ખંડ ૫
કિઓન્જારથી ક્રિમોના
કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિકુમારો
કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કિટાગાવા, સુસુમા
કિટાગાવા, સુસુમા (Kitagawa, Susuma) (જ. 4 જુલાઈ 1951, ક્યોટો, જાપાન) : ધાતુ–કાર્બનિક (metal-organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને રિચર્ડ રૉબસન અને ઓમર એમ. યાગી સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. સુસુમા કિટાગાવાએ ક્યોટો યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને અહીંની જ 1979માં હાઇડ્રો-કાર્બન રસાયણશાસ્ત્રમાં…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કૉમિકૉન
કૉમિકૉન : વિશ્વના સામ્યવાદી દેશોના અર્થતંત્ર વચ્ચે સમન્વય સાધવા તથા સ્વાવલંબનના પાયા પર એકબીજાને પૂરક બને તે રીતે દરેક સભ્ય દેશના આર્થિક વિકાસ માટે ઊભું કરવામાં આવેલું સંગઠન. સ્થાપના જાન્યુઆરી 1949, મુખ્ય કાર્યાલય મૉસ્કો ખાતે. રશિયા, હંગેરી, પોલૅન્ડ, ચેકોસ્લોવાકિયા અને બલ્ગેરિયા તેના સ્થાપક સભ્યદેશો (charter members) હતા, તે પછી સંગઠનમાં…
વધુ વાંચો >કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ)
કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ) : રશિયાના સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળ ઊભું કરવામાં આવેલું વિશ્વના સામ્યવાદી પક્ષોનું સંગઠન. આખું નામ કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ. વિશ્વભરનાં ક્રાંતિકારી પરિબળોને સંગઠિત કરવાં તથા યુરોપમાં ચાલતી ક્રાંતિકારી ચળવળને માર્ગદર્શન પૂરું પાડવું એ તેના મુખ્ય ઉદ્દેશ હતા. તેથી યુરોપના ક્રાંતિકારીઓને આંતરરાષ્ટ્રીય ટેકો તથા માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે તે વિચારથી કૉમિન્ટર્નની…
વધુ વાંચો >કૉમિફોરા : જુઓ ગૂગળ
કૉમિફોરા : જુઓ ગૂગળ
વધુ વાંચો >કોમિલ્લા
કોમિલ્લા (Comilla) : બાંગલા દેશના ચટ્ટગાંવ વિભાગમાં આવેલું કોમિલા જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23o 27′ ઉ. અ. અને 91o 12′ પૂ. રે.. મેઘના નદીની ઉપનદી ગોમતીની દક્ષિણે તે આવેલું છે તથા ઢાકા અને ચટ્ટગાંવ સાથે રેલ અને રસ્તા દ્વારા જોડાયેલું છે. વિસ્તાર : 6,713 ચો.કિમી. વસ્તી : નગરની…
વધુ વાંચો >કોમિસરિયેત એમ. એસ.
કોમિસરિયેત, એમ. એસ. (જ. 11 ડિસેમ્બર 1881, મુંબઈ; અ. 25 મે 1972, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના ઇતિહાસવિદ. આખું નામ માણેકશાહ સોરાબશાહ કોમિસરિયેત. તે ગુજરાતના સલ્તનત, મુગલ અને મરાઠા સમયના ઇતિહાસના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેમની વિદ્વત્તા અને સેવાઓની કદર કરીને સરકારે તેમને ‘ખાનબહાદુર’નો ખિતાબ આપ્યો હતો. જન્મ પારસી…
વધુ વાંચો >કોમીનિયસ જ્હૉન એમૉસ
કોમીનિયસ, જ્હૉન એમૉસ (જ. 28 માર્ચ 1592, નીનનીક, મોરેવિઆ, ક્રાઉન ઑવ્ બોહેમિયા; અ. 15 નવેમ્બર 1670, એમસ્ટરડેમ, હોલેન્ડ) : સત્તરમી સદીના જાણીતા ચેક શિક્ષણશાસ્ત્રી. સમાજસુધારક અને બોહેમિયન ચર્ચના બિશપ. વતન નીનનીક. સ્વદેશ છોડીને પોલૅન્ડ, ઇંગ્લૅન્ડ, હંગેરી તથા સ્વીડનમાં શિક્ષણશાસ્ત્રી તરીકે કામ કર્યું. સુધરેલ શિક્ષણપદ્ધતિ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય હોવાની તેમની…
વધુ વાંચો >કૉમેડી
કૉમેડી : મનુષ્યસ્વભાવ કે વર્તન પર ટીકા કે કટાક્ષ કરતો હાસ્યરસિક અને સુખાન્ત નાટ્યપ્રકાર. ચોથી સદીના પ્રાચીન ગ્રીક કાળથી સાંપ્રત અણુયુગ સુધી લેખક, વાચક તથા પ્રેક્ષક માટે આ નાટ્યપ્રકાર આકર્ષણરૂપ રહ્યો છે. કૉમેડી શબ્દ મૂળ ગ્રીક ધાતુ Komos પરથી ઊતરી આવ્યો છે. એનો અર્થ છે મુક્ત મને કરાતી આનંદની ઉજવણી.…
વધુ વાંચો >કૉમેદી ફ્રાન્સેઝ
કૉમેદી ફ્રાન્સેઝ : યુરોપની નાટ્યમંડળીઓમાં સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ફ્રાન્સની નાટ્યમંડળી. 1673માં અવસાન પામનાર મોલિયેરની નાટ્યમંડળી તથા હૉતલ દ બર્ગોનની નાટ્યમંડળીનું એકત્રીકરણ કરવા રાજ્ય તરફથી જાહેરનામું બહાર પાડીને 1680માં આ મંડળી રચવામાં આવી હતી. શરૂઆતનાં સો વર્ષ દરમિયાન આ મંડળી 1688-89માં બંધાયેલ અને 1500 જેટલી બેઠકસંખ્યા ધરાવતા વિશાળ અર્ધગોળાકાર નાટ્યગૃહ(amphitheatre)માં…
વધુ વાંચો >કૉમેન્સાલિઝમ (સહભોજિતા)
કૉમેન્સાલિઝમ (સહભોજિતા) : સજીવો વચ્ચેનો લાભદાયી સહજીવનનો સંબંધ. બે કે તેથી વધારે સજીવની જાતિઓ વચ્ચેનો એકબીજા સાથેનો પોષણ, આશ્રય, આધાર, પ્રચલન કે સ્થળાંતરણ માટેનો એવો સંબંધ કે જેથી એમાં સંકળાયેલ જાતિઓ પૈકી એકને લાભ થાય, પણ બીજાને નુકસાન પહોંચે નહિ તેવું સહજીવન : કોમેન્સલ પ્રકારના સહજીવનમાં માત્ર એક સજીવને લાભ…
વધુ વાંચો >કૉમેલીના
કૉમેલીના : દ્વિદલા વર્ગના કૉમેલીનેસી કુળની એક પ્રજાતિ. તે લગભગ 185 જાતિઓ ધરાવે છે, જે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિઓ છે. તે ઉષ્ણ અને અધ:ઉષ્ણ પ્રદેશમાં વિસ્તરેલી છે. ભારતમાં 20થી વધારે જાતિઓ થાય છે, તે પૈકી 6 જાતિઓ વ્યાપક વિસ્તરણ ધરાવે છે. C. benghalensis, Linn (સં. कान्वता, હિં. कांचारा). મોટું…
વધુ વાંચો >