ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
શ્રી શિવ છત્રપતિ
શ્રી શિવ છત્રપતિ (1964) : મહાન મરાઠી ઇતિહાસકાર, વિદ્વાન અને લેખક ટી. એસ. સેજવળકર(1885-1963)ની શિવાજી અંગેની ચિરસ્મરણીય કૃતિ. આ કૃતિને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 98 પાનાંની શ્રેષ્ઠ પ્રસ્તાવના આ કૃતિનું મહત્વનું લક્ષણ છે. શિવાજી વિષયના તેમના આ અભ્યાસમાં નવો અભિગમ અપનાવવા ઉપરાંત નવી પદ્ધતિઓ અને…
વધુ વાંચો >શ્રીશિવરાજ્યોદયમ્
શ્રીશિવરાજ્યોદયમ્ (1972) : સંસ્કૃત કવિ શ્રીધર ભાસ્કર વર્ણેકર (1919) રચિત કાવ્યગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. વર્ણેકરે નાગપુરમાં શિક્ષણ લીધા પછી નાગપુર યુનિવર્સિટીના સંસ્કૃત ભાષા સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. શ્રી શિવરાજ્યોદયમ્ કૃતિ ઐતિહાસિક કાવ્ય છે. તેના નાયક તરીકે છત્રપતિ શિવાજી…
વધુ વાંચો >શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ)
શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ) (જ. ?, વિશાખાપટણમ; અ. ?) : તેલુગુ કવિ અને નાટ્યકાર. તેમને તેમના ગ્રંથ ‘શ્રી શ્રી સાહિત્યમુ’ માટે 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્ર સાથે બી.એ.ની પદવી મેળવી હતી. પછી કેટલોક વખત તેમણે પત્રકાર તરીકે કામગીરી કરી. 1940થી 1950ના દસકા…
વધુ વાંચો >શ્રી શ્રી રવિશંકર
શ્રી શ્રી રવિશંકર (જ. 13 મે 1956, પાપનાસમ, તમિળનાડુ) : આધ્યાત્મિક ગુરુ, શાંતિદૂત અને માનવતાવાદી નેતા. શ્રી શ્રી રવિશંકરનો જન્મ રવિવારે થયો હોવાથી તેમનું નામ રવિ રાખવામાં આવ્યું હતું. યોગાનુયોગ એ દિવસે શંકરાચાર્યની પણ જયંતી હોવાથી રત્નમ દંપતીએ પુત્રના નામ ‘રવિ’માં ‘શંકર’ ઉમેરી દીધું હતું. કહેવાય છે કે માત્ર ચાર…
વધુ વાંચો >શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ
શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ (સંસ્થાપક : શ્રીમન્નૃસિંહાચાર્યજી, 1882) : 19મી સદીના અંતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે સ્વધર્મસંરક્ષણાર્થે જે અનેક ધર્મશોધન-સંસ્થાઓનો પ્રાદુર્ભાવ થયો તેમાંની એક. નિ:સ્પૃહવૃત્તિના, યોગૈશ્વર્ય ધરાવતા શ્રીનૃસિંહાચાર્યજીની આસપાસ તેજસ્વી તારકવૃંદ સમું શિક્ષિત શિષ્યમંડળ હતું. તેમાંના અગ્રણીઓ પૈકી છોટાલાલ જીવનલાલ માસ્તર સાહેબ, નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી, જેકિશનદાસ કણિયા વગેરેએ સાધકોના…
વધુ વાંચો >શ્રી સાઉન્ડ સ્ટુડિયો
શ્રી સાઉન્ડ સ્ટુડિયો : મુંબઈના દાદર રેલવે-સ્ટેશન પાસે આવેલા એક તબેલાની જગ્યા પર ઊભો થયેલો ચલચિત્રનિર્માણ એકમ. તેના માલિક હતા શેઠ ગોકુલદાસ પાસ્તા. એક વાર એ સમયના પ્રતિષ્ઠિત નિર્માતા સરદાર ચંદુલાલ શાહે આ જગ્યા પર તેમના એક ચિત્રનું શૂટિંગ કરવા દેવાની રજા માંગી હતી. તે પછી આ જગ્યાએ નિયમિતપણે ફિલ્મોનાં…
વધુ વાંચો >શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR)
શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં 100 કિમી. દૂર આવેલા શ્રીહરિકોટા ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું એક માત્ર ઉપગ્રહ-પ્રક્ષેપણ-કેન્દ્ર. અહીંથી પૂર્વ દિશામાં ઉપગ્રહ પ્રક્ષેપિત કરી શકાય છે તેથી તેનું મહત્વ વિશેષ છે. ઉપગ્રહના પ્રક્ષેપણ અંગે જરૂરી બધી તકનીકી સુવિધા ઉપરાંત પ્રક્ષેપણ-રૉકેટમાં વપરાતા ઘન પ્રોપેલન્ટ બનાવવાનું એક કારખાનું અને પ્રવાહી…
વધુ વાંચો >શ્રીહર્ષ
શ્રીહર્ષ : સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીય ચરિત’ના રચયિતા. મહાકવિ શ્રીહર્ષે પોતાના મહાકાવ્યમાં જે માહિતી આપી છે તે મુજબ તેમના પિતાનું નામ હીર પંડિત અને માતાનું નામ મામલ્લદેવી હતું. તેમના પિતા હીર પંડિત તરીકે કનોજના દરબારમાં બેસતા હતા. કનોજના રાઠોડ વંશના રાજા વિજયચંદ્ર અને તેના પુત્ર રાજા જયચંદ્રનો 1156થી 1193 સુધીનો રાજ્યઅમલ…
વધુ વાંચો >શ્રુસબરી આર્થર
શ્રુસબરી આર્થર (જ. 11 એપ્રિલ 1856, ન્યૂ લેન્ટન, નૉટિંગહૅમશાયર; અ. 19 મે 1903, ગૅડિંગ નૉટિંગહૅમશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. ડબ્લ્યૂ. જ ગ્રૅસ જેવા મહાન ક્રિકેટરે તેમને તેમના સમકાલીનોમાં સૌથી ઉત્તમ લેખ્યા હતા. તેમની મોટાભાગની કારકિર્દી દરમિયાન, તેઓ દેશના સૌથી આકર્ષક વ્યવસાયી બૅટધર બની રહ્યા. ટર્નિંગ થતા દડાના તેઓ સમર્થ ખેલાડી…
વધુ વાંચો >શ્રેણિક
શ્રેણિક : જુઓ બિંબિસાર.
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >