૧.૩૪
આકાસાકી ઇસામુ (Akasaki Isamu)થી આઝમખાન
આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu)
આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu) (જ. 30 જાન્યુઆરી 1929, કાગોશિમા પ્રીફૅક્ચર, જાપાન; અ. 1 એપ્રિલ 2021 નાગોયા, એઇચી, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને શૂજી નાકામુરા તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. આકાસાકીએ 1952માં ક્યોટો યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >આકાંક્ષા
આકાંક્ષા : પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ એક પદની અન્ય પદ સાથે જોડાવાની અપેક્ષા. નામ, સર્વનામ, વિશેષણ અને અવ્યય શબ્દો સુબન્ત (વિભક્તિ, પ્રત્યયાન્ત) હોય અને ધાતુઓ તિઙન્ત (કાલવાચી કે અર્થવાચી પ્રત્યયાન્ત) હોય ત્યારે તે પદ બને. અમુક એક પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ પરસ્પર સંબંધમાં આવેલાં પદોનો સમૂહ તે વાક્ય.…
વધુ વાંચો >આક્રમક વર્તન
આક્રમક વર્તન (aggressive behaviour) : કોઈ વસ્તુ કે વ્યક્તિને ઇરાદાપૂર્વક ઈજા, હાનિ કે નુકસાન કરનારું વર્તન. સમાજમાં આવા આક્રમક વર્તનનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી આજના સમાજવિજ્ઞાનીઓને માટે એ ચિંતાનો વિષય બની ગયું છે. આક્રમક વર્તન સહજવૃત્તિ તરીકે : કેટલાક અભ્યાસીઓ માને છે કે આક્રમક રીતે વર્તવાની જન્મજાત સહજવૃત્તિ માણસમાં…
વધુ વાંચો >આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ
આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ : એક સ્વતંત્ર રાજ્ય દ્વારા બીજા સ્વતંત્ર રાજ્ય પર થતો સશસ્ત્ર હુમલો તે મહદઅંશે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. જોકે મહાસત્તાઓ તેમની વિશાળ તાકાતનો ઉપયોગ દુનિયાના કોઈ પણ ભાગમાં કરતી જણાઈ છે. આ પ્રકારનાં કૃત્ય કે નીતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો જોવામાં આવે છે…
વધુ વાંચો >આક્રા
આક્રા : ગિનીના અખાત પર આવેલું ઘાનાનું રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 5° 33´ ઉ. અ. ૦° 13´ પ. રે. ઘાનાના સૌથી મોટા આ શહેરના કિનારા નજીક ટેમા નામનું જોડિયું શહેર તેમજ બંદર પણ છે. ઘાના યુનિવર્સિટી આ શહેરમાં આવેલી છે. ત્યાં ઑઇલ રિફાઇનરી તેમજ ઍલ્યુમિનિયમ પ્લાન્ટ આવેલાં…
વધુ વાંચો >આક્રોશ
આક્રોશ : 1981માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સુવર્ણમયૂર પ્રાપ્ત કરનાર હિન્દી ફિલ્મ. કથા : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. મુખ્ય અભિનય : ઓમ્ પુરી, સ્મિતા પાટિલ, નસીરૂદ્દીન શાહ, અમરીષ પુરી. એક આદિવાસી સોન્યાને તેની પત્નીનું ખૂન કરવાના આરોપસર પોલીસ પકડે છે. એ આ ઘટનાથી એટલો હેબતાઈ ગયો છે, કે…
વધુ વાંચો >આખ્યાન
આખ્યાન : મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકાર. આખ્યાન શબ્દનો અર્થ થાય છે, કથાનું સવિસ્તર કથન. કાવ્યશાસ્ત્રકાર ભોજ એમના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનને શ્રાવ્યકાવ્યનો એક પ્રકાર કહે છે. આખ્યાન વિશે એમણે કહ્યું છે કે કોઈ પણ એક ગ્રાન્થિક એટલે કથા કહેનાર એકલો જ ગોવિન્દાખ્યાન જેવી પૌરાણિક કથાને ગાયન, વાદન, અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરે,…
વધુ વાંચો >આખ્યાયિકા
આખ્યાયિકા : સંસ્કૃત ગદ્યસાહિત્યનો આત્મકથાત્મક પ્રકાર. તેમાં કથાનાયક પોતે જ પોતાનું વૃત્તાંત કહે છે. તે સત્ય ઘટના પર આધારિત હોય છે. શરૂઆતમાં મંગલશ્લોક, પછી રાજાની પ્રશંસા, કવિવંદના, પરગુણસંકીર્તન અને દુર્જનનિંદા આવી શકે. ત્યારબાદ કવિના વંશની વિસ્તૃત માહિતી ગદ્યમાં રજૂ થાય. આખ્યાયિકામાં પ્રકરણો હોય છે અને તેને ઉચ્છવાસ કહેવાય છે. તેમાં…
વધુ વાંચો >આગગાડી
આગગાડી (1934) : ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ચન્દ્રવદન મહેતા (19૦1–1991). બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવેલો. નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઇવર જ્હૉન્સના તુમાખીભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે…
વધુ વાંચો >આજીવિક
આજીવિક : શ્રમણ પરંપરાની એક શાખા. જેમ જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાની શાખાઓ છે, તેમ આજીવિક પણ શ્રમણ પરંપરાની શાખા છે. તે પણ જૈન-બૌદ્ધ શાખાઓ જેટલી પ્રાચીન છે. બુદ્ધ-મહાવીરના સમયમાં તે બહુ જાણીતી હતી અને તેના અનુયાયીઓ પણ ઘણા હતા – ખાસ કરીને મગધ અને કોસલમાં, રાજપુરુષો સહિત સમાજના વિવિધ…
વધુ વાંચો >આજુર્દા, મોહંમદ ઝયાં
આજુર્દા, મોહંમદ ઝયાં (જ. 17 માર્ચ 1945, અમૃતસર, પંજાબ) : કાશ્મીરી લેખક. તેમના નિબંધસંગ્રહ ‘એસેઝ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. (ઉર્દૂ), બી.એડ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી 1973માં તેઓ કાશ્મીર યુનિવર્સિટીના ઉર્દૂ ભાષાના વિભાગમાં…
વધુ વાંચો >આજ્ઞાપત્ર
આજ્ઞાપત્ર (1716) : મધ્યકાલીન મરાઠા રાજ્યતંત્રનો ગ્રંથ. કોલ્હાપુરના રાજા શંભુ છત્રપતિની પ્રેરણાથી એના પ્રધાન રામચન્દ્રે એની રચના કરેલી. એમાં 9 પ્રકરણો છે. પહેલાં 2 પ્રકરણોમાં શિવાજી દ્વારા સ્વરાજ્યની સ્થાપના, તથા સંભાજી અને રાજારામ દ્વારા એના સંરક્ષણ અને સ્થિરીકરણની ચર્ચા છે. ત્રીજા પ્રકરણથી રાજ્યશાસ્ત્રવિષયક ગંભીર ચિંતન છે. એમાં રાજાના ગુણો તથા…
વધુ વાંચો >આઝટેક તિથિપત્ર
આઝટેક તિથિપત્ર (calendar) : મેક્સિકોની આઝટેક પ્રજાએ તૈયાર કરેલું તિથિપત્ર. આ તિથિપત્રમાં બે પ્રકારનાં વર્ષો ગણવામાં આવતાં : ધાર્મિક વિધિઓ માટેનું અને વહીવટી કામકાજ માટેનું. પહેલું 2૦ દિવસના મહિના લેખે, 13 મહિનાનું 26૦ દિવસનું વર્ષ અને બીજું 2૦ દિવસના 18 મહિનાવાળું વહીવટી સૌર વર્ષ, જેમાં પાંચ દિવસ છૂટના રાખીને 365…
વધુ વાંચો >આઝમખાન
આઝમખાન (જ. 1573, સાવા, ઈરાન; અ. 1649) : શાહજહાંના સમયમાં ઈ. સ. 1635-1643 સુધી ગુજરાતનો સૂબો. મૂળ નામ મુહંમદ બાકિર. ઈરાનથી ભારત આવ્યો ત્યારે તેની સિયાલકોટના ફોજદાર તરીકે નિમણૂક થઈ હતી. મીરઝા જાફર આસફખાનની પુત્રી સાથે તેનું લગ્ન થયેલું. નૂરજહાંના ભાઈ અને જહાંગીરનાં વડા વજીર આસફખાન દ્વારા બઢતી મળતાં ખાનસામા…
વધુ વાંચો >