ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અશ્મક દેશ
અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે…
વધુ વાંચો >અશ્મિલ
અશ્મિલ (fossils) : ભૂગર્ભમાં પ્રસ્તરરૂપે પરિવર્તન પામેલી સજીવોની સંપત્તિ. ઉત્ક્રાંતિ દરમિયાન અનેક જાતનાં સજીવો કાંપ અથવા ખડકોમાં સપડાયેલાં તે દટાઈને પ્રાચીન કાળથી ખડકોમાં રક્ષિત સ્થિતિમાં રહેલાં. તે અવશેષો કે છીપને અશ્મિ કહે છે. યુરેનિયમ (U238) અને કાર્બન (C14)જેવાં રેડિયો સમસ્થાનિકો(isotopes)ની મદદથી અશ્મિલોનાં પૂર્વવર્તી સજીવોના અસ્તિત્વનો સમય નક્કી થાય છે. અશ્મિલો…
વધુ વાંચો >અશ્મિલ દ્વિઅંગી
અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે. શેવાળમાં કાર્બોનિફેરસ…
વધુ વાંચો >અશ્મીલભવન
અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે…
વધુ વાંચો >અશ્મીલભૂત ઇંધન
અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે.…
વધુ વાંચો >અશ્રુ
અશ્રુ (1942) : મરાઠી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા વિ. સ. ખાંડેકરની આ કથામાં આસપાસના બાહ્ય વિશ્વમાં પ્રવર્તતાં ‘સત્ય અને દંભ, ત્યાગ અને સ્વાર્થ, માણસાઈ અને રાક્ષસીપણું એ દ્વંદ્વો’ની રમત જોઈને તેનું નિરૂપણ કર્યું છે. આ કથાનું કેન્દ્ર શંકર નામનું પાત્ર છે. શંકરમાં લેખકે મધ્યમ વર્ગના, અને તે પણ નીચલા મધ્યમ…
વધુ વાંચો >અશ્રુમતી
અશ્રુમતી (1895) : ઐતિહાસિક વસ્તુવાળું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. શ્રી દેશી નાટક સમાજે ઈ. સ. 1895-96માં ભજવ્યું હતું. લેખકનાં આગલાં નાટકો કરતાં આ નાટકની ભાષા વધારે અસરકારક અને ઔચિત્યપૂર્ણ છે. સંવાદમાં લય અને આરોહઅવરોહ ઉપરાંત ભાવસભરતા છે. જયંતિ દલાલે એ જ નામે તેને ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો…
વધુ વાંચો >અશ્રુવાયુ
અશ્રુવાયુ (tear gas) : આંખમાં બળતરા ઉત્પન્ન કરી વિપુલ પ્રમાણમાં આંસુ લાવનાર (lachrymators) અને આંખ ઉઘાડવાનું પણ મુશ્કેલ બનાવનાર વાયુરૂપ પદાર્થો. બેકાબૂ ટોળાને વિખેરવા સામાન્ય રીતે આ પદાર્થો વપરાય છે. આ પદાર્થોમાં હેલોજન અવશ્ય હોય છે અને તે ઘન કે પ્રવાહી રૂપે કે હાથબૉમ્બ (ગ્રેનેડ) રૂપે પણ હોઈ શકે. આ…
વધુ વાંચો >અશ્વ અક્ષાંશ
અશ્વ અક્ષાંશ (horse latitude) : ઉ. અને દ. ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં 30° થી 35° ઉ. અને દક્ષિણ અક્ષાંશ વચ્ચેના પટાઓનું ક્ષેત્ર. તે પશ્ચિમી પવનો અને વ્યાપારી પવનો વચ્ચે આવેલું છે. સૂર્યની સાથે આ પટાઓ ઉત્તરદક્ષિણ થોડા સરકે છે. વિષુવવૃત્ત તથા ધ્રુવવૃત્તમાં ગરમ થયેલી હવા અહીં ઊતરે છે. બંને ગોળાર્ધમાં આવેલાં…
વધુ વાંચો >અશ્વગંધા
અશ્વગંધા : દ્વિદળી આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Withania somifera Dunal. છે. ભોંયરીંગણી, ધતૂરો, તમાકુ અને રાતરાણી તેનાં સહસભ્યો છે. સં. अश्वगंधा; હિં. असगंध. તારાકાર નાની રુંવાટીવાળો બારમાસી અનુક્ષુપ (undershrub). પીલુડી કે કોમળ આકડા જેવાં પાન. પીળાં-લીલાં પંચાવયવી પુષ્પો. દલપુંજ સાથે જોડાયેલાં પુંકેસર. બીજાશય બે. પ્રારંભમાં લીલું…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >