ખંડ ૬(૧)

ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ

ક્લાઉસર, જ્હૉન

ક્લાઉસર, જ્હૉન (Clauser, John) (જ. 1 ડિસેમ્બર 1942, પાસાડેના, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : ગૂંચવાયેલા ફોટૉન (entangled photon)પરના પ્રયોગો માટે, જેને કારણે બેલ અસમાનતાનું ઉલ્લંઘન પુરવાર થયું તથા ક્વૉન્ટમ માહિતી વિજ્ઞાનના પ્રારંભ માટે 2022નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે જ્હૉન ક્લાઉસર, એન્ટન ઝાયલિંગર તથા એલન આસ્પેક્ટને એનાયત થયો…

વધુ વાંચો >

ક્લાન્ત કવિ

ક્લાન્ત કવિ : એ નામનો ગુજરાતી કાવ્યસંગ્રહ. તેના કવિ બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા છે. ‘ક્લાન્ત કવિ’ તેમનું તખલ્લુસ પણ હતું. અર્વાચીન કવિતા સાહિત્યના ઇતિહાસમાં 1885માં પ્રગટ થયેલ આ ખંડકાવ્ય ‘ક્લાન્ત કવિ’નું મહત્વ ઐતિહાસિક તેમજ કાવ્યગુણની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. 1898ના એપ્રિલમાં બાળાશંકરનું અવસાન થયું એ પછી 1942 સુધીમાં મણિલાલ દ્વિવેદી, કલાપી, પ્રો.…

વધુ વાંચો >

ક્લાર્ક, આલ્વા ગ્રેહામ

ક્લાર્ક, આલ્વા ગ્રેહામ (જ. 10 જુલાઈ 1832, ફૉલ રિવર મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.; અ. 9 જુલાઈ 1897, કેમ્બ્રિજ, મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : દૂરદર્શક(telescope)ના નિર્માતા ને ખગોળશાસ્ત્રી. અભ્યાસની સમાપ્તિ પછી તેમણે પોતાના પિતા આલ્વા ક્લાર્ક અને ભાઈ જ્યૉર્જ બેસેટ ક્લાર્ક સાથે જોડાઈ ર્દક્કાચ(lens)નું ઉત્પાદન શરૂ કર્યું. ઓગણીસમી સદીમાં વક્રીભવન દૂરદર્શક(refracting telescope)ના સુવર્ણકાળ દરમિયાન આ…

વધુ વાંચો >

ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી

ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી (જ. 13 જુલાઈ 1903, લંડન, બ્રિટન; અ. 21 મે 1983, હાઈથી, કૅન્ટ, બ્રિટન) : યુરોપિયન કલાના ઇતિહાસમાં ઊંડું સંશોધન કરનાર પ્રસિદ્ધ બ્રિટિશ કલા-ઇતિહાસકાર અને મ્યુઝિયમ-ક્યુરેટર. ધનાઢ્ય સ્કૉટિશ પરિવારમાં ક્લાર્ક જન્મ્યા હતા. પિતા કાપડનો ધંધો કરતા હતા. ઑક્સફર્ડ ખાતેની વિન્ચેસ્ટર કૉલેજ અને ટ્રિનિટી કૉલેજમાં તેમણે કલાના ઇતિહાસનો અભ્યાસ…

વધુ વાંચો >

ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ

ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ (જ. 2 નવેમ્બર 1905, લંડન; અ. 4 સપ્ટેમ્બર 1989, લંડન) : પ્રયુક્ત (applied) અર્થશાસ્ત્રના અંગ્રેજ નિષ્ણાત. 1924માં રસાયણશાસ્ત્ર સાથે સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી લૉર્ડ ડબ્લ્યૂ. એચ. બિવરીજના સહાયક તરીકે જોડાયા. 1929ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે તેમણે આમસભામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયા નહિ.…

વધુ વાંચો >

ક્લાર્ક, ગેબલ

ક્લાર્ક, ગેબલ : જુઓ ગેબલ, ક્લાર્ક

વધુ વાંચો >

ક્લાર્ક, ગ્રેહામ ડગ્લાસ

ક્લાર્ક, ગ્રેહામ ડગ્લાસ (જ. 28 જુલાઈ 1907, શૉર્ટલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 12 સપ્ટેમ્બર 1995, કૅમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના જાણીતા પુરાતત્વવિદ અને માનવવંશવિદ. તેમનું અધ્યાપનક્ષેત્ર કેમ્બ્રિજ યુનિવર્સિટી રહ્યું છે. 1935થી તેમણે આ કાર્ય શરૂ કર્યું હતું અને 1946માં તેઓ ત્યાં અધ્યાપક અને 1956માં વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેમનું મુખ્ય કાર્ય…

વધુ વાંચો >

ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ

ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ (જ. 10 એપ્રિલ 1916, લંડન; અ. 14 ફેબ્રુઆરી 2002, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : ઇંગ્લૅન્ડના સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ. અધ્યયન કેમ્બ્રિજમાં માકટન કૉમ્બ સ્કૂલ અને ક્રાઇસ્ટ કૉલેજમાં પૂરું કરીને ઉત્તર રહોડેશિયામાં રોડ્સ લિવિંગ્સ્ટન મ્યુઝિયમમાં ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાર બાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માં ઍન્થ્રૉપૉલૉજીના પ્રોફેસર તરીકે સેવા આપી. તેમણે ઉત્તર રહોડેશિયાના નૅશનલ મૉન્યુમેન્ટ…

વધુ વાંચો >

ક્લાર્ક, જૉન બેટિસ

ક્લાર્ક, જૉન બેટિસ (જ. 26 જાન્યુઆરી 1847, પ્રોવિડન્સ, યુ.એસ.; અ. 21 માર્ચ 1938, ન્યૂયૉર્ક, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યમાં આવેલ ઍમહર્સ્ટ કૉલેજમાં અને તે પછી જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટી તથા સ્વિટ્ઝર્લૅન્ડની ઝુરિક યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. 1895માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના પ્રોફેસર નિમાયા તે પહેલાં પોતાની માતૃસંસ્થા…

વધુ વાંચો >

ક્લાર્ક, જૉન મૉરિસ

ક્લાર્ક, જૉન મૉરિસ (જ. 30 નવેમ્બર 1884,  નૉર્ધમ્પ્ટન ટૉરેન્ટો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 27 જૂન 1963, વેસ્ટપોર્ટ કનેક્ટિકટ્સ, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. તેમના પિતા જૉન બૅટિસ ક્લાર્ક (1847-1938) પણ જાણીતા અર્થશાસ્ત્રી હતા. કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના જે પદ પરથી 1923માં પિતા નિવૃત્ત થયા તે જ પદ પર 1926માં તેમની નિમણૂક…

વધુ વાંચો >

ક્રિયા

Jan 1, 1994

ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >

ક્રિયાત્મક સંશોધન

Jan 1, 1994

ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…

વધુ વાંચો >

ક્રિયા-વિભવ (action potential)

Jan 1, 1994

ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…

વધુ વાંચો >

ક્રિયાશીલ રંગકો

Jan 1, 1994

ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…

વધુ વાંચો >

ક્રિયાશીલ સમૂહો

Jan 1, 1994

ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…

વધુ વાંચો >

ક્રિયેટિનીન, સીરમ-સપાટી

Jan 1, 1994

ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…

વધુ વાંચો >

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)

Jan 1, 1994

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો   ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…

વધુ વાંચો >

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર

Jan 1, 1994

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…

વધુ વાંચો >

ક્રિસૅન્થમમ પ્રજાતિ

Jan 1, 1994

ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી

વધુ વાંચો >

ક્રિસ્ટલગ્રોથ

Jan 1, 1994

ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…

વધુ વાંચો >