૧૦.૦૪
નવલકથાથી નહેરુ (નેહરુ) ટ્રૉફી
નવલકથા
નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં…
વધુ વાંચો >નવલખા મંદિર
નવલખા મંદિર (ઈ. સ. અગિયારમી કે બારમી સદી) : નમૂનેદાર સ્થાપત્યનું પંચાંગી મંદિર. ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 45.72 30.48 મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી…
વધુ વાંચો >નવલખી
નવલખી : સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિમી. અને મોરબીથી 43.3 કિમી. દૂર આવેલું છે. નવલખીની નાળ (channel) હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિમી. પહોળી…
વધુ વાંચો >નવલશા હીરજી
નવલશા હીરજી : જૂની-નવી રંગભૂમિ પર ભજવાયેલું હાસ્યપ્રધાન નાટક. બાપુલાલ નાયકે તે 1909માં લખ્યું અને એ જ સાલમાં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ભજવ્યું. સળંગ હાસ્યપ્રધાન નાટકના પ્રથમ અંકમાં આપકમાઈ કરવા નીકળેલો નવલશા મોકામા નામના બંદરે આવે છે. ત્યાં રંગીલી અને શાણી નામની બે ધુતારી સ્ત્રીઓના પ્રપંચમાં ફસાઈને બધી મિલકત…
વધુ વાંચો >નવસર્જન (regeneration)
નવસર્જન (regeneration) : જુઓ પુનર્જનન
વધુ વાંચો >નવસાર (Sal ammoniac)
નવસાર (Sal ammoniac) : રાસાયણિક રીતે એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાતો અકાર્બનિક ઘન પદાર્થ. સૂત્ર NH4Cl. એમોનિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ અથવા એમોનિયા કાર્બોનેટ અને કૅલ્શિયમ ક્લોરાઇડનાં દ્રાવણો વચ્ચેની પ્રક્રિયામાં આંશિક સ્ફટિકીકરણ દ્વારા તે મેળવી શકાય છે : (NH4)2SO4 + 2NaCl → 2NH4Cl + Na2SO4 એમોનિયા-સોડા (સોલ્વે સોડા) પ્રવિધિમાં તે આડપેદાશ રૂપે…
વધુ વાંચો >નવસારી (જિલ્લો)
નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને…
વધુ વાંચો >નવસાહસાંકચરિત
નવસાહસાંકચરિત (1000 આસપાસ) : પરમાર વંશના રાજા સિંધુરાજ વિશે લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય. મૃગાંકદત્તના પુત્ર પદ્મગુપ્ત કે પરિમલ નામના કવિએ સિંધુરાજના ઐતિહાસિક પાત્ર વિશે આ મહાકાવ્ય રચ્યું છે. 18 સર્ગના બનેલા આ મહાકાવ્યમાં રાજા સિંધુરાજ નાગકન્યા શશિપ્રભા સાથે પરાક્રમ અને સાહસ બતાવી પરણ્યો તેનું કલ્પનાથી વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં નાયક…
વધુ વાંચો >નવસોરી, હબીબુલ્લાહ
નવસોરી, હબીબુલ્લાહ (જ. 1555; અ. 1617) : કાશ્મીરી કવિ. મધ્યકાલીન યુગના આ અગ્રગણ્ય સૂફી કવિની કવિતા પર સૂફી સંત-કવિઓના પ્રભાવની સાથોસાથ કાશ્મીરનાં ભક્તકવયિત્રી લલ્લેશ્વરીનો પ્રભાવ હતો. આથી એમની કવિતામાં હિંદુ અને મુસ્લિમ બંનેના અધ્યાત્મવાદનો સમન્વય જોવા મળે છે. એમાં પ્રેમભક્તિનાં અને ઇશ્કે મિજાજીનાં કાવ્યો છે. એમાં પ્રભુ પોતાના પ્રેમની આરજૂનો…
વધુ વાંચો >નવાબ, શેફતા મુસ્તફાખાન
નવાબ, શેફતા મુસ્તફાખાન (જ. 1806, દિલ્હી; અ. 1869) : ઉર્દૂના વિદ્વાન અને કવિ. ‘શેફતા’ તખલ્લુસ. તેમના પિતા નવાબ મુર્તુઝાખાન, નવાબ મુઝફ્ફરજંગના દીકરા હતા જે ફરેજાસિયરના શાસનકાળ દરમિયાન દિલ્હી આવ્યા હતા. નવાબ મુર્તુઝાખાને મહારાજા જસવંતરાવ હોલકરના લશ્કરમાં પદ પ્રાપ્ત કરી વફાદારીપૂર્વક ફરજ બજાવી હતી. તે વખતે મરાઠાઓ અને લૉર્ડ લેકની ફોજો…
વધુ વાંચો >નસાઉ (બહામા)
નસાઉ (બહામા) : ઉત્તર ઍટલાન્ટિકના કૅરિબિયન સમુદ્ર વિસ્તારના વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાંના બહામા નામના સ્વતંત્ર રાષ્ટ્રનું પાટનગર અને ત્યાંનું મોટામાં મોટું નગર. તે ન્યૂ પ્રૉવિડન્સ ટાપુ (207 ચોકિમી.)ના ઈશાન ભાગમાં કિનારા પરનું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન 25° ઉ. અ. અને 77´ પ. રે પર તે આવેલું છે. તેની પશ્ચિમે એડિલેડ…
વધુ વાંચો >નસીમ, દયાશંકર
નસીમ, દયાશંકર (જ. 1811 લખનૌ; અ. 1843) : ઉર્દૂ ભાષાના કવિ. નસીમે પરંપરાગત શિક્ષણ લીધું હોવા છતાં નાનપણથી જ તેમનું મનોવલણ કવિતા લખવા તરફ ઢળ્યું હતું. તેમની આ રુચિ અને શોખને લખનૌના માહોલથી પ્રોત્સાહન મળ્યું. તેમના નામાંકિત ઉસ્તાદ હૈદરઅલી આતિશે તેમની કવિપ્રકૃતિને પ્રશંસનીય પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં નસીમે પરંપરાગત…
વધુ વાંચો >નસોતર
નસોતર : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Operculina turpethum (Linn.) Silva Manso syn. Ipomoea turpethum R. Br. (સં. ત્રિવૃત્, નિશોત્તર, હિં. નિશોથ, પનીલા; બં. તેઉડી; મ. તેડ; ગુ. નસોતર; ફા. નિસોથ; અં. ટરપીથરૂટ) છે તે મોટી બહુવર્ષાયુ વળવેલ (twiner) છે અને ક્ષીરરસ તથા માંસલ શાખિત મૂળ ધરાવે…
વધુ વાંચો >નસ્લિન-વૉલ્હાર્ડ, ક્રિશ્ચિયન
નસ્લિન-વૉલ્હાર્ડ, ક્રિશ્ચિયન (Nasslein-Volhard Christiane) (જ. 20 ઑક્ટોબર 1942, મગ્ડેબર્ગ, જર્મની) : સન 1995ના નોબેલ પુરસ્કારનાં એડવર્ડ બી. લૂઇસ અને એરિક વીઝકોસ સાથેનાં વિજેતા. ભ્રૂણ અથવા પ્રાગર્ભ(embryo)ના શરૂઆતના વિકાસમાં જનીનો દ્વારા થતા નિયંત્રણ અંગે સંશોધન કરવા માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું. આર્કિટેક્ટ પિતાનાં પાંચ સંતાનોમાંનાં એક એવાં ક્રિશ્ચિયને ફ્રેંકાફરટના ગ્યૂઇથે…
વધુ વાંચો >ન હન્યતે
ન હન્યતે (1974) : પ્રસિદ્ધ બંગાળી લેખિકા મૈત્રેયીદેવીની અમર કૃતિ. 1976ના શ્રેષ્ઠ બંગાળી ગ્રંથ તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા તે પુરસ્કૃત થયેલી. પ્રગટ થયેલી તેની અનેક આવૃત્તિઓ એની લોકપ્રિયતા દર્શાવે છે. ભારતની બધી ભાષાઓમાં તેના અનુવાદ થયેલા છે. એનો અંગ્રેજી અનુવાદ લેખિકાએ પોતે કર્યો છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ન હન્યતે’…
વધુ વાંચો >નહપાન
નહપાન (નહવાહ કે નરવાહન) : ક્ષહરાત વંશનો ક્ષત્રપ રાજા. પશ્ચિમી ક્ષત્રપોથી જાણીતા શક જાતિના શાસકોમાંના ક્ષહરાત રાજવશંનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા. તેની પત્નીનું નામ પદ્માવતી. નહપાને આશરે ઈસવી સન 32થી 78 સુધી શાસન કર્યું હતું. ભરૂચ એની રાજધાની હતી. એના રાજ્યની દક્ષિણે આવેલા આંધ્રના સપ્તવાહન રાજ્ય સાથેના સંઘર્ષમાં તેની…
વધુ વાંચો >નહાસ પાશા મુસ્તફા
નહાસ પાશા મુસ્તફા (જ. 15 જૂન 1876, સમન્નુદ, ઇજિપ્ત; અ. 23 ઑગસ્ટ 1965, ઍલેક્ઝાન્ડ્રિયા) : ઇજિપ્તના મુત્સદ્દી. રાષ્ટ્રવાદી વફદ પક્ષના નેતા. 1952ની ક્રાંતિ સુધી ઇજિપ્તના રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ. તેઓ વ્યવસાયે વકીલ હતા. 1904માં નહાસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયેલા વફદ પક્ષમાં તેઓ જોડાયા. 1927માં ઝઘલુલના મૃત્યુ…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), કમલા
નહેરુ (નેહરુ), કમલા (જ. 1 ઑગસ્ટ 1899, દિલ્હી; અ. 28 ફેબ્રુઆરી 1936, લોસાં, જર્મની) : સ્વાતંત્ર્યસૈનિક. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની. દિલ્હીના એક વેપારી પંડિત જવાહરમલની પુત્રી. તેમનાં લગ્ન 1916માં અલ્લાહાબાદના યુવાન બૅરિસ્ટર જવાહરલાલ નહેરુ સાથે થયાં હતાં. 1918માં પુત્રી ઇન્દિરાનો જન્મ થયો. પછીનાં ત્રણ વર્ષમાં જવાહરલાલ ગાંધીજીના…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ
નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ (જ. 14 નવેમ્બર 1889, અલ્લાહાબાદ; અ. 27 મે 1964, ન્યૂ દિલ્હી) : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની. વહીવટી વિશિષ્ટતા અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં, અલ્લાહાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ. તેમના વડવાઓ અઢારમી સદીમાં કાશ્મીરથી સ્થળાંતર કરીને દિલ્હી, આગ્રા અને પછી અલ્લાહાબાદ…
વધુ વાંચો >