૧૨.૨૧
ફરમાકામથી ફાગુ
ફર્ક્રિયા
ફર્ક્રિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની રણપ્રદેશમાં થતી માંસલ નાની પ્રજાતિ. તે રામબાણ (કેતકી Agave) સાથે સામ્ય ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. ભારત સહિત અનેક દેશોમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. અન્ય કેટલીક જાતિઓ વ્યાપારિક રેસાઓના સ્રોત તરીકે અગત્ય ધરાવે છે. તેની જાતિઓ…
વધુ વાંચો >ફર્ટ, આલ્બર્ટ
ફર્ટ, આલ્બર્ટ (જ. 7 માર્ચ 1938) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2007ના નોબેલ પુરસ્કારના વિજેતા. ગીગાબાઇટ હાર્ડ ડિસ્ક ડ્રાઇવની સફળતા માટે જવાબદાર બૃહત્કાય ચુંબકીય અવરોધ(giant magnetoresistance)ની શોધ બદલ પીટર ઍન્ડ્રિયાઝ ગ્રૂન્બર્ગની ભાગીદારીમાં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળેલો. ફર્ટ અને ગ્રૂન્બર્ગે આ શોધ લગભગ એક જ સમયે પણ સ્વતંત્રપણે કરેલી. પૅરિસના ઈકોલ…
વધુ વાંચો >ફર્ન
ફર્ન : જુઓ હંસરાજ
વધુ વાંચો >ફર્ન ટ્રી
ફર્ન ટ્રી : દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Filicum decipiens Thw. (નિંગલ) છે. તે મધ્યમ કદનું, સદાહરિત શોભન-વૃક્ષ છે. તેનું થડ 1.5મી.થી 1.8 મી.નો ઘેરાવો ધરાવે છે. તે પશ્ચિમ ઘાટમાં નીલગિરિથી શરૂ થઈ દક્ષિણમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનાં પર્ણો હંસરાજ જેવાં…
વધુ વાંચો >ફર્નાન્ડીઝ, જ્યૉર્જ
ફર્નાન્ડીઝ, જ્યૉર્જ (જ. 3 જૂન, 1930, મૅંગ્લોર, કર્ણાટક) : અગ્રણી કામદાર નેતા. કોંકણીભાષી જમીનદાર પરિવારમાં જન્મ. પિતા જૉન અને માતા એલિસ. લૈલા કબીર સાથે લગ્ન. પિતાની ઇચ્છા તેમને કૅથલિક પાદરી બનાવવાની હતી, જે માટે મગ્લોરની સેંટ પીટર્સ સેમિનરીમાં તેમને અભ્યાસાર્થે દાખલ કર્યા હતા; પરંતુ ત્યાંના પાદરીઓની બેવડી જીવનપદ્ધતિ જોઈને પાદરીજીવન…
વધુ વાંચો >ફર્નિચર ઉદ્યોગ
ફર્નિચર ઉદ્યોગ : ઇમારતી લાકડું, ધાતુ, પ્લાસ્ટિક, આરસપહાણ, કાચ વગેરે પદાર્થોમાંથી ઉપયોગી, આરામદાયક અને ઘર તથા કાર્યાલય જેવાં સ્થળોની શોભા વધારતા રાચરચીલાનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. ફર્નિચર માનવજીવનમાં ચાર પ્રકારની ઉપયોગી શ્રેણીમાં બનાવવામાં આવે છે; જેમ કે, બેસવા માટે ખુરશી, સામે બેસીને કામ કરવા માટે ટેબલ, વસ્તુઓ મૂકવા માટે કબાટ અને…
વધુ વાંચો >ફર્માનું અંતિમ પ્રમેય
ફર્માનું અંતિમ પ્રમેય : ગણિતમાં સંખ્યાઓના એક વિશિષ્ટ ગુણધર્મને લગતો સાડાત્રણસોથી વધુ વર્ષ સુધી વણઊકલ્યો રહેલો કોયડો, જે વીસમી સદીના અંતિમ દાયકામાં જ ઉકેલી શકાયો. ‘‘શૂન્યેતર પૂર્ણાંકો x, y, z અને પૂર્ણાંક n ≥ 3 માટે xn + yn = zn ન હોઈ શકે’’ – આ વિધાન ફર્માનું અંતિમ પ્રમેય છે.…
વધુ વાંચો >ફર્માનો સિદ્ધાંત
ફર્માનો સિદ્ધાંત (Fermat’s principle) : ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર(geometrical optics)નો પાયાનો સિદ્ધાંત. આને કેટલીક વખત ફર્માનો ન્યૂનતમ સમય સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. પિયરદ’ ફર્મા (1601–1665) ફ્રેંચ ગણિતશાસ્ત્રી હતા, જેમને કેટલાક લોકો ‘ડિફરન્શિયલ કેલ્ક્યુલસ’ના શોધકનું માન આપે છે. ફર્માએ આપેલા સિદ્ધાંતનું સત્વ એ છે કે તે કુદરતની કરકસરનું બયાન કરે છે. તેમણે…
વધુ વાંચો >ફર્મા, પિયર દ
ફર્મા, પિયર દ’ (જ. 17 ઑગસ્ટ 1601, વિમોન્ટ-દ-લોમેન, ફ્રાન્સ; અ. 12 જાન્યુઆરી 1665, કાસ્ટ્રેસ) : સત્તરમી સદીના ફ્રેંચ ગણિતશાસ્ત્રી, કાયદાવિશારદ અને સરકારી અધિકારી. ફ્રાન્સના ટુલોઝમાં કાયદાની પ્રૅક્ટિસ કરતાં કરતાં શોખના વિષય તરીકે ગણિતના સંશોધન તરફ વળ્યા. વિકલન, સંખ્યાસિદ્ધાંતો અને સંભાવનાના સિદ્ધાંતોના વિકાસમાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. 1636માં ફર્માએ વૈશ્લેષિક…
વધુ વાંચો >ફર્મિયમ
ફર્મિયમ : આવર્તકોષ્ટકમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું અગિયારમું અને માનવસર્જિત અનુયુરેનિયમ અથવા પરાયુરેનિયમ તત્વો પૈકીનું આઠમું રાસાયણિક તત્વ. સંજ્ઞા : Fm. તે કુદરતમાં મળી આવતું નથી. 1952માં યુ.એસ. દ્વારા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં હાઇડ્રોજન-બૉંબનો પ્રથમ વિસ્ફોટ કરવામાં આવ્યો ત્યારે તેના વિકિરણધર્મી (radioactive) ભંગારમાં અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ ધીઑર્સો અને તેમના સાથીદારોએ પરમાણુભાર–255 ધરાવતું તત્વ…
વધુ વાંચો >ફરમાકામ
ફરમાકામ : પ્રબલિત સિમેન્ટ કૉન્ક્રીટના બાંધકામ માટે તૈયાર કરાતું માળખું. માળખા દ્વારા જરૂરિયાત મુજબની બાજુઓ રચાય છે. આવી રીતે તૈયાર થયેલ માળખા-ફરમાકામમાં કૉન્ક્રીટ ઢાળવામાં આવે છે. ફરમાને શટરિંગ પણ કહેવાય છે. ફરમાકામ લાકડાં, પ્લાયવુડ કે લોખંડનાં પતરાંનું બનાવાય છે. જે આકારના પ્રબલિત સિમેન્ટ-કૉન્ક્રીટનું બાંધકામ કરવાનું હોય તે આકારની પેટી જેવી…
વધુ વાંચો >ફરસી
ફરસી : પ્રાચીન કાળથી યુદ્ધમાં વપરાતું પરંપરાગત શસ્ત્ર. તે કુહાડીના ઘાટનું લાંબા હાથાવાળું હોય છે. તેનું પાનું મુખ્યત્વે પોલાદનું અને હાથો લાકડાનો હોય છે. શત્રુ પર સહેજ દૂરથી ઘા થઈ શકે તે માટે તેનો હાથો કુહાડીના હાથા કરતા લાંબો રાખવામાં આવે છે. શત્રુ પર જીવલેણ હુમલો થઈ શકે તે માટે…
વધુ વાંચો >ફરહાત શફિકા
ફરહાત શફિકા (જ. 26 ઑગસ્ટ 1931, નાગપુર, મહારાષ્ટ્ર) : ઉર્દૂ વ્યંગ્યકાર. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉર્દૂ અને ફારસીમાં એમ.એ., પત્રકારત્વનો ડિપ્લોમા તથા જીવાજી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભોપાલ યુનિવર્સિટીમાંથી ઉર્દૂના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયાં. તેઓ 198789 દરમિયાન ભોપાલ યુનિવર્સિટીના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં અધ્યક્ષા; છેલ્લાં 10 વર્ષ માટે મધ્ય પ્રદેશ…
વધુ વાંચો >ફરાઇદી ચળવળ
ફરાઇદી ચળવળ : બંગાળમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધની સ્થાનિક ચળવળ. જોકે એનો મૂળ ઉદ્દેશ ઇસ્લામનું શુદ્ધીકરણ અને મુસ્લિમોના પુનરુદ્ધારનો હતો. આ ચળવળ ફરીદપુરના હાજી શરીઅતુલ્લાહે શરૂ કરી હતી. તેમણે જાહેર કરેલું કે હિંદ જ્યારથી બ્રિટિશ હકુમત નીચે આવ્યું છે ત્યારથી તે ‘દારુલહર્બ’ (મરુભૂમિ) બની ગયું છે. તેમણે પોતાના મુરિદો પાસે પ્રતિજ્ઞાપૂર્વક…
વધુ વાંચો >ફરાગી ગુજરાતી
ફરાગી ગુજરાતી (જ. 1552; અ. 8 ઑક્ટોબર 1627, અમદાવાદ) : મુલ્લા હસન ફરાગી. અમદાવાદના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ગુજરાતના મહાન સંત હજરત શાહ વજીહુદ્દીનના શિષ્ય હતા અને તેમની મદરેસામાં રહીને બધાં જ ઇસ્લામી શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હતી. તેઓ અનેક પુસ્તકોના કર્તા હતા અને તેમની ગણના વિશ્વવિખ્યાત વિદ્વાનોમાં થતી હતી. તેઓ…
વધુ વાંચો >ફરામજી, ફીરોજ
ફરામજી, ફીરોજ (જ. 19 ફેબ્રુઆરી 1878, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1938, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા નિષ્ણાત તથા સિતાર અને વાયોલિનના વાદક. તેઓ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે(1860 –1936)ના સમકાલીન હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ ઉછેર્યા. નાનપણથી સંગીત પ્રત્યે આકર્ષણ હોવાથી સંગીતના ગાયન-વાદનના કાર્યક્રમોમાં અચૂક…
વધુ વાંચો >ફરીદકોટ
ફરીદકોટ : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 1,453 ચોકિમી. જેટલો છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં ફીરોઝપુર જિલ્લો, પૂર્વ તરફ મોગા અને ભટિંડા જિલ્લા, દક્ષિણ તરફ ભટિંડા અને મુક્તસર જિલ્લા તથા પશ્ચિમે મુક્તસર જિલ્લાની સરહદો આવેલી છે. પ્રાકૃતિક લક્ષણો : આખો…
વધુ વાંચો >ફરીદપુર (1)
ફરીદપુર (1) : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 22° 51´થી 23° 55´ ઉ. અ. અને 89° 19´થી 90° 37´ પૂ. રે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 6913 ચોકિમી. જેટલું છે. ભૂપૃષ્ઠ : જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર ગંગાનાં ત્રિકોણપ્રદેશીય કાંપનાં મેદાનોથી બનેલો છે. આ…
વધુ વાંચો >ફરીદાબાદ
ફરીદાબાદ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો : ભૌ. સ્થાન : આ જિલ્લો 27° 51´ 15´´થી 28° 30´ 52´´ ઉ. અ. અને 77° 04´ 30´´થી 77° 32´ 50´´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 2,760 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની…
વધુ વાંચો >ફરેઇરા, માઇકલ
ફરેઇરા, માઇકલ (જ. 1 ઑક્ટોબર 1938) : ભારતના અગ્રણી બિલિયર્ડ ખેલાડી. 16 વર્ષની ઉંમરે બિલિયર્ડ રમવાનું શરૂ કર્યું હતું અને 10 વર્ષ પછી 26 વર્ષની ઉંમરે 1964માં તેનું પરિણામ પ્રાપ્ત થયું. 1964માં ન્યૂઝીલૅન્ડમાં રમાયેલ વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે 1964…
વધુ વાંચો >