૨.૦૯

આર્થિક પદ્ધતિથી આર્સેનિક

આર્થિક પદ્ધતિ

આર્થિક પદ્ધતિ : કોઈ પણ સમાજના પાયાના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટેની વ્યવસ્થા. દરેક સમાજને અર્થક્ષેત્રે ત્રણ પાયાના પ્રશ્નો ઉકેલવાના હોય છે : (1) કઈ વસ્તુઓ કેટલા જથ્થામાં ઉત્પન્ન કરવી તે. દા.ત., અન્ન ઉત્પન્ન કરવું કે કાપડ ? થોડુંક વધારે અન્ન કે થોડુંક વધારે કાપડ ? અન્ન અને કાપડ આજે વધારે…

વધુ વાંચો >

આર્થિક ભૂગોળ

આર્થિક ભૂગોળ : માનવીની આર્થિક પ્રવૃત્તિ પર પર્યાવરણની અસરનો અભ્યાસ દર્શાવતી ભૂગોળની એક શાખા. વિભિન્ન સ્થળકાળમાં પ્રવર્તતાં માનવજીવનનાં સામ્યભેદનું તેમજ વિવિધ પ્રદેશોની પ્રજાના આર્થિક જીવનની ભિન્ન ભિન્ન ભાતોનું વિશ્લેષણ ભૂગોળની આ શાખા દ્વારા થાય છે. મનુષ્યની આર્થિક પ્રવૃત્તિઓ પર તેના પર્યાવરણની મોટી અસર પડે છે. વિવિધ વ્યવસાયો અને તેમનું મહત્ત્વ…

વધુ વાંચો >

આર્થિક ભૂસ્તરશાસ્ત્ર

આર્થિક ભૂસ્તરશાસ્ત્ર (Economic Geology) : ભૂસ્તરશાસ્ત્રની એક શાખા. આ શાખા વિશેષે કરીને રાષ્ટ્રના આર્થિક માળખાના સંદર્ભમાં એક અતિ મહત્વની શાખા છે. પૃથ્વીના પોપડાના આર્થિક અને વ્યાવહારિક દૃષ્ટિએ ઉપયોગી બની શકે એવા ખડકો અને ખનિજોના સમુદાય સાથે તે ગાઢ સંબંધ ધરાવે છે. આર્થિક ભૂસ્તરશાસ્ત્રની કાર્યક્ષેત્રસીમામાં માત્ર ધાતુખનિજનિક્ષેપો જ નહિ, પરંતુ જેનું…

વધુ વાંચો >

આર્થિક યુદ્ધ

આર્થિક યુદ્ધ : શત્રુને પરાસ્ત કરવા યુદ્ધનીતિના એક ભાગ રૂપે આર્થિક મોરચે યોજવામાં આવતી વ્યૂહરચના. ‘આર્થિક યુદ્ધ’ આ શબ્દપ્રયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી વધુ પ્રચલિત થયો છે. યુદ્ધનીતિની આ વ્યૂહરચના તથા પદ્ધતિનો અમલ પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે. બીજા પેલોપોનેસિયન યુદ્ધ(ઈ. પૂ. 431થી ઈ. પૂ. 421)માં સ્પાર્ટા તથા…

વધુ વાંચો >

આર્થિક વરદી જથ્થો

આર્થિક વરદી જથ્થો (Economic Orderd Quantity) : માલસામાનની ખરીદી અંગે વધુમાં વધુ કેટલા જથ્થામાં વરદી આપવાથી ખરીદીખર્ચ ઓછામાં ઓછો આવે તે જથ્થો. તેને ટૂંકમાં EOQ તરીકે પણ ઓળખાવાય છે. કેટલાક તેને ‘ઇકોનૉમિક લૉટ સાઇઝ’ તરીકે પણ ઓળખાવે છે. દરેક વખતે નાના જથ્થામાં વરદી આપવાથી વર્ષ દરમિયાન વહનખર્ચ, વહીવટી કામ વગેરે…

વધુ વાંચો >

આર્થિક વૃદ્ધિ અને વિકાસ

આર્થિક વૃદ્ધિ અને વિકાસ રાષ્ટ્રીય ઉત્પાદનની સપાટી વધારવા સાથે સમગ્ર અર્થતંત્રની ઉત્પાદકતામાં વધારો કરવાની એકધારી, નિયમિત પ્રક્રિયા. અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં ગુણાત્મક માળખાગત ફેરફારને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાતા હોય તોપણ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વૃદ્ધિની પ્રક્રિયા એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં થતા…

વધુ વાંચો >

આર્થિક વૃદ્ધિના તબક્કાઓ

આર્થિક વૃદ્ધિના તબક્કાઓ (stages of growth) : આર્થિક વૃદ્ધિનો એક પ્રસિદ્ધ ઐતિહાસિક સિદ્ધાંત. અમેરિકાના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડબ્લ્યૂ. ડબ્લ્યૂ. રૉસ્ટૉવે તે 1961માં રજૂ કર્યો હતો. તેમણે  કોઈ એક અર્થતંત્રમાં થતી વૃદ્ધિની પ્રક્રિયાને નીચેના પાંચ તબક્કાઓમાં વહેંચી હતી : (1) પરંપરાગત સમાજ (the traditional society) : આ સમાજમાં ન્યૂટન પહેલાંનાં વિજ્ઞાન-ટૅકનૉલૉજીનો ઉપયોગ થતો…

વધુ વાંચો >

આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ

આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ : સંકુચિત અર્થ પ્રમાણે કોઈ એક ઉદ્યોગમાં ઉત્પાદન અને રોજગારી જેવી બાબતોમાં જૂજ પેઢીઓનો હિસ્સો મોટો હોય તેવી સ્થિતિ. દા.ત., કોઈ ઉદ્યોગમાં થતા ઉત્પાદનમાં જો ટોચની ચાર પેઢીઓનો હિસ્સો 50 ટકા કે તેનાથી વધારે હોય તો એ ઉદ્યોગમાં કેન્દ્રીકરણ પ્રવર્તે છે એમ કહી શકાય. આવા કેન્દ્રીકરણને રોજગારીની રીતે…

વધુ વાંચો >

આર્થિક સમસ્યા

આર્થિક સમસ્યા : વૈકલ્પિક ઉપયોગ ધરાવતાં મર્યાદિત સાધનોના સંદર્ભમાં અમર્યાદિત જરૂરિયાતો સંતોષવાના માનવીના પ્રયાસોમાંથી ઊભો થતો પસંદગીનો પ્રશ્ન. માનવીની જરૂરિયાતો અનંત છે. તે માટે તેનું શરીર અને વિશેષત: કદીય તૃપ્ત ન થતું તેનું મન જવાબદાર છે. વળી જરૂરિયાતો વારંવાર સર્જાય છે, જેમ કે જમ્યા બાદ અમુક સમયાંતરે ફરીથી જમવાની ઇચ્છા…

વધુ વાંચો >

આર્થિક સ્વાતંત્ર્ય

આર્થિક સ્વાતંત્ર્ય : પ્રાપ્ત સંજોગોમાં ઉપલબ્ધ આર્થિક વિકલ્પોમાંથી વ્યક્તિની દૃષ્ટિએ ઇષ્ટ વિકલ્પની મુક્ત પસંદગી કરવાની સ્વતંત્રતા. તેમાં આર્થિક નિર્ણયો લેવાનો તથા તેનો અમલ કરવાનો-એમ બંને અધિકારો અભિપ્રેત છે. આર્થિક સ્વાતંત્ર્યનું એક મહત્વનું લક્ષણ તે આવક કઈ રીતે વાપરવી તે અંગેનું સ્વાતંત્ર્ય એટલે કે પોતાના માટે કઈ રીતે આવક ખર્ચવી, કઈ…

વધુ વાંચો >

આર્યભટ (ઉપગ્રહ)

Jan 9, 1990

આર્યભટ : ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ. ‘આર્યભટ’ સોવિયેત રશિયાના ટૅકનિકલ સહકારથી ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (ISRO) દ્વારા બૅંગાલુરુમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સોવિયેત રશિયાના અંતરીક્ષમથકેથી, સોવિયેત રૉકેટ ઇન્ટરકૉસ્મૉસની મદદથી 19 એપ્રિલ, 1975ના રોજ ‘આર્યભટ’ 600 કિમી.ની લગભગ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ‘આર્યભટ’ લગભગ 96 મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા…

વધુ વાંચો >

આર્યભટ્ટ

Jan 9, 1990

આર્યભટ્ટ : ભારતમાં થઈ ગયેલા આ નામના બે ગણિતજ્ઞ ખગોળવેત્તાઓ. (1) આર્યભટ્ટ પ્રથમનો જન્મ ઈ. સ. 476માં થયો હતો. તે એક પ્રખર ગણિતજ્ઞ અને ખગોળવેત્તા હતા. તેમનો જન્મ કુસુમપુર નગરમાં થયો હતો. એમ મનાતું હતું કે કુસુમપુર હાલનું પટણા કે તેની નજીકનું કોઈ ગામ હશે; પરંતુ તે કદાચ દક્ષિણ ભારતના કેરળ…

વધુ વાંચો >

આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)

Jan 9, 1990

આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES) : માર્ચ, 2004માં ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરીનું નવું નામકરણ થયું અને હવે તે ‘આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)’ તરીકે ઓળખાય છે. તે નૈનીતાલ ખાતેની સૌર નિરીક્ષણ માટેની વેધશાળા છે. આ વેધશાળાની મૂળ સ્થાપના 1954ના એપ્રિલમાં વારાણસીમાં થઈ હતી. 1955માં તેને નૈનીતાલ લાવવામાં…

વધુ વાંચો >

આર્યમંજુશ્રીમૂલકલ્પ

Jan 9, 1990

આર્યમંજુશ્રીમૂલકલ્પ : બૌદ્ધ ધર્મના મહાયાનનો એક પ્રસિદ્ધ ગ્રંથ. એનું બીજું નામ ‘બોધિસત્વપિટકાવતંસક’ છે. એમાં બોધિસત્વ કુમાર મંજુશ્રીના સર્વસત્વ-ઉપકારક મંત્રો, તેનું અનુષ્ઠાન અને જ્યોતિષનાં નિમિત્ત આદિ વિષય નિરૂપાયા છે. એમાંના કેટલાક ઉપદેશ શાક્યમુનિ અને કુમાર મંજુશ્રી વચ્ચે, કેટલાક શાક્યમુનિ અને પર્ષન્મંડલ વચ્ચે અને કેટલાક કુમાર મંજુશ્રી અને પર્ષન્મંડલ વચ્ચે પ્રયોજાયા છે.…

વધુ વાંચો >

આર્યસમાજ

Jan 9, 1990

આર્યસમાજ :વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતો એક અર્વાચીન ધર્મપંથ. પાશ્ચાત્ય ધર્મ અને સંસ્કૃતિનાં ભારતનાં ધર્મ અને સંસ્કૃતિ પર થતાં આક્રમણ સામે ભારતમાં જગાડવામાં આવેલ એક સુધારાવાદી આંદોલન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના ટંકારા ગામે જન્મેલ સ્વામી દયાનંદ સરસ્વતી (1824-83) દ્વારા 1875માં મુંબઈ ખાતે તેની સ્થાપના કરવામાં આવી હતી.…

વધુ વાંચો >

આર્યસમૂહ

Jan 9, 1990

આર્યસમૂહ (Aryan Group) : ભારતીય સ્તરવિદ્યા(stratigr-aphy)માં ઊર્ધ્વ કાર્બોનિફેરસથી મધ્ય ઇયોસીન સુધીના કાળગાળા દરમિયાન નિક્ષેપક્રિયા પામેલી સંખ્યાબંધ સ્તરરચનાશ્રેણીઓના સળંગ ખડકસમૂહ માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઊર્ધ્વ કાર્બોનિફેરસ-પર્મિયન કાળગાળો એ ભારતના બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તારો માટે કાર્બોપર્મિયન અથવા હર્સિનિયન નામે જાણીતી મહાન ભૂસંચલનક્રિયાઓની પરંપરાની ઊથલપાથલનો કાળ હતો. જુદા જુદા વિસ્તારોમાં નિક્ષેપવિરામ (break) પડવાને કારણે…

વધુ વાંચો >

આર્યાવર્ત

Jan 9, 1990

આર્યાવર્ત : ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં ઉત્તર ભારત માટે ‘આર્યાવર્ત’ શબ્દનો પ્રયોગ મળે છે. મનુસ્મૃતિમાં આર્યાવર્તની સીમાઓનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં હિમાલય, દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત અને પૂર્વ તથા પશ્ચિમમાં સમુદ્રતટ સુધીનો એનો વિસ્તાર છે. આર્યાવર્ત માટે બીજાં પાંચ ભૌગોલિક નામોનો ઉલ્લેખ મળે છે – ઉદીચી (ઉત્તર), પ્રતીચી (પશ્ચિમ),…

વધુ વાંચો >

આર્યાસપ્તશતી

Jan 9, 1990

આર્યાસપ્તશતી  (12મી સદી) : 700 જેટલા શ્લોકોમાં આર્યાગીતિ છંદમાં લખાયેલી સંસ્કૃત કૃતિ. રચનાર આચાર્ય ગોવર્ધન (1119-1199). નીલાંબર કે સંકર્ષણના પુત્ર, બલભદ્રના ભાઈ, બંગાળના રાજા લક્ષ્મણસેનના સભાકવિ. ‘આર્યાસપ્તશતી’માં શૃંગારની અનેક અવસ્થાઓ, નાગરિક સ્ત્રીઓની શૃંગારપૂર્ણ ચેષ્ટાઓ, ગ્રામીણ મહિલાઓની સ્વાભાવિક ઉક્તિઓ, સંયોગ તથા વિયોગના સમયે સુંદરીઓના હૃદયમાં પ્રગટતા વિવિધ ભાવોનું મનોહારી નિરૂપણ છે.…

વધુ વાંચો >

આર્ષજ્ઞાન

Jan 9, 1990

આર્ષજ્ઞાન : ઋષિઓનું ત્રિકાળજ્ઞાન. વૈશેષિક દર્શન અનુસાર જ્ઞાન(= વિદ્યા)ના ચાર પ્રકાર છે : પ્રત્યક્ષ, લૈંગિક (= અનુમાન), સ્મૃતિ અને આર્ષ. પ્રશસ્તપાદ કહે છે તેમ સામ્નાય એટલે કે આગમોના પ્રણેતા ઋષિઓનું જે અતીન્દ્રિય પદાર્થોનું ભૂત, ભાવિ અને વર્તમાનકાળનું જ્ઞાન તે આર્ષજ્ઞાન. આ જ્ઞાન લિંગ વગેરેની અપેક્ષા રાખતું નથી, પણ તે આત્મા…

વધુ વાંચો >

આર્ષેય કલ્પસૂત્ર

Jan 9, 1990

આર્ષેય કલ્પસૂત્ર : જુઓ કલ્પ.

વધુ વાંચો >