૮.૧૭

ડાગર પરિવારથી ડાલી સૅલ્વડૉર

ડાયૉસ્કોરીઆ

ડાયૉસ્કોરીઆ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલ ડાયૉસ્કોરિયેસી કુળની પ્રજાતિ. તે લગભગ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ભેજવાળા ઉષ્ણ, ઉપોષ્ણ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની ઘણીખરી જાતિઓ વન્ય (wild) હોય છે. બહુ ઓછી જાતિઓ Dioscorea alata, Linn. (એશિયન રતાળુ); D. esculenta, Burkill (કાંગર); D. bulbifera, L.…

વધુ વાંચો >

ડાયૉસ્પાયરોસ

ડાયૉસ્પાયરોસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના અબનૂસાદિ (Ebenaceae) કુળમાં આવેલી એક પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 153 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 12 જેટલી જાતિઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યની છે. ભારતમાં આશરે 41 જાતિઓ નોંધાયેલી છે. તેઓ ડૅક્કન, અસમ અને બંગાળનાં સદાહરિત જંગલોમાં મોટે ભાગે થાય છે. બહુ થોડી જાતિઓ ઉત્તર…

વધુ વાંચો >

ડાર્લિંગ્ટન, સી. ડી.

ડાર્લિંગ્ટન, સી. ડી. (જ. 19 ડિસેમ્બર 1903, લેંકેશાયર; અ. 26 માર્ચ 1981) : બ્રિટિશ કોષવિજ્ઞાની. આખું નામ સિરિલ ડીન ડાર્લિંગ્ટન. તેમણે કોષકેન્દ્રવિભાજનના વિવિધ પ્રકારો વચ્ચે રહેલા સંબંધોની માહિતી આપી; જેથી કોષવિભાજન દરમિયાન કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોની વર્તણૂક વિશેની પ્રાથમિક ભૂમિકાનું સર્જન થયું. તેમણે વાય. કૉલેજ, કૅન્ટ દ્વારા બી.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

ડાર્વિન, ઇરેસ્મસ

ડાર્વિન, ઇરેસ્મસ (જ. 12 ડિસેમ્બર 1731, એલ્ટન, નૉટિંગહામ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 એપ્રિલ 1802, ડર્બી, ડર્બીશાયર) :  ખ્યાતનામ તબીબ, તત્વવેત્તા અને કવિ. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા અને પ્રકૃતિવિદ, વિખ્યાત જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનના પિતામહ. 1750–54 વચ્ચે ચાર વર્ષ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંટ જ્હૉન કૉલેજ ખાતે અભ્યાસ કરીને તબીબી ઉપાધિ મેળવી. 1754–56 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી…

વધુ વાંચો >

ડાર્વિન, ચાર્લ્સ રૉબર્ટ

ડાર્વિન, ચાર્લ્સ રૉબર્ટ (જ. 12  ફેબ્રુઆરી 1809, શુ્રસબરી, ઇંગ્લૅન્ડ; અ. 19 એપ્રિલ 1882, ડાઉન હાઉસ, યુ.કે.) : જૈવિક ઉત્ક્રાંતિવાદ(biological  evolution)ના પ્રખર પ્રણેતા. પિતા પૈસાપાત્ર સફળ તબીબ હતા. આથી બાળકોના ઉછેરમાં કંઈ જ ઊણપ ન હતી. નાનાપણમાં ગુમાવેલી માતા સિવાય ડાર્વિનને કશાની ખોટ ન હતી. ડાર્વિનના દાદા ખ્યાતનામ તબીબ, પ્રકૃતિવિદ અને…

વધુ વાંચો >

ડાલી, સૅલ્વડૉર

ડાલી, સૅલ્વડૉર (જ. 11 મે, 1904, ફિગરસ, સ્પેન; અ. 23 જાન્યુઆરી, 1989, ફિગરસ, સ્પેન) : સ્પેનના ક્યૂબિસ્ટ ચિત્રકાર. માડ્રિડમાં એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યા પછી 1928માં પૅરિસ ગયા. ત્યાં બ્રેટન જેવા અગ્રણીએ તેમને સરરિયલિસ્ટ જૂથમાં આવકાર આપ્યો (1929). પરંતુ માર્કસવાદી સંબંધોનો અસ્વીકાર કરવા બદલ બ્રેટને જ તેમની હકાલપટ્ટી કરી.…

વધુ વાંચો >

ડાગર પરિવાર

Jan 17, 1997

ડાગર પરિવાર : ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રાચીન સ્વરૂપ ધ્રુવપદ હતું. આ સ્વરૂપના આવિષ્કારને બાની – એટલે વાણી – તરીકે ઓળખવામાં આવે છે. આ બાનીઓમાં સૌથી પ્રાચીન અને વર્ષો સુધી અસ્ખલિત રીતે સાતત્ય ધરાવતી બાની તે ડાગુરબાની. ડાગર પરિવારનો ઇતિહાસ આ રીતે ડાગુરબાનીનો ઇતિહાસ ગણી શકાય. ડાગરો મૂળ બ્રાહ્મણ કુટુંબના સભ્યો…

વધુ વાંચો >

ડાના, જેમ્સ ડ્વાઇટ

Jan 17, 1997

ડાના, જેમ્સ ડ્વાઇટ (જ. 12 ફેબ્રુઆરી, 1813, ન્યૂયૉર્ક ; અ. 14 એપ્રિલ 1895, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અનોખું વ્યક્તિત્વ ધરાવનાર, અત્યંત પ્રતિભાશાળી, ખ્યાતનામ અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. તેમણે અમેરિકાનાં ભૂસ્તરોનો ઐતિહાસિક  અહેવાલ સર્વપ્રથમ રજૂ કર્યો; પૃથ્વીના કેન્દ્રીય ભાગના ઠંડા પડવાની અને સંકોચનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલાં પર્વતનિર્માણ માટેનાં ક્ષિતિજસમાંતર દાબનાં બળોનો ખ્યાલ સર્વપ્રથમ…

વધુ વાંચો >

ડાન્ટે, ઍલિગ્યેરી

Jan 17, 1997

ડાન્ટે, ઍલિગ્યેરી (જ. 1265, ફ્લૉરેન્સ; અ. 9 સપ્ટેમ્બર 1321, રેવન્ના) : ઇટાલીના તત્વચિંતક કવિ. કુલીન કુળના શરાફી પિતાને ત્યાં જન્મ. 1274માં તેમણે આજીવન પ્રેયસી બની રહેનાર બિયેટ્રિસને નિહાળી ત્યારે બંનેની વય 9 વર્ષની હતી. બિયેટ્રિસે આમાં કોઈ સાનુકૂળ પ્રતિભાવ દાખવ્યો કે કેમ તેની કોઈ વિગત નથી, પણ છેક 9 વર્ષ…

વધુ વાંચો >

ડાભ

Jan 17, 1997

ડાભ : એકદળી વર્ગમાં આવેલ તૃણાદિ (poaceae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata stapf. syn. Eragrostis cynosuroides, Beauv. (સં. कुश, दर्भ; હિં. दाभ; ગુ. ડાભડો; મ. दर्भ) છે. તે બહુવર્ષાયુ 30થી 150 સેમી. ઊંચું ગુચ્છિત (tufted) તૃણ છે. ચળકતા પર્ણ-આવરકો સહિતના મજબૂત  ભૂસ્તારી (stolon) ધરાવે છે. ભારતનાં મેદાનોમાં બધે…

વધુ વાંચો >

ડામ, કાર્લ પીટર હેનરિક

Jan 17, 1997

ડામ, કાર્લ પીટર હેનરિક (જ. 21 ફેબ્રુઆરી 1895, કૉપનહેગન; અ. એપ્રિલ 1975, કૉપનહેગન) : 1943માં વિટામિન ‘કે’ની શોધ માટે નોબેલ પુરસ્કાર મેળવનાર ડેનિશ વિજ્ઞાની, કૉપનહેગનની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાંથી 1920માં જૈવરસાયણવિજ્ઞાનમાં સ્નાતક બન્યા અને 1934માં તેમણે કૉપનહેગન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાં તેમણે પ્રેગ્લ અને કારર જેવા નોબેલ પુરસ્કાર-વિજેતાઓ સાથે કામ કર્યું.…

વધુ વાંચો >

ડાયઇથાઈલ ઈથર

Jan 17, 1997

ડાયઇથાઈલ ઈથર : જુઓ, ઈથર

વધુ વાંચો >

ડાયઍટમ સ્યંદન

Jan 17, 1997

ડાયઍટમ સ્યંદન : ડાયઍટમના કવચથી બનેલા સિલિકાયુક્ત નરમ નિક્ષેપ. રેડિયોલેરિયાનાં કવચથી પણ આવાં જ સ્યંદન બનતાં હોય છે. સ્વચ્છ જળ કે દરિયાઈ જળમાં ઊગતી એકકોષીય સૂક્ષ્મ વનસ્પતિ ડાયઍટમ કહેવાય છે. આ ડાયઍટમ વનસ્પતિ સિલિકાથી બનેલાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં દ્વિપુટ-કવચનો સ્રાવ કર્યા કરે છે, જે અગણિત સંખ્યામાં ત્યાં જમા થતા નિક્ષેપમાં…

વધુ વાંચો >

ડાયઑક્સિજન લિગેન્ડ

Jan 17, 1997

ડાયઑક્સિજન લિગેન્ડ : સંક્રમણ ધાતુ તત્ત્વોનાં સંકીર્ણોમાં અકબંધ રહી ઉમેરાતો ઑક્સિજન અણુ. સંક્રમણ ધાતુ સાથે અણુમય ઑક્સિજનની મોટાભાગની પ્રક્રિયા ઉપચયનની હોય છે. તેમાં ધાતુ ઇલેક્ટ્રૉન દાતા તરીકે કામ કરે છે અને ઑક્સિજન પોતાની ઓળખ ગુમાવી દે છે. હાલમાં એમ માલૂમ પડ્યું છે કે કેટલીક પ્રક્રિયાઓમાં ઑક્સિજન અણુ એટલે કે ડાયઑક્સિજન…

વધુ વાંચો >

ડાયક્લોફેનેક

Jan 17, 1997

ડાયક્લોફેનેક : શોથજન્ય (inflammatory) સોજો તથા દુખાવો ઘટાડતા ફિનાઇલ એસેટિક ઍસિડનાં અવશિષ્ટ દ્રવ્યો(derivatives)માંનું પ્રથમ ઔષધ. ચેપ કે ઈજા પછી થતી રતાશ, સોજો, દુખાવો ઇત્યાદિ થાય તેને શોથનો વિકાર કહે છે. તે બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ ઔષધજૂથ (non-steroidal anti-inflammatory drugs : NSAIDs)નું ઔષધ છે. ઔષધીય ગુણધર્મો : તે દુખાવો ઘટાડે છે, તાવ ઉતારે…

વધુ વાંચો >

ડાયટન

Jan 17, 1997

ડાયટન (Dayton) : યુ.એસ.ના ઓહાયો રાજ્યનું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 39o 45’ ઉ. અ. અને 84o 11’ પ. રે.. મિયામી નદી પર વસેલું આ શહેર સિનસિનાટીથી ઉત્તરે આશરે 75 કિમી. અંતરે આવેલું છે. શહેરી વિસ્તાર 57 ચોકિમી છે. શહેરની વસ્તી 1,41,527 (2010) અને મહાનગરની વસ્તી 8,41,502 (2010) છે. નગરમાં…

વધુ વાંચો >