૧૧.૧૪

પુરાતત્વવિદ્યાથી પુરુષાર્થ

પુરુષ

પુરુષ : સાંખ્ય મતે જગતમાં રહેલું એકમાત્ર ચેતન તત્વ (આત્મા). સાંખ્ય દર્શન સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના સ્વરૂપના સંદર્ભે પરસ્પરથી ભિન્ન એવાં બે સ્વતંત્ર તત્ત્વોનો સ્વીકાર કરે છે. દૃશ્યમાન જગતનું મૂળ કારણ એવી પ્રકૃતિ અને એનો સાક્ષી તેવો પુરુષ. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ  એ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે. તે અચેતન…

વધુ વાંચો >

પુરુષપુર (પેશાવર)

પુરુષપુર (પેશાવર) : ભારતની વાયવ્ય સરહદે આવેલું શહેર. ઈ. સ.ની પ્રથમ સદીમાં થઈ ગયેલ કુષાણ વંશના મહાન પ્રતાપી સમ્રાટ કનિષ્ક પહેલાની તે રાજધાની હતી. ચીની પ્રવાસીઓ ફાહિયાન, સુંગ યુન અને હ્યુએન સંગના જણાવવા મુજબ કનિષ્કે ત્યાં 183 મી. ઊંચો સ્તૂપ બંધાવ્યો હતો. તેમણે તે સ્તૂપની ભવ્યતાનું વર્ણન કર્યું છે. બુદ્ધના…

વધુ વાંચો >

પુરુષમેધ

પુરુષમેધ : મનુષ્યનો બલિ આપવામાં આવે તેવો ધાર્મિક વિધિ.  વૈદિક યજ્ઞમાં મનુષ્યનું બલિદાન આપવામાં આવે તેને પણ પુરુષમેધ કહે છે. પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરી આજ સુધી આ ભયાનક અને ક્રૂર વિધિ પ્રચલિત છે. ઋગ્વેદના ખૂબ જાણીતા ‘પુરુષસૂક્ત’માં પરમ પુરુષે પોતાનામાંથી વિરાજ્ પુરુષને ઉત્પન્ન કર્યો અને તેનો બલિ આપી તેનાં…

વધુ વાંચો >

પુરુષસૂક્ત

પુરુષસૂક્ત : સૃષ્ટિસર્જનની ઘટના વિશેનું 16 ઋચાનું બનેલું ઋગ્વેદના દસમા મંડળનું સૂક્ત 90. ઋગ્વેદનાં દાર્શનિક સૂક્તોમાં નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભસૂક્ત, પુરુષસૂક્ત, અસ્ય વામીય સૂક્ત વગેરે ઉલ્લેખનીય છે. સૃષ્ટિવિદ્યાવિષયક વિચારોમાં પુરુષસૂક્ત આગવું  સ્થાન ધરાવે છે. આ સૂક્તના ઋષિ નારાયણ છે અને સૃષ્ટિવિદ્યા સાથે નારાયણના વિશિષ્ટ સંબંધને કારણે આ સૂક્ત ‘નારાયણસૂક્ત’ પણ કહેવાય…

વધુ વાંચો >

પુરુષાભ વાનર (anthropoid apes)

પુરુષાભ વાનર (anthropoid apes) : માનવઆકૃતિને મળતા આવતા પુચ્છવિહીન મોટા કદના કપિ. મુખ્યત્વે તેમનો આવાસ વૃક્ષો પર હોય છે. ગોરીલા, ચિમ્પાન્ઝી, ગિબન અને ઉરાંગઉટાંગનો તેમાં સમાવેશ થાય છે. આ પૈકી ગોરીલા અને ચિમ્પાન્ઝી મધ્ય આફ્રિકાનાં જંગલોમાં, ગિબન અગ્નિ એશિયામાં અને ઉરાંગઉટાંગ ઇન્ડોનેશિયાના બૉર્નિયો અને સુમાત્રાના ટાપુઓમાં જોવા મળે છે. આ…

વધુ વાંચો >

પુરુષાર્થ

પુરુષાર્થ : જગતમાં મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ કરવા પાછળ રહેલાં પ્રયોજનો કે ઉદ્દેશો. હિન્દુ ધર્મ મુજબ આવાં પ્રયોજનો કુલ 4 છે : (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ. આ ચારેયના સમુદાયને ‘ચતુર્વર્ગ’ કહે છે. આ પુરુષાર્થો અંગેની વિચારસરણી ભારતીય છે. એમાં અંતિમ પુરુષાર્થ મોક્ષ આ જગતમાં શરીરને ફળતો…

વધુ વાંચો >

પુરાતત્વવિદ્યા

Jan 14, 1999

પુરાતત્વવિદ્યા I પુરાતત્વવિદ્યા : પરિભાષા, ધ્યેય અને કાર્યક્ષેત્ર : ‘પુરા’ અર્થાત્ પ્રાચીન. જેમાં પ્રાચીનત્વ છે – જેમાં પુરાપણાનું તત્વ છે તે ‘પુરાતત્વ’. એ સંબંધી વિદ્યાનું નામ પુરાતત્વવિદ્યા ‘આર્કિયૉલૉજી’. ગ્રીક પદ ‘આર્કિઑસ્’ અર્થાત્ ‘પુરા’ અને ‘લૉગસ્’ અર્થાત્ ‘શબ્દ/વ્યાખ્યાન/નિરૂપણ’ આદિ વિદ્યા હોય તો શબ્દનો ઉપયોગ કરી વ્યાખ્યાનાદિ થાય. આથી ‘લૉગસ્’નો લક્ષ્યાર્થ થયો…

વધુ વાંચો >

પુરાતન પ્રબન્ધ સંગ્રહ

Jan 14, 1999

પુરાતન પ્રબન્ધ સંગ્રહ : મુનિ જિનવિજયજીએ સંકલિત કરેલ પ્રબન્ધોનો સંગ્રહ. તે કોઈ એક સળંગ ગ્રંથ નથી, પરંતુ વિભિન્ન 6 પ્રબંધસંગ્રહોને ‘પ્રબન્ધચિન્તામણિ’માંના પ્રબંધોના ક્રમે સંકલિત કરી મુનિ જિનવિજયજીએ તૈયાર કરેલ એક સંગ્રહગ્રંથ છે. આ ગ્રંથને એમણે ‘(પ્રબન્ધચિન્તામણિગ્રંથસમ્બદ્ધ) ‘પુરાતન પ્રબન્ધ સંગ્રહ’ એવું નામ આપ્યું છે. આ ગ્રંથ કૉલકાતાના સિંઘી જૈન જ્ઞાનપીઠ તરફથી…

વધુ વાંચો >

પુરાવો

Jan 14, 1999

પુરાવો જેના પરથી અન્ય હકીકતના અસ્તિત્વ વિશે હકારાત્મક કે નકારાત્મક અનુમાન તારવી શકાય એ હકીકત સાબિત કરવા માટેની સામગ્રી. જે હકીકતનું અનુમાન તારવી શકાય એ મુખ્ય હકીકત ગણાય છે, અને જે હકીકતમાંથી એવું અનુમાન તારવી શકાય એ પુરાવો કહેવાય છે. દા. ત., ‘અ’ના મૃત શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા છે.…

વધુ વાંચો >

પુરી

Jan 14, 1999

પુરી : ઓડિસા રાજ્યના પૂર્વભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો, જિલ્લામથક અને યાત્રાધામ. આ જિલ્લાની ઉત્તરે કટક, વાયવ્યમાં ધેનકાનલ, પશ્ચિમે ફૂલબાની, પશ્ચિમ તથા નૈર્ઋત્ય તરફ છત્રપુર જિલ્લાઓ તેમજ દક્ષિણ અને પૂર્વ તરફ બંગાળનો ઉપસાગર આવેલાં છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,055 ચોકિમી. તથા 1991 મુજબ વસ્તી 12,95,562 જેટલી છે. ભૂપૃષ્ઠ :…

વધુ વાંચો >

પુરી અમરીષ

Jan 14, 1999

પુરી, અમરીષ (જ. 22 જૂન 1932, નવાનશહર, જલંધર, પંજાબ; અ. 12 જાન્યુઆરી 2005, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના કલાકાર. ધારદાર અને ઘેરો અવાજ, લોખંડી દેહયષ્ટિ અને વિચક્ષણ અદાકારીને કારણે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતના રૂપેરી પડદા પર લોકચાહના મેળવનાર આ કલાકારને 40 વર્ષની ઉંમર સુધી નિર્ણયાત્મક ક્ષણ માટે રાહ જોવી પડી…

વધુ વાંચો >

પુરી ઓમ

Jan 14, 1999

પુરી, ઓમ (જ. 18 ઓક્ટોબર 1950, અંબાલા, પંજાબ; અ. 6 જાન્યુઆરી 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોની વિશિષ્ટ મુદ્રા ઉપસાવનાર અભિનેતા. ઓમ પુરીના પિતા રેલવેમાં કામ કરતા હતા અને ભારતીય સૈન્યમાં પણ હતા. ઓમ પુરીએ ગ્રૅજ્યુએશન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડિયા, પુણેમાંથી કર્યું. રુક્ષ, કઠોર, શીળીના ડાઘ ધરાવતો ચહેરો ભાગ્યે…

વધુ વાંચો >

પુરુ (પોરસ)

Jan 14, 1999

પુરુ (પોરસ) (ઈ. પૂ. ચોથી સદી) : પંજાબનો શૂરવીર રાજા. તેની સત્તા હેઠળ જેલમ અને રાવિ નદી વચ્ચેના પ્રદેશો હતા. તેણે વિજયો મેળવીને પૂર્વમાં રાવિ નદીની આગળ તથા પશ્ચિમે તક્ષશિલાની સરહદ સુધી પોતાના પ્રદેશો વિસ્તાર્યા હતા; તેથી તક્ષશિલાનો રાજા આંભી પોરસની ઈર્ષા કરતો હતો અને દુશ્મનાવટ રાખીને વિદેશી આક્રમકને હુમલો…

વધુ વાંચો >

પુરુકુત્સ

Jan 14, 1999

પુરુકુત્સ : પુરાણમાં જાણીતો રાજા. તે બિંદુમતી તથા માન્ધાતાનો પુત્ર અને મુચુકુંદ અને અંબરીષનો મોટો ભાઈ હતો. તેનું રાજ્ય નર્મદાના કિનારે અથવા તેની આસપાસના પ્રદેશમાં આવેલું હતું. તે શૂરવીર હતો અને તેણે નાગોને સહાય કરી હતી, તેથી નાગોની બહેન નર્મદા સાથે તેનું લગ્ન થયું હતું. તેનાથી તેને વસુદ અને ત્રસદસ્યુ…

વધુ વાંચો >

પુરુગુપ્ત

Jan 14, 1999

પુરુગુપ્ત (ઈ. સ.ની પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ (મહેન્દ્રાદિત્ય) અને મહાદેવી અનન્તદેવીનો પુત્ર; પરંતુ કુમારગુપ્તનો ઉત્તરાધિકાર એના બીજા પુત્ર સ્ક્ધદગુપ્તને મળતાં તેને રાજપદવી 12 વર્ષ મોડી મળી લાગે છે. સ્કંદગુપ્તનું અવસાન ઈ. સ. 467ના અરસામાં થયા પછી પુરુગુપ્ત બે-એક વર્ષના ટૂંકા ગાળામાં સત્તારૂઢ રહ્યો હોવાનું જણાય છે. પ્રકાશાદિત્યના…

વધુ વાંચો >

પુરુલિયા

Jan 14, 1999

પુરુલિયા : પશ્ચિમ બંગાળ રાજ્યની પશ્ચિમ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાની રચના 1956માં કરવામાં આવેલી છે. આ જિલ્લાની ઉત્તરે બિહાર રાજ્યના ધનબાદ અને ગિરિદિહ જિલ્લા, પૂર્વમાં પશ્ચિમ બંગાળ રાજ્યનો બાંકુરા જિલ્લો તથા દક્ષિણે અને પશ્ચિમે બિહાર રાજ્યના ચૈબાસા અને રાંચી જિલ્લા આવેલા છે. આ…

વધુ વાંચો >