શાક્ત સંપ્રદાય

શાક્ત સંપ્રદાય : શક્તિની ઉપાસનાનો પ્રાચીન ભારતીય સંપ્રદાય. વિશ્વના સર્વ દેશોમાં એક કે બીજી રીતે શક્તિની ઉપાસના આદિકાળથી થતી આવી છે. ભારતમાં પણ પ્રાચીન સમયથી આજ સુધી પરમ તત્વની શક્તિ રૂપે આરાધના સતત ચાલ્યા કરે છે. તેનો આરંભ ક્યારે થયો તે કહેવું કઠિન છે; પરંતુ કેનોપનિષદમાં ઉમા હૈમવતીની આખ્યાયિકામાં અને…

વધુ વાંચો >

શાક્ય

શાક્ય : કપિલવસ્તુનું એક કુળ કે કબીલો (clan). ગૌતમ બુદ્ધ શાક્ય કુળના હતા. શાક્યો રાજકીય દૃષ્ટિએ બહુ શક્તિશાળી ન હતા. ઈ. પૂ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં શાક્યોએ કોશલની સર્વોપરિતા સ્વીકારી હતી. શાક્યો સૂર્યવંશી તથા ઇક્ષ્વાકુ કુળના હોવાનો દાવો કરતા હતા અને પોતાને કોશલના લોકો માનતા હતા. તેથી રાજા પ્રસેનજિત પોતાને ગૌતમ…

વધુ વાંચો >

શાખ (credit)

શાખ (credit) : ધંધાદારી ભાષામાં શાખ એટલે સુપ્રતિષ્ઠા, આંટ, આબરૂ અથવા પત. વિવિધ પ્રકારના વ્યાપાર-ધંધામાં એવી સ્વૈચ્છિક ગોઠવણ ઉત્પન્ન થઈ હોય છે કે જેને પરિણામે એક વેપારી બીજાને એની શાખ પર માલ આપે. શાખ પર માલ પૂરો પાડી શકાય અથવા સેવા પણ પૂરી પાડી શકાય. સ્ટ્રાઉડ્સની જ્યુડિસિયલ ડિક્ષનરી પ્રમાણે રોકડાં…

વધુ વાંચો >

શાખધિરાણ સહકારી મંડળી

શાખધિરાણ સહકારી મંડળી : પરસ્પર સહકાર દ્વારા આર્થિક હિત સાધવાના હેતુથી સ્થપાયેલી મંડળી. શાખધિરાણ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સભ્યોનું આર્થિક હિત કેન્દ્રસ્થાને હોય છે. મંડળીના સભ્યો સામાન્ય રીતે એકબીજાથી પરિચિત હોય છે, એકબીજાની જરૂરિયાતો માટે સભાન હોય છે અને એકમેકની પ્રગતિમાં રસ ધરાવતા હોય છે. મંડળીના સભ્યોમાં…

વધુ વાંચો >

શાખ-નિયમન

શાખ–નિયમન : દેશની વ્યાપારી બૅંકો દ્વારા રોકાણકારોને અપાતી શાખનું વિસ્તરણ અને સંકોચન કરવા સારુ મધ્યસ્થ બૅંક દ્વારા વખતોવખત નિર્ધારિત કરવામાં આવતા નિયમો. સાદી ભાષામાં કહીએ તો મધ્યસ્થ બૅંક દ્વારા શાખની વૃદ્ધિ અથવા સંકોચ કરવા માટે લાદવામાં આવતાં નિયમનો. જ્યારે કોઈ પણ દેશની સરકાર પોતાના મૂડીખર્ચ અથવા મહેસૂલી ખર્ચ માટે ખાધપૂરક…

વધુ વાંચો >

શાખપત્ર (વાણિજ્યિક)

શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી…

વધુ વાંચો >

શાખાકારી જળપરિવાહ

શાખાકારી જળપરિવાહ : જુઓ નદી.

વધુ વાંચો >

શાગાલ, માર્ક (Chagall Marc)

શાગાલ, માર્ક (Chagall Marc) (જ. 7 જુલાઈ 1887, વિટૅબ્સ્ક, રશિયા; અ. ?) : મધુર સ્વપ્નિલ ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર; પરાવાસ્તવવાદી (surrealistic) ચિત્રકલાના અગ્રયાયી. પોલૅન્ડની સરહદ નજીક આવેલા નાનકડા રશિયન ગામડા વિટૅબ્સ્કમાં એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. એમને આઠ ભાઈ-બહેન હતાં. કુંટુંબ ગરીબ કહી શકાય તેવું નહિ, પણ…

વધુ વાંચો >

શાજાપુર

શાજાપુર : મધ્યપ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 2૩° 00´થી 24° 15´ ઉ. અ. અને 75° 45´થી 77° 00´ પૂ. રે. વચ્ચેનો 6,196 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો, ઈશાન અને પૂર્વમાં રાજગઢ જિલ્લો, અગ્નિકોણમાં…

વધુ વાંચો >

શાતકર્ણિ 1લો

શાતકર્ણિ 1લો (ઈ. સ. પ્રથમ સદી) : શાતવાહન વંશનો રાજા અને કૃષ્ણનો પુત્ર. સાતવાહનોની ઓળખ વિશે ઇતિહાસકારોમાં જુદા જુદા મત પ્રચલિત છે. પુરાણોમાં સાતવાહનોનો ઉલ્લેખ આંધ્રભૃત્ય કે આંધ્ર તરીકે કરવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્યમાં તે શાલિવાહનના નામે જાણીતા છે. સાતવાહનો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના તળેટીના પ્રદેશમાં વસતા હતા. પુરાણોમાં આ…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ

Jan 10, 2006

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ (જી. બી. પટેલ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, હાથીજણ) : ગુજરાતની એક નોંધપાત્ર વ્યાયામશિક્ષણ શાળા. ભારતની આઝાદી માટે ગુજરાતમાં જનજાગૃતિ પેદા કરનારા પુરાણીબંધુઓ છોટુભાઈ અને અંબુભાઈએ અમદાવાદમાં ચાલતી વ્યાયામશાળાઓના કાર્યકર્તાઓને ખાડિયા જૂની પોલીસ ચોકી પાસે એકત્ર કર્યા. ત્યાં જ મકાન ભાડે રાખીને સમસ્ત અમદાવાદ શહેરમાં ચાલતી વ્યાયામ-પ્રવૃત્તિઓને…

વધુ વાંચો >