ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હાર્વર્ડ વર્ગીકરણ-પદ્ધતિ
હાર્વર્ડ વર્ગીકરણ-પદ્ધતિ : તારાઓને, તેમના પ્રકાશના વર્ણપટમાં જણાતી ફ્રૉનહૉફર (Fraunhofer) શોષણરેખાઓના આધારે વિવિધ વર્ગોમાં વહેંચવાની પદ્ધતિ. આ વર્ગીકરણ-પદ્ધતિનો વિકાસ હાર્વર્ડ યુનિવર્સિટીની વેધશાળા ખાતે, પિકરિંગ (Pickering) નામના ભૌતિકવિજ્ઞાની, જેઓ 1877માં વેધશાળાના નિયામક હતા, તેમની રાહબરી નીચે થયો. તારાઓના વર્ણપટનો પ્રકાર મુખ્યત્વે તો તેમની સપાટીના તાપમાન પર જ આધાર રાખે છે; એટલે…
વધુ વાંચો >હાર્વે, વિલિયમ (William Harwey)
હાર્વે, વિલિયમ (William Harwey) (જ. 1 એપ્રિલ 1578, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1657) : માનવશરીરના લોહીના ગુણધર્મો તથા તેનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તે શોધી કાઢનાર અંગ્રેજ તબીબ. હૃદય લોહીને ધકેલે છે તેવું પણ તેમણે દર્શાવ્યું હતું. તેમના પિતા વેપારી હતા. 16 વર્ષની વયે તેમને તબીબી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ…
વધુ વાંચો >હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.)
હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.) (જ. 14 સપ્ટેમ્બર 1951, લંડન, યુનાઇટેડ કિન્ગ્ડમ) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને માઇકલ…
વધુ વાંચો >હાલોલ
હાલોલ : પંચમહાલ જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક તેમજ નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 30´ ઉ. અ. અને 73° 29´ પૂ. રે.ની આજુબાજુનો 517 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હાલોલ નગર પાવાગઢથી વાયવ્યમાં 6 કિમી.ના અંતરે તથા કાલોલથી 11 કિમી.ના અંતરે આવેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ સપાટ છે; જમીનો કાંપવાળી,…
વધુ વાંચો >હાલ્સ ફ્રાન્સ
હાલ્સ, ફ્રાન્સ (જ. 1581થી 1585, ઍન્ટવર્પ, બેલ્જિયમ; અ. 1 સપ્ટેમ્બર 1666, હાર્લેમ, નેધરલૅન્ડ્ઝ) : ડચ બૂઝર્વા શ્રીમંતોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો ચિત્રકાર. પીંછીના મુક્ત લસરકા વડે ખુશમિજાજી વ્યક્તિચિત્રો એમણે સમગ્ર જીવન દરમિયાન આલેખ્યાં છે. 1616માં ઍન્ટવર્પની એક ટૂંકી મુલાકાત સિવાય એમણે સમગ્ર જીવન હાર્લેમમાં વિતાવ્યું. પિતા વણકર હતા. ફ્રાન્સ હાલ્સ…
વધુ વાંચો >હાવરા
હાવરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 12´થી 22° 48´ ઉ. અ. અને 87° 50´થી 88° 23´ પૂ. રે. વચ્ચેનો 1,467 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. તેની અણીવાળો ભાગ દક્ષિણ તરફ છે. તેની…
વધુ વાંચો >હાવર્ડ એબેનઝર (સર)
હાવર્ડ એબેનઝર (સર) (જ. 1850 લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1928) : ઉદ્યાનનગરી (garden city) આંદોલનના આંગ્લ પ્રણેતા. 1872માં સ્થળાંતર કરીને નેબ્રાસ્કા ગયા, પણ 1877માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. ત્યાં તેમણે પાર્લમેન્ટમાં શૉર્ટહેન્ડ-રાઇટર તરીકે કામગીરી બજાવી. ‘ટુમૉરો’ (1898) નામના તેમના પુસ્તકમાં ગ્રામીણ અને શહેરી સુવિધા-સવલત તેમજ હરિયાળી ભૂમિપટ્ટી (green belt) ધરાવતા સ્વનિર્ભર વસવાટોની…
વધુ વાંચો >હાવર્થ વૉલ્ટેર નૉર્મન (સર) (Haworth Sir Walter Norman)
હાવર્થ, વૉલ્ટેર નૉર્મન (સર) (Haworth, Sir Walter Norman) (જ. 19 માર્ચ 1883, લૅંકેશાયર; અ. 19 માર્ચ 1950, બર્મિંગહામ) : બ્રિટિશ રસાયણવિદ અને 1937ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સ્થાનિક શાળામાં અભ્યાસ કર્યા બાદ 14 વર્ષની ઉંમરે હાવર્થ પિતાના વ્યવસાયમાં જોડાયા, જેમાં રંગકો(dyes)નો ઉપયોગ થતો હતો. આના કારણે તેમને રસાયણવિજ્ઞાનમાં રસ…
વધુ વાંચો >હાવેલ વોકલાવ
હાવેલ, વોકલાવ (જ. 5 ઑક્ટોબર 1936, પ્રાગ, ચેક પ્રજાસત્તાક) : 2003ના વર્ષનો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનાર ચેક પ્રજાસત્તાકના પૂર્વપ્રમુખ. ચેક પ્રજાસત્તાકના ગાંધી તરીકે ઓળખાતા વોકલાવ હાવેલ ‘નોખી માટીના નોખા માનવી’ છે. 1 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા અને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરિત કરી શકાય તેવા મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર માટે વિનમ્ર,…
વધુ વાંચો >હાવેલ્મો ટ્રીગ્વે મૅગ્નસ
હાવેલ્મો, ટ્રીગ્વે મૅગ્નસ (જ. 13 ડિસેમ્બર 1911, સ્કેડસમો, નૉર્વે; અ. 26 જુલાઈ 1999, ઓસ્લો, નૉર્વે) : અર્થમિતિશાસ્ત્રના ક્ષેત્રમાં સંભવિત ઘટનાઓને આધારે અભિનવ અભિગમ (probability approach) પ્રસ્તુત કરનાર અને અર્થશાસ્ત્રમાં વર્ષ 1989 માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અર્થશાસ્ત્રી. તેમણે ઉચ્ચ શિક્ષણ નૉર્વેની ઓસ્લો યુનિવર્સિટીમાં લીધું હતું, જ્યાં અર્થશાસ્ત્રમાં સર્વપ્રથમ નોબેલ પુરસ્કાર…
વધુ વાંચો >હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >