૧૨.૧૯
પ્લમથી પ્લીમથ
પ્લમ
પ્લમ (અં. Plum; લૅ. Prunus cerasifera; કુળ Rosaceae) : સૂકા મેવા પ્રકારનું પશ્ચિમ-મધ્ય એશિયાનું અષ્ઠિલ ફળ તથા તેનું વૃક્ષ. મધ્ય એશિયામાં મોટા પ્રમાણમાં વવાય છે. પ્રજાતિની વાદળી યુરોપી જાતિ (P. domestica) યુરોપમાં, રાતી અમેરિકી (P. americana) જાતિ અમેરિકામાં તથા પીળી જાપાની જાતિ (P. salicina) જાપાનમાં વવાય છે. ફળ તાજાં ખવાય…
વધુ વાંચો >પ્લમ્બજિનેસી
પ્લમ્બજિનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 10 પ્રજાતિઓ અને લગભગ 300 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના અને મધ્ય એશિયાના અર્ધશુષ્ક પ્રદેશોમાં થયેલું છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Limonium (Statice) (150 જાતિઓ), Acantholimon (90 જાતિઓ), Armeria (40 જાતિઓ) અને Plumbago(10 જાતિઓ)નો સમાવેશ થાય છે. બહુવર્ષાયુ શાકીય કે…
વધુ વાંચો >પ્લમ્બિંગ
પ્લમ્બિંગ પ્લમ્બિંગ એટલે પાઇપની ગોઠવણી. તેમાં પાઇપ તથા તેને સંબંધિત સાધનોની ગોઠવણી, જાળવણી તથા કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. પાઇપની ગોઠવણી, પીવાનું તથા ઘરવપરાશ માટેનું પાણી પહોંચાડવા માટે તથા વપરાયેલા ગંદા પાણીનો તથા અન્ય ગંદા પ્રવાહીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પ્લમ્બિંગના હેતુઓ : (ક) શહેરની પાણીની ટાંકી કે જળાશયમાંથી…
વધુ વાંચો >પ્લવકો (planktons)
પ્લવકો (planktons) : દરિયો, તળાવ કે અન્ય કોઈ પણ જળાશયમાં પાણીના પ્રવાહ સાથે, વિવિધ સ્તરે આમતેમ ઠસડાઈને તરતા સૂક્ષ્મ જીવો. કેટલાક સૂક્ષ્મ જીવો પાણીમાં સ્વતંત્ર રીતે તરી શકે છે; પરંતુ પાણીના પ્રવાહ સામે તણાઈ જતાં પોતાની જાતને અટકાવી શકે તેટલું સામર્થ્ય પ્લવકોમાં હોતું નથી. કેટલાંક પ્લવકો સંપૂર્ણ જિંદગી પાણીમાં તરીને…
વધુ વાંચો >પ્લવન (flotation)
પ્લવન (flotation) : વિભિન્ન પ્રકારના ઘન પદાર્થોને એકબીજાથી છૂટા પાડવાની અથવા કાચી ધાતુવાળી માટી(gangue)માંથી ખનિજને અલગ કરવાની ઔદ્યોગિક પદ્ધતિ. આ માટે ખનિજના ગાંગડાને દળી; પાણી, તેલ તથા આ તેલ વડે ખનિજના ઘન કણોને ચયનાત્મક (preferential) રીતે ભીંજવતાં ખાસ રસાયણો તેમાં ઉમેરી હવા ફૂંકી ખૂબ હલાવવામાં આવે છે. તેમાં ફીણ ઉત્પન્ન…
વધુ વાંચો >પ્લંબાગો
પ્લંબાગો : જુઓ લાલ ચિત્રક
વધુ વાંચો >પ્લાક
પ્લાક : યજમાન (host) બૅક્ટેરિયા ઉપર જીવાણુનાશકો(bacterio-phage)નો ફેલાવો કરવાથી, યજમાનનો નાશ થતાં દેખાતો ચોખ્ખો વિસ્તાર. યજમાન કોષમાં થતી બૅક્ટેરિયોફેજ વિષાણુઓની વૃદ્ધિની પ્રક્રિયા સમજવા અને કેટલી સંખ્યામાં નવા વિષાણુ પેદા થયા તે જાણવા પ્રયોગશાળામાં પ્રયોગો કરવામાં આવે છે. તે માટે સૌપ્રથમ પેટ્રી ડિશમાં ઘન માધ્યમ ઉપર જીવાણુનો ઉછેર કરવામાં આવે છે…
વધુ વાંચો >પ્લાઝ્મા (ખનિજ)
પ્લાઝ્મા (ખનિજ) : ક્વાર્ટ્ઝની સૂક્ષ્મ દાણાદાર અથવા સૂક્ષ્મ રેસાદાર જાત. તે લીલા રંગની વિવિધ ઝાંયમાં મળે છે. પ્લાઝ્મા કે કૅલ્સિડોનીની લોહ ઑક્સાઇડનાં લાલ ટપકાં ધરાવતી લીલી જાત હેલિયોટ્રૉપ અથવા બ્લડસ્ટોન તરીકે ઓળખાય છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >પ્લાઝ્મા
પ્લાઝ્મા સૂર્ય અને તારાઓમાં અતિ ઊંચા તાપમાને મળતો ખૂબ જ આયનિત (ionised) વાયુરૂપ પદાર્થ. આવો પ્લાઝ્મા લગભગ સરખી સંખ્યા ધરાવતા મુક્ત ઘનઆયનો અને ઇલેક્ટ્રૉનનો સમૂહ હોય છે, જે સમગ્રપણે વિદ્યુતતટસ્થ હોય છે. પ્લાઝ્મા પદાર્થનું ચોથું સ્વરૂપ છે. અવકાશમાં ઘણા પદાર્થો પ્લાઝ્મા સ્વરૂપ ધરાવે છે. ચોમાસામાં થતા વિદ્યુત-ધડાકા દરમિયાન તેની આસપાસનો…
વધુ વાંચો >પ્લાઝ્મા ક્ષેત્રસીમા (plasma pause)
પ્લાઝ્મા ક્ષેત્રસીમા (plasma pause) : પૃથ્વીથી આશરે 26,000 કિમી. દૂર પૃથ્વી સાથે ભ્રમણ કરતો મૅગ્નેટોસ્ફિયરનો ભાગ. જે વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે તેને મૅગ્નેટોસ્ફિયર કહે છે. સૂર્યમાંથી નીકળતું ઇલેક્ટ્રૉન ધરાવતું વિકિરણ, પવન તરીકે વર્તે છે, જે મૅગ્નેટોસ્ફિયરને લાંબી પૂંછડી જેવો આકાર આપે છે. આ મૅગ્નેટોસ્ફિયરમાં પૃથ્વીના પૂર્વ અને…
વધુ વાંચો >પ્લાસ્ટિસાઇઝર
પ્લાસ્ટિસાઇઝર : બહુલકના અણુના આંતરિક રૂપાંતર દ્વારા અંતિમ નીપજની નમ્યતા (flexibility) કે સુઘટ્યતા (plasticity), કઠોરતા (toughness) કે ર્દઢતા (rigidity) તથા ભેજ અને તાપમાન સામેની પ્રતિકારકતા વધારવા માટે તેમજ પ્રક્રમણ (processing) સરળ બનાવવા માટે ઉચ્ચ-બહુલકમાં ઉમેરવામાં આવતો કાર્બનિક પદાર્થ. બહુલકમાંના અણુઓ દ્વિતીયક સંયોજકતા-બંધ વડે એકસાથે જોડાયેલા હોય છે. પ્લાસ્ટિસાઇઝર તેમાંના કેટલાકનું…
વધુ વાંચો >પ્લાસ્મિડ
પ્લાસ્મિડ : કોષના મુખ્ય DNA સૂત્રથી અલગ પરંતુ સંજનીન(genome)ના ભાગ રૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો DNAનો ટુકડો. તેમાં આવેલા જનીનિક ઘટકો કુળ સંજનીનો(genome)ના 1થી 3% જેટલા હોય છે. પ્લાસ્મિડોનું થતું પુનરાવૃત્તિ(replication)નિર્માણ મુખ્ય DNA સૂત્રના નિર્માણથી સ્વતંત્ર હોય છે. કોષમાં આવેલા ઉત્સેચકોની મદદથી પ્લાસ્મિડની પુનરાવૃત્તિની પ્રક્રિયા થતી હોય છે. પ્લાસ્મિડો મોટાભાગના સૂક્ષ્મ…
વધુ વાંચો >પ્લાંકનો અચળાંક (Planck’s Constant)
પ્લાંકનો અચળાંક (Planck’s Constant) : 6.626 × 10–34 જૂલ-સેકન્ડ મૂલ્ય ધરાવતો વૈશ્વિક અચળાંક. કાળા પદાર્થનું વિકિરણ, ફોટોઇલેક્ટ્રિક અસર અને કૉમ્પ્ટન અસર જેવી ઘટનાઓ પ્રશિષ્ટવાદને આધારે સમજાવી શકાતી નથી. તેમની સમજૂતી માટે સૌપ્રથમ પ્લાંકે 1900માં ક્વૉન્ટમ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. પ્લાંકના સિદ્ધાંતમાં કાળા પદાર્થનો ખ્યાલ વિશિષ્ટ છે. પદાર્થ ઉપર આપાત થતી બધી ઊર્જાનું…
વધુ વાંચો >પ્લાંકનો વિકિરણીય નિયમ (Planck’s radiation law)
પ્લાંકનો વિકિરણીય નિયમ (Planck’s radiation law) : ક્વૉન્ટમવાદનો પાયારૂપ સિદ્ધાંત. પ્રવેગી ગતિ કરતો કોઈ પણ વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. દોલન કરતો ઇલેક્ટ્રૉન પ્રવેગ-ગતિ ધરાવે છે. માટે તે વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જિત થતી ઊર્જા દોલનની આવૃત્તિ(υ)ના સમપ્રમાણમાં હોય છે. ઉત્સર્જિત થતી વિદ્યુતચુંબકીય ઊર્જા …
વધુ વાંચો >પ્લિની (ગેયસ પ્લિનિયસ સિક્ધદસ)
પ્લિની (ગેયસ પ્લિનિયસ સિક્ધદસ) (જ. ઈ. સ. 23, નોવમ કોમમ, ઉત્તર ઇટાલી; અ. ઈ. સ. 79) : રોમન ઇતિહાસકાર. તે રોમ ગયો અને વકીલાત શરૂ કરી. ત્યારબાદ લશ્કરમાં જોડાઈને જર્મની, સ્પેન અને ગોલ પ્રદેશમાં સેવા આપી. સમ્રાટ વેસ્પેસિયન તેનો મિત્ર હતો. તેણે પ્લિનીને ગવર્નર તરીકે નીમ્યો હતો. તે ઘણો ઉદ્યમી…
વધુ વાંચો >પ્લીમથ
પ્લીમથ : ઇંગ્લૅન્ડના ડેવોન જિલ્લામાં આવેલું શહેર. ભૌ. સ્થાન : 50° 22´ ઉ. અ. અને 4° 08´ પ. રે. તે પ્લીમથ સાઉન્ડને મળતી પ્લીમ અને તમાર નદીઓની વચ્ચે આવેલું છે, જે 1821 હેક્ટરના વિસ્તારને આવરી લે છે. ઇંગ્લૅન્ડનું નૌકાદળ મુખ્યત્વે આ જળમાર્ગનો ઉપયોગ કરે છે. મૂળ સુડટોન પ્લીમથ નામ ધરાવતા…
વધુ વાંચો >