ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સહિષ્ણુતાનો સિદ્ધાંત
સહિષ્ણુતાનો સિદ્ધાંત : અજૈવ ઘટકના કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પરિબળ માટે સજીવની સહિષ્ણુતાની લઘુતમ અને મહત્તમ મર્યાદા દર્શાવતો સિદ્ધાંત. આ સિદ્ધાંત વી. ઈ. શેલ્ફર્ડે (1913) આપ્યો. લિબિગ-બ્લૅકમૅનના સીમિત પરિબળના સિદ્ધાંતમાં આ એક મહત્ત્વનો ઉમેરો હતો. શેલ્ફર્ડે જણાવ્યું કે વસ્તીની વૃદ્ધિ અને પ્રજનન પર નિશ્ચિત પરિબળની અત્યંત ઊંચી કે અત્યંત…
વધુ વાંચો >સહૃદય (ધ્વનિકાર)
સહૃદય (ધ્વનિકાર) : સંસ્કૃત અલંકારગ્રંથ ‘ધ્વન્યાલોક’ની કારિકાઓનો તથાકથિત લેખક. જાણીતા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોક’ પર રચેલી ‘લોચન’ ટીકામાં કારિકા અને વૃત્તિગ્રંથ એવા ભિન્ન શબ્દો પ્રયોજી કારિકાકાર અને વૃત્તિકાર એમ પૃથગ્ ઉલ્લેખો કર્યા છે અને કારિકા અને વૃત્તિ વચ્ચેના વિરોધોને સ્પષ્ટ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેથી વિદેશી વિદ્વાનો બ્યૂલર અને…
વધુ વાંચો >સહોદર-સ્પર્ધા (sibling rivalry)
સહોદર–સ્પર્ધા (sibling rivalry) : એક જ માતાની કૂખે કે ઉદરે જન્મેલાં બાળકો વચ્ચે થતી સ્પર્ધા. માતાપિતાનું ધ્યાન, સમર્થન કે સ્નેહ મેળવવા માટે, પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે કે જુદી જુદી સિદ્ધિ મેળવવા માટે મર્યાદિત પ્રમાણમાં સહોદરો વચ્ચેની સ્પર્ધા તો ઘણાં કુટુંબોમાં થતી હોય છે. પણ આવી સ્પર્ધા એ કુટુંબ માટે…
વધુ વાંચો >સહ્યાદ્રિ
સહ્યાદ્રિ : પશ્ચિમ ઘાટના પર્વતોની હારમાળા. સહ્યાદ્રિનાં સામાન્ય લક્ષણો : ભૌગોલિક સંદર્ભમાં જોતાં, દ્વીપકલ્પીય ભારતની પશ્ચિમી તટ-રેખા તેના ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધી કોઈ પણ પ્રકારની ખાંચાખૂંચી વગર, સીધેસીધી સમલક્ષી રહીને NNW-SSE દિશામાં ચાલી જાય છે. તટ કે કિનારાથી અંદર તરફ આવેલો ભૂમિપટ સ્થાનભેદે 30થી 50 કિમી.ની પહોળાઈવાળો છે, ક્રમશ:…
વધુ વાંચો >સંકરણ (hybridization) (રસાયણશાસ્ત્ર)
સંકરણ (hybridization) (રસાયણશાસ્ત્ર) : પારમાણ્વિક (atomic) કક્ષકો(orbitals)ના સંમિશ્રણ દ્વારા એકસરખી આબંધક (bonding) કક્ષકો બનવાની ઘટના. પારમાણ્વિક કક્ષકોના રૈખિક સંયોગ(linear combination)માંથી આણ્વીય (molecular) કક્ષકોની ઉત્પત્તિ (formation) વડે કેટલાક અણુઓમાંના બંધ-કોણ(bond angle)ને જ સમજાવી શકાય છે; પણ ઘણા કિસ્સાઓમાં, ખાસ કરીને કાર્બનની બાબતમાં તે નિષ્ફળ નીવડે છે. બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ…
વધુ વાંચો >સંકરાર્બુદ (Hybridoma)
સંકરાર્બુદ (Hybridoma) : બે જુદા જુદા પ્રકારના કોષોને એકસાથે ઉછેરી એકબીજાના ગુણો ઉમેરવા તે. શાસ્ત્રીય રીતે સંકરાર્બુદ અર્થાત્ બે જુદા જુદા કોષોનું સંકરણ. સંકરાર્બુદ કોષોને એક જ પટલમાં સંકરણ પદ્ધતિથી બનાવવામાં આવે છે અને તે દ્વારા ઇચ્છિત એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય (monoclonal antibody) બનાવી શકાય છે. સંકરની પ્રક્રિયામાં બે જુદા પ્રકારના કોષોને…
વધુ વાંચો >સંકલન
સંકલન : સંસ્થાનાં લક્ષ્યો અને વિવિધ વિભાગોનાં કાર્યો વચ્ચેની સંગઠન-વ્યવસ્થા. ઔદ્યોગિક સંગઠનો લક્ષ્ય સાધવા માટે કાર્યોનું વિવિધ વિભાગોમાં (દા.ત., ઉત્પાદનલક્ષી, નાણાકીય, માર્કેટિંગલક્ષી, માનવીય સંપત્તિલક્ષી, વહીવટી વગેરે) વિભાજન પસંદ કરે છે. દરેક વિભાગ પોતાની અલગ કાર્યપદ્ધતિ અપનાવે છે; પરંતુ સંગઠનનો હેતુ સાધવા માટે પરસ્પર સંકલનનો પણ અવકાશ રાખે છે. સંકલન-વ્યવસ્થાનું આયોજન…
વધુ વાંચો >સંકલન (Integration)
સંકલન (Integration) : કલનશાસ્ત્રની બે મૂળભૂત પ્રક્રિયાઓમાંની એક. વિકલન અને સંકલન એ એકબીજીની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. વક્રો દ્વારા આવરાયેલું કે વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે કે ઘનાકારોનું ઘનફળ શોધવા માટે સામાન્ય અંકગણિતની રીતો અપૂરતી થઈ પડે છે અને એ માટે જે પાછળથી સંકલન તરીકે ઓળખાઈ એવી નવી રીતની જરૂર પડે છે…
વધુ વાંચો >સંકલિત ગ્રામવિકાસ યોજના
સંકલિત ગ્રામવિકાસ યોજના : ગ્રામીણ ગરીબોની આવકવૃદ્ધિ માટેનો એક કાર્યક્રમ. સ્વાતંત્ર્ય પછી પંચવર્ષીય યોજનાઓને કારણે એકંદર વિકાસનો દર વધ્યો છે, પરંતુ ગરીબમાં ગરીબ વર્ગો સુધી એના લાભ પહોંચ્યા નથી. આ ગરીબ પ્રજાનો મોટો ભાગ ગામડાંઓમાં વસે છે. આ ગ્રામીણ ગરીબોની આવક સુધારવા માટે સમગ્રલક્ષી વિકાસ યોજના ઉપરાંત બીજા બે પ્રકારના…
વધુ વાંચો >સંકલિત ગ્રામીણ વિકાસ
સંકલિત ગ્રામીણ વિકાસ : વિકાસશીલ દેશોમાં ગ્રામીણ ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી સંકલિત કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિકાસ સાધવા માટેના પ્રયાસો. સરકાર આર્થિક વિકાસ કે ગ્રામીણ આર્થિક વિકાસ અંગેની પોતાની નીતિનો પોતાનાં અલગ અલગ ખાતાંઓ મારફતે પ્રયાસ કરે છે. સરકારની કામ કરવાની આ પરંપરાગત પદ્ધતિ છે. આ ખાતાવાર કે વિભાગવાર કે…
વધુ વાંચો >સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >