ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સમરાઇચ્ચકહા
સમરાઇચ્ચકહા : ઈ. સ.ની આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા યાકિની મહત્તરાના પુત્ર હરિભદ્રસૂરિ કૃત કથા. આ ‘સમરાઇચ્ચકહા’ યા ‘સમરાદિત્યકથા’માં ઉજ્જૈનના રાજા સમરાદિત્ય અને પ્રતિનાયક ગિરિસેન એ બે જીવોના પરસ્પર સંબંધોના નવ જન્માન્તરોની કથા વર્ણવવામાં આવી છે. ગ્રંથની ઉત્થાનિકામાં મંગલાચરણ પછી લેખકે ત્રણ પ્રકારની કથાવસ્તુને ચાર પ્રકારની કથાઓ દ્વારા પ્રસ્થાપિત કરવાની વાત…
વધુ વાંચો >સમરૂપતા (homomorphism)
સમરૂપતા (homomorphism) : બે બીજગાણિતિક રચનાઓ વચ્ચેનો તેમની દ્વિક્ક્રિયાઓને જાળવી રાખતો સંબંધ. આવી રચનાઓ લગભગ એકસમાન બીજગણિતીય ગુણધર્મો ધરાવે છે. આવી રચનાઓને સમરૂપ કહેવામાં આવે છે. આધુનિક ગણિતમાં પ્રત્યેક નક્કર રચનાનો અભ્યાસ કરવાને બદલે વિવિધ ક્ષેત્રોમાં મળતી નક્કર રચનાઓના સામાન્ય ગુણધર્મો મેળવવામાં આવે છે. આ સામાન્ય ગુણધર્મોમાંથી તારવેલ મૂળભૂત ગુણધર્મોને…
વધુ વાંચો >સમરૂપતા (isomorphism)
સમરૂપતા (isomorphism) : કેટલાંક ખનિજોમાં જોવા મળતો સમાન રાસાયણિક બંધારણનો ગુણધર્મ. ખનિજીય પરખ-લક્ષણો પૈકીનો ઘણો અગત્યનો ગુણધર્મ તેના રાસાયણિક બંધારણ સાથે સંકળાયેલો ગણાય છે. કુદરતમાં મળી આવતાં કેટલાંક ખનિજો એવાં પણ હોય છે, જેમનાં રાસાયણિક બંધારણ અને સંબંધિત સ્વરૂપો અન્યોન્યને ઘણાં જ મળતાં આવે છે અને સરખાપણું દર્શાવે છે. આવાં…
વધુ વાંચો >સમરેન્દ્રસિંગ લૈશરામ
સમરેન્દ્રસિંગ લૈશરામ (જ. 1925, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી ભાષાના કવિ. મૂળ કલકત્તા (હવે કોલકાતા) યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને વિશ્વભારતીમાંથી બી.ટી.ની ડિગ્રી મેળવી. શિક્ષકની કારકિર્દીમાંથી નિવૃત્ત થયા પછી હવે (2002માં) તેઓ સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં પ્રવૃત્ત છે. તેમને મળેલાં સન્માનમાં મણિપુરી સાહિત્ય પરિષદ તરફથી જેમિની સુંદર ગુહા સુવર્ણચંદ્રક (1975), કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ…
વધુ વાંચો >સમર્થક તારણ (બૅન્કિંગ)
સમર્થક તારણ (બૅન્કિંગ) : ધીરેલાં નાણાંની સલામતી માટે જામીનગીરી તરીકે લખાવી લીધેલી અને ધિરાણની રકમ કરતાં વધારે બજાર-કિંમતવાળી માલમિલકત. બૅન્કો શૂન્યાવકાશમાંથી નાણું પેદા કરતી નથી. થાપણદારો તરફથી જે નાણાં મળે છે તેનું બૅન્કો ધિરાણ કરે છે. નાણાકીય સંચાલનની કાર્યદક્ષતાનો ઉપયોગ કરીને તે મળેલ નાણાં કરતાં વધારે રકમનું ધિરાણ કરી શકે…
વધુ વાંચો >સમર્થ, શોભના
સમર્થ, શોભના (જ. 17 નવેમ્બર 1916, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી 2000) : હિંદી ચલચિત્રની જાણીતી અભિનેત્રી. મૂળ નામ સરોજ શિલોત્રી. પિતા પી. એસ. શિલોત્રી, માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. મામાની એક પુત્રીએ પણ સમય જતાં નલિની જયવંત નામે અભિનયક્ષેત્રે ખ્યાતિ મેળવી. સરોજે ‘શોભના સમર્થ’…
વધુ વાંચો >સમર્સ, લૉરેન્સ એચ.
સમર્સ, લૉરેન્સ એચ. (જ. 30 નવેમ્બર 1954, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અમેરિકન અર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લોકસેવક. પિતા અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક. શિક્ષણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં. 1982માં સમર્સે ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ‘પ્રેસિડેન્ટ કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક એડ્વાઇઝર્સ’માં સેવા આપ્યા પછી 1983માં હાર્વર્ડ પરત ગયેલા. 28 વર્ષની ઉંમરે કાયમી પ્રાધ્યાપકપદ (tenured faculty) મેળવનાર જૂજ વ્યક્તિઓમાંના તેઓ…
વધુ વાંચો >સમર્સ્કાઇટ
સમર્સ્કાઇટ : યુરેનિયમનું આંશિક પ્રમાણ ધરાવતું ખનિજ. રાસા. બં. : (F, Y, U)2 (Nb, Ti, Ta)2 O7. સ્ફ. વર્ગ : ઑર્થોર્હોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : લંબચોરસ આડછેદ ધરાવતા પ્રિઝમ-સ્વરૂપી સ્ફટિકો; મોટા (101) ફલકોવાળા લાંબા સ્ફટિકો પણ ક્યારેક મળે; (010) કે (100) ફલકોવાળા ચપટા કે મેજસ્વરૂપી સ્ફટિકો પણ હોય. સામાન્ય રીતે તો તે…
વધુ વાંચો >સમવાયતંત્ર
સમવાયતંત્ર : કેંદ્ર અને રાજ્ય એમ બેવડી કક્ષાએ કામ કરતી શાસકીય વ્યવસ્થા, જેમાં સ્વતંત્ર અને સમકક્ષ સરકારોનું અસ્તિત્વ હોય છે. સમવાયતંત્ર માટે અંગ્રેજી ભાષામાં ફેડરેશન (federation) અથવા ફેડરાલિઝમ (federalism) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ‘ફેડરેશન’ શબ્દ મૂળ લૅટિન શબ્દ ‘ફોડસ’ (foedus) પરથી તૈયાર થયો છે, જેનો અર્થ સંધિ અથવા કરાર…
વધુ વાંચો >સમવાયી નાણાતંત્ર
સમવાયી નાણાતંત્ર : જુઓ કેન્દ્ર-રાજ્ય સંબંધો.
વધુ વાંચો >સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >