૧૪.૦૮
બ્રોન્ઝિનો, ઍન્યોલોથી ભક્તામરસ્તોત્ર
બ્રોન્ઝિનો, ઍન્યોલો
બ્રોન્ઝિનો, ઍન્યોલો (જ. 1503, મોન્તિચેલ્લી, ઇટાલી; અ. 1572, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીના રીતિવાદી ચિત્રકાર. તેઓ વ્યક્તિચિત્રો અને પુરાણકથાઓનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા હતા. રીતિવાદી ચિત્રકાર જેકોપો દ પૉન્તોર્મોના તેઓ શિષ્ય હતા. રફેલ તથા માઇકલૅન્જેલોની લઢણો તેમણે અપનાવી હતી અને પોતાની તેજસ્વી શૈલી વિકસાવી હતી. તુસ્કનીના ડ્યૂક કોસિયો દિ મેડિચીના દરબારના…
વધુ વાંચો >બ્રૉન્ટ એમિલી
બ્રૉન્ટ એમિલી (જ. 30 જુલાઈ 1818, થૉર્નટન, યૉર્કશાયર; અ. 19 ડિસેમ્બર 1848) : નવલકથાકાર, કવયિત્રી. ઉપનામ ‘એલિસ બેલ’. આઇરિશ પિતા બ્રૉન્ટ પૅટ્રિક, માતા મારિયા બ્રાનવેલ. 1820માં પિતા હાવર્થ(બ્રેડફૉર્ડ પાસે, યૉર્કશાયર)ના પાદરી બન્યા ને ત્યાં જ રહ્યા. 1821માં 15મી સપ્ટેમ્બરે કૅન્સરથી માતાનું અવસાન. ત્યારબાદ માસી એલિઝાબેથ બ્રાનવેલ ઘર સંભાળતી. બાળપણ માતાની…
વધુ વાંચો >બ્રૉન્ટ, શાર્લોટ
બ્રૉન્ટ, શાર્લોટ (જ. 21 એપ્રિલ 1816, થૉર્નટન, યૉર્કશાયર; અ. 31 માર્ચ 1855) : આઇરિશ અંગ્રેજ નવલકથાકાર અને કવયિત્રી. પિતા પૅટ્રિક, પાદરી. માતા મારિયાનું અવસાન થયું ત્યારે શાર્લોટની વય પાંચ વર્ષની હતી. શિક્ષણ કાઉઆન બ્રિજની ‘કવર્જી ડૉટર્સ સ્કૂલ’માં. જેન આયર’ નવલકથામાંની લોવુડની શાળા તે આ જ. પાછળથી શાળાએ જવાનું બંધ થતાં…
વધુ વાંચો >બ્રોમીન
બ્રોમીન : આવર્તક કોષ્ટકના 17 [અગાઉ VII]મા સમૂહનું અધાત્વિક હેલોજન તત્વ. સંજ્ઞા Br. 1826માં ફ્રાન્સના એન્તોઇ જિરોમ બેલાર્ડે સમુદ્રના પાણીના બાષ્પીભવન વડે મીઠું અલગ કર્યા બાદ મળેલા માતૃદ્રવ (mother liquor) (bittern)માંથી બ્રોમીન અલગ પાડી તે એક રાસાયણિક તત્વ છે તેમ જણાવ્યું. તે જ સમયે જર્મનીના લોવિગે પણ આ તત્વ શોધેલું.…
વધુ વાંચો >બ્રૉયર, માર્સેલ લાજકો
બ્રૉયર, માર્સેલ લાજકો (જ. 22 મે 1902, પૅક્સ, હંગેરી; અ. આશરે 1977ના અરસામાં) : આધુનિક અમેરિકન સ્થપતિ અને ડિઝાઈનકાર. સ્ટીલની ટ્યૂબો (પોલાદી નળાકારો)નો સ્થાપત્યમાં વિનિયોગ કરનાર તેઓ પ્રથમ સ્થપતિ હતા. 1912થી 1920 સુધી પૅક્સ નગરની ‘અલ્લામી ફૉરાઇસ્કાલા’માં અને 1920થી 1924 સુધી વાઇમર નગરની ‘બાઉહાઉસ’ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. ડૅસ્સો નગરના સ્થપતિ…
વધુ વાંચો >બ્રૉય, હેનરી
બ્રૉય, હેનરી (જ. 1877, માર્તેન, ફ્રાન્સ; અ. 1961) : વિદ્વાન પુરાતત્વવિજ્ઞાની. તાલીમ તો તેમણે પાદરી તરીકેની લીધી હતી, પરંતુ 1900માં તેમણે ગુફાઓમાં જળવાયેલી સુશોભનાત્મક કલામાં વિશેષ રસ પડ્યો. તેમના સંશોધનલક્ષી પરિશ્રમના પરિણામે જ 1901માં કૉમ્બિર્લિઝ અને ‘ફૉન્ત–દ ગૉમ’ ખાતે આવેલી ચિત્રોથી સુશોભિત ગુફાઓ શોધી શકાઈ હતી. 1929થી 1947 દરમિયાન તેમણે…
વધુ વાંચો >બ્લડ, ટૉમસ
બ્લડ, ટૉમસ (જ. આશરે 1618; અ. 1680) : આયર્લૅન્ડના સાહસિક રાજકારણી. તેઓ કૅપ્ટન બ્લડ તરીકે વિશેષ જાણીતા હતા. ઇંગ્લૅન્ડના આંતરવિગ્રહ દરમિયાન તેઓ ત્યારની પાર્લમેન્ટમાં હતા. રેસ્ટૉરેશન દરમિયાન એટલે કે ચાર્લ્સ બીજો પુન: ગાદીએ આવવાની સાથે તેમની જાગીર જપ્ત કરવામાં આવી હતી. 1663માં ડબ્લિન કૅસલને સર કરવાનું કાવતરું તેમની આગેવાની હેઠળ…
વધુ વાંચો >બ્લડ વેડિંગ
બ્લડ વેડિંગ : સ્પૅનિશ કવિ નાટ્યકાર ફ્રેડરિકો ગાર્સિયા લોર્કા(1898થી 1936)ની 3 યશસ્વી કરુણાંતિકાઓમાંની એક. ‘બ્લડ વેડિંગ’ વારસાગત વૈર અને હત્યાના રક્તબીજના ઉદ્રેકની તેમ મૃત્યુનેય ન ગણકારી લોહીમાંથી ઊઠતા જીવનઝંખનાના અદમ્ય પોકારને વશ વર્તતા વિદ્રોહી પ્રેમની કથા છે. આ પરંપરાગત જીવનશૈલીની ભૂમિકા પર રચાયેલી કુટુંબની મોટાઈ અને પ્રણયતલસાટ વચ્ચેની, પ્રેમ અને…
વધુ વાંચો >બ્લડસ્ટોન
બ્લડસ્ટોન : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતા કૅલ્સિડોની ખનિજનો ઘેરો-લીલો રંગ ધરાવતો પ્રકાર. તે હેલિયોટ્રોપ નામથી પણ ઓળખાય છે. ઘેરો લીલો રંગ ધરાવતા કૅલ્સિડોની ખનિજના દળમાં તેજસ્વી લાલ જાસ્પરના ગઠ્ઠા રહેલા હોય છે. તેમને ઘસીને, ચમક આપીને સુંદર બનાવવામાં આવે ત્યારે ઘેરી લીલી પાર્શ્વભૂમાં વચ્ચે વચ્ચે લોહી જેવાં રાતાં ટપકાંનો દેખાવ રજૂ…
વધુ વાંચો >બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક
બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક (જ. 1907, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1983) : જાણીતા કલા-ઇતિહાસકાર અને રશિયાના જાસૂસ. તેઓ 1926માં કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં જોડાયા અને 1932માં ત્યાં જ તેઓ ફેલો તરીકે જોડાયા. એ ગાળામાં તેઓ ગાય બર્ગેસના પ્રભાવ હેઠળ આવ્યા. તેની પ્રેરણા હેઠળ, સામ્યવાદી કાર્યપ્રવૃત્તિમાં જોતરી શકાય તે પ્રકારની આશાસ્પદ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને…
વધુ વાંચો >બ્લૅક હોલ
બ્લૅક હોલ : પ્રચંડ ગુરુત્વાકર્ષણબળ ધરાવતો નાનો, અતિશય ભારે અને અદૃશ્ય ખગોલીય પિંડ. તે એટલું બધું પ્રચંડ ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર ધરાવે છે કે તેની આસપાસનો અવકાશ સાપેક્ષવાદ(relativity)ના સિદ્ધાંત મુજબ વક્ર બને છે અને ગુરુત્વાકર્ષીય સ્વબંધ(self closure) રચે છે. એટલે કે એવો વિસ્તાર રચાય છે જેમાંથી કોઈ પણ કણ અથવા ફોટૉન (પ્રકાશ)…
વધુ વાંચો >બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ
બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ (જ. 18 નવેમ્બર 1897, લંડન; અ. 13 જુલાઈ 1974, લંડન) : કૉસ્મિક વિકિરણના પ્રખર અભ્યાસી અને ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. વિજ્ઞાનનું શિક્ષણ તેમણે કેમ્બ્રિજ ખાતે લીધું અને પીએચ.ડી. થયા બાદ તેઓ ઇંગ્લૅન્ડની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપક રહ્યા. તેમણે રુથરફૉર્ડની રાહબરી હેઠળ ન્યુક્લિયર પ્રક્રિયાઓનો વિગતવાર પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો.…
વધુ વાંચો >બ્લૅચ, હૅરિયેટ
બ્લૅચ, હૅરિયેટ (જ. 1856, સેનેકા ફૉલ્સ; ન્યૂયૉર્ક; અ. 1940) : સ્ત્રીઓ માટેના અધિકાર અંગેના આંદોલનનાં આગેવાન. તેમણે વૅસર કૉલેજ ખાતે ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1907માં તેમણે ‘ઇક્વૉલિટી લીગ ઑવ્ સેલ્ફ-સપૉર્ટિંગ વિમેન’ નામની સંસ્થા સ્થાપી. એ રીતે તેઓ સ્ત્રીઓના અધિકાર માટે ખૂબ સક્રિય આંદોલનકાર બની રહ્યાં. 1908માં તેમણે વિમેન્સ પોલિટિકલ યુનિયનની સ્થાપના…
વધુ વાંચો >બ્લૅની, જૉફ્રેનૉર્મન
બ્લૅની, જૉફ્રેનૉર્મન (જ. 1930, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : સામાજિક ઇતિહાસકાર. તેમણે મેલબૉર્ન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને એ જ યુનિવર્સિટીમાં આર્થિક ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1988થી તેઓ ત્યાં માનાર્હ પ્રાધ્યાપક બન્યા. 1966માં તેમણે ‘ધ ટિરની ઑવ્ ડિસ્ટન્સ’ નામનું પુસ્તક લખ્યું અને તેમાં ભૌગોલિક અલગતાએ ઑસ્ટ્રેલિયાની પ્રજા તથા તેના ઇતિહાસને અમુક ચોક્કસ …
વધુ વાંચો >બ્લૅન્કર્ન-કૉન, ફેની
બ્લૅન્કર્ન-કૉન, ફેની (જ. 1918, ઍર્મ્સ્ટડડેમ) : જાણીતાં રમતવીર. 1948માં વિશ્વ ઑલિમ્પિક રમતોમાં તેઓ મહિલાઓ માટેની સ્પર્ધાઓમાં ખૂબ ઝળકી ઊઠ્યાં અને 4 સુવર્ણચન્દ્રકોનાં વિજેતા બન્યાં. તેમને જેમાં વિજય મળ્યો તે રમતસ્પર્ધાઓમાં 100 મી. અને 200 મી. દોડ, 80 મી.ની વિઘ્ન-દોડ અને 4 x 100 મી.ની રીલે દોડનો સમાવેશ થાય છે. મહેશ…
વધુ વાંચો >બ્લૅન્ક વર્સ
બ્લૅન્ક વર્સ : અંગ્રેજી પદ્યરચનાનો એક પ્રકાર. આ પદ્યરચનામાં પ્રાસરહિતત્વ છે એથી એ બ્લૅન્ક કહેવાય છે. વ્યાખ્યાથી તો, કોઈ પણ પ્રકારની પ્રાસરહિત પદ્યરચનાને બ્લૅન્ક વર્સ કહી શકાય; પણ છેલ્લાં 450 જેટલાં વરસમાં મોટાભાગનાં કાવ્યો પ્રાસરહિત પદ્યરચનાના જે પ્રકારમાં રચાયાં છે તે પદ્યરચના એટલે કે આયૅમ્બિક ગણનાં 5 આવર્તનોની પ્રાસરહિત પંક્તિ…
વધુ વાંચો >બ્લેર, ટૉની (એન્થની ચાર્લ્સ લિન્ટન)
બ્લેર, ટૉની (એન્થની ચાર્લ્સ લિન્ટન) : (જ. 6 મે 1953, એડિનબરો) : બ્રિટનના મજૂર પક્ષના નેતા અને 1997થી વડાપ્રધાન. 1975માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને બૅરિસ્ટર બન્યા. 1983માં મજૂર પક્ષના રોજફિલ્ડના સુરક્ષિત મતવિસ્તારમાંથી ચૂંટાઈને સંસદની આમસભામાં પ્રવેશ્યા. 1988માં મજૂર પક્ષના છાયા પ્રધાનમંડળમાં ઊર્જા-મંત્રી તરીકે 35 વર્ષની નાની વયે પસંદ થયા…
વધુ વાંચો >બ્લૅવેટ્સ્કી, હેલેના પેત્રોવના
બ્લૅવેટ્સ્કી, હેલેના પેત્રોવના (જ. 1831, યુક્રેન; અ. 1991) : જાણીતાં થિયૉસૉફિસ્ટ. તેમનાં લગ્ન એક રશિયન જનરલ સાથે કુમારાવસ્થામાં જ થયાં હતાં; પણ તે લગ્નજીવન ઝાઝું ટક્યું નહિ. પતિને ત્યજીને તેઓ પૂર્વના દેશોના પ્રવાસે નીકળી પડ્યાં અને ખૂબ વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1873માં તેઓ અમેરિકા ગયાં અને 1875માં ન્યૂયૉર્ક સિટીમાં હેનરી સ્ટીલ…
વધુ વાંચો >બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન
બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન (જ. 1936, હફૉર્ડ, ઇંગ્લૅન્ડ) : સાહસખેડુ અને યુવાનેતા. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી. પછી તેઓ 1957માં રૉયલ એન્જિનિયર્સમાં જોડાયા. તેમણે લગભગ 40 ઉપરાંત સાહસલક્ષી પ્રવાસો ખેડ્યા. એ ઉપરાંત સાયન્ટિફિક એક્સપ્લૉરેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા ‘બ્રિટિશ-ટ્રાન્સ-અમેરિકાઝ’ (1972) અને ‘ઝેર રિવર’ (1975/84) નામના સાહસપ્રવાસોની આગેવાની પણ સંભાળી. તેમણે ઑપરેશન…
વધુ વાંચો >બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ
બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ (જ. 1867, વૅલેન્શિયા, સ્પેન; અ. 1928) : વાસ્તવવાદી નવલકથાલેખક. તેમની વિશેષતા એ રહી છે કે સ્પેનના ગ્રામીણ જીવન તેમજ સામાજિક ક્રાંતિનું તેમણે વાસ્તવલક્ષી ચિત્રણ કર્યું છે. તેમની નોંધપાત્ર કૃતિ તે ‘બલ્ડ ઍન્ડ સૅન્ડ’ (1909) તથા ‘ધ ફોર હૉર્સમેન ઑવ્ ધ એપૉકેલિપ્સ’ (1916). તેમાં પ્રથમ વિશ્વયુદ્ધનું અત્યંત જીવંત…
વધુ વાંચો >