અસ્યુત : ઇજિપ્તનું શહેર. તે નાઇલ નદીને કિનારે અલ-મિન્યા અને સોહાજ વિભાગોની વચ્ચે આવેલું છે. વસ્તી શહેર : 28,43,૦૦૦ (1995). ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. તેનું પ્રાચીન નામ લિકોપોલિસ હતું.

Asyut

અસ્યુત શહેરનું એક દ્રશ્ય

સૌ. "Asyut" | CC BY-SA 3.0

પ્રાચીન ઇજિપ્તમાં સ્યુત તરીકે ઓળખાતું અસ્યુત શહેર શિયાળનું મુખ ધરાવતા ‘વેપવાવેટ’ ભગવાનની પૂજાનું મુખ્ય કેન્દ્ર હતું. નવપ્લુટોવાદી તત્વચિંતક પ્લૉટિનસનું આ જન્મસ્થાન હતું. કાપડ અને લાકડા પરની કારીગરીની ભૂતકાળની ભવ્ય પ્રણાલી અસ્યુત શહેરે હજુ પણ જાળવી રાખી છે. શહેરની નૈર્ઋત્યે આવેલી ટેકરીઓ ઉપર ઈ. પૂ. 2,૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો આવેલા છે.

હેમન્તકુમાર શાહ