ખંડ ૬(૧)
ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ગિની
ગિની : પ. આફ્રિકામાં ગિનીના અખાતકિનારે આવેલો પ્રજાસત્તાક દેશ. તે આશરે 7° 20´ ઉ.થી 12° 40´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 7° 40´ પ.થી 15° 0´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,45,857 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર સીમાએ ગિની બિસૅઉ, સેનેગલ અને માલી પ્રજાસત્તાક – સેનેગલ, પશ્ચિમની સીમાએ આઇવરી…
વધુ વાંચો >ગિનીનો અખાત
ગિનીનો અખાત : આફ્રિકા ભૂમિખંડની પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર કિનારે વિષુવવૃત્તરેખાથી સહેજ ઉત્તરમાં લગભગ કાટખૂણે પડેલા ખાંચામાં આવેલો દરિયો. ભૌગોલિક સ્થાન : 2° 00´ ઉ. અ. અને 2° 30´ પૂ. રે.. આ ખાંચામાં નાઇજર નદીનો મુખ્ય ત્રિકોણપ્રદેશ આવેલો છે. વ્યાપક અર્થમાં જોઈએ તો ગિનીના અખાતની સીમા પશ્ચિમે આવેલી કાસામાન્સ (Casamance) નદીથી…
વધુ વાંચો >ગિની બિસૅઉ
ગિની બિસૅઉ : પશ્ચિમ આફ્રિકામાં ગિનીના અખાતકિનારે આવેલો નાનકડો પ્રજાસત્તાક દેશ. તે આશરે 11° 0´ ઉ.થી 12° 40´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 13° 40´ પશ્ચિમથી 16° 45´ પશ્ચિમ રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 36,125 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે સેનેગલ તથા દક્ષિણે ગિની નામના દેશો આવેલા છે. તેના…
વધુ વાંચો >ગિન્ઝબર્ગ, વિટાલી લઝારેવિચ
ગિન્ઝબર્ગ, વિટાલી લઝારેવિચ (Ginzburg, Vitaly Lagarevich) (જ. 4 ઑક્ટોબર 1916, મૉસ્કો, યુ.એસ.એસ.આર.; અ. 8 નવેમ્બર 2009, મૉસ્કો, રશિયા) : રશિયન સૈદ્ધાંતિક ભૌતિક અને ખગોળભૌતિકવિજ્ઞાની અને એન્થની જેમ્સ લૅગ્ગેટ તથા ઍબ્રિકોસોબની ભાગીદારીમાં વર્ષ 2003ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર-વિજેતા. તે મૉસ્કોના યહૂદી પરિવારના સભ્ય છે. 1938માં તે મૉસ્કો સ્ટેટની ફિઝિક્સ ફૅકલ્ટીમાંથી સ્નાતક થયા.…
વધુ વાંચો >ગિફિન, રૉબર્ટ (સર)
ગિફિન, રૉબર્ટ (સર) (જ. 12 એપ્રિલ 1837, સ્ટ્રેધાવન, લેન્કેશાયર; અ. 12 એપ્રિલ 1910, સ્કૉટલૅન્ડ) : વિખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી. માગના નિયમને અનુરૂપ ન હોય તેવી વસ્તુઓનો નિર્દેશ કરી તેની કિંમતોમાં થતા ફેરફારોની તે વસ્તુઓની માગ પર થતી અનુકૂળ અસરનું વિશ્લેષણ ગિફિનના નિરીક્ષણને આભારી છે. ફ્રેન્ચ યાંત્રિકી ગણિતજ્ઞ આંત્વાન-ઑગસ્તીન કૂર્નોની પ્રાથમિક રજૂઆતને…
વધુ વાંચો >ગિબન, એડવર્ડ
ગિબન, એડવર્ડ (જ. 27 એપ્રિલ 1737, પટની, લંડન; અ. 16 જાન્યુઆરી 1794, લંડન) : અઢારમી સદીના સુપ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકાર. ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીજીવન બાદ તેમણે બે વર્ષ (1763-1765) યુરોપનું પરિભ્રમણ કર્યું. રોમન સામ્રાજ્યના અવશેષો વચ્ચે ફરતાં તેમને ઇતિહાસ લખવાની પ્રેરણા થઈ. ગ્રીક, રોમન, પૌરત્સ્ય, ઈરાની, બાઇઝેન્ટાઇન, મુસ્લિમ વગેરે સંસ્કૃતિઓના વિશદ અભ્યાસના…
વધુ વાંચો >ગિબ્ઝ, જોસિયા વિલાર્ડ
ગિબ્ઝ, જોસિયા વિલાર્ડ (જ. 11 ફેબ્રુઆરી 1839, ન્યૂહેવન, કનેક્ટિક્ટ, અમેરિકા; અ. 28 એપ્રિલ 1903, ન્યૂહેવન) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી તથા રસાયણશાસ્ત્રી. તેમની વીસમી સદીના અંતભાગમાં અમેરિકાના એક મહાન વિજ્ઞાની તરીકે ગણના થઈ હતી. ઉષ્માગતિશાસ્ત્ર(thermodynamics)નો ઉપયોગ કરીને તેમણે ભૌતિક રસાયણવિજ્ઞાન(physical chemistry)ના ખાસ્સા મોટા ભાગનું પ્રયોગસિદ્ધ (empirical) વિજ્ઞાનમાંથી આનુમાનિક (deductive) વિજ્ઞાનમાં રૂપાંતર કર્યું…
વધુ વાંચો >ગિબ્ઝ, વિલિયમ ફ્રાંસિસ
ગિબ્ઝ, વિલિયમ ફ્રાંસિસ (જ. 24 ઑગસ્ટ, 1886 ફિલાડેલ્ફિયા; અ. 6 સપ્ટેમ્બર 1967, ન્યૂયૉર્ક) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન માલવાહક જહાજોના મોટા પાયા પરના ઉત્પાદન ઉપર દેખરેખ રાખનાર નૌ-સ્થપતિ અને સમુદ્રી ઇજનેર. 1913માં પિતાને ખુશ કરવા તેઓ હાર્વર્ડ અને કોલંબિયામાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા પણ પ્રથમ અને એકમાત્ર કેસ જીત્યા…
વધુ વાંચો >ગિબ્સન રણ
ગિબ્સન રણ : ઑસ્ટ્રેલિયા ખંડનો મરુભૂમિવાળો પશ્ચિમ ભાગ. ભૌગોલિક સ્થાન : 24° 30´ દ. અ. અને 126° 00´ પૂ. રે.. વિસ્તાર : 2,20,000 ચોકિમી.. તે ઉચ્ચસમભૂમિ અને રણપ્રદેશોથી છવાયેલો છે. અતિપ્રાચીન અવિચળ ભૂમિભાગ (shield) ધરાવતો અર્ધ ઉપરાંતનો પશ્ચિમ ભાગ કવાર્ટ્ઝાઇટ ખડકોનો બનેલો છે. પશુપાલન અને ખેતીની સુવિધા ધરાવતા આ ભૂમિભાગમાં…
વધુ વાંચો >ગિયર
ગિયર : મશીનના એક ભાગમાંથી બીજા ભાગમાં પરિભ્રામી ગતિ (rotating motion) અને શક્તિનું સંચારણ કરનારી યાંત્રિક પ્રયુક્તિ(mechanical device). વ્યવહારમાં ઘણી જગ્યાએ ગતિસંચારણ જરૂરી બને છે. એક શાફ્ટ ઉપરથી બીજી શાફ્ટ ઉપર ગતિનું તથા શક્તિનું સંચારણ (transmission) કરવા માટે ઘણી રીતો પ્રચલિત છે. તેમાં પટ્ટાચાલન, રસ્સાચાલન, સાંકળચાલન, ઘર્ષણચક્ર તથા દંતચક્ર (gear…
વધુ વાંચો >ક્રિયા
ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રિયા-વિભવ (action potential)
ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિયેટિનીન, સીરમ-સપાટી
ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રિસૅન્થમમ પ્રજાતિ
ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >