ખંડ ૫
કિઓન્જારથી ક્રિમોના
કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિકુમારો
કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કિટાગાવા, સુસુમા
કિટાગાવા, સુસુમા (Kitagawa, Susuma) (જ. 4 જુલાઈ 1951, ક્યોટો, જાપાન) : ધાતુ–કાર્બનિક (metal-organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને રિચર્ડ રૉબસન અને ઓમર એમ. યાગી સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. સુસુમા કિટાગાવાએ ક્યોટો યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને અહીંની જ 1979માં હાઇડ્રો-કાર્બન રસાયણશાસ્ત્રમાં…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કૉફકા કુર્ત
કૉફકા, કુર્ત (જ. 18 માર્ચ 1886, બર્લિન; અ. 22 નવેમ્બર 1941, નૉર્ધમ્પટન) : મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી (ગેસ્ટાલ્ટ) સંપ્રદાયના સ્થાપકોમાંના એક. 1892-1903 સુધી ત્યાંની શાળામાં અભ્યાસ કર્યો. એડિનબરોમાં સમકાલીન કાન્ટ અને નિત્શેને કારણે તે તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત થયા. કૌટુંબિક વ્યવસાય વકીલાતનો હોવા છતાં મનોવિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી આરંભી. તેમણે મનોવૈજ્ઞાનિક સ્ટમ્ફના માર્ગદર્શન…
વધુ વાંચો >કૉફમાન એન્જેલિકા
કૉફમાન, એન્જેલિકા (Kauffmann, Angelica) (જ. 20 ઑક્ટોબર 1741, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 5 નવેમ્બર 1807, રોમ, ઇટાલી) : રોકોકો શૈલીમાં સર્જન કરનાર સ્વિસ મહિલા-ચિત્રકાર. પિતા જોન જૉસેફ પાસેથી જ તેઓ ચિત્રકલા શીખ્યાં. 1758થી 1766 સુધી તેમણે પિતા સાથે ઇટાલીનાં જુદાં જુદાં નગરોનો પ્રવાસ કર્યો અને ઇટાલિયન બરોક અને ઇટાલિયન રોકોકો ચિત્રશૈલીઓ આત્મસાત્…
વધુ વાંચો >કૉફર
કૉફર : ઇમારતની છતના બાંધકામમાં કૉંક્રીટની બે દિશાની ઊંડી પાટડીઓ વચ્ચેની દબાયેલી જગ્યા. લાકડામાંથી બનાવાતી છતની જેમ જ કૉંક્રીટમાં બનાવાતી મોટા ગાળાની છત પણ ઊંડી પાટડી દ્વારા બનતી હોય છે. બંને દિશાની ઊંડી પાટડીઓ વચ્ચે કૉફર આવે છે. સામાન્ય રીતે આ પાટડીઓની ઊંડાઈ વધારે હોય છે અને તેની વચ્ચે પાતળો…
વધુ વાંચો >કૉફરબંધ
કૉફરબંધ : બાંધકામના પાયાનું જમીન પરના કે ભૂગર્ભના પાણીથી રક્ષણ કરવા પાયાને ફરતી રચવામાં આવતી કામચલાઉ દીવાલ. તળાવ કે સરોવરના સ્થિર અગર નદી / દરિયાનાં વહેતાં પાણીમાં જ્યારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય છે ત્યારે પાણીની હાજરી સમસ્યારૂપ બને છે. વહેતું પાણી તળિયાની માટીનું ધોવાણ (scouring) કરે છે અને…
વધુ વાંચો >કૉફી
કૉફી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. વ્યાપારિક કૉફીના સ્રોત તરીકે 4 કે 5 જાતિઓ મહત્વની છે. Coffea arabica Linn (અરેબિયન કૉફી) સૌથી વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવતી જાતિ છે. C. Liberica Bull ex Hiern (લાઇબેરિયન કૉફી), C. or busta Linden (કૉંગો કૉફી) અને C. stenophylla G. Don (સાયેરા લિયૉન…
વધુ વાંચો >કૉફેપોસા
કૉફેપોસા (Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act – COFEPOSA) : હૂંડિયામણનું રક્ષણ કરવા, દાણચોરીની પ્રવૃત્તિ અટકાવવા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો (1974). આ કાયદાના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી હૂંડિયામણ અંગેના નિયમોના ભંગથી તથા દાણચોરીની પ્રવૃત્તિઓથી દેશના અર્થતંત્ર પર હાનિકારક અસર થાય છે. આ કાયદાના…
વધુ વાંચો >કૉબર્ન ઍલ્વિન લૅન્ગડૉન
કૉબર્ન, ઍલ્વિન લૅન્ગડૉન (જ. 11 જૂન 1882, બોસ્ટન, અમેરિકા; અ. 23 નવેમ્બર 1966, રોસ-ઓન-સી (Rhos-on-Sea), વેઇલ્સ, બ્રિટન) : બ્રિટિશ ફોટોગ્રાફર. આઠ વરસની ઉંમરે કૅમેરા ભેટ મળતાં કૉબર્ને ફોટોગ્રાફીના પ્રયત્નો શરૂ કરેલા. 1899માં સત્તર વરસની ઉંમરે ફોટોગ્રાફર એડ્વર્ડ સ્ટાઇખન (steichen) સાથે તેમની મુલાકાત થઈ, જેને પ્રતાપે તેમણે ફોટોગ્રાફીને ગંભીરતાથી લીધી. એ…
વધુ વાંચો >કોબાયાશિ, માકોટો
કોબાયાશિ, માકોટો (Kobayashi, Makoto) (જ. 7 એપ્રિલ 1944 નાગોયા, જાપાન) : ખંડિત સમમિતિના ઉદભવની શોધ – જેના દ્વારા ક્વાર્કના ત્રણ પ્રકારના વર્ગોનું અનુમાન થયું – તે માટે 2008નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને મળ્યો હતો. કોબાયાશિ જ્યારે બે વરસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું.…
વધુ વાંચો >કોબાલ્ટ
કોબાલ્ટ : આવર્તકોષ્ટકના 9મા (અગાઉના VIIIA) સમૂહનું સંક્રાન્તિ ધાતુતત્વ. સંજ્ઞા, Co છે. ઇતિહાસ : ઇજિપ્ત તથા બૅબિલોનિયામાંથી મળેલા વાદળી રંગના માટીકામના ટુકડા (ઈ. પૂ. 1450) દર્શાવે છે કે કોબાલ્ટ તેના વાદળી રંગને કારણે સિરામિક ઉદ્યોગમાં વપરાતું હશે. 1735માં બ્રાન્ડ્ટ દ્વારા તે શોધાયું અને તેના ગુણધર્મોનો અભ્યાસ 1780માં બર્ગમૅને કર્યો. પરમાણુ–આંક :…
વધુ વાંચો >