આક્રા : ગિનીના અખાત પર આવેલું ઘાનાનું રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 5° 33´ ઉ. અ. ૦° 13´ પ. રે. ઘાનાના સૌથી મોટા આ શહેરના કિનારા નજીક ટેમા નામનું જોડિયું શહેર તેમજ બંદર પણ છે. ઘાના યુનિવર્સિટી આ શહેરમાં આવેલી છે. ત્યાં ઑઇલ રિફાઇનરી તેમજ ઍલ્યુમિનિયમ પ્લાન્ટ આવેલાં છે. હાલમાં આક્રાથી પૂર્વમાં લગભગ 25 કિમી. દૂર ટેમા નવું બંદર વિકસાવવામાં આવ્યું છે. આ શહેર આંતરરાષ્ટ્રીય હવાઈમથક પણ છે. ઘાનાની મોટાભાગની આયાત –  નિકાસ આ બંદર શહેર મારફતે થાય છે. વસ્તી 42 લાખ (2020).

A drone footage of Accra central, Ghana

અકરા સેન્ટ્રલ, ઘાના

સૌ. "A drone footage of Accra central, Ghana" | CC BY-SA 4.0

મહેશ મ. ત્રિવેદી