેમાં ઉડ્ડયન કર્યું. 1912માં તેમણે પોતાના સી-પ્લેન એટલે કે પાણી…
વધુ વાંચો >માર્ટિન, રિચાર્ડ
માર્ટિન, રિચાર્ડ (જ. 1754, ડબ્લિન; અ. 1834) : આયર્લૅન્ડના કાનૂની નિષ્ણાત અને માનવતાપ્રેમી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો હતો. 1801થી 1826 દરમિયાન તેઓ ગાલ્વૅના પાર્લમેન્ટ-સભ્ય તરીકે રહ્યા અને તે સભ્યપદ દરમિયાન તેમણે પ્રાણીઓ પ્રત્યેનો હિંસક વર્તાવ ગેરકાયદે ઠરાવવાનું બિલ પેશ કર્યું. આ પ્રકારનો આ સર્વપ્રથમ કાયદો હતો. તેમના ખંતીલા પ્રયત્નો…
વધુ વાંચો >માર્ટિન, સ્ટીવ
માર્ટિન, સ્ટીવ (જ. 1945, વાકૉ, ટેક્સાસ) : ફિલ્મ અભિનેતા. ટેલિવિઝન માટેના કૉમેડી-લેખક તરીકે તેમને 1968માં ‘ધ સ્મૉધર્સ બ્રધર્સ કૉમેડી અવર’ બદલ ઍમી ઍવૉર્ડ મળ્યો હતો અને 1975માં ‘વૅનડાઇક ઍન્ડ કંપની’ બદલ ઉક્ત ઍવૉર્ડ માટે તેમનું નામાંકન (nomination) પણ થયું હતું. તેમણે ફિલ્મક્ષેત્રે અભિનયનો પ્રારંભ કર્યો ‘ધી ઍબ્સન્ટ-માઇન્ડેડ વેટર’થી 1977માં; ઉત્તમ…
વધુ વાંચો >માર્ટિનિક
માર્ટિનિક : પૂર્વ કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપ લઘુ ઍન્ટિલ્સ (Lesser Antilles) ટાપુજૂથની વિન્ડવર્ડ દ્વીપશૃંખલાનો ઉત્તરનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 14° 40´ ઉ. અ. અને 60° 50´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર તે આવરી લે છે. આજે તે રાજ્ય સમાન દરજ્જો ધરાવતું ફ્રાન્સનું સંસ્થાન છે. આ ટાપુ ઉત્તર-દક્ષિણ 80 કિમી.…
વધુ વાંચો >માર્ટિનિયેસી
માર્ટિનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે 5 પ્રજાતિઓ અને લગભગ 16 જાતિઓ ધરાવે છે, આ જાતિઓ અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની મૂલનિવાસી છે. લ્યૂઝિયાનાથી શરૂ થઈ પશ્ચિમ તરફ કૅલિફૉર્નિયામાં થતી Proboscideaની 4 જાતિઓ સ્થાનિક છે. ભારતમાં આ કુળની એક પ્રજાતિ અને તેની એકમાત્ર જાતિ Martynia annua Linn. (વીંછુડો) થાય…
વધુ વાંચો >માર્ટિસન, હૅરી (ઍડમન્ડ)
માર્ટિસન, હૅરી (ઍડમન્ડ) (જ. 1904, જાસૉગ, સ્વીડન; અ. 1978) : સ્વીડિશ કવિ અને નવલકથાકાર. એક નાના પરગણામાં અનાથ બાળક તરીકે તેઓ ભારે હાડમારી અને સંતાપ વચ્ચે ઊછર્યા. 1919માં તે દરિયાઈ જહાજોમાં ઇંધન પૂરનારા તરીકે કામે જોડાયા અને વિશ્વભરની સફર ખેડી; તે પછી કવિ તરીકે તેમનું નામ ખ્યાતિ પામ્યું. તેમની આત્મકથાત્મક…
વધુ વાંચો >માર્કોવા, ડેમ ઍલિસિયા
માર્કોવા, ડેમ ઍલિસિયા (જ. 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : પ્રમુખ બૅલે-નૃત્યાંગના (ballerina). તેમણે કાર્નેગો સોસાયટી તથા વિક-વેલ્સ બૅલે તરફથી નૃત્ય-કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. ત્યારપછી ઍન્ટન ડૉલિન સાથે સહયોગમાં કાર્ય કર્યું; તેના પરિણામે 1935માં માર્કોવા ડૉલિન નામક નૃત્ય-સંસ્થાની સ્થાપના થઈ. તેમણે બંનેએ સાથે વિશ્વભરમાં નૃત્યપ્રયોગો રજૂ કર્યા. 1963માં તેમનું ‘ડેમ’ના ખિતાબ વડે…
વધુ વાંચો >માર્કોસ, ઇમેલ્ડા રૉમૅનુલ્ઝ
માર્કોસ, ઇમેલ્ડા રૉમૅનુલ્ઝ (જ. 2 જુલાઈ 1931, ટૅક્લૉબૅન, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ ઇ. માર્કોસનાં મહત્વાકાંક્ષી પત્ની અને સત્તાધારી વ્યક્તિ. તે ગર્ભશ્રીમંત પરિવારનાં પુત્રી હતાં. 1953માં તેઓ ‘મિસ મનીલા’નું બિરુદ જીત્યાં હતાં અને 1954માં માર્કોસ સાથે લગ્ન કર્યું હતું. 1966માં તેઓ પ્રમુખના મહેલમાં રહેવા ગયા પછી ઉત્તરોત્તર વધતી જતી તેમની…
વધુ વાંચો >માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન
માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન (જ. 11 સપ્ટેમ્બર 1917, સારાત, ફિલિપાઇન્સ; અ. 28 સપ્ટેમ્બર 1989, હવાઈ, અમેરિકા) : ફિલિપાઇન્સના પ્રમુખ તથા જમણેરી રાજકારણી. તેઓ ફિલિપાઇન્સના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને પુન: ચૂંટણીમાં વિજેતા બનનાર એકમાત્ર પ્રમુખ હતા. યુવાવયે 1935માં પિતાના ખૂનીની હત્યા કરવાનો આરોપ તેમના પર મુકાયેલો, જેનાથી તેઓ 1939માં મુક્ત થયા. આ…
વધુ વાંચો >માકર્યુઝ, હર્બર્ટ
માકર્યુઝ, હર્બર્ટ (જ. 19 જુલાઈ 1898, બર્લિન, જર્મની; અ. 29 જુલાઈ 1979, સ્ટર્નબર્ગ, પૂર્વ જર્મની) : જર્મન બૌદ્ધિક અને અમેરિકન સામાજિક રાજકીય ચિંતક. બર્લિનના ફાઇબર્ગમાં તેમણે અભ્યાસ કર્યો અને ત્યાંથી 1922માં ડૉક્ટરેટ મેળવ્યા બાદ ફ્રૅંકફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ રિસર્ચની સ્થાપના કરી. આ સંસ્થા માર્કસવાદના અભ્યાસનું કેંદ્ર બની. જર્મનીમાં હિટલર સત્તા…
વધુ વાંચો >માર્કસ, કાર્લ
માર્કસ, કાર્લ (જ. 5 મે 1818, ટ્રિયર, પ્રશિયા; અ. 14 માર્ચ 1883, લંડન, ઇંગ્લૅન્ડ) : 19મી સદીના મહાન સામ્યવાદી વિચારક. કાર્લ હાઇનરિક માર્કસ એક જર્મન યહૂદીના પુત્ર હતા. તે 6 વર્ષના હતા ત્યારે તેમના વકીલ પિતાએ સકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. 1835માં 17 વર્ષની વયે તે કાયદાનો અભ્યાસ કરવા…
વધુ વાંચો >માકર્સ બ્રધર્સ
માકર્સ બ્રધર્સ (જ. હયાત : 1891થી 1979 વચ્ચે ન્યૂયૉર્ક સિટી) : હાસ્યકાર અભિનેતાઓનો પરિવાર. તેમાં 4 ભાઈઓનો સમાવેશ થાય છે : જુલિયસ (1895–1977) અથવા ગ્રૂચો; લિયોનાર્દ (1891–1961) અથવા ચિકો; આર્થર (1893–1961) અથવા હાર્પો અને હર્બર્ટ (1901–79) અથવા ઝિપ્પો. તેમણે તેમની કારકિર્દીનો આરંભ કર્યો નૃત્ય-નાટક-સંગીતના મનોરંજક કાર્યક્રમોથી; તે વૃંદ ‘સિક્સ મ્યૂઝિકલ…
વધુ વાંચો >માર્ગ
માર્ગ : કાવ્યાભિવ્યક્તિની લાક્ષણિક રીતિ. પ્રાચીન આલંકારિકોએ કાવ્યરચનાના અનેક પ્રકારો જોયા પછી બે મુખ્ય માર્ગો ગણાવ્યા છે કે જેમાં (1) વૈદર્ભ માર્ગ અને (2) ગૌડ માર્ગનો સમાવેશ થાય છે. અલબત્ત, આચાર્ય ભામહ વૈદર્ભ અને ગૌડ માર્ગ વચ્ચે કશું ભેદક તત્વ લાગતું નથી તેથી તેને માનવા તૈયાર નથી; પરંતુ આચાર્ય દંડી…
વધુ વાંચો >માર્ગારેટ કઝિન્સ
માર્ગારેટ કઝિન્સ (જ. 1878, અ. 1954) : ભારતને વતન તરીકે સ્વીકારનાર મહિલાવાદી નેત્રી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને કારણે તેઓ શ્રીમતી ઍની બિસેન્ટના કાર્યમાં જોડાતાં તેમને ભારત આવવાની તક સાંપડી. ભારતમાં આવી ઍની બિસેન્ટના જમણા હાથ બની તેઓ મહિલા-ઉત્કર્ષના કાર્યમાં જોડાયાં. તેમના પતિ જેમ્સ કઝિન્સે – ‘જયરામ કઝિન્સ’ તરીકે જાણીતા પણ…
વધુ વાંચો >માર્ગી ગતિ
માર્ગી ગતિ (Prograde Motion) : પશ્ચિમથી પૂર્વ તરફની પદાર્થની ગતિ. તે સૌરમંડળમાં સામાન્ય ગતિ છે. આવી ગતિને ‘સીધી ગતિ’ (direct motion) પણ કહેવાય છે. તેનાથી વિરુદ્ધ દિશાની ગતિ, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફની ગતિને ‘પ્રતિ-માર્ગી ગતિ’ (retrograde motion) કહેવાય છે. પરંતપ પાઠક
વધુ વાંચો >માર્ગેરિન
માર્ગેરિન : જુઓ દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરીઉદ્યોગ.
વધુ વાંચો >