ખંડ ૧૮

રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ

રિકાર્ડો, ડૅવિડ

રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…

વધુ વાંચો >

રિકેટ્સિયા

રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…

વધુ વાંચો >

રિક્ટર, ઉર્લિક

રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…

વધુ વાંચો >

રિક્ટર, ચાર્લ્સ એફ.

રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…

વધુ વાંચો >

રિક્ટર, બર્ટન

રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

રિક્ટરનો ભૂકંપ આંક

રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.

વધુ વાંચો >

રિક્ટરાઇટ

રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…

વધુ વાંચો >

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…

વધુ વાંચો >

રિખ્તર, ગૅર્હાર્ડ

રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

રિગર્ટ ડૅવિડ

રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…

વધુ વાંચો >

લાઇટનિંગ રિજ

Jan 18, 2004

લાઇટનિંગ રિજ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું ઓપલ(એક ઉપરત્ન, લસણિયા, ક્ષીરસ્ફટિકની ખાણોનું મથક. તે સિડનીથી વાયવ્યમાં આશરે 770 કિમી., વૉલગેટથી ઉત્તરે 75 કિમી. તથા દક્ષિણ ક્વીન્સલૅન્ડની સીમાથી દક્ષિણે 50 કિમી.ના અંતરે આવેલું છે. તે ન્યૂ સાઉથવેલ્સમાં ઓપલની પ્રાપ્તિ માટેનું સારી ઉત્પાદનક્ષમતા ધરાવતું ખાણક્ષેત્ર ગણાય છે; એટલું જ નહિ,…

વધુ વાંચો >

લાઇટ-શિપ

Jan 18, 2004

લાઇટ-શિપ : આધુનિક બંદરમાં પ્રવેશતી એપ્રોચ ચૅનલની હદરેખા પૂરેપૂરી અંકિત કરવાનું તેમજ સિગ્નલ-ઉપકરણથી સજ્જ કરવાનું એક મહત્વનું સાધન. બંદરપ્રવેશમાં માર્ગદર્શન માટેનાં સાધનોમાં દીવાદાંડી અને બોયા (buoys) ઉપરાંત લાઇટ-શિપનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ બધાં સાધનો સિગ્નલો આપે છે. આવા પ્રકારના સિગ્નલોમાં નીચે પ્રમાણેના ગુણધર્મો હોવા જોઈએ : –…

વધુ વાંચો >

લાઇન ટાપુઓ

Jan 18, 2004

લાઇન ટાપુઓ : મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલા, પરવાળાંથી બનેલા ઓછી ઊંચાઈ ધરાવતા છૂટાછવાયા અગિયાર ટાપુઓ. ભૌગોલિક સ્થાન : તે 0° 05´ ઉ. અ. અને 157° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 329 ચોકિમી. (વસ્તીવાળા આઠ ટાપુઓ અને 247 ચોકિમી. વિસ્તારના વસ્તીવિહીન ત્રણ ટાપુઓ) જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિષુવવૃત્તની બંને…

વધુ વાંચો >

લાઇનમ

Jan 18, 2004

લાઇનમ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની એક પ્રજાતિ. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થતી શાકીય અને ક્ષુપીય જાતિઓની બનેલી છે. તેઓ ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશોમાં થાય છે. ભારતમાં તેની ત્રણથી ચાર જાતિઓ થાય છે. Linum bienne Mill syn. L. angustifolium Huds અને L. grandiflorum Desf.…

વધુ વાંચો >

લાઇનર

Jan 19, 2004

લાઇનર : નિયમિત પરિવહન-સેવા આપનાર જહાજ. પૂર્વનિર્ધારિત જળમાર્ગ ઉપર નિશ્ચિત સમયાંતરે વિજ્ઞાપિત દરે પરિવહન-સેવા આપનાર નૌયાન આ છે. ઉતારુ-લાઇનર અને માલવાહક-લાઇનર એમ બે પ્રકારનાં લાઇનર હોય છે. ઉતારુ-લાઇનરો ઝડપી અને સુખસવલતવાળી પ્રવાસ-સેવા આપવામાં અન્યોન્ય સાથે હરીફાઈ કરતાં હોય છે. હવાઈ માર્ગે ઉતારુ પરિવહન-સેવા શરૂ થયા પછી ઉતારુ-લાઇનરના ધંધામાં ઓટ આવી…

વધુ વાંચો >

લાઇનેસી

Jan 19, 2004

લાઇનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી  બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલીસ, કુળ – લાઇનેસી. આ કુળમાં 14 પ્રજાતિઓ અને લગભગ 200 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનું ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ…

વધુ વાંચો >

લાઇનોટાઇપ

Jan 19, 2004

લાઇનોટાઇપ : જુઓ મુદ્રણ.

વધુ વાંચો >

લાઇપઝિગ

Jan 19, 2004

લાઇપઝિગ : જર્મનીના અગ્નિભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 20´ ઉ. અ. અને 12° 23´ પૂ. રે.. પ્રાંતનો કુલ વિસ્તાર 4,966 ચોકિમી. જેટલો છે. તે લાઇપઝિગ પ્રાંતની રાજધાનીનું સ્થળ પણ છે તથા આર્થિક અને વાણિજ્યવિભાગનું મુખ્ય મથક પણ છે. આ શહેર બર્લિનથી નૈર્ઋત્યમાં…

વધુ વાંચો >

લાઇપિડ

Jan 19, 2004

લાઇપિડ : જુઓ જૈવિક એકમો.

વધુ વાંચો >

લાઇફ ઑવ્ એમિલ ઝોલા

Jan 19, 2004

લાઇફ ઑવ્ એમિલ ઝોલા : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1937. નિર્માતા : હેન્રી બ્લૅન્ક. દિગ્દર્શક : વિલિયમ ડિયેટેર્લ (William Dieterle). પટકથા : નૉર્મન રેલી રેને, હેન્ઝ હેરાલ્ડ, ગેઝા હર્ઝેગ (Geza Herczeg). કથા : હેરાલ્ડ અને હર્ઝેગની વાર્તા પર આધારિત. સંગીત : લિયો એફ. ફૉર્બસ્ટિન. મુખ્ય…

વધુ વાંચો >