ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઍસ્ટ્રૉલૅબ
ઍસ્ટ્રૉલૅબ : ઈ. પૂ. ત્રીજી સદીમાં ખગોળીય પદાર્થોનાં સ્થાન તેમજ ઊંચાઈ નક્કી કરવા માટે ગ્રીસમાં ઉપયોગમાં લેવાયેલું વિશ્વનું પ્રાચીન ઉપકરણ. ગ્રીક ભાષામાં astro = તારો અને labio = શોધક ઉપરથી આ ઉપકરણને ઍસ્ટ્રૉલૅબ (તારાશોધક – star finder) એવું નામ આપવામાં આવ્યું. તેનું કાર્ય ખગોળીય પદાર્થની ઊંચાઈ ઉપરથી સમય તેમજ નિરીક્ષકનું…
વધુ વાંચો >એસ્તુરનેલ દ કૉન્સ્ટન્ટ-પૉલ-હેન્રી
એસ્તુરનેલ દ કૉન્સ્ટન્ટ-પૉલ-હેન્રી (જ. 22 નવેમ્બર 1852, લા ફલેચે, ફ્રાન્સ; અ. 15 મે 1924, પૅરિસ) : 1909ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. રાજદ્વારી કાર્યોની ખાસ તાલીમ પામેલા આ મુત્સદ્દીએ 1890-95ના ગાળામાં ફ્રાન્સની લંડન ખાતેની રાજદૂતની કચેરીમાં કાઉન્સિલર તરીકે સેવાઓ આપી હતી; પરંતુ તે દરમિયાન તેમના કાર્યાનુભવ પરથી તેમને ખાતરી થઈ…
વધુ વાંચો >ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ
ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ (Miguel Angel Asturias) (જ. 19 ઑક્ટોબર 1899, ગ્વાટેમાલા શહેર, નૉર્થ સેન્ટ્રલ અમેરિકા; અ. 9 જૂન 1974, મેડ્રિડ, સ્પેન) : સાહિત્ય માટેનો 1967નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભાષાના નામાંકિત નવલકથાકાર અને કવિ. મિગલ એંજલ ઍસ્તૂરિયાસ ગ્વાટેમાલા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. 1923માં ‘ધ સોશિયલ પ્રોબ્લેમ ઑવ્ ધ ઇન્ડિયન’…
વધુ વાંચો >ઍસ્થેનોસ્ફિયર
ઍસ્થેનોસ્ફિયર : ભૂમધ્યાવરણના ત્રણ પેટાવિભાગો(શિલાવરણ, ઍસ્થેનોસ્ફિયર અને મેસોસ્ફિયર)માંનો એક. ભૂકંપશાસ્ત્રીય અભ્યાસ દ્વારા પૃથ્વીનાં પડોની ભૌતિક ગુણધર્મોની ભિન્નતાને આધારે સપાટીથી ભૂગર્ભ સુધી પોપડો, ભૂમધ્યાવરણ (મધ્ય વિભાગ) અને ભૂકેન્દ્રીય ભાગ એવા ત્રણ ભાગ પાડેલા છે. ભૂપૃષ્ઠની નીચે તરફ 100 કિમી.થી 250 કિમી. સુધી આવેલ ઍસ્થેનોસ્ફિયર, તેની ઉપરના શિલાવરણ અને નીચેના મેસોસ્ફિયર કરતાં…
વધુ વાંચો >ઍસ્પર્જિલેસિસ
ઍસ્પર્જિલેસિસ (aspergillesis) : માનવોમાં મોટેભાગે Aspergillus fumigates નામની ફૂગથી થતો રોગ. તાપમાન ઊંચું હોય તેવા સ્થળે સડતી વનસ્પતિ અને મિશ્ર ખાતરના ઉકરડામાં આ ફૂગ સારા પ્રમાણમાં ઊગે છે. ખેડૂતો તે જગ્યા સાથે વિશેષ સંપર્કમાં આવતા હોવાથી તેમને આ રોગ થાય છે. આ રોગનો દરદી દમ અને શરદીથી પીડાય છે. આ…
વધુ વાંચો >ઍસ્પિરિન
ઍસ્પિરિન (aspirin) : સેલિસિલિક ઍસિડનો ઍસેટાઇલ વ્યુત્પન્ન. (ઍસેટાઇલ સેલિસિલિક ઍસિડ.) સેલિસિલિક ઍસિડ સાથે સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં એસેટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી તે મેળવાય છે. ગંધવિહીન (ભેજવાળી હવામાં જલવિઘટન થતાં છૂટા પડેલ એસેટિક ઍસિડની વાસ આવે છે.), સ્ફટિકમય સફેદ ઘન પદાર્થ; પાણીમાં અલ્પદ્રાવ્ય (1 : 300), આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મમાં વધુ દ્રાવ્ય. ગ.બિં.…
વધુ વાંચો >એસ્પેરેગસ એલ.
એસ્પેરેગસ એલ. (Asparagus, L.) : જુઓ શતાવરી.
વધુ વાંચો >એસ્ફોડિલસ
એસ્ફોડિલસ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલિયેસી કુળની એક પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, એશિયા અને મૅસ્કેરિનના દ્વીપકલ્પોની મૂલનિવાસી છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે. Asphodelus tenuifolius Cav. (ગુ. ડુંગરો, પં. પ્યાઝી, અં. એસ્ફોડિલ) ટટ્ટાર, અરોમિલ (glabrous) અને એકવર્ષાયુ જાતિ છે. તે ટૂંકી…
વધુ વાંચો >ઍસ્બેસ્ટૉસતંતુતા
ઍસ્બેસ્ટૉસતંતુતા (asbestosis) : ઍસ્બેસ્ટૉસના તાંતણાથી થતો શ્વસનતંત્રનો રોગ. ઍસ્બેસટૉસ તંતુમય ખનિજ પદાર્થ છે અને તે કૅનેડા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં મળી આવે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં તેની ખાણો આવેલી છે, પરંતુ ત્યાં તેનું ઘણું ઓછું ઉત્પાદન થાય છે. હાઇડ્રેટેડ કૅલ્શિયમ-મૅગ્નેશિયમ સિલિકેટ સહિતના છ પ્રકારના તંતુમય સિલિકેટને ઍસ્બેસ્ટૉસના…
વધુ વાંચો >એહમદ, ફાતિમા
એહમદ, ફાતિમા (જ. 1940, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. હૈદરાબાદની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ભારતભરમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો તેમણે કર્યાં છે. વળી ભારત તેમજ વિદેશોમાં યોજાતાં ઘણાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. 1967માં તેમણે પૅરિસયાત્રા અને 1969માં જર્મનીયાત્રા કરી હતી. 1974થી 1976 સુધી તેમણે…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >