ખંડ ૪
ઔરંગાથી કાંસું
ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >કલન
કલન : ચામ સંસ્કૃતિનાં મંદિરોના સ્થાપત્યના સ્તંભો. પ્રણાલીગત શૈલીમાં આ મંદિરો ત્રણના સમૂહમાં બાંધવામાં આવતાં. તેમાં મુખ્ય મંદિર વચ્ચે અને આજુબાજુ બીજાં બે નાનાં મંદિરો બંધાતાં. આ મંદિરો ચતુષ્કોણ ઓટલા પર બંધાતાં અને તેની નજીકના કલન તરીકે ઓળખાતા સ્તંભો. ભારતીય મંદિરપ્રણાલીનાં શિખરોની સરખામણીમાં આ શૈલીનાં મુખ્ય અંગ ગણાતા; પરંતુ મંદિરોથી…
વધુ વાંચો >કલનશાસ્ત્ર
કલનશાસ્ત્ર (calculus) : બદલાતી ચલરાશિ અનુસાર સતત વિધેયમાં થતા ફેરફારના દર સાથે સંકળાયેલી ગાણિતિક વિશ્લેષણની એક શાખા. કલનશાસ્ત્ર શોધવાનું બહુમાન સર આઇઝેક ન્યૂટન (ઇંગ્લૅન્ડ) અને જી. લાઇબ્નીત્ઝ(જર્મની)ને ફાળે જાય છે. લગભગ એક શતાબ્દી સુધી ‘આ બે ગણિતશાસ્ત્રીમાં પ્રથમ પ્રણેતા કોણ ?’ એ અંગે બંનેના સમર્થકો વચ્ચે વિવાદ થયો, જેને કારણે…
વધુ વાંચો >કલનશાસ્ત્ર – ચલનનું
કલનશાસ્ત્ર – ચલનનું (calculus of variations) : વક્ર સાથે સંકળાયેલી કોઈ રાશિને લઘુતમ કે મહત્તમ બનાવે તેવો વક્ર શોધવાના પ્રશ્નનો અભ્યાસ, થોડાં ઉદાહરણો જોઈએ. (1) એક સમતલમાં બે બિંદુઓ આવેલાં છે. એ જ સમતલમાં બે બિંદુઓને જોડતા અનેક વક્રો દોરી શકાય. આ બધા વક્રોમાંથી લઘુતમ લંબાઈનો વક્ર શોધવો હોય તો…
વધુ વાંચો >કલબુર્ગિ – મલ્લપ્પા મડિવલપ્પા
કલબુર્ગિ, મલ્લપ્પા મડિવલપ્પા (જ. 28 નવેમ્બર 1938, ગુબ્બેવાડ, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 30 ઑગસ્ટ 2015, ધારવાડ, કર્ણાટક) : કન્નડ વિદ્વાન અને સંશોધક. તેમણે સિન્દગી ખાતે પ્રાથમિક, બીજાપુર અને ધારવાડ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી તેઓ કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડમાંથી કન્નડના પ્રાધ્યાપકપદેથી…
વધુ વાંચો >કલમ્બકમ્
કલમ્બકમ્ : તમિળ સાહિત્યપ્રકાર. ‘કલમ્બકમ્’નો શાબ્દિક અર્થ છે જાતજાતનાં ફૂલોથી ગૂંથેલી માળા. ‘કલમ્બકમ્’માં સાહિત્યિક તથા લોકગીતોની શૈલીનું મિશ્રણ છે. એ શૈલીમાં રચાયેલી પ્રસિદ્ધ રચનાઓ છે. ‘નંદિકલમ્બકમ્’, ‘તિરુક્કલમ્બકમ્’, ‘તિલ્લૈક્કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘નાકૈક્કલમ્બકમ્’, ‘સિરુવરંગકલમ્બકમ્’ વગેરે. એનો વધુ અને વધુ પ્રચાર થતાં ભક્તોએ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ માટે આ કાવ્યપ્રકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારમાં…
વધુ વાંચો >કલરીમિતિ
કલરીમિતિ (colorimetry) : જ્ઞાત રંગોની સાથે સરખામણી કરી અજ્ઞાત રંગની મૂલ્યાંકન કરવાની તકનીક. આ તકનીકમાં સરખામણી માટે આંખનો ઉપયોગ વધારે ચોકસાઈ માટે ફોટોઇલેક્ટ્રિક કોષનો ઉપયોગ અથવા સ્પેક્ટ્રોફોટોમિટર જેવી આડકતરી રીતો પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ માટેના સાદા ઉપકરણને કલરીમિટર તરીકે ઓળખવામાં આવે છે. આ તક્નીક વૈજ્ઞાનિક અભ્યાસમાં વ્યાપક રીતે…
વધુ વાંચો >કલશ (આમલસારક)
કલશ (આમલસારક) : નાગર પ્રકારનાં મંદિરોનો કલગી સમાન ભાગ. શિખરના ટોચના ભાગ ઉપર કલશ કરવામાં આવે છે. આમલકને દાંતાવાળી કિનારી હોય છે. તેનો નક્કર ભાગ તે ગોળ પથ્થર હોય છે. આમલક મુખ્ય શિખરનો સૌથી ઊંચો – મુગટ સમાન ભાગ હોય છે, પણ તેથી વિશેષ તેના શૃંગ કે મંજરી એકબીજાને ટેકવીને…
વધુ વાંચો >કલહરીનું રણ
કલહરીનું રણ : દક્ષિણ આફ્રિકામાં આવેલો વિશાળ રણપ્રદેશ. આશરે 2,60,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું આ રણ ઝિમ્બાબ્વે, બોટ્સવાના અને નામિબિયા જેવા દેશોમાં વિસ્તરેલું છે. દ. ગોળાર્ધમાં વિષુવવૃત્તથી દક્ષિણે દ. અક્ષાંશ (મકરવૃત્ત) ઉપર આ રણપ્રદેશ આવેલ છે. આ રણપ્રદેશની ઉત્તરે ઝાંબેઝી નદી, પૂર્વમાં ટ્રાન્સવાલ અને ઝિમ્બાબ્વેનો ઉચ્ચપ્રદેશ જ્યારે દક્ષિણમાં ઑરેંજ નદી આવેલી…
વધુ વાંચો >કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ
કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ (જ. 1748, દિલ્હી; અ. 1809, લખનઉ) : ‘જુરઅત’નું મૂળ નામ યાહ્યા અમાન. નાની વયમાં જ પરિવાર ફૈઝાબાદમાં જઈ વસ્યો હોઈ તેમના જીવન અને તેમની કાવ્યશૈલી ઉપર ફૈઝાબાદ-લખનઉનો પ્રભાવ જોવા મળે છે. તેમનો સ્વભાવ ખૂબ ચંચળ હતો. તેમને સંગીતનો પણ શોખ હતો. બાળપણથી જ તેઓ કાવ્યરચના કરતા.…
વધુ વાંચો >