ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આવરણતંત્ર (વનસ્પતિશાસ્ત્ર)
આવરણતંત્ર (વનસ્પતિશાસ્ત્ર) (Epidermal Tissue System) વનસ્પતિનાં તમામ અંગોની સૌથી બહારની બાજુએ આવેલી ત્વચા કે અધિસ્તર (epidermis) દ્વારા બનતું તંત્ર. અધિસ્તર વનસ્પતિના ભૂમિગત મૂળથી શરૂ થઈ પ્રકાંડ, પર્ણ, પુષ્પના વિવિધ અવયવો, ફળ અને બીજની ફરતે આવેલું હોય છે. આ સ્તર વનસ્પતિ અને બાહ્ય પર્યાવરણ વચ્ચેનું સંપર્ક-સ્થાન છે અને રચનામાં ઘણું વૈવિધ્ય…
વધુ વાંચો >આવર્તક કોષ્ટક
આવર્તક કોષ્ટક (periodic table) : રાસાયણિક તત્વોની તેમની સંજ્ઞા રૂપે (ભૌમિતિક ભાતમાં) એવી ગોઠવણી કે જે આવર્તક નિયમને પ્રતિબિંબિત કરે અને જેમાં વિવિધ આવર્તો(periods)માંના સરખા ગુણધર્મોવાળાં તત્વો એક સમૂહમાં ગોઠવાયેલાં હોય. કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુભાર (હવે પરમાણુક્રમાંક) પ્રમાણે આવર્ત (period) તરીકે ઓળખાતી આડી હારો અને સમૂહ (group) તરીકે ઓળખાતા ઊભા…
વધુ વાંચો >આવર્તક ગતિ
આવર્તક ગતિ (periodic motion) : સમયના એકસરખા અંતરાલ(interval)માં પુનરાવર્તન કરતી ગતિ. પાણીની સપાટી ઉપરના તરંગોની, ગતિમય ઝૂલાની, દીવાલ પરના ઘડિયાળના લોલકની, પૃથ્વીની સૂર્યને ફરતી તેની કક્ષા(orbit)માંની ગતિ, કંપિત સ્વરિત દ્વિ-ભુજ(vibrating tuning fork)ની ગતિ વગેરે આવી ગતિનાં ઉદાહરણો છે. પ્રત્યેક કિસ્સામાં એક પુનરાવૃત્ત ગતિ કે એક આવર્તન (cycle) માટેના સમયગાળાને આવર્તક…
વધુ વાંચો >આવર્તક નિયમ
આવર્તક નિયમ : જુઓ આવર્તક કોષ્ટક.
વધુ વાંચો >આવર્તિત ચાલન જોડાણ
આવર્તિત ચાલન જોડાણ (harmonic drive linkage) : 1950ના અરસામાં શોધાયેલ ચક્રીય, રેખીય અને કોણીય ગતિઓને અતિ ઊંચા ગુણોત્તર(ratio)માં બદલવાની એક યાંત્રિક પ્રયુક્તિ-(device). આ પ્રયુક્તિની કાર્યક્ષમતા ગતિ બદલનાર રૂઢિગત યંત્રરચના કરતાં ઘણી વધારે છે. આ પ્રયુક્તિના ત્રણ ભાગો હોય છે : (1) વર્તુલાકાર આંતરિક x દાંતા (teeth) ધરાવતી સ્પ્લાઇન (spline). (2)…
વધુ વાંચો >આવર્ધન
આવર્ધન (magnification) : પ્રકાશશાસ્ત્ર (optics) અનુસાર વસ્તુ અને તેના પ્રતિબિંબના રેખીય(linear) કદનું તુલનાત્મક ગુણોત્તર. આવર્ધન, એ પ્રકાશીય અક્ષ(optical axis)ને લંબ સમતલોમાં માપવામાં આવતી પ્રતિબિંબની લંબાઈ અને વસ્તુની લંબાઈનો ગુણોત્તર છે. તેને પાર્શ્વીય (lateral) અથવા તિર્યક્ (transverse) આવર્ધન પણ કહે છે. રેખીય આવર્ધનનું ઋણાત્મક મૂલ્ય ઊંધા પ્રતિબિંબ(inverted image)નો નિર્દેશ કરે છે.…
વધુ વાંચો >આવશ્યક ખનિજો
આવશ્યક ખનિજો (essential minerals) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. ખડકોનાં વર્ગીકરણ, પ્રકાર તેમજ નામાભિધાન માટે ખૂબ જ જરૂરી ખનિજઘટકો. આવશ્યક ખનિજ એ ખડકમાંનું મુખ્ય ખનિજ જ હોવું જોઈએ તેમજ વધુ પ્રમાણમાં જ હોવું જોઈએ એ જરૂરી નથી, કારણ કે ગૌણ પ્રમાણ…
વધુ વાંચો >આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-1955
આવશ્યક ચીજવસ્તુઓનો ધારો, 1955 : આવશ્યક ચીજવસ્તુઓના નિયંત્રણ માટેનો કાયદો. ભારતીય બંધારણમાં આ ધારો ઘડવાની સત્તા સમવર્તી સૂચિ(concurrent list)માં હોવાથી સંસદ અને રાજ્ય ધારાગૃહ બંને આ ધારો ઘડી શકે. આવશ્યક ચીજવસ્તુઓનો ધારો 1955માં સંસદે ઘડેલો છે અને જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં તે અમલી છે. (ઍક્ટ નં. 25, 1968) આવશ્યક…
વધુ વાંચો >આવશ્યક સેવા જાળવણી અધિનિયમ
આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (સને 1968નો 59મો અધિનિયમ) : આવશ્યક સેવાઓની જાળવણી માટે ઘડાયેલો કાયદો. આ અધિનિયમ ભારતની સંસદે 1968માં ઘડ્યો છે. આ અધિનિયમ સમગ્ર ભારતને લાગુ પડે છે. જમ્મુ-કાશ્મીર રાજ્યના વિસ્તારને લાગુ પડતો ન હોવા છતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે તેટલે અંશે તે રાજ્યમાં પણ તે લાગુ પડે…
વધુ વાંચો >આવસ્સય–ચૂન્નિ
આવસ્સય–ચૂન્નિ (सं. आवश्यक चूर्णि) : આવશ્યક સૂત્ર પરનો ટીકા-ગ્રંથ. તેના કર્તા જિનદાસગણિ મહત્તર મનાય છે. આમાં કેવળ શબ્દાર્થનું જ પ્રતિપાદન નથી, પરંતુ ભાષા અને વિષયની દૃષ્ટિએ જોતાં તે એક સ્વતંત્ર રચના જણાય છે. ઋષભદેવના જન્મ-મહોત્સવથી નિર્વાણપ્રાપ્તિ સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. જૈન પરંપરા અનુસાર તેમણે જ સર્વપ્રથમ અગ્નિનું ઉત્પાદન કરવાનું…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >