૧૪.૦૫
બ્રહ્મપુત્ર (નદી)થી બ્રાઝિલિયા (Brasilia)
બ્રહ્મપુત્ર (નદી)
બ્રહ્મપુત્ર (નદી) : મધ્ય તેમજ દક્ષિણ એશિયાની મુખ્ય નદી. તેના મૂળથી મુખ સુધીના જુદા જુદા ભાગોમાં (તિબેટમાં ત્સાંગ પો, અરુણાચલમાં દિહાંગ, અસમમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના જેવાં) જુદાં જુદાં નામથી તે ઓળખાય છે. તેની કુલ લંબાઈ 2,900 કિમી. જેટલી છે. તેનું મૂળ તિબેટ-હિમાલયમાં આવેલું છે. તિબેટમાં જ્યાંથી તે નીકળે છે…
વધુ વાંચો >બ્રહ્મપુરાણ
બ્રહ્મપુરાણ : પ્રાચીન ભારતનો પુરાણગ્રંથ. વ્યાસે રચેલાં અઢાર પુરાણમાં બ્રહ્મ કે બ્રાહ્મપુરાણ પ્રથમ છે. બધાં પુરાણોની ગણતરીમાં ‘ब्रत्रयम्’ દ્વારા બ્રહ્મ, બ્રહ્માંડ અને બ્રહ્મવૈવર્તપુરાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું…
વધુ વાંચો >બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ
બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ (જ. 11 નવેમ્બર 1935, પાટણ; અ. 31 જુલાઈ 1981, અમદાવાદ) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. વતન દેત્રોજ (તા. વીરમગામ). પિતા લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળાના શિક્ષક. મેધાવી અને સંસ્કૃતપ્રેમી. માતા લક્ષ્મીબહેન પ્રેમાળ અને ચીવટવાળાં. શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં, પણ વૅકેશન ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં. તેથી ગ્રામજીવનનોય…
વધુ વાંચો >બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ
બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ (જ. 26 નવેમ્બર 1927) : અર્થશાસ્ત્ર તેમજ કાયદાના નિષ્ણાત; ઉદ્યોગસંચાલક અને સંસ્કારસેવક. વતન જંઘરાળ, તા. જિ. પાટણ. માતા મણિબહેન ધાર્મિક વિદુષી મહિલા. પિતા મોતીલાલ. ઇન્દુબહેન સાથે 1947માં લગ્ન થયું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાંથી. મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી ત્રીજા નંબરે અને ગુજરાતમાંથી પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ…
વધુ વાંચો >બ્રહ્મભટ્ટ, રઘુનાથ
બ્રહ્મભટ્ટ, રઘુનાથ (જ. 13 ડિસેમ્બર 1892, લીંચ, જિ. મહેસાણા; અ. 11 જુલાઈ 1983, નડિયાદ) : ‘રસકવિ’ તરીકે જાણીતા ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર. માતાનું નામ મોહિબા. પિતાનું નામ ત્રિભુવનદાસ. વતન નડિયાદ. તેમનું લગ્ન 1904માં મણિબહેન સાથે થયું હતું. તેમણે અંગ્રેજી 5 ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદની માધ્યમિક શાળામાં લીધું હતું. અભ્યાસમાં…
વધુ વાંચો >બ્રહ્મમંડળ
બ્રહ્મમંડળ (Auriga) : તે નામે ઓળખાતું તારામંડળ (constellation). તેને કેટલીક વખત સારથિ પણ કહે છે. આકાશગંગા(milky way)ના માર્ગ ઉપર શર્મિષ્ઠા (cassiopeia) અને મિથુન (gemini) વચ્ચે યયાતિ (perseus) અને બ્રહ્મમંડળ આવેલ છે. બ્રહ્મમંડળ યયાતિ અને મિથુન વચ્ચે છે. આ તારામંડળની અંદર મહત્વનો એક તારો બ્રહ્મહૃદય (capella) છે. તે મહત્તમ તેજસ્વિતા ધરાવતો…
વધુ વાંચો >બ્રહ્મલોક
બ્રહ્મલોક : બ્રહ્માંડમાં આવેલા કુલ 14 લોકમાંનો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉપર આવેલો લોક. વેદ, શાસ્ત્ર અને પુરાણ – એ ત્રણેયમાં બ્રહ્માંડમાં પૃથ્વીથી શરૂ કરીને (1) ભૂલોક, (2) ભુવર્લોક, (3) સ્વર્લોક, (4) મહર્લોક, (5) જનલોક, (6) તપલોક અને (7) સત્યલોક એટલે બ્રહ્મલોક એમ સાત લોક ગણાવવામાં આવ્યા છે. આ બધા લોક…
વધુ વાંચો >બ્રહ્મવિવાહમ્
બ્રહ્મવિવાહમ્ (1876) : તેલુગુ હાસ્યપ્રધાન નાટ્યકૃતિ. તે ‘હાસ્યસંજીવની’માં હપતે હપતે પ્રગટ થયેલી. પેડ્ડય્યા તે નાટકનું મુખ્ય પાત્ર છે. ‘પેડ્ડય્યા’નો અર્થ તેલુગુ ભાષામાં ‘મોટો અથવા ઘરડો માણસ’ એવો થાય છે. પેડ્ડય્યાની ત્રીજી પત્નીનું પણ અવસાન થતાં તે ત્રણ વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે. એનાં બીજાં પાત્રોમાં એનાં લોભી માતા-પિતા છે,…
વધુ વાંચો >બ્રહ્મવિહાર (બૌદ્ધ)
બ્રહ્મવિહાર (બૌદ્ધ) : સાધક માટે બૌદ્ધ ધર્મમાં ગણાવેલી ચાર માનસિક ભાવનાઓ. બૌદ્ધ ધર્મદર્શનમાં ચાર બ્રહ્મવિહારની વાત કરવામાં આવી છે : (1) મૈત્રી : આ સમાજમાં જે લોકો શુભવૃત્તિવાળા અને સંપન્ન છે તેમના પ્રત્યે મૈત્રી રાખવી. (2) કરુણા : સમાજમાં જે લોકો દુ:ખી છે તેમના પ્રત્યે તિરસ્કાર ન બતાવતાં કરુણાભાવ ધારણ…
વધુ વાંચો >બ્રહ્મવિહાર (વેદાંત)
બ્રહ્મવિહાર (વેદાંત) : જગતના સર્જન માટે પરબ્રહ્મ તત્વ વડે રચવામાં આવેલો ખેલ. અદ્વૈતવાદીઓ એક જ તત્વ જગતમાં રહેલું હોવાનું માને છે. એ સિવાય બીજું કશું નથી. આથી જગતને પરમ તત્વ એવું બ્રહ્મ પોતે જ પોતાનામાંથી સર્જે છે, પોતાની ઇચ્છા મુજબ તેને પાળે છે અને અંતે પોતાનામાં જ સમગ્ર બ્રહ્માંડને સમાવી…
વધુ વાંચો >બ્રાઉન, માઇકલ
બ્રાઉન, માઇકલ (જ. 1914, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ઈ. સ. 1985ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના જૉસફ લિયૉનાર્દ ગોલ્ડસ્ટેઇન સાથેના નોબેલ પુરસ્કારના વિજેતા. કોલેસ્ટેરૉલ અંગેનાં તેમનાં સંશોધનોએ તેમને આ વિશ્વસન્માનના અધિકારી બનાવ્યા હતા. તેઓ યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસમાં ડલ્લાસના હેલ્થ સાયન્સ સેન્ટરમાં કાર્ય કરતા હતા ત્યારે તેમણે અલ્પઘન મેદપ્રોટીન(low density lipoprotein)ના સ્વીકાર…
વધુ વાંચો >બ્રાઉન રૉબર્ટ
બ્રાઉન રૉબર્ટ (જ. 21 ડિસેમ્બર 1773, મોન્ટ્રોઝ, એંગસ; અ. 10 જૂન 1858, લંડન) : બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી. તેઓ દ્રાવણમાં રહેલા સૂક્ષ્મ કણોની થતી સતત ગતિ – ‘બ્રાઉનિયન ગતિ’ – ના શોધક તરીકે ખૂબ જાણીતા છે. તેમણે ચિકિત્સક તરીકેની તાલીમ લીધા પછી બ્રિટિશ આર્મીમાં ચિકિત્સા સંબંધી ફરજો બજાવી. 1801માં ખેડાયેલ ‘ઇન્વેસ્ટિગેટર’ અભિયાન…
વધુ વાંચો >બ્રાઉન, હર્બર્ટ ચાર્લ્સ
બ્રાઉન, હર્બર્ટ ચાર્લ્સ (જ. 22 મે 1912, લંડન) : કાર્બનિક સંશ્લેષણમાં બોરોન તથા ફૉસ્ફરસ સંયોજનોના ઉપયોગને વિક્સાવનાર અમેરિકન રસાયણવિદ. મૂળ નામ હર્બર્ટ બ્રોવેર્નિક. હર્બર્ટ બ્રાઉન જન્મેલા લંડનમાં પણ તેમનું કુટુંબ 1914માં અમેરિકામાં વસાહતી તરીકે જતાં તેઓ ત્યાં સ્થાયી થયા. ખૂબ મુશ્કેલીઓમાં યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કરી 1936માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાંથી સ્નાતક…
વધુ વાંચો >બ્રાઉનિયન ગતિ
બ્રાઉનિયન ગતિ (બ્રાઉની હલનચલન) (Brownian movement) : તરલમાં અવલંબિત કણોની ગતિજ સક્રિયતા (kinetic activity). પાણીમાં અવલંબિત પરાગકણો(pollen grains)નો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરતાં 1827માં વનસ્પતિવિદ રૉબર્ટ બ્રાઉને જોયું કે આ કણો અવિરત (ceaseless), યાર્દચ્છિક (random) અથવા વાંકીચૂંકી (zigzag) અને વૃંદન (swarming) ગતિ (motion) ધરાવે છે. આ ગતિ બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખાય…
વધુ વાંચો >બ્રાઉનિયા
બ્રાઉનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક શોભન પ્રજાતિ. તે મૂળ સેન્ટ્રલ અમેરિકા અને ટ્રિનિદાદથી ભારતમાં આવેલી મનાય છે. કચનાર, કેસિયા, અશોક વૃક્ષ – એ બધાં એના જાતભાઈ છે. તેની એક જાણીતી જાતિનું વૈજ્ઞાનિક નામ Brownea grandiceps છે. મધ્યમ ઊંચાઈનું આ વૃક્ષ એનાં લીલાંછમ મધ્યમ કદનાં પર્ણો અને…
વધુ વાંચો >બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ
બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ (જ. 6 માર્ચ 1806, ડરહામ નજીક; અ. 29 જૂન 1861, ઇટાલી) : અંગ્રેજ કવયિત્રી. અત્યંત કડક સ્વભાવના પિતા એડવર્ડ મૉલ્ટન બેરેટનાં 12 સંતાનોમાંનાં એક. વિધિસરનું કોઈ શિક્ષણ પ્રાપ્ત ન કરનાર એલિઝાબેથને વાચનનો ખૂબ શોખ. ખૂબ જ નાની ઉંમરમાં કાવ્યો લખવાનું શરૂ કરેલું. 1819માં તેમના પિતાએ એલિઝાબેથે લખેલ…
વધુ વાંચો >બ્રાઉનિંગ, રૉબર્ટ
બ્રાઉનિંગ, રૉબર્ટ (જ. 1812, લંડન; અ. 12 ડિસેમ્બર 1889, લંડન) : અંગ્રેજ કવિ. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં સિનિયર કલાર્ક, પણ કલા અને સાહિત્યના રસિક. આ વારસો રૉબર્ટ બ્રાઉનિંગને મળ્યો. માતા સંગીતપ્રેમી, પિયાનોવાદક અને શ્રદ્ધાળુ. રૉબર્ટ બ્રાઉનિંગ 1828માં યુનિવર્સિટી ઑવ્ લંડનમાં દાખલ થયા પણ દોઢેક વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. નાનકડા…
વધુ વાંચો >બ્રાક, જ્યૉર્જ
બ્રાક, જ્યૉર્જ (જ. 13 મે 1882; અ. 31 ઑગસ્ટ 1963) : પિકાસોના સહયોગમાં ઘનવાદની સ્થાપના કરનાર ફ્રેંચ ચિત્રકાર. લ હાર્વેની સ્થાનિક કળાશાળામાં શિક્ષણ લીધા પછી બ્રાક 1900માં પૅરિસ ગયા. અહીં 1904 સુધી ‘ઇકોલે દ બ્યુ આર્ત્સ’ તથા ‘અકાદમી હમ્બર્ત’માં અભ્યાસ કર્યો. 1902થી 1905 સુધીનાં તેમનાં ચિત્રોમાં પ્રભાવવાદની અસર જોવા મળે…
વધુ વાંચો >બ્રાઝાવિલ
બ્રાઝાવિલ : મધ્ય-પશ્ચિમ આફ્રિકાના કોંગો દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 16° દ.અ. અને 15°.17’ પૂ.રે. તે કોંગો નદીના કાંઠે ઝાયરના પાટનગર કિન્શાસાની સામેના ભાગમાં સ્ટેનલી જળાશય નજીક ઝાયર-કોંગોની સરહદ પર વસેલું છે. તેની વસ્તી 9,37,579 (1992) છે. તે ઔદ્યોગિક મથક તથા આજુબાજુના વિસ્તારનું પરિવહનકેન્દ્ર છે. અહીં બાંધકામ-સામગ્રી,…
વધુ વાંચો >બ્રાઝાવિલ પરિષદ
બ્રાઝાવિલ પરિષદ (1944) (1) : આફ્રિકામાં ફ્રેંચોની સત્તા હેઠળનાં સંસ્થાનોમાં શાસકીય સુધારા દાખલ કરવા અંગે વિચારણા કરવા યોજાયેલી પરિષદ. જૂનું કોંગો રાજ્ય (હાલનું ઝાયર) ફ્રાંસનું સંસ્થાન હતું. બ્રાઝાવિલ શહેર આ સંસ્થાનનું પાટનગર હતું. 1944માં આ શહેરમાં સૌપ્રથમ વાર પશ્ચિમ અને વિષુવવૃત્તીય ફ્રેંચ આફ્રિકાના નેતાઓ એકત્રિત થયા હતા. આ પરિષદનો મુખ્ય…
વધુ વાંચો >