ખંડ ૪
ઔરંગાથી કાંસું
કાપડિયા, કુન્દનિકા
કાપડિયા, કુન્દનિકા (જ. 11 જાન્યુઆરી 1927, લીંબડી; અ. 30 એપ્રિલ 2020, વલસાડ) : અગ્રણી ગુજરાતી વાર્તાકાર. પિતાનું નામ નરોત્તમદાસ, પતિ મકરંદ દવે. ઉપનામ ‘સ્નેહધન’. વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રારંભનું પ્રાથમિક-માધ્યમિક કક્ષાનું શિક્ષણ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં. 1948માં ભાવનગરમાંથી બી.એ. થયાં. મુખ્ય વિષયો રાજકારણ અને ઇતિહાસ. ‘યાત્રિક’ અને ‘નવનીત’નાં…
વધુ વાંચો >કાપડિયા, ટોકરશી લાલજી
કાપડિયા, ટોકરશી લાલજી (જ. 19 જાન્યુઆરી 1916, પત્રી, કચ્છ; અ. 16 માર્ચ 1996, હૈદરાબાદ) : અગ્રણી સમાજસેવક. બાળપણમાં અનિવાર્ય જેટલું શિક્ષણ લઈ નોકરી અર્થે મુંબઈ અને મ્યાનમાર (બર્મા) ગયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાને મ્યાનમાર પર બૉંબમારો કરતાં ત્યાંથી સ્વદેશ પરત આવી હૈદરાબાદમાં હાસમજી પ્રેમજીની કંપનીમાં નોકરી સ્વીકારી. 1942માં તેઓ…
વધુ વાંચો >કાપડિયા, પરમાનંદ કુંવરજી
કાપડિયા, પરમાનંદ કુંવરજી (જ. 18 જૂન 1883, રાણપુર; અ. 17 એપ્રિલ 1976, મુંબઈ) : સન્નિષ્ઠ સમાજસુધારક તથા નિર્ભીક પત્રકાર. તેમણે જૈન સમાજના જુનવાણી રીતરિવાજો તથા અનિષ્ટ વ્યવહારોની સામે અવાજ ઉઠાવવા તથા તેમનો સામનો કરવા માટે સામયિકો અને મંડળો શરૂ કર્યાં હતાં. ગાંધીજીના નિકટના પરિચય પછી તેમણે જેલવાસ ભોગવ્યો હતો. (1930-32)…
વધુ વાંચો >કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ
કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ (જ. 7 ડિસેમ્બર 1879, ભાવનગર; અ. 27 માર્ચ 1951, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક. તેઓ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પંદર વર્ષ સુધી કૉર્પોરેટર તથા જૈન સમાજના અગ્રણી કાર્યકર અને બી.એ.,એલએલ.બી., સૉલિસિટર હતા. મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયની તેમણે સ્થાપના કરી હતી. એમણે લખેલાં પુસ્તકોમાં ‘જૈન ર્દષ્ટિએ યોગ’,…
વધુ વાંચો >કાપ, યુજિન
કાપ, યુજિન (જ. 26 મે 1908, એસ્ટૉનિયા; અ. 29 ઑક્ટોબર 1996, એસ્ટૉનિયા) : એસ્ટૉનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. એસ્ટૉનિયન સંગીતકાર કુટુંબમાં જન્મ. દાદા ઑર્ગનવાદક, કન્ડક્ટર અને સંગીતશિક્ષક હતા. પિતાએ સેન્ટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં રિમ્સ્કી-કોર્સાકૉવ હેઠળ સ્વરનિયોજનની તાલીમ લીધી હતી. યુજિન કાપ એસ્ટૉનિયાની તાલીન કૉન્ઝર્વેટરીમાં 1922માં સંગીત અને સ્વરનિયોજનની તાલીમ લેવા વિદ્યાર્થી તરીકે…
વધુ વાંચો >કાપરેકર દત્તાત્રય રામચંદ્ર
કાપરેકર દત્તાત્રય રામચંદ્ર (જ. 17 જાન્યુઆરી 1905, દહાણુ, મહારાષ્ટ્ર; અ. 4 જુલાઈ 1986, નાસિક) : ભારતના એક અકિંચન, અપરિગ્રહી અને અઠંગ સંખ્યાવ્યાસંગી ગણિતજ્ઞ. કાપરેકર એક અનોખા ગણિતજ્ઞ હતા. આમ તો તેઓ કેવળ સ્નાતક હતા, પણ સંખ્યાઓના જુદા જુદા ગુણધર્મો વિશે તેમણે ખૂબ વિચાર કર્યો હતો અને વ્યવસાયી ગણિતજ્ઞોને પણ આશ્ચર્ય…
વધુ વાંચો >કાપાલિક
કાપાલિક : પાશુપત શૈવોનો એક સંપ્રદાય. એનો શાબ્દિક અર્થ છે કપાલ અર્થાત્ મનુષ્યની ખોપરીને ધારણ કરનાર. એ સંપ્રદાયવાળા પોતાનું ભિક્ષાન્ન ખોપરીમાં ગ્રહણ કરતા. કપાલ મૃત્યુનું પ્રતીક છે. એનો સંબંધ શિવના વિધ્વંસક ઘોર, રૌદ્ર રૂપ સાથે છે. કાપાલિકોનો આચાર-વ્યવહાર વામમાર્ગી શાક્તો સાથે મળતો આવે છે. ભૂતકાળમાં આ સંપ્રદાયના જૂજ અનુયાયીઓ હતા;…
વધુ વાંચો >કાપિત્સા પ્યોત્ર લિયોનિદોવિચ
કાપિત્સા પ્યોત્ર લિયોનિદોવિચ (જ. 8 જુલાઈ 1894, ક્રોન્સ્ટાડ, રશિયા; અ. 8 એપ્રિલ 1984, મૉસ્કો) : ભૌતિકશાસ્ત્રની નિમ્નતાપિકી (cryogenics) શાખામાં, 1978માં બીજા વૈજ્ઞાનિકો પેન્ઝિયાસ તથા વિલ્સન રૉબર્ટ વૂડ્રો સાથે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. 1918 સુધી રશિયામાં પૅન્ટોગ્રેડમાં આવેલી પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ મેળવ્યા બાદ ત્યાં જ વ્યાખ્યાતા તરીકે કામ કર્યુ.…
વધુ વાંચો >કાપ્રી
કાપ્રી : નેપલ્સના ઉપસાગરના દક્ષિણ પ્રવેશદ્વાર નજીકનો દક્ષિણ ઇટાલીનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 400 33’ ઉ. અ. અને 140 14’ પૂ. રે.. કુદરતી સૌંદર્ય, સમધાત આબોહવા અને વનશ્રીની શોભાને કારણે કાપ્રી પર્યટનધામ તરીકે વિકસ્યું છે. તેનું ક્ષેત્રફળ 10 ચોકિમી. છે. મૉન્ટ સોલેરોનો ડુંગર 589 મી. ઊંચો છે. શિયાળામાં તાપમાન 100…
વધુ વાંચો >કાફકા, ફ્રાન્ઝ
કાફકા, ફ્રાન્ઝ (જ. 3 જુલાઈ 1883, પ્રાગ; અ. 3 જૂન 1924, કિર્લિગ) : આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગલક્ષી સર્જક. એમનાં લખાણો રૂંવાં ખડાં કરી દે તેવી દુ:સ્વપ્નભરી પરિસ્થિતિઓનું આલેખન કરે છે. તેનો ઓથાર ચિત્ત પર લાંબો સમય ઝળૂંબી રહે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન…
વધુ વાંચો >ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >