ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અગ્રવાલ, શ્રીમન્નારાયણ
અગ્રવાલ, શ્રીમન્નારાયણ (જ. 17 જુલાઈ 1912, ઇટાવા; અ. 3 જાન્યુઆરી 1978, ગ્વાલિયર) : રાજકીય નેતા અને ગાંધીવિચારના અર્થશાસ્ત્રી. તેઓ અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા હતા. વર્ધામાં ઘણો સમય ગાંધીજી સાથે કાર્ય કર્યા બાદ 1942માં ‘ભારત છોડો’ની લડતમાં જોડાયેલા. તેમણે વર્ધામાં સક્સેરિયા કૉલેજની સ્થાપના કરેલી અને તે કૉલેજના આચાર્ય…
વધુ વાંચો >અગ્રાહી આત્માર કાહિની
અગ્રાહી આત્માર કાહિની (1969) : અસમિયા નવલકથા. લેખક સૈયદ અબદુલ મલિક. તેને સાહિત્ય અકાદમીનો 1972નો પુરસ્કાર મળેલો. એમાં સાંપ્રતકાળમાં મધ્યમ વર્ગના કુટુંબની વીતકકથા આલેખાઈ છે. એનાં મુખ્ય પાત્રો ત્રણ છે : શશાંક, નિરંજન અને અપરા. ત્રણેય ગૃહ વિનાનાં, સંગી-સાથી વિનાનાં, લગભગ જીવનમાંથી ફેંકાઈ ગયેલાં. એક રીતે તે આધુનિક માનવીનાં પ્રતીક…
વધુ વાંચો >અગ્લાઇઆ
અગ્લાઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અથવા નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનું વિતરણ ઇંડો-મલેશિયન પ્રદેશ, ચીન, ઉષ્ણકટિબંધીય ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપોમાં થયેલું છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ થાય છે. તેના સહ-સભ્યો લીમડો, રોહીડો, તુન, મહોગની છે. આ પ્રજાતિની જાણીતી કેટલીક જાતિઓમાં Aglaia…
વધુ વાંચો >અઘેડી (કાળી)
અઘેડી (કાળી) : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Peristrophe bicalyculata Nees. [સં. अपामार्ग, काकजंघा, नदीक्रान्ता; હિં. अत्रीलाल, चीरचीरा; ગુ. અઘેડી (કાળી)] છે. પડતર જમીન ઉપર અથવા વાડ તથા ઝાંખરાં પર ચડતા 1થી 1.5 મી. ઊંચા, ચારથી છ ખૂણાવાળા, ફેલાતા છોડવાઓ. સાદાં રુવાંટીવાળાં અંડાકાર ઘટ્ટ પર્ણો. ગુલાબી…
વધુ વાંચો >અઘેડો (મોટો અઘેડો)
અઘેડો (મોટો અઘેડો) : દ્વિદળી વર્ગના ઍમેરેન્થેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achyranthes aspera L. (ઠ્ઠદ્વ. अपामार्ग; હિં. लटजीरा; चीरचीरा; મ. અઘાડા; ગુ. અઘેડો) છે. રુવાંટીવાળો એકવર્ષાયુ, 30થી 120 સેમી. ઊંચો જંગલી છોડ. ચાર ખૂણાવાળું ચોરસ પ્રકાંડ. પર્ણો અંડાકાર, પરસ્પર સન્મુખ. પુષ્પો આછાં લીલાં કે સફેદ, પુષ્પદંડ ઉપર નીચે વળેલાં.…
વધુ વાંચો >અઘોરપંથ
અઘોરપંથ : આમ જનસમાજમાં ‘ઔઘડપંથ’ નામે ઓળખાતો આ પંથ ક્યારેક ‘સરભંગ’ કે ‘અવધૂત’ પંથના નામે પણ ઓળખાય છે. આ મતનાં મૂળ અથર્વવેદમાં મનાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં ‘याते ऱुद्र शिवातनूरधोरा पापनाशिनी’ જેવા મંત્રોમાં શિવ પરત્વે અઘોર શબ્દનો પ્રયોગ થયો છે. માર્કોપોલો, પ્લીની, એરિસ્ટોટલ વગેર પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અઘોરપંથની બાબતના સંકેત કર્યા…
વધુ વાંચો >અચપલ
અચપલ : અઢારમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક અને કવિ. તેઓ ઉચ્ચ કોટીના ગાયક હતા તથા અસાધારણ કવિત્વશક્તિ ધરાવતા હતા. તેઓ ‘અચપલ’ તખલ્લુસથી કાવ્યો લખતા અને પોતે રચેલાં ગીતોને શાસ્ત્રીય સંગીતની બંદિશોમાં ઢાળતા. ખયાલ ગાયક તરીકે તેમણે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમની કવિતામાં…
વધુ વાંચો >અચલપુર
અચલપુર : આ શહેર મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લામાં આવેલું છે. આ શહેર એલિચપુર અને ઇલિયાચપુર તરીકે પણ ઓળખાતું હતું. તે વિદર્ભ પ્રદેશમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન, પરિવહન અને વસ્તી : અચલપુર 21 16´ ઉ. અ. અને 77 31´ પૂ. રે. પર આવેલું છે. જેનો વિસ્તાર 35 ચો. કિમી. જેટલો છે. જ્યારે વસ્તી…
વધુ વાંચો >અચલા
અચલા : બંગાળી નવલકથાકાર શરદ્ચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘ગૃહદાહ’ની નાયિકા. એણે પિતાનો વિરોધ વહોરી, પોતે બ્રહ્મો સમાજી હોવા છતાં બ્રાહ્મણ મહિમ જોડે લગ્ન કર્યાં. લગ્ન પછી એને મહિમની તરફ પ્રેમ હોવા છતાં એ તેના મિત્ર સુરેશ પ્રત્યે પણ આકર્ષાઈ. સુરેશની ઉદ્દંડતાને કારણે સુરેશ એનો પ્રેમ પૂરો મેળવી ન શક્યો, પરંતુ અચલાએ…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >