ખંડ ૧૬

માળોથી મ્હારાં સોનેટ

મેનિસ્પર્મેસી

મેનિસ્પર્મેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં લગભગ 70 પ્રજાતિ અને 400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. તેનું વિતરણ મોટેભાગે પુરોષ્ણકટિબંધીય (paleotropic) પ્રદેશોમાં થયેલું છે. બહુ ઓછી જાતિઓ પૂર્વ ભૂમધ્યપ્રદેશો અને પૂર્વ એશિયા સુધી વ્યાપી છે; પરંતુ યુરોપમાં તેની એક પણ જાતિ સ્થાનિક (indigenous) નથી. ત્રણ પ્રજાતિઓની…

વધુ વાંચો >

મેનીહૉટ

મેનીહૉટ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા યુફૉર્બિયેસી કુળની એક પ્રજાતિ. તે ઊંચું શાકીય, ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપ ધરાવે છે અને બ્રાઝિલ અને અમેરિકાના ગરમ પ્રદેશોનું મૂલનિવાસી છે. ભારતમાં તેની ત્રણ જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. Manihot esculenta Cruntz. syn. M. utilissima Pohl; M. palmata Muell. (તે. કરાપેંડા લામુ; ત.…

વધુ વાંચો >

મૅનેજિંગ એજન્સી

મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…

વધુ વાંચો >

મેન્કેન, એચ. એલ.

મેન્કેન, એચ. એલ. (જ. 12 સપ્ટેમ્બર 1880, બાલ્ટિમૉર અમેરિકા; અ. 29 જાન્યુઆરી 1956) : પ્રભાવક અમેરિકન તંત્રી, નિબંધકાર અને સમાજવિવેચક. તીવ્ર તથા તેજીલા કટાક્ષકાર તેમજ સમર્થ ગદ્યકાર તરીકે તેઓ 1920ના દાયકામાં સવિશેષ ખ્યાતિ પામ્યા. 1924થી ’33 દરમિયાન ‘મર્ક્યુરી’ના તંત્રી તરીકે અને એ અગાઉ 1914થી ’23 દરમિયાન ‘ધ સ્માર્ટ સેટ’ના તંત્રી…

વધુ વાંચો >

મૅન્ગ્રોવ

મૅન્ગ્રોવ : સમુદ્રતટ ઉપર કળણભૂમિમાં થતો વનસ્પતિસમૂહ. તેને ચેરનાં કે ભરતીનાં જંગલો કહે છે. Rhizophora પ્રકારની વનસ્પતિઓ અને ઝાડવાં માટે ‘મૅન્ગલ’ (mangle) શબ્દનો ઉપયોગ અમેરિકનો, સ્પૅનિયાર્ડો અને પૉર્ટુગીઝો કરે છે. આ શબ્દનું પછી ‘મૅન્ગ્રોવ’(mangrove)માં રૂપાંતર થયું છે. વિશ્વમાં ચેરનાં જંગલનો પટ્ટો ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના 30થી વધારે દેશોનો લગભગ 99,300…

વધુ વાંચો >

મેન્ચર, જોન પી.

મેન્ચર, જોન પી. (જ. અ.) : અમેરિકાનાં વિદુષી મહિલા નૃવંશશાસ્ત્રી. તેમણે સ્નાતકની પદવી સ્મિથ કૉલેજમાંથી અને પીએચ. ડી.ની પદવી કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1958માં પ્રાપ્ત કરી. તેમણે 1958 પછીનાં વર્ષોમાં ભારતનાં કેરળ, તામિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં ક્ષેત્રકાર્ય કર્યું હતું. 1969–74ના સમયગાળા દરમિયાન કોલંબિયા યુનિવર્સિટી તરફથી રિસર્ચ એસોસિયેટ તરીકે સંશોધનકાર્ય કર્યું હતું. આ…

વધુ વાંચો >

મેન્જર, કાર્લ

મેન્જર, કાર્લ (જ. 23 ફેબ્રુઆરી 1840, ગાલિસિયા, ઑસ્ટ્રિયા; અ. 26 ફેબ્રુઆરી 1921, વિયેના, ઑસ્ટ્રિયા) : અર્થશાસ્ત્રમાં ઑસ્ટ્રિયન વિચારધારા તરીકે ઓળખાતી વિશિષ્ટ શાખાના સંસ્થાપક. વિયેના અને પ્રાગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ લીધા પછી થોડાક સમય માટે તેમણે નાગરિક સેવાક્ષેત્રે કામ કર્યું. 1873માં વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1890માં આ પદ પરથી સ્વેચ્છાથી…

વધુ વાંચો >

મેન્ઝિઝ, રૉબર્ટ ગૉર્ડન (સર)

મેન્ઝિઝ, રૉબર્ટ ગૉર્ડન (સર) (જ. 20 ડિસેમ્બર 1894, જેપારીટ, વિક્ટોરિયા રાજ્ય, ઑસ્ટ્રેલિયા; અ. 14 મે 1978, મેલબોર્ન, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના રાજનીતિજ્ઞ અને વડાપ્રધાન. 1928માં તેમણે ધારાશાસ્ત્રી તરીકેની ધીકતી કમાણી છોડી વિક્ટોરિયા રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ ત્યાંની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય બન્યા તથા 1934માં…

વધુ વાંચો >

મૅન્ઝેલ, ઍડૉલ્ફ ફૉન

મૅન્ઝેલ, ઍડૉલ્ફ ફૉન (જ. 8 ડિસેમ્બર 1815, બ્રેસ્લો, જર્મની; અ. 9 ફેબ્રુઆરી 1905, બર્લિન, જર્મની) : ઐતિહાસિક પ્રસંગો ઉપરથી રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવતાં ચિત્રો કરવા માટે જાણીતા જર્મન ચિત્રકાર. સ્વશિક્ષિત મૅન્ઝેલને પિતા તરફથી વારસામાં લિથોગ્રાફીનો સ્ટુડિયો મળેલો. તેમાં તેમણે 1844થી 1849 સુધીમાં સર્જેલાં અસંખ્ય મુદ્રણક્ષમ કલાનાં ચિત્રોથી તેમને તત્કાળ પ્રસિદ્ધિ સાંપડી.…

વધુ વાંચો >

મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો

મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો (જ. 7 માર્ચ 1785, મિલાન; અ. 22 મે 1873, મિલાન) : ઇટાલીના કવિ અને નવલકથાકાર. તેમની નવલકથા ‘ધ બિટ્રોથ્ડ’(1825–27)ને પ્રભાવે રાષ્ટ્રવાદી ‘રિસૉર્ગિમેન્ટો’ યુગ દરમિયાન સ્વદેશાભિમાનનો ભારે જુવાળ પ્રગટ્યો હતો. વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓમાં પણ તેની ગણના થાય છે. 1792માં તેમનાં માતાપિતાના છૂટાછેડા પછી, મોટાભાગનું તેમનું બાળપણ ધાર્મિક શાળાઓમાં પસાર…

વધુ વાંચો >

માળો (Nest)

Feb 1, 2002

માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…

વધુ વાંચો >

માંકડ (bed-bug)

Feb 1, 2002

માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…

વધુ વાંચો >

માંકડ, ડોલરરાય રંગીલદાસ

Feb 1, 2002

માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…

વધુ વાંચો >

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ

Feb 1, 2002

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…

વધુ વાંચો >

માંકડ, વિનુ

Feb 1, 2002

માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…

વધુ વાંચો >

માંકડ, હરિલાલ રંગીલદાસ

Feb 1, 2002

માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…

વધુ વાંચો >

માંકડું (Macaque)

Feb 1, 2002

માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…

વધુ વાંચો >

માંગરોળ

Feb 1, 2002

માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…

વધુ વાંચો >

માંગરોળ – મોટા મિયાં

Feb 1, 2002

માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો  તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…

વધુ વાંચો >

માંડણ

Feb 1, 2002

માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી

વધુ વાંચો >