ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
દીક્ષિત, હરિનારાયણ
દીક્ષિત, હરિનારાયણ (જ. 13 જાન્યુઆરી 1936, પડકુલા, જિ. જાલૌન, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના મહાકાવ્ય ‘ભીષ્મચરિતમ્’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ઉલ્લેખનીય સફળતા સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ તેમજ કુમાઉં યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી હતી. વળી બનારસ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી તેમણે…
વધુ વાંચો >દીક્ષિત, હૃદયનારાયણ
દીક્ષિત, હૃદયનારાયણ (જ. 25 ડિસેમ્બર 1946, લોવા, ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : શિક્ષણ અને સાહિત્ય માટે વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ પારિતોષિક-વિજેતા, પ્રસિદ્ધ વિચારક, ફિલસૂફ, રાજનીતિજ્ઞ અને સામાજિક કાર્યકર્તા. ઉત્તરપ્રદેશની વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. હાલ ઉન્નાવ જિલ્લાની ભગવંતનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય. પિતા અંબિકા પ્રસાદ દીક્ષિત. હિંદુ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. માતા ગૃહિણી. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉન્નાવમાં…
વધુ વાંચો >દીક્ષિતાર, મુત્તુસ્વામી
દીક્ષિતાર, મુત્તુસ્વામી (જ. 1775, તિરુવારૂર, જિલ્લો તંજાવૂર, કર્ણાટક; અ. 1835, ઈટ્ટાયાપુરમ્ રિયાસત, કર્ણાટક) : કર્ણાટકી સંગીતના મહાન ગાયક, કલાકાર તથા બંદિશોના રચનાકાર. તેમના પિતા રામસ્વામી દીક્ષિતાર પોતે કર્ણાટક સંગીતના અગ્રણી ગાયક અને રચનાકાર હતા. મુત્તુસ્વામીએ પોતાના શૈશવકાળમાં જ સંસ્કૃત અને તેની સાથે સંલગ્ન વિષયોનું ઊંડું અધ્યયન કર્યું હતું તથા કર્ણાટકી…
વધુ વાંચો >દીદેરો, દેનિસ
દીદેરો, દેનિસ (જ. 5 ઑક્ટોબર 1713, લૉંગ્રેસ, ફ્રાંસ; અ. 31 જુલાઈ 1784 પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ વિશ્વકોશકાર, નાટ્યકલાના તાત્વિક મીમાંસક, નવલકથાકાર અને ફિલસૂફ. ફ્રેન્ચ ક્રાન્તિની પૂર્વભૂમિકા માટેનું નિમિત્ત બની શકે તેવા તેમના મૌલિક વિચારો છે. પિતા ગામની મોભાદાર વ્યક્તિ. લૅટિન અને ગ્રીક ભાષાના શિષ્ટ ગ્રંથોના તેજસ્વી અભ્યાસી તેવા પુત્રને પિતા…
વધુ વાંચો >દીધનો મહેલ
દીધનો મહેલ : ભરતપુરના રાજા સૂરજમલ દ્વારા 18મી સદીના મધ્યમાં બનાવાયેલ મહેલ. ભારતીય સ્થાપત્યના સિદ્ધાંતો મુજબ બગીચાની મધ્યમાં બનાવાયેલ આ મહેલ નજીક કૃત્રિમ તળાવ બનાવી પાણીનો સંગ્રહ કરાતો. પાણી તથા બગીચા નજીક આવેલ આ મહેલ ગરમીની ઋતુમાં ઠંડક આપતો. મહેલની રચનામાં નોંધપાત્ર બાબતોમાં ઉપરના ભાગમાં બે ઢળતાં છાપરાં – જેનાથી…
વધુ વાંચો >દીન
દીન : આ શબ્દ ‘ઇસ્લામ ધર્મ’ના વ્યાપક અર્થમાં વપરાય છે. કુરાનનાં જુદાં જુદાં પ્રકરણોમાં ‘દીન’ શબ્દનો ઉપયોગ ‘સાચા ધર્મ’ના અર્થમાં થયો છે. ઇમામ અબૂ હનીફાના કથન મુજબ ‘દીન’ શબ્દ ઇમાન, ઇસ્લામ અને શરિયતના બધા કાયદાઓને આવરી લે છે. ‘દીન’ની એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે તે અલ્લાહ તરફથી નક્કી કરેલ…
વધુ વાંચો >દીનવરી
દીનવરી (ઈ. સ. નવમી સદી) : અરબી વનસ્પતિશાસ્ત્રી. તેમનું પૂરું નામ અબૂ હનીફા એહમદ બિન દાઊદ બિન વનન્દ. તેઓ વાયવ્ય ઈરાનના દીનવર શહેરમાં જન્મ્યા હતા તેથી દીનવરી કહેવાયા. વનસ્પતિશાસ્ત્ર ઉપરના તેમના અરબી ભાષામાં લખાયેલા પુસ્તક ‘કિતાબુનનબાત’ માટે તેઓ વિશ્વવિખ્યાત થયા છે. તેમના આ ગ્રંથના છ ભાગ હતા. દીનવરીએ વિવિધ પ્રકારની…
વધુ વાંચો >દીને ઇલાહી
દીને ઇલાહી (તૌહીદે-ઇલાહી) : અકબરે સ્થાપેલ સર્વ ધર્મોના સારરૂપ ધર્મ : ‘દીને ઇલાહી’નો અર્થ એકેશ્વર ધર્મ. ધર્મના તત્વ કે સત્ય માટેની સમ્રાટ અકબરની જિજ્ઞાસામાં દીને ઇલાહીનાં મૂળ રહેલાં છે. ભારતમાં પ્રચલિત વિવિધ ધર્મોના સિદ્ધાંતો સમજવા માટે અકબરે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ચર્ચા કરી હતી. આ માટે તેણે પ્રથમ ઇસ્લામ…
વધુ વાંચો >દીપચંદી
દીપચંદી : ઉત્તર હિંદુસ્તાની સંગીતનો એક તાલ. તે તબલાંનો તાલ છે. 14 માત્રાનો તાલ છે અને તેના ત્રણ અને ચાર માત્રાના ચાર વિભાગો છે. તાલના બોલ તથા માત્રાસમૂહની વહેંચણી નીચે પ્રમાણે હોય છે : માત્રા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બોલ …
વધુ વાંચો >દીપડો
દીપડો (panther) : સસ્તન વર્ગના બિલાડી (felidae) કુળનું એક મોટું, શક્તિશાળી અને ભયંકર પ્રાણી. શાસ્ત્રીય નામ Panthera pardus. જંગલમાં વસવાટ કરનારા લોકો, જેટલા સિંહ અને વાઘથી ડરતા નથી તેના કરતાં દીપડાથી વધુ ડરે છે. કૂદવાની બાબતમાં દીપડો, વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડા અને ચિત્તા વચ્ચે ઘણા લોકોમાં ગેરસમજ…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >