૧.૨૫

અસ્થિમજ્જા-પ્રતિરોપણથી અહિંસા

અસ્થિમજ્જા-પ્રતિરોપણ

અસ્થિમજ્જા–પ્રતિરોપણ (bone-marrow transplantation) : દાતાની અસ્થિમજ્જાને દર્દીમાં રોપવાની ક્રિયા. દર્દીમાં લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને અથવા તેનામાં રોગપ્રતિકારશક્તિ(પ્રતિરક્ષા, immunity)ને ફરી શરૂ કરવા માટે અસ્થિમજ્જાનું પ્રતિરોપણ કરવામાં આવે છે. આ જીવનરક્ષક સારવારના પ્રથમ પ્રયોગો, જેકોબસને 1951માં ઉંદરો પર કર્યા હતા. હાલ આ ચિકિત્સાપદ્ધતિ લોહીના તથા પ્રતિરક્ષાના કેટલાક રોગોમાં ઉપયોગી માલૂમ પડી…

વધુ વાંચો >

અસ્થિમત્સ્યો

અસ્થિમત્સ્યો (osteichthyes) હાડકાનું અંત:કંકાલ ધરાવતી માછલીઓ. હાલમાં જીવતી હનુધારી (gnathostoma) માછલીઓ બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચાયેલી છે : ટીલિયૉસ્ટોમી અને ઇલૅસ્મોબ્રૅકિયેમૉર્ફી. લુપ્ત માછલીઓનો સમાવેશ કરવામાં આવે તો આ વર્ગો વચ્ચેની ભિન્નતા અસ્પષ્ટ બને છે. શક્ય છે કે ટીલિયૉસ્ટોમી માછલીઓ એક યા બીજા તબક્કે વાતાશયો (air bladders) ધરાવતી હોય. આજે જીવતી બધી…

વધુ વાંચો >

અસ્થિમૃદુતા

અસ્થિમૃદુતા (osteomalacia) : કૅલ્શિયમ અથવા વિટામિન-‘ડી’ની ઊણપથી પુખ્તવયે હાડકાનું પોચું પડી જવું તે. ચયાપચયી (metabolic) વિકારને કારણે કૅલ્શિયમયુક્ત હાડકામાંથી કૅલ્શિયમ સતત ઘટતું રહે છે. તેને સ્થાને અસ્થિદ્રવ્ય (osteoid) જમા થતું રહે છે. બાળકોમાં થતા આવા જ અસ્થિ અને કાસ્થિ(cartilage)ના વિકારને સુકતાન (rickets) કહે છે. અસ્થિમૃદુતાવાળા કરોડ-સ્તંભ(મેરુદંડ)ના મણકા, નિતંબ તથા પગનાં…

વધુ વાંચો >

અસ્થિરોગ, પૅજેટનો

અસ્થિરોગ, પૅજેટનો : વધારે પ્રમાણમાં બનતા નવા અસ્થિને કારણે થતી હાડકાંની ઘટ્ટતાનો રોગ. સર જેમ્સ પૅજેટ (1812–99) નામના લંડનના સર્જ્યનના નામ પરથી આ રોગનું નામકરણ થયું છે. ખાસ કરીને 4૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓના કરોડના મણકા, નિતંબ, જાંઘ તથા પગનાં હાડકાંમાં તેની વધુ અસર જણાય છે. અસ્થિભક્ષી કોષ (osteoclast) દ્વારા…

વધુ વાંચો >

અસ્થિવિચલન

અસ્થિવિચલન (dislocation of bone) : સાંધામાંથી હાડકાનું ખસી જવું તે. હાડકાની સંધિસપાટીઓ (articular surfaces) ખસી જાય પણ એકબીજાના સંપર્કમાં રહે ત્યારે તેને હાડકાનું ઉપવિચલન (subluxation) કહે છે અને તે કોઈ પણ જાતનો સંપર્ક ન જાળવી શકે ત્યારે તેને હાડકાનું વિચલન કહે છે. હાડકાનું વિચલન અને ઉપવિચલન જન્મજાત, રોગજન્ય, ઈજાજન્ય કે…

વધુ વાંચો >

અસ્થિવિચલન, પુનરાવર્તી

અસ્થિવિચલન, પુનરાવર્તી : હાડકાનું વારંવાર ખસી જવું તે. શરૂઆતમાં ક્યારેક ખસી ગયેલું હાડકું સંધિબંધ (ligament) અને સંધિસપાટીઓ(articular surfaces)ને એવી ઈજા પહોંચાડે છે કે તેથી તે સાંધાનું હાડકું વારંવાર ખસી જાય છે. અગાઉની આ ઈજા જોરદાર હોવી જરૂરી નથી અને મોટેભાગે ખૂબ જોરથી થયેલી ઈજા બાદ, પુનરાવર્તી અસ્થિવિચલન થતું પણ નથી.…

વધુ વાંચો >

અસ્થિશોથ, સમજ્જા

અસ્થિશોથ, સમજ્જા (osteomyelitis) : હાડકાનો તથા તેના પોલાણમાં આવેલી મજ્જાનો ચેપ (infection). તેને અસ્થિ–અસ્થિમજ્જાશોથ પણ કહી શકાય. પરુ કરતા પૂયકારી જીવાણુ(pyogenic bacteria)થી થતા શોથ(inflammation)ને સમજ્જા અસ્થિશોથ કહે છે. ક્ષય અને ઉપદંશ (syphilis) પણ આવો સમજ્જા અસ્થિશોથ કરે છે. સમજ્જા અસ્થિશોથ ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic) પ્રકારનો હોય છે. ઉગ્રશોથ, શિશુઓ…

વધુ વાંચો >

અસ્થિસંધિશોથ

અસ્થિસંધિશોથ (osteoarthritis) : ઘસારાને કારણે થતો હાડકાનો પીડાકારક સોજો. સાંધામાં પાસ-પાસે આવેલાં હાડકાંના છેડાઓ પર કાસ્થિ (cartilage) હોય છે. આ કાસ્થિ હાડકાંની સંધિસપાટી (articular surface) બનાવે છે. કાસ્થિ દેખાવમાં કાચ જેવું લીસું અને સફેદ હોય છે. સુંવાળું હોવાથી હલનચલનમાં અનુકૂળ રહે છે. કાસ્થિના ઘસારાથી તેને સ્થાને નવું હાડકું બને છે.…

વધુ વાંચો >

અસ્પૃશ્યતા

અસ્પૃશ્યતા : હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવેલી અમુક વર્ણના લોકોને અસ્પૃશ્ય ગણવાની પ્રથા. સવર્ણ હિન્દુઓએ અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી તેને નાગરિક તરીકેના સામાન્ય હક્કોથી પણ વંચિત રાખી. વૈદિક યુગમાં અસ્પૃશ્યતા ન હતી. પરંતુ તેનાં મૂળ વર્ણ અને જ્ઞાતિવ્યવસ્થામાં છે. અસ્પૃશ્યોને પંચમ વર્ણ તરીકે ઓળખવામાં આવતા. બૌદ્ધ ધર્મના પતન પછી અસ્પૃશ્યતા…

વધુ વાંચો >

અસ્યુત

અસ્યુત : ઇજિપ્તનું શહેર. તે નાઇલ નદીને કિનારે અલ-મિન્યા અને સોહાજ વિભાગોની વચ્ચે આવેલું છે. વસ્તી શહેર : 28,43,૦૦૦ (1995). ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. તેનું પ્રાચીન નામ લિકોપોલિસ હતું. પ્રાચીન ઇજિપ્તમાં સ્યુત તરીકે ઓળખાતું અસ્યુત શહેર શિયાળનું મુખ ધરાવતા ‘વેપવાવેટ’ ભગવાનની પૂજાનું મુખ્ય કેન્દ્ર હતું. નવપ્લુટોવાદી તત્વચિંતક પ્લૉટિનસનું…

વધુ વાંચો >

અહલુવાલિયા, જસબીરસિંઘ

Jan 25, 1989

અહલુવાલિયા, જસબીરસિંઘ (જ. 5 ફેબ્રુઆરી 1935, લુધિયાણા, પંજાબ, અ. 19 એપ્રિલ 2019, ચંદીગઢ, પંજાબ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ., પીએચ.ડી. પંજાબ મુલકી સેવામાં અધિકારી. મહદંશે પંજાબીમાં પ્રયોગવાદના પ્રવર્તક તરીકે જાણીતા. માર્ક્સવાદ અને પ્રગતિવાદની અસરના પ્રતિકાર રૂપે આ વહેણ 195૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પ્રગટ થયું હતું. અહલુવાલિયાએ પંજાબીમાં…

વધુ વાંચો >

અહલુવાલિયા, રોશનલાલ

Jan 25, 1989

અહલુવાલિયા, રોશનલાલ (જ. 191૦) : પંજાબી નાટ્યકાર તથા વાર્તાકાર. વતન લુધિયાણા (પંજાબ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ત્યાં લઈને પછી સ્નાતક સુધીનું શિક્ષણ અમૃતસરમાં લીધું. બી.એ.માં અંગ્રેજી વિષય લઈને, સુવર્ણચંદ્રક મેળવ્યો. એમ.એ. પણ અમૃતસરમાં જ અંગ્રેજી વિષય લઈને કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. પછી તિબ્બી કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા. કૉલેજના…

વધુ વાંચો >

અહલે હદીથ

Jan 25, 1989

અહલે હદીથ (હદીસ) : ભારત-પાક-બાંગલાદેશ ઉપખંડના મુસ્લિમોના બે મુખ્ય સંપ્રદાયોમાંથી એક, અહલે સુન્નત વલજમાઅત, જે ‘સુન્ની’ નામથી વધુ જાણીતો છે. તેના એક પંથના અનુયાયીઓ અહલે હદીથ કહેવાય છે. તેઓ બીજા સુન્ની મુસ્લિમોથી અમુક ગૌણ બાબતોમાં મતભેદ ધરાવે છે, પણ મૂળભૂત મુખ્ય ધાર્મિક સિદ્ધાંતોમાં સુન્ની સંપ્રદાયને અનુસરે છે. અહલે હદીથ-પંથીઓ કુરાન…

વધુ વાંચો >

અહલ્યા

Jan 25, 1989

અહલ્યા : વાલ્મીકિરામાયણમાં જેનો ઉલ્લેખ છે તે, રામચંદ્રજીના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલી ગૌતમઋષિની પત્ની. હલનો અર્થ થાય છે કુરૂપતા. તેનામાં કુરૂપતા લેશમાત્ર નહિ હોવાથી બ્રહ્માએ તેનું નામ ‘અહલ્યા’ પાડ્યું હતું. તેના પિતાનું નામ મુદગલ હતું. બીજા મતે મેનકા તેની માતા અને વૃદ્ધાશ્વ તેના પિતા હતાં. વાલ્મીકિરામાયણ પ્રમાણે બ્રહ્માએ સત્યયુગમાં તેનું સર્જન…

વધુ વાંચો >

અહલ્યાબાઈ

Jan 25, 1989

અહલ્યાબાઈ (જ. 31 મે 1725, જામખેડ, ચૌંડ, તા. બીડ, જિ. અહમદનગર; અ. 13 ઑગસ્ટ 1795, મહેશ્વર, ઈન્દોર, મધ્યપ્રદેશ) : કર્તવ્યપરાયણ, દાનશીલ, પ્રજાભિમુખ અને બાહોશ શાસક તરીકે ખ્યાતિ પામેલ સાધુચરિત રાણી. પિતા માણકોજી ચૌંડના મુખિયા હતા, માતા સુશીલાબાઈ ધર્મપરાયણ ગૃહિણી. ધાર્મિક સંસ્કારો અને હિંદુ રીતરિવાજોના ચુસ્ત વાતાવરણમાં અહલ્યાબાઈનો ઉછેર થયો હતો.…

વધુ વાંચો >

અહવાલે સરકારે ગાયકવાડ

Jan 25, 1989

અહવાલે સરકારે ગાયકવાડ : વડોદરાના ગાયકવાડ રાજાઓનો તેમના રાજ્યના આરંભથી ઈ. સ. 1818 સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ. તેના કર્તા મુનશી સારાભાઈ બાપાભાઈ મહેતા છે, જે ભોળાનાથના પિતા અને મહાન ગુજરાતી સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાના પિતામહ થાય છે. આ ઇતિહાસમાં મરાઠાકાલીન ગુજરાત વિશે માહિતી મળે છે. ઝિયાઉદ્દીન અ. દેસાઈ

વધુ વાંચો >

અહસાની ઉસ્માન

Jan 25, 1989

અહસાની ઉસ્માન (સત્તરમી સદી) : મધ્યકાલીન સિંધી કવિ. તેમણે ઈ. સ. 164૦માં બલૂચિસ્તાનના ભગનાડી ગામેથી હિજરત કરીને સિંધના લખી ગામે વસવાટ કર્યો હતો. સિંધીમાં તેમણે ‘વતનનામા’ કાવ્યરચના કરી છે. અહસાની ઉસ્માન પૂર્વ મધ્યકાલના (સત્તરમી સદીના) કવિ હતા. એમણે ભક્તિમૂલક અનેક ‘બૈતો’ (દોહા અથવા સોરઠા, યા તો દોહા અને સોરઠા બંનેનું…

વધુ વાંચો >

અહિચ્છત્રા

Jan 25, 1989

અહિચ્છત્રા : મહાભારત પ્રમાણે અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. હાલ આ સ્થળ બરેલી જિલ્લામાં રામનગરની પાસે આવેલું છે. શિલાલેખમાં એને અધિચ્છત્ર તરીકે ઓળખાવેલ છે. એનું અહિકક્ષેત્ર એવું નામ પણ મળે છે. જૈન સાહિત્યમાં એને જાંગલ દેશના મુખ્ય શહેર તરીકે વર્ણવ્યું છે. સૌપ્રથમ કનિંગહામે અહીં ખોદકામ કરાવ્યું ત્યારે અશોકકાલીન એક સ્તૂપના…

વધુ વાંચો >

અહિર્બુધ્ન્ય સંહિતા

Jan 25, 1989

અહિર્બુધ્ન્ય સંહિતા : અહિર્બુધ્ન્ય અને નારદના સંવાદરૂપે પૌરાણિક પદ્ધતિએ રજૂ થયેલી સંહિતા વૈદિક યજ્ઞયાગાદિની પરંપરામાં જ્યારે પશુહિંસાએ માઝા મૂકી દીધી ત્યારે એ સામે વૈદિક પ્રણાલીમાંથી વિકસેલા ‘પાંચરાત્ર-સંપ્રદાય’ – ‘સાત્વત સંપ્રદાય’ – ‘ભાગવતમાર્ગ’ – એવાં વૈકલ્પિક નામોએ અસ્તિત્વમાં આવી ને નારાયણની વૈદિક પરિપાટીની ઉપાસનાપદ્ધતિનો સ્વતંત્ર રીતે વિકાસ દર્શાવ્યો. આ માટે સમયના…

વધુ વાંચો >

અહિવાસી, જગન્નાથ મુરલીધર

Jan 25, 1989

અહિવાસી, જગન્નાથ મુરલીધર (જ. 6 જુલાઈ 1901, વ્રજમંડળ, ગોકુળ, ઉત્તરપ્રદેશ; અ. 29 ડિસેમ્બર 1974, વારાણસી, ઉત્તરપ્રદેશ) : ભિત્તિચિત્રવિશેષજ્ઞ કળાકાર. પ્રાથમિક શિક્ષણ વારાસણીમાં. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ચિત્રકળાનો ડિપ્લોમા, મેયો સુવર્ણચંદ્રક અને ડૉલી ખુરશેદજી પુરસ્કાર સહિત મેળવ્યો. ભીંતચિત્રોના ગહન અધ્યયન માટે સરકારી શિષ્યવૃત્તિ મળેલી. 1931થી 1935 સુધી ફેલો અને…

વધુ વાંચો >