ખંડ ૪
ઔરંગાથી કાંસું
ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >કાકતી, રોહિણીકુમાર
કાકતી, રોહિણીકુમાર (જ. 7 જૂન 1931, ટકૌબારી, જિ. કામરૂપ, આસામ) : અસમિયા ભાષાના ખ્યાતનામ વાર્તાકાર. તેમણે ગુવાહાટી યુનિ.માંથી બી.એસસી. તથા દિબ્રૂગઢ યુનિ.માંથી એલએલ.બી.ની પદવી મેળવી. ટૂંકી વાર્તાથી સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. રામધેનુ યુગના એ ખ્યાતનામ વાર્તાકાર ગણાય છે. (‘રામધેનુ’ ઉચ્ચ કક્ષાનું માસિકપત્ર હતું અને ત્રણેક દસકા સુધી તેણે ઘણા સમર્થ…
વધુ વાંચો >કાકભુશુંડી
કાકભુશુંડી : કાક રૂપ ધારી પરમ રામભક્ત. કાગડાનું રૂપ ધારણ કરેલા કાકભુશુંડી પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા પરંતુ લોમશ ઋષિના શાપને કારણે તેમને કાક-યોનિમાં જન્મ લેવો પડ્યો. તેઓ પ્રકાંડ જ્ઞાની હતા. તેઓ રામના બાલ સ્વરૂપના ઉપાસક હતા. તુલસીના ‘રામચરિતમાનસ’માં કાકભુશુંડી જ રામકથાના વક્તા છે. શંકરે હંસનું રૂપ ધારણ કરીને કાકભુશુંડી પાસેથી…
વધુ વાંચો >કાકરગામ
કાકરગામ : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું ગામ. ‘પ્રબંધચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’માં વનરાજની આરંભિક કારકિર્દીને લગતા કેટલાક રસપ્રદ પ્રસંગોના સંદર્ભમાં કાકરગામનો પ્રાચીન ઉલ્લેખ આવે છે. એ અનુસાર વનરાજ પોતાના મામા સાથે બધે ધાડો પાડવા લાગ્યો. એક દિવસ કાકરગામમાં એક વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડ્યો,…
વધુ વાંચો >કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક
કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક (Kakarapar Atomic Power Station) : તારાપુર (મુંબઈ નજીક), રાવત ભાટા (રાજસ્થાનમાં કોટા નજીક), કલ્પક્કમ (ચેન્નાઈ નજીક) અને નરોરા (યુ.પી.) પછીના ક્રમે આવતું, દક્ષિણ ગુજરાતમાં કાકરાપાર નજીક બંધાયેલ ભારતનું પરમાણુ વિદ્યુતમથક. આ સંકુલમાં બંધાયેલ બે એકમો(unit-1 and unit-2)માં પ્રત્યેક એકમમાં 235 મેગાવૉટ વિદ્યુત (MWe) ઉત્પન્ન કરી શકાય તેવી…
વધુ વાંચો >કાકાની શશી
કાકાની શશી (1928) : ગુજરાતી સુખાન્ત નાટક (comedy). લેખક કનૈયાલાલ મુનશી. યૌવનસુલભ ભાવુકતા અને ભાવનાશીલતા ધરાવતી, સ્વપ્નશીલ, દુન્યવી વાસ્તવિકતાથી અજાણ અને ભોળી, પુખ્તતામાં પ્રવેશતી શશિકલા અને તેને ઉછેરનાર ને છતાં તેના પ્રત્યે અંતરમાં ઊંડું આકર્ષણ અને સાચો પણ છૂપો પ્રેમ ધરાવનાર મનહરલાલ (કાકા) – એ બે પાત્રોને કેન્દ્રમાં રાખીને આ…
વધુ વાંચો >કાકીનાડા (જિલ્લો)
કાકીનાડા (જિલ્લો) : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જેનું પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી નિર્માણ કરાયું છે. (26 જાન્યુઆરી, 2022) ભૌગોલિક સ્થાન – આબોહવા – વનસ્પતિ : તે 16 93´ ઉ. અ. અને 82 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે અલ્લુરી સીતારામ રાજુ જિલ્લો, દક્ષિણે બંગાળનો ઉપસાગર અને યાનમ જિલ્લો, પૂર્વે અનકાપલ્લી…
વધુ વાંચો >કાકુ
કાકુ : ઉચ્ચારણનો સાભિપ્રાય લહેકો. એથી વક્તવ્યમાં અર્થપરિવર્તન થાય, કટાક્ષ કે ગુપ્ત અર્થ પ્રગટ થાય કે વેધકતા ઉમેરાય. કાવ્યશાસ્ત્રમાં શબ્દોની વ્યંજનાપ્રવૃત્તિનો તેમજ વ્યાજસ્તુતિ જેવા અલંકારોનો આધાર. નાટ્યશાસ્ત્ર (અ. 17) અનુસાર નાટ્યપાઠનાં સૌંદર્યવિધાયક છ લક્ષણોમાં કાકુ મુખ્ય છે; બાકીનાં પાંચેય તેનું સમર્થન કરે. કાકુ બે પ્રકારનો : નાટ્યપાઠનો અભિધાનો અર્થ વત્તેઓછે…
વધુ વાંચો >કાકોરી ષડ્યંત્ર
કાકોરી ષડ્યંત્ર : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ક્રાન્તિકારી નવયુવાનો દ્વારા રેલવે દ્વારા જતી સરકારી રોકડ લૂંટવાનો અભૂતપૂર્વ બનાવ. આ ઉગ્રદળના ક્રાંતિકારી યુવાનોને નાણાકીય કટોકટી વારંવાર સતાવતી. તે દૂર કરવા દળના મુખ્ય નેતા રામપ્રસાદ બિસ્મિલે રેલગાડીમાં આવતી સરકારી રોકડ લૂંટવાનું નક્કી કર્યું. તે સમયે કલકત્તા મેલ દ્વારા રેલવે સ્ટેશનની આવક લખનઉ મોકલવામાં…
વધુ વાંચો >કાક્કનાડન, જી. વી.
કાક્કનાડન, જી. વી. (જ. 23 એપ્રિલ 1935, તિરુવલ્લા, કેરળ; 19 ઑક્ટોબર 2011, કોલમ, કેરળ) : મલયાળમ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘જાપ્પાણ પુકયિલા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ 1957–1961 સુધી દક્ષિણ રેલવે, 1961–1967 સુધી રેલવે મંત્રાલયમાં…
વધુ વાંચો >