૨૩.૨૮
સૂર્યમુખીથી સેતલવાડ
સૂર્યમુખી
સૂર્યમુખી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helianthus annuus Linn. (સં. આદિત્યભક્તા; હિં., બં., ગુ. સૂરજમુખી; મ. સૂર્યફૂલ; અં. સનફ્લાવર.) છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ઉન્નત, રોમિલ, બરછટ, 0.64.5 મી. ઊંચું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબા દંડવાળાં, પહોળાં અંડાકાર કે હૃદયાકાર,…
વધુ વાંચો >સૂર્યવર્ણાલેખક (spectroheliograph)
સૂર્યવર્ણાલેખક (spectroheliograph) : પૂર્વનિર્ધારિત ઉત્સર્જનરેખામાં પ્રકાશમાં સૂર્યના સંપૂર્ણ બિંબનું એકતરંગીય (monochromatic) પ્રતિબિંબ મેળવતું ઉપકરણ. સામાન્ય રીતે આવાં પ્રતિબિંબ સૂર્યના વર્ણપટની ફ્રૉનહોફર (fraunhofer) રેખાઓના પ્રકાશમાં મેળવવામાં આવે છે અને તે સૂર્યવર્ણાલેખક કહેવાય છે. 20મી સદીની શરૂઆતમાં સૂર્યના વિશિષ્ટ અભ્યાસ માટે ખાસ સૌર ટેલિસ્કોપ રચવાની શરૂઆત થઈ અને જ્યૉર્જ એલરી હેલ (George…
વધુ વાંચો >સૂર્યવંશ
સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું.…
વધુ વાંચો >સૂર્યવંશી, વૈભવ
સૂર્યવંશી, વૈભવ (જ. 27 માર્ચ 2011 તાજપુર, જિ. સમસ્તીપુર, બિહાર) : ભારતીય ક્રિકેટનો ઊભરતો સિતારો. વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટની સૌથી રોમાંચક યુવા પ્રતિભાઓમાંનો એક છે. ખૂબ જ નાની ઉંમરે પોતાની નિર્ભય બૅટિંગ અને રેકૉર્ડબ્રેક સિદ્ધિઓ માટે જાણીતા, આ યુવા ખેલાડીએ બિહારના એક નાના શહેરથી આવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની…
વધુ વાંચો >સૂર્યાચન્દ્રમસૌ
સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે.…
વધુ વાંચો >સૂર્યાપુર
સૂર્યાપુર : મૈત્રક કાલ (ઈ. સ. 468-786) દરમિયાનનો એક વહીવટી વિભાગ. તે હાલના પંચમહાલ જિલ્લામાં ગોધરા પાસે આવેલો હતો. મૈત્રક વંશના રાજા શીલાદિત્ય 6ઠ્ઠાના લુણાવાડામાંથી મળેલા તામ્રપત્રના ઈ. સ. 759ના દાનશાસનમાં સૂર્યાપુર વિષય(વહીવટી વિભાગ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજા શીલાદિત્ય છઠ્ઠાની છાવણી ગોદ્રહક(ગોધરા)માં હતી ત્યારે તે દાનશાસન આપવામાં આવ્યું હતું.…
વધુ વાંચો >સૂર્યારાવ કૂટિકુપ્પલા
સૂર્યારાવ, કૂટિકુપ્પલા (જ. 10 ઑક્ટોબર, 1954, કિન્તાલી, જિ. શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી, પછી એમ.ડી. થયા. તબીબી વ્યવસાય સાથે સાહિત્યમાં ઝુકાવ્યું. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેઓ અંગ્રેજીમાં લખે છે. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સૂર્ય કિરણનલુ’ (1989), ‘જાબિલી જાવાબુ’ (1994),…
વધુ વાંચો >સૂર્યાસાવિત્રી
સૂર્યાસાવિત્રી : ઋગ્વેદની એક ઋષિકા. ऋषि: किल दर्शनात् અનુસાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે સમાધિ અવસ્થામાં મંત્રોનું મનન અને દર્શન કરવાથી ઋષિ બને છે. ઋષિ જ ક્રાન્તદર્શનને લીધે કવિ કહેવાય છે. તેના દર્શનને પરિષ્કૃત કરવાથી તે ‘કારુ’ કહેવાય છે. આમાં સાક્ષાત્કૃતધર્મા ઋષિ સર્વશ્રેષ્ઠ છે. ऋषी गतौ અનુસાર ऋष् ધાતુ ગત્યર્થક…
વધુ વાંચો >સૂર્યોત્કર્ષ (solar prominence)
સૂર્યોત્કર્ષ (solar prominence) : સૂર્યના તેજાવરણ (photosphere, સૂર્યનું દ્રવ્યબિંબ) ઉપર અવારનવાર સર્જાતી રાતા રંગની અગ્નિજ્વાળા જેવી રચના. અંગ્રેજીમાં આ prominence કહેવાય છે અને તેને ગુજરાતીમાં ‘સૂર્યોત્કર્ષ’ નામ અપાયું છે. આ રચનાઓ સામાન્ય સંયોગોમાં નરી આંખે, કે સૌર દૂરબીન દ્વારા પણ શ્વેત રંગના પ્રકાશ(continuum light)માં જોઈ શકાતી નથી; પરંતુ વર્ણપટની 6563…
વધુ વાંચો >સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ
સૃષ્ટિ–સર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે…
વધુ વાંચો >સેજવલકર ત્રંબક શંકર
સેજવલકર, ત્રંબક શંકર (જ. 25 મે 1895, કસોલી, જિ. રત્નાગિરિ; અ. 1963) : મૌલિક વિચારક, ઇતિહાસકાર, સંશોધક, મરાઠા ઇતિહાસના ભાષ્યકાર અને અઠવાડિક ‘પ્રગતિ’ના સ્થાપક-સંપાદક. વાસ્તવમાં તેઓ લોકહિતવાદી જ્યોતિબા ફૂલે, જી. જી. અગરકર, વી. કે. રજવાડે અને એસ. વી. કેતકરની પરંપરાના એક સામાજિક ચિંતક અને મરાઠા ઇતિહાસના ક્ષેત્રે પ્રસિદ્ધ વિદ્વાન હતા.…
વધુ વાંચો >સેજિટેરિયા
સેજિટેરિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એલિસ્મેટેસી કુળની બહુવર્ષાયુ જલજ પ્રજાતિ. તેનું વિતરણ મોટેભાગે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય અમેરિકામાં થયેલું છે. જૂની દુનિયામાં બહુ ઓછી જાતિઓ થાય છે. આ પ્રજાતિ 20 જેટલી જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની બે જાતિઓ નોંધાઈ છે. sagittifolia Linn. (બં. છોટો-કુટ, મુયા મુયા; અં. ઍરોહેડ) પ્રવૃંતધર…
વધુ વાંચો >સે જે. બી.
સે, જે. બી. (જ. 5 જાન્યુઆરી 1767, લીઍન્સ, ફ્રાન્સ; અ. 1832) : અર્થશાસ્ત્રમાં ફ્રેન્ચ ક્લાસિકલ સ્કૂલના સંસ્થાપક, મુત્સદ્દી, વ્યાપારી તથા નિસર્ગવાદીઓની આર્થિક વિચારસરણીના પ્રખર ટીકાકાર. આખું નામ જીન બૅપ્ટિસ્ટ સે. ઍડમ સ્મિથની પ્રશિષ્ટ વિચારસરણીને અમેરિકામાં તથા યુરોપ ખંડના દેશોમાં લોકપ્રિય બનાવવાનો જશ જે. બી. સેના ફાળે જાય છે. 1789માં સ્મિથનો…
વધુ વાંચો >સેઝાં પૉલ
સેઝાં, પૉલ – [જ. 19 જાન્યુઆરી 1839, આઇ–એં–પ્રોવાન્સ (Aix-en-Provence), ફ્રાન્સ; અ. 22 ઑક્ટોબર 1906, આઇ–એં–પ્રોવાન્સ, ફ્રાન્સ] : સમગ્ર આધુનિક ચિત્રકલા અને શિલ્પકલાને દિશાસૂચન કરનાર પ્રભાવવાદી-ઘનવાદી ફ્રેન્ચ ચિત્રકાર. વીસમી સદીની કલાના તેઓ પિતામહ ગણાય છે. એમણે મુખ્યત્વે ચાર પ્રકારે ચિત્રસર્જન કર્યું છે : 1. નિસર્ગચિત્રો (landscapes); 2. નિસર્ગમાં વિહરતાં નગ્ન સ્ત્રી-પુરુષોનાં…
વધુ વાંચો >સેટર્ન પ્રમોચનયાન
સેટર્ન પ્રમોચનયાન : અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમ અંતર્ગત માનવીના ચંદ્ર પરના ઉતરાણ અંગેની ‘ઍપોલો’ યોજના માટે વિકસાવવામાં આવેલાં બે કે ત્રણ તબક્કાવાળાં પ્રમોચક વાહનોની શ્રેણી. પહેલી શ્રેણીનું સેટર્ન-I બે તબક્કાવાળું હતું અને ઍપોલો અંતરીક્ષયાનના પરીક્ષણ માટેના પ્રાયોગિક નમૂના અને અન્ય માનવરહિત અંતરીક્ષયાનોને કક્ષામાં મૂકવા માટે વિકસાવવામાં આવ્યું હતું. તેનું પહેલું પ્રમોચન…
વધુ વાંચો >સેઠ દેવેન
સેઠ, દેવેન (જ. 1944, બરૈલી, ઉત્તરપ્રદેશ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હીની દિલ્હી પોલિટેક્નિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી તેમણે કલા-અભ્યાસ કરી 1976માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તેમણે લખનૌ, મસૂરી, કોલકાતા, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ અને પટણામાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રોમાં આહલાદક, મધુર અને શાંત સ્વપ્નિલ વાતાવરણ…
વધુ વાંચો >સેઠ લીલા
સેઠ, લીલા (જ. 20 ઑક્ટોબર 1930, કોલકાતા) : કાનૂની ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી ધરાવનાર, વડી અદાલતોમાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિનું સ્થાન હાંસલ કરનાર તેજસ્વી નારી. તેમનાં પ્રારંભિક વર્ષો આશ્રયવિહીનતાને કારણે (homelessness) સંઘર્ષનાં હતાં. દાર્જિલિંગની કૉન્વેન્ટ સ્કૂલમાં શાલેય શિક્ષણ મેળવી તેઓ કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં અને 1954માં પ્રેમનાથ સેઠ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. પતિ…
વધુ વાંચો >સેઠ વિક્રમ
સેઠ, વિક્રમ (જ. 20 જૂન 1952, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય અંગ્રેજી લેખક તથા નવલકથાકાર. તેમણે કૉર્પસ ખ્રિસ્તી કૉલેજ, ઑક્સફર્ડ ઍન્ડ સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી, કૅલિફૉર્નિયા તથા નાનજંગ યુનિવર્સિટી, ચીનમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1985-86 દરમિયાન સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી પ્રેસના સિનિયર સંપાદક રહ્યા તથા લેખનકાર્ય કર્યું. તેમણે અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે. ‘મૅપિંગ્સ’…
વધુ વાંચો >સેઠી ગીત
સેઠી, ગીત (જ. 17 એપ્રિલ 1961, દિલ્હી) : વિશ્વસ્તરની ખ્યાતિ ધરાવતા, બિલિયર્ડ અને સ્નૂકર રમતના ભારતીય રમતવીર. ભારતમાં બિલિયર્ડની રમતને પ્રચલિત કરવામાં અને ચાર વાર વિશ્વ બિલિયર્ડ પ્રોફેશનલ વિજેતા બનવામાં તેમની સિદ્ધિઓ નોંધપાત્ર રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની લાયોલા હાઈસ્કૂલમાં લીધા પછી અમદાવાદની બી. કે. સ્કૂલ ઑવ્ બિઝનેસ…
વધુ વાંચો >સેઠિયા, કન્હૈયાલાલ
સેઠિયા, કન્હૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજાનગઢ, જિ. ચુરુ અ. 11 નવેમ્બર 2008, કૉલકાતા, પ. બંગાળ) : રાજસ્થાની ભાષાના સુપ્રસિદ્ધ કવિ. તેમના પિતાનું નામ છગનમલજી સેઠિયા અને માતાનું નામ મનોહરી દેવી. તેમનાં લગ્ન ઈ. સ. 1937માં શ્રીમતી ધાપૂ દેવી સાથે થયાં હતાં. તેમનાં સંતાનોમાં બે પુત્ર – જયપ્રકાશ તેમજ વિનયપ્રકાશ…
વધુ વાંચો >