૧૦.૩૩
પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈથી પડતર-નિયમન (cost-control)
પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ
પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ (જ. 10 એપ્રિલ 1917, પીપલગ, જિ. ખેડા; અ. 10 ઑગસ્ટ 2011, ફિજી) : ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિક અને ફિજીના સામાજિક કાર્યકર. પ્રાથમિક શિક્ષણ પીજમાં. પાછળથી સૂરત અને અમદાવાદમાં અભ્યાસ કરી બી.એ. (ઑનર્સ), એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. મુંબઈ હાઈકોર્ટમાં ઍડવોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત માટે શરૂઆતમાં ક. મા. મુનશીની ચેમ્બરમાં જોડાયા.…
વધુ વાંચો >પટેલ, રાવજીભાઈ મણિભાઈ
પટેલ, રાવજીભાઈ મણિભાઈ (જ. 1886, સોજિત્રા; અ. 20 જાન્યુઆરી 1962, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક, લોકસેવક, લેખક. પેટલાદ બૉર્ડિંગ હાઉસમાં રહી મૅટ્રિક સુધી માધ્યમિક શિક્ષણ લીધું. પુસ્તકાલય પ્રવૃત્તિવાળા મોતીભાઈ અમીનથી પ્રભાવિત. તેમની પ્રેરણાથી સ્વદેશભક્ત બન્યા. ગાંધીજીલિખિત ‘હિંદ સ્વરાજ’ વાંચ્યા બાદ જીવનનું દૃષ્ટિબિંદુ બદલાઈ ગયું. દક્ષિણ આફ્રિકા જઈ વેપાર શરૂ કર્યો; પરંતુ ધાર્મિક…
વધુ વાંચો >પટેલ, રાવજીભાઈ હીરાભાઈ
પટેલ, રાવજીભાઈ હીરાભાઈ (જ. 10 જૂન 1911, વાસદ; અ. 5 નવેમ્બર 2005) : ગુજરાતના શાસ્ત્રીય સંગીતના ગાયક અને શિક્ષણકાર. જન્મ ખેડૂત કુટુંબમાં. પિતા ભજનો લલકારતા. બાળપણથી જ રાવજીભાઈને સંગીત પ્રત્યે અભિરુચિ થઈ. અવાજની કુદરતી બક્ષિસ તો હતી જ. પ્રાચીન ભક્તકવિઓનાં પદો ઉપરાંત રાષ્ટ્રીય ચળવળમાં સભા-સરઘસોમાં દેશભક્તિનાં ગીતો પણ ગાતા. બારડોલીની…
વધુ વાંચો >પટેલ, લતાબહેન
પટેલ, લતાબહેન (જ. 1956, ગુજરાત) : બ્રેન્ટ બરો, લંડનનાં પ્રથમ મહિલા ગુજરાતી મેયર. મૂળ ચરોતરના સોજિત્રા ગામનાં. લતાબહેનને 4 વર્ષની વયે યુગાન્ડામાં સ્થાયી થવાનું બન્યું. 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના શાસન હેઠળ ભારતીયોની હકાલપટ્ટી કરાતાં તેમનું સમગ્ર કુટુંબ બ્રિટનમાં સ્થાયી થયું. આથી તેમનું શાલેય અને કૉલેજશિક્ષણ બ્રિટનમાં થયું. અભ્યાસ પૂરો કરીને…
વધુ વાંચો >પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર)
પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર) (જ. 31 ઑક્ટોબર 1875, નડિયાદ, જિ. ખેડા; અ. 15 ડિસેમ્બર 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી. ખેડૂત કુટુંબમાં જન્મેલ વલ્લભભાઈ બાલ્યવયથી જ નીડરતા તથા નેતાગીરીના ગુણ ધરાવતા હતા. માતા લાડબાઈની ધાર્મિકતા તથા પિતા ઝવેરભાઈની સ્વાતંત્ર્યપ્રીતિ અને નીતિમત્તાના સંસ્કાર પણ તેમને મળેલા…
વધુ વાંચો >પટેલ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ
પટેલ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ (જ. 27 સપ્ટેમ્બર 1873, નડિયાદ; અ. 22 ઑક્ટોબર 1933, જિનીવા) : ભારતના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને મધ્યસ્થ ધારાસભાના પ્રથમ હિન્દી પ્રમુખ. વિઠ્ઠલભાઈ મધ્યમવર્ગના ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન સોજિત્રાનાં દિવાળીબહેન સાથે થયાં હતાં.…
વધુ વાંચો >પટેલ, સાંકળચંદ કાળીદાસ
પટેલ, સાંકળચંદ કાળીદાસ (જ. 20 ફેબ્રુઆરી 1909, વીસનગર; અ. 28 નવેમ્બર 1986, અમદાવાદ) : મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક. વીસનગરની જી. ડી. હાઈસ્કૂલમાં અંગ્રેજી ધોરણ 3 સુધીનો અભ્યાસ કર્યો. 1940માં પ્રજામંડળમાં જોડાયા અને ત્યારથી તેમના જાહેર જીવનનો આરંભ થયો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં મહેસાણા જિલ્લા…
વધુ વાંચો >પટેલ, (ડૉ.) સી. કે. એન
પટેલ, (ડૉ.) સી. કે. એન (જ. 2 જુલાઈ 1938, બારામતી) : વાયુ (ખાસ કરીને કાર્બન-ડાયૉક્સાઇડ) લેસરના સર્જક અને પુરસ્કર્તા. તે નડિયાદ(ગુજરાત)ના વતની છે. પાયાનું શિક્ષણ મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રમાંથી લીધું. ચૌદ વર્ષની નાની વયે માધ્યમિક શિક્ષણ પૂરું કરીને 1958માં યુ.એસ.ની સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. આ યુનિવર્સિટીમાંથી તેમણે એમ. એસ. અને પીએચ.ડી.ની…
વધુ વાંચો >પટેલ, સી. સી.
પટેલ, સી. સી. (જ. 26 એપ્રિલ 1926; અ. 4 નવેમ્બર 2011) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના ઇજનેર અને જળસ્રોતના વિકાસ તથા સંચાલનના નિષ્ણાત. આખું નામ ચંદ્રકાન્ત છોટાલાલ પટેલ. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ રહી છે. મુંબઈ યુનિવર્સિટી સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં કેન્દ્રીય સેવા માટેની સમસ્ત ભારતની સિવિલ એન્જિનિયરોની ભરતીની પરીક્ષામાં તેમજ ભારતીય…
વધુ વાંચો >પટેલ, સુરેન્દ્ર
પટેલ, સુરેન્દ્ર [24 સપ્ટેમ્બર 1923, ભડિયાદ (પીર); અ. 13 ડિસેમ્બર 2006] : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના એક અર્થશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ ગાયકવાડીનાં જુદાં જુદાં ગામોમાં તથા માધ્યમિક શિક્ષણ ધંધૂકા ખાતે લીધા પછી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમની પદવી 1945માં પ્રાપ્ત કરી અને ત્યાર પછી 1947માં તેમણે અમેરિકાની પેન્સિલ્વેનિયા…
વધુ વાંચો >પટ્ટનાયક, રવીન્દ્રનાથ
પટ્ટનાયક, રવીન્દ્રનાથ (જ. 1935, બનેઇગઢ, જિ. સુંદરગઢ, ઓરિસા; અ. 1991) : ઓરિસાના ખ્યાતનામ ભૂસ્તરવિજ્ઞાની અને શ્રેષ્ઠ વાર્તાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘વિચિત્રવર્ણા’ માટે 1992ના વર્ષનો મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકો અને કલાકારોના પરિવારમાં તેમનો જન્મ. તેમણે કટકની રાવેનશા કૉલેજમાંથી ભૂસ્તરવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >પટ્ટની, મોહંમદ તાહિર
પટ્ટની, મોહંમદ તાહિર (જ. જૂન 1508; અ. 1578, ઉજ્જન નજીક) : મુસ્લિમ વિદ્વાન તથા હદીસ-શાસ્ત્રી. સ્થાનિક શિક્ષકો પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યા બાદ 1537માં અરબસ્તાનના મક્કા શહેરનો પ્રવાસ કર્યો. તેમણે મક્કામાં તે સમયના સૌથી વિખ્યાત અને પ્રખર હદીસ-શાસ્ત્રી શેખ અલી મુત્તકી પાસે હદીસનો ઉચ્ચઅભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. સોળમા સૈકામાં…
વધુ વાંચો >પટ્ટા-ચાલન (belt drive)
પટ્ટા–ચાલન (belt drive) : બે શાફ્ટ વચ્ચે શક્તિનું સંચારણ કરવા માટેની ઓછામાં ઓછી કિંમતની વ્યવસ્થા. અહીં બંને શાફ્ટ એકબીજાને સમાંતર હોય તે પણ જરૂરી નથી. પટ્ટા ઘણી જ સરળતાથી અને અવાજ વગર શક્તિનું સંચારણ કરે છે. તે મોટર અને બેરિંગને, ભારની વધઘટની સામે રક્ષણ પૂરું પાડે છે. એ સત્ય છે…
વધુ વાંચો >પટ્ટાવલી
પટ્ટાવલી : જૈન સાધુઓની ગુરુશિષ્યપરંપરાનો ઇતિહાસ. ‘પટ્ટાવલી’, ‘પટ્ટધરાવલી’નું સંક્ષિપ્ત રૂપ છે. ‘પટ્ટ’નો અર્થ ‘આસન’ કે ‘સન્માનનું સ્થાન’ છે. રાજાઓના આસનને સિંહાસન કહે છે અને ગુરુઓના આસનને પટ્ટ. આ પટ્ટ ઉપર રહેલા ગુરુને પટ્ટધર અને તેમની પરંપરાને પટ્ટાવલી કહે છે. શ્રમણ ભગવાન મહાવીરથી આરંભી તેમના ગણ અને ગણધરોની પરંપરાનું સ્મરણ કરતાં…
વધુ વાંચો >પટ્ટાવાદ
પટ્ટાવાદ : જુઓ ધાત્વિક બંધ
વધુ વાંચો >પટ્ટો (belt)
પટ્ટો (belt) : એક શાફ્ટમાંથી બીજા શાફ્ટને શક્તિનું સંચારણ (transmission) કરવા માટે નમ્ય જોડાણ કરનાર (flexible connector) ઉપકરણ. શક્તિનું સંચારણ બંને શાફ્ટને દાતાઓ દ્વારા જોડીને પણ થઈ શકે. પરંતુ જ્યારે બે શાફ્ટની ધરીઓ વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે પટ્ટા વપરાય છે. ચાર જાતના પટ્ટા વ્યવહારમાં વપરાય છે : (1) સપાટ…
વધુ વાંચો >પઠાણકોટ
પઠાણકોટ : પંજાબ રાજ્યની છેક ઉત્તર સરહદ પર આવેલું ગુરદાસપુર જિલ્લાનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : 32° 17´ ઉ. અ. અને 75° 39´ પૂ. રે.. જમ્મુ-કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં જવા માટેનું તે પ્રવેશદ્વાર ગણાય છે. હિમાચલ પ્રદેશમાં 2,036 મીટર ઊંચાઈએ આવેલા પ્રખ્યાત ગિરિમથક ડેલહાઉસીથી આ નગર 80 કિમી. અંતરે નૈર્ઋત્યમાં…
વધુ વાંચો >પઠારે, રંગનાથ
પઠારે, રંગનાથ (જ. 1950, જવાલે, જિ. અહમદનગર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના જાણીતા નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમની ઉત્તમ નવલકથા ‘તામ્રપટ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી. તથા એમ. ફિલ.ની પદવીઓ મેળવી છે. 1973થી તેઓ અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ મરાઠી ઉપરાંત…
વધુ વાંચો >પડખવાણ (exfoliation)
પડખવાણ (exfoliation) : ખડકની બાહ્યસપાટી પરથી પડ છૂટાં પડવાની ક્રિયા. ભૌતિક કે રાસાયણિક પરિબળોની ક્રિયા વાતાવરણમાં ખુલ્લા રહેલા ખડકો પર થાય છે. તે ઉપરાંત દૈનિક તાપમાનના ગાળા દરમિયાન વારાફરતી એ ખડકો ગરમ અને ઠંડા થતા હોય છે. એ કારણોથી ખડકોની બાહ્ય સપાટીમાં જુદા જુદા પ્રમાણમાં પ્રસરણ-સંકોચન થાય છે અને તેથી…
વધુ વાંચો >પડગાંવકર, પ્રકાશ દામોદર
પડગાંવકર, પ્રકાશ દામોદર (જ. 1948, મુંબઈ) : વિશિષ્ટ શૈલી ધરાવતા કોંકણી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હન્વ મોનિસ અશ્વત્થામો’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પણજી-ગોવામાં શિક્ષણ લીધું હતું. હાલ (2002માં) તેઓ વાસ્કો-ડ-ગામા, ગોવા ખાતે એમ. એમ. ટી. સી. ઑવ્ ઇન્ડિયા લિ.માં કામગીરી કરી રહ્યા છે.…
વધુ વાંચો >