૩.૧૭
ઍટલાન્ટાથી ઍનાકાર્ડિયેસી
ઍટલાન્ટા
ઍટલાન્ટા : યુ.એસ.ના અગ્નિખૂણામાં આવેલા જ્યૉર્જિયા રાજ્યનું પાટનગર તેમજ દક્ષિણમાં સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ભૌ. સ્થાન : 33o 44′ ઉ. અ. અને 84o 23′ પ. રે. 1833માં આ નગરની સ્થાપના બાદ તેના પૂર્વના મેદાનમાંના ભૌગોલિક સ્થાનને કારણે 1900 પછી આ શહેરનો સતત વિકાસ થતો રહ્યો છે. મેટ્રોપૉલિટન ઍટલાન્ટાની વસ્તી 60,20,864…
વધુ વાંચો >ઍટલાસ પર્વતમાળા
ઍટલાસ પર્વતમાળા : આફ્રિકા ખંડના ઉત્તર અને વાયવ્ય ખૂણામાં આવેલી પર્વતમાળા. ભૌ. સ્થાન 33o ઉ. અ. અને 2o પ. રે.ની આસપાસ છે. ભૂમધ્ય સમુદ્રને સમાંતર પથરાયેલી આ પર્વતમાળા મોરૉક્કો, અલ્જીરિયા અને ટ્યૂનિશિયામાંથી પસાર થાય છે. તેની બે સમાંતર હાર આવેલી છે. તેનું સૌથી ઊંચું શિખર ટોબકલ છે, જે સમુદ્રની સપાટીથી…
વધુ વાંચો >ઍટાના એપિક
ઍટાના એપિક : પ્રાચીન મેસોપોટેમિયન રાજવંશાવલિવિષયક મહાકાવ્ય. આ મહાકાવ્ય પ્રમાણે આદિકાળમાં પૃથ્વી પર કોઈ રાજા ન હતો. તેથી દેવો રાજાને શોધવા નીકળ્યા અને એટાનાને પસંદ કર્યો. એટાના કુશળ રાજ્યકર્તા નીવડ્યો. પરંતુ તેની પત્ની સગર્ભા હોવા છતાં બાળકને જન્મ આપવા અશક્ત હતી અને તેથી તેના પછી કોઈ ગાદીવારસ ન રહે એવી…
વધુ વાંચો >ઍટિક
ઍટિક : સામાન્ય રીતે ઇમારતોના ઢળતા છાપરાવાળા ભાગમાં સમાયેલ માળ; પરંતુ રોમન સ્થાપત્યમાં સ્તંભોની ઉપર અને છાપરા વચ્ચેના ભાગમાં આવેલો નાનો માળ. તેની ઊંચાઈ સામાન્ય માળોની ઊંચાઈથી ઓછી હોય છે. અગાઉનાં ઘરોમાં તે માળિયું અથવા કાતરિયું કહેવાતું. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઍટેનબરો, રિચાર્ડ (સર)
ઍટેનબરો, રિચાર્ડ (સર) (જ. 29 ઑગસ્ટ 1923, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 ઑગસ્ટ 2014 લંડન, ઇગ્લેન્ડ) : બ્રિટિશ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. તેમની ફિલ્મ-કારકિર્દી ચાર મહત્વના તબક્કામાં વહેંચાયેલી છે. 1942થી 1953 સુધીમાં નબળા, ડરપોક યુવાનની ભૂમિકાવાળાં પાત્રો તેમણે ભજવ્યાં. 1953થી 1960 સુધીનાં ચિત્રોમાં સખત, કઠોર અને રુક્ષ પાત્રોની ભૂમિકા ભજવી.…
વધુ વાંચો >ઍટૉલ
ઍટૉલ (Atoll) : પ્રવાલદ્વીપવલય અથવા કંકણાકાર પ્રવાલદ્વીપ, થોડી ગોળાકાર તથા સર્વત્ર પાણીથી ઘેરાયેલી કંકણાકાર ખડકમાળા. આ ઉપદ્વીપો કણનિક્ષેપજન્ય દ્રવ્યો ધરાવતા દરિયાના પાણીના મધ્યસ્થ કચ્છને (lagoon) ક્યારેક સંપૂર્ણપણે તો ક્યારેક મહદ્અંશે ઘેરી લેતા હોય છે. મોટાભાગનાં આ ઉપદ્વીપવલયો દરિયાની સપાટીને સમતલ હોય છે, છતાં તેમાંનાં કેટલાંક સમુદ્રની સપાટીથી આશરે 5 મીટર…
વધુ વાંચો >એટ્રિપ્લૅક્સ
એટ્રિપ્લૅક્સ (સૉલ્ટબુશ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડીએસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ અધોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની લગભગ આઠેક જાતિઓ થાય છે, તે પૈકી ચાર જાતિઓનો પ્રવેશ કરાવાયો છે. કેટલીક જાતિઓ તેના રૂપેરી-ભૂખરા પર્ણસમૂહ માટે શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તેના સહસભ્યોમાં ચીલની ભાજી, માચા, ભોલડો, મુખુલ,…
વધુ વાંચો >ઍટ્રિયમ
ઍટ્રિયમ : જુદાં જુદાં સ્થાપત્યમાં તેનો અર્થ જુદી જુદી રીતે થયો છે : (1) ઇટ્રુસ્કન અને રોમન સ્થાપત્યમાં નળિયાથી ઢંકાયેલ ઢળતી છતવાળાં મકાનો વડે ઘેરાયેલો ખુલ્લા ચોકવાળો ભાગ; જેમકે હાઉસ ઑફ ધ સિલ્વર વેડિંગ, પોમ્પેઇ. (2) ખ્રિસ્તી સ્થાપત્યમાં ચર્ચની સન્મુખે આવેલો ખુલ્લો ચોક, જે મોટેભાગે સ્તંભાવલીયુક્ત લંબચોરસ હોય છે; જેમકે…
વધુ વાંચો >ઍટ્રિયસ, ટ્રેઝરી ઑવ્ (મીસિનિયા)
ઍટ્રિયસ, ટ્રેઝરી ઑવ્ (મીસિનિયા) : ઍગૅમેમ્નોનની કબર તરીકે પણ ઓળખાતી ગ્રીક ઇમારત. તે એજિયન સંસ્કૃતિની કબરોમાં સૌથી સુંદર છે. લગભગ ઈ. પૂ. 1325માં બંધાયેલી આ કબરનો મુખ્ય ભાગ આશરે 15 મી. વ્યાસના ઘેરાવાવાળો અને 13 મી. ઊંચો ઘુમ્મટ આકારનો છે. ઘુમ્મટનો ભાગ 34 વર્તુળાકાર થરોમાં બંધાયેલો છે. બધું જ બાંધકામ…
વધુ વાંચો >એટ્રુસ્કન
એટ્રુસ્કન : ઇટાલીની મધ્યમાં પશ્ચિમ કિનારા ઉપર માનવસંસ્કૃતિ સ્થાપવાની પહેલ કરનારી પ્રજા. આ પ્રદેશને એટ્રુરિયા કહેવામાં આવતો. ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં તેમની સંસ્કૃતિ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. ઈ. પૂ.ની સાતમી સદીની મધ્યમાં મુખ્ય એટ્રુસ્ક્ધા નગરો સ્થપાયાં અને તેમણે ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા, જેમાં તાર્કીની, પોપુલોનિયા,…
વધુ વાંચો >એડેન્સોનિયન વર્ગીકરણ
એડેન્સોનિયન વર્ગીકરણ : અઢારમી સદીમાં માઇકલ એડેન્સને (1727-1806) આપેલી વનસ્પતિઓની વિભિન્ન જાતિઓના સામ્ય પર આધારિત વર્ગીકરણપદ્ધતિ. માઇકલ એડેન્સન ફ્રેંચ વનસ્પતિવિજ્ઞાની અને ‘‘Academie des Sciences’’ સોર્બોન, પૅરિસના સભ્ય હતા. તેઓ ઉષ્ણકટિબંધના અગ્રિમ વનસ્પતિ-અન્વેષક હતા. તેમણે આ વર્ગીકરણપદ્ધતિ બે ખંડના બનેલા ‘Families des plantes’ (1763) નામના ગ્રંથમાં આપી છે. આ પદ્ધતિ ભૌતિક…
વધુ વાંચો >એડૉનેઇસ (1821)
એડૉનેઇસ (1821) : કવિ જૉન કીટ્સના અકાળ મૃત્યુ નિમિત્તે અંગ્રેજ કવિ શેલીએ રચેલી સુદીર્ઘ કરુણપ્રશસ્તિ (elegy). તેની રચના ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા છંદ’માં, 55 કડીઓની 495 પંક્તિઓમાં પ્રસરે છે. ઇટાલીના પીઝા નગરમાં કીટ્સનો દેહવિલય 26 વર્ષની યુવાન વયે થતાં આ કાવ્ય રચાયેલું. આ કાવ્ય પર ગ્રીક કવિઓ બિયૉન અને મોશ્ચસની અસર છે.…
વધુ વાંચો >એડ્મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ
એડ્મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ : આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ ખાતે આવેલી ભારત સરકાર સંચાલિત વહીવટ અને વ્યવસ્થાપન ક્ષેત્રે નેતૃત્વની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. એનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક છે. ઉદ્યોગો, વેપાર-વણજ, સરકારી વહીવટી ક્ષેત્ર, પ્રતિષ્ઠાનોનું સંચાલન, સમાજસેવા તેમજ રાજકારણ એમ વિવિધ ક્ષેત્રોમાં વહીવટી આગેવાનોને ઘડવાના અનેકવિધ નવા કલ્પનાશીલ કાર્યક્રમો વિકસાવવામાં આ સંસ્થા આગળ…
વધુ વાંચો >ઍડ્મિરલ
ઍડ્મિરલ : દેશના નૌકાદળના સર્વોચ્ચ અધિકારીની પદવી (title) અને હોદ્દો (rank). યુદ્ધનૌકાઓના કાફલા પર અથવા પ્રદેશ પર નૌકાદળને લગતું ઉચ્ચ પદ ધરાવતા અધિકારીને ઍડ્મિરલ અથવા ફ્લૅગ ઑફિસર તરીકે સંબોધવામાં આવે છે. ક્યારેક માલવાહક વ્યાપારી વહાણો અથવા માછલાં પકડનારી નૌકાઓના કાફલાના અધિકારીને પણ ઍડ્મિરલની સંજ્ઞા આપવામાં આવે છે. અરબી ભાષામાં ‘અમીર-અલ-બહર’…
વધુ વાંચો >એતદ્
એતદ્ : આધુનિકતાનો પુરસ્કાર કરતું ગુજરાતી માસિક. ‘ઊહાપોહ’ના પુનર્જન્મ રૂપે પ્રગટેલા આ માસિકની શરૂઆત 1977ના નવેમ્બરમાં થઈ હતી. એપ્રિલ, 1983 સુધી તેના સંપાદનની જવાબદારી ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે સંભાળી હતી. જૂન, 1983થી સુરેશ જોષી અને શિરીષ પંચાલે સંપાદન સંભાળેલું. જાન્યુઆરી, 1987થી આ સામયિક ત્રૈમાસિક બન્યું છે. આ…
વધુ વાંચો >ઍથેની
ઍથેની : યુદ્ધ, કલા અને કારીગીરીની ગ્રીક દેવી. ગ્રીક નગરરાજ્ય ઍથેન્સનું નામ આ દેવીના નામ પરથી પડ્યું છે. ગ્રીક પુરાણો પ્રમાણે પોતાનું સ્થાન ભયમાં ન મુકાય માટે ઝિયસ તેની માતા મેટીસને ગળી ગયો; પરંતુ ઝિયસના માથામાંથી ઍથેની પુખ્ત વયની હોય તે રીતે જન્મી. યુદ્ધની દેવી હોવાને કારણે તે ન્યાય અને…
વધુ વાંચો >ઍથેન્સ
ઍથેન્સ : યુરોપની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ઊંડી અને દૂરગામી અસર કરનાર, ગ્રીસની સંસ્કૃતિનું સુપ્રસિદ્ધ કેન્દ્ર, તેની રાજધાની અને સૌથી મોટું નગર. તેનું નામ નગરદેવતા ઍથેની ઉપરથી પડ્યું છે. એજિયન સમુદ્રના એક ફાંટા રૂપે સારોનિક અખાતને કાંઠે 37o 50′ ઉ. અ. અને 23o 44′ પૂ. રે. ઉપર, પરાં સહિત 433…
વધુ વાંચો >