ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >હેડકી (hiccup hiccough)
હેડકી (hiccup, hiccough) : ઉરોદરપટલના વારંવાર થતા સંકોચનોથી લેવાતા ઊંડા શ્વાસમાં વચ્ચે સ્વરછિદ્ર(glottis)ના સંકોચનથી કે તેના ઢાંકણ જેવા અધિસ્વરછિદ્ર (epiglottis) દ્વારા અટકાવ આવે અને અવાજ ઉત્પન્ન થાય તે. છાતી અને પેટની વચ્ચે ઉરોદરપટલ(thoraco-abdominal diaphragm)નું સંકોચન થાય ત્યારે તે નીચે ઊતરે છે અને ફેફસાંમાં હવા ભરાય છે. જ્યારે તેનું સતત સંકોચન…
વધુ વાંચો >હેડગેવાર (ડૉ.) કેશવ બળિરામ
હેડગેવાર, (ડૉ.) કેશવ બળિરામ (જ. 1 એપ્રિલ 1889, નાગપુર; અ. 21 જૂન 1940, નાગપુર) : ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને હિંદુ રાષ્ટ્રની વિચારધારાના પ્રખર સમર્થક. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મજબૂત બનાવી ભારતને સ્વબળ અને વૈભવ સાથે સમગ્ર વિશ્વમાં ટોચના સ્થાને લઈ જવાના પ્રયત્નો જીવનભર કર્યા. સમાજમાં રહેતી સામાન્ય વ્યક્તિઓ…
વધુ વાંચો >હેડફિલ્ડ રૉબર્ટ ઍબટ (સર)
હેડફિલ્ડ, રૉબર્ટ ઍબટ (સર) (જ. 1859, શેફિલ્ડ, ઇંગ્લૅન્ડ; અ. 1940) : ધાતુશોધનનિષ્ણાત. ઍમરીની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય એવું દ્રવ્ય શોધતાં તેમણે બિનચુંબકીય મૅંગેનીઝ સ્ટીલ શોધી કાઢેલું. આ સ્ટીલ ઘસારા સામે ટકી શકે એવું અત્યંત સખત હોય છે અને તેથી ઉગ્ર પ્રતિબળો સામે ઉપયોગમાં લઈ શકાય એવું આદર્શ દ્રવ્ય ગણાય છે.…
વધુ વાંચો >હેડલી કોશ (Hadley cell)
હેડલી કોશ (Hadley cell) : પૃથ્વીના વાતાવરણમાં, મધ્ય-અક્ષાંશો(30° ઉ. અને દ.)ના વિસ્તારો અને વિષુવવૃત્તના વિસ્તાર વચ્ચે સર્જાતો એક વિસ્તૃત વાયુપ્રવાહોનો કોશ. આ કોશમાં પૃથ્વીની સપાટી પરના વાતાવરણમાં સામાન્ય વાયુપ્રવાહની દિશા મધ્ય અક્ષાંશો તરફથી વિષુવવૃત્ત તરફ હોય છે. (આ સામાન્ય પવનોનો પ્રવાહ ભૂગોળમાં વેપારી વાયુઓ trade winds નામે ઓળખાય છે.) વિષુવવૃત્તના…
વધુ વાંચો >હેડલી રિચાર્ડ (જૉન) (સર)
હેડલી, રિચાર્ડ (જૉન) (સર) (જ. 1951, ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલૅન્ડ) : નામી ક્રિકેટ-ખેલાડી. તેમણે પોતાની પ્રથમ કક્ષાની કારકિર્દીનો 1971–72માં કૅન્ટરબરીની ટીમથી પ્રારંભ કર્યો. 1973માં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ટેસ્ટ મૅચમાં કુલ 3124 રન બનાવ્યા. તે જમણેરી ઝડપી ગોલંદાજ છે અને ડાબેરી ક્રિકેટ-ખેલાડી છે. તે નૉટિંગહૅમશાયર તથા ટાસ્માનિયા માટે પણ…
વધુ વાંચો >હેડૉક (Haddock)
હેડૉક (Haddock) : કૉડ માછલીના કુળની મહત્વની ખાદ્ય માછલી. આ માછલી તેની પાર્શ્વ બાજુએ એક કાળી રેખા ધરાવે છે અને શીર્ષના પાછલા છેડા તરફ એક કાળું ટપકું ધરાવે છે. આ બે લક્ષણોથી તે કૉડ માછલીથી જુદી પડે છે. બીજું હેડૉકની પીઠ ઉપરનું અગ્ર ભીંગડું અન્ય કૉડનાં ભીંગડાં કરતાં વધુ અણીદાર…
વધુ વાંચો >હેડ્રિયન
હેડ્રિયન (જ. 24 જાન્યુઆરી 76, ઇટાલિકા, બેટિકા, સ્પેન; અ. 10 જુલાઈ 138, બેઈઆ, નેપલ્સ પાસે) : રોમન સમ્રાટ. તેનું લૅટિન નામ પુબ્લિયસ ઇલિયસ હેડ્રિયનસ હતું. ઈ. સ. 85માં તેના પિતા અવસાન પામ્યા ત્યારે તેને તેના પિતરાઈ ટ્રાજનના રક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો. ટ્રાજન ઈ. સ. 117માં અવસાન પામ્યો પછી હેડ્રિયન સમ્રાટ…
વધુ વાંચો >હેડ્રૉન
હેડ્રૉન : મૂળભૂત અવપારમાણ્વિક (subatomic) કણોનો મુખ્ય સમૂહ. હેડ્રૉન્સમાં પ્રોટૉન અને ન્યૂટ્રૉનનો સમાવેશ થાય છે. આવાં પ્રોટૉન અને ન્યૂટ્રૉન પારમાણ્વિક ન્યૂક્લિયસમાં હોય છે. હેડ્રૉન પ્રબળ આંતરક્રિયા(strong interaction)થી પ્રભાવિત થતા હોય છે. આવી પ્રબળ આંતરક્રિયાને કારણે કણો ન્યૂક્લિયસમાં જકડાયેલા રહે છે. હેડ્રૉન ક્વાર્કસ અને પ્રતિક્વાર્કસ જેવા સૂક્ષ્મ કણોના બનેલા હોય છે.…
વધુ વાંચો >હેત્વાભાસો
હેત્વાભાસો : ખરેખર હેતુ ન હોવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. તર્કશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રમાં હેત્વાભાસ એ એક મહત્વનો વિષય છે. ન્યાયશાસ્ત્રના આધારભૂત ગ્રંથ ન્યાયસૂત્રમાં અક્ષપાદ-મુનિએ પ્રમાણ, પ્રમેય, સંશય વગેરે 16 પદાર્થો ગણાવ્યા છે (ન્યા. સૂ. 1–1–1). સોળ પદાર્થોમાં તેરમો પદાર્થ હેત્વાભાસ છે. મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે હેત્વાભાસના જ્ઞાનની…
વધુ વાંચો >હેનસિયાટિક લીગ
હેનસિયાટિક લીગ : 13મી સદીમાં સ્થાપવામાં આવેલ, જર્મનીનાં ઉત્તરનાં શહેરોના વેપારીઓનો સંઘ. જર્મનીમાં શાહી સત્તાનું પતન થવાથી આ શહેરો વાસ્તે સહિયારા રક્ષણની વ્યવસ્થા કરવી આવશ્યક બની. તે રાજકીય સંઘ ન હતો. 13મી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યની રાજકીય તકલીફો દરમિયાન ચાંચિયાગીરી, વધુ પડતી જકાતો અને ભેદભાવ રાખતા નિયમો સામે બાલ્ટિક જર્મન…
વધુ વાંચો >