ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મામલુક
મામલુક : ઇજિપ્ત ઉપર ઈ. સ. 1250થી 1517 સુધી રાજ્ય કરનાર લશ્કરી જૂથ. ‘મામલુક’ અરબી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ ‘ગુલામ’ થાય છે. મૂળમાં તેઓ તુર્કી, મૉંગોલ અને સિરકેશિયન ગુલામો હતા; જેમને બારમી સદીમાં ઇજિપ્ત લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ મામલુકોને સૈનિકો તરીકે તાલીમ આપવામાં આવી. એ પછી…
વધુ વાંચો >મામાવાળા, કંચનલાલ
મામાવાળા, કંચનલાલ (જ. 1902; અ. 23 એપ્રિલ 1970) : ગુજરાતી સંગીતકાર અને સંગીતવિવેચક. પિતાનું નામ હીરાલાલ. પુષ્ટિમાર્ગી સંસ્કારોએ તેમનામાં નાનપણથી કલાસૂઝ આરોપી. દસ વર્ષની વયથી જ પદ્ધતિસર સંગીતપ્રશિક્ષણ લેવા માંડ્યું. આ રીતે હાર્મોનિયમ ઉપર પ્રભુત્વ જમાવ્યું. પંડિત ઓમકારનાથ ઠાકુર તથા પંડિત ડી. વી. પલુસ્કર જેવા મહાન સંગીતકારોની સંગત કરી. અન્ય…
વધુ વાંચો >મામુ (1913)
મામુ (1913) : ફકીરમોહન સેનાપતિ કૃત ઊડિયા નવલકથા. નોંધપાત્ર બનેલી આ સામાજિક નવલ, લેખકની શ્રેષ્ઠ રચના ‘ચમન અથા ગૂંથા’ના પ્રકાશન પછી 15 વર્ષે પ્રગટ થયેલી ત્રીજી કૃતિ છે; કૌટુંબિક જીવનની આ કથાનું વસ્તુ 1840–1880ના સમયગાળાના ઓરિસાની સામાજિક તથા આર્થિક પરિસ્થિતિની પશ્ચાદભૂમિકામાં આલેખાયું છે. ‘મામુ’(મામા)નાં વસ્તુગૂંથણી, વિષયમાવજત, સમગ્ર રૂપરેખા તથા મનોવલણ…
વધુ વાંચો >મામેજવો
મામેજવો : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Enicostemma littorale Blume. (સં. મામજ્જક; હિં. છોટા કિરાયતા; મ. કડાવિનાયી; ગુ. મામેજવો; ત. અને મલ. વલ્લારી) છે. તે અરોમિલ (glabrous), બહુવર્ષાયુ, લગભગ 50.0 સેમી. સુધી ઊંચી વધતી શાકીય જાતિ છે. ખેતરના છેડાઓ કે ઘાસના બીડમાં તે પુષ્કળ પ્રમાણમાં…
વધુ વાંચો >મામેરું
મામેરું : ગુજરાતી કવિ પ્રેમાનંદરચિત આખ્યાન. રચનાસાલ 1683. મધ્યકાળના શ્રેષ્ઠ આખ્યાનકવિ લેખાતા પ્રેમાનંદે ભક્ત-કવિ નરસિંહના કેટલાક કટોકટીભર્યા જીવનપ્રસંગોને આખ્યાનબદ્ધ કર્યા છે. નરસિંહ-પુત્રી કુંવરબાઈના સીમંત-પ્રસંગનું પ્રેમાનંદે રચેલું ‘કુંવરબાઈનું મામેરું’ એ ભક્તની અચલ પ્રભુશ્રદ્ધા તથા ભગવાનની ભક્તાધીનતા દર્શાવતું મનોરમ આખ્યાનકાવ્ય છે, જેમાં પુરોગામીઓનો ઠીક ઠીક પ્રભાવ ઝિલાયો છે. ભાઈ-ભાભી સાથે રહેતા નરસિંહ…
વધુ વાંચો >મામૈયા દેવ
મામૈયા દેવ : કચ્છના સિદ્ધ પુરુષ. તે હરિજન કોમમાં જન્મ્યા હતા. ‘યદુવંશ-પ્રકાશ’ અનુસાર તેમની તેરમી પેઢીના વડવા માતંગ દેવ વિશે એવી દંતકથા પ્રવર્તે છે કે તેમના પિતા વિદ્વાન બ્રાહ્મણ હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેમનું અવસાન થતાં તેમના 4 પુત્રો પૈકી 3 તેમની ઉત્તરક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો સૌથી નાનો…
વધુ વાંચો >મામ્બ્રો, અરવિંદ
મામ્બ્રો, અરવિંદ (જ. 1938) : કોંકણી સાહિત્યકાર. ‘પણજી આતમ મ્હાતારી જાલ્યા’ નામની તેમની કોંકણી કૃતિને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે પણજી, બેલગામ તથા મુંબઈમાં શિક્ષણ લીધું હતું. મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. થોડો સમય રંગમંચ-કલાકાર તથા આકાશવાણીના કથાલેખક તરીકે પણ કામ કર્યું હતું. 1965થી 1967…
વધુ વાંચો >માયકૉવ્સ્કી, વ્લાદિમિર
માયકૉવ્સ્કી, વ્લાદિમિર (જ. 19 જુલાઈ 1893, બકાદાદી, કુતૈસી; અ. 14 એપ્રિલ 1930) : રશિયન કવિ અને નાટ્યકાર. પિતા કૉન્સ્તાન્તિનોવિચ. માતાનું નામ ઍલેક્ઝાન્દ્રા, પિતા વનસંરક્ષક હતા. પ્રારંભની કેળવણી કુતૈસીમાં. પિતાના મૃત્યુ બાદ માતા અને બહેનો સાથે મૉસ્કોમાં સ્થળાન્તર. અહીં સહપાઠીઓ સાથે રહી ક્રાન્તિકારી તરીકેની પ્રાથમિક તાલીમ લીધી. બૉલ્શેવિકો સાથે જોડાઈને મૉસ્કોના…
વધુ વાંચો >માયમુલસ
માયમુલસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલેરિયેસી કુળની એક મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે. તેની બહુ ઓછી જાતિઓ ક્ષુપ પ્રકારની હોય છે. તેનું વિતરણ મોટેભાગે સમશીતોષ્ણ અમેરિકામાં થયેલું હોવા છતાં થોડીક જાતિઓ જૂની દુનિયા(Old World)માં પણ જોવા મળે છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ તેના…
વધુ વાંચો >માયરહોલ્ડ, સૅવોલૉડ એમિલિવિચ
માયરહોલ્ડ, સૅવોલૉડ એમિલિવિચ (જ. 1874, પૅન્ઝા, રશિયા; અ. આશરે 1940) : રંગભૂમિના અભિનેતા અને દિગ્દર્શક. તે મૉસ્કો આર્ટ થિયેટરમાં અભિનેતા તરીકે જોડાયા. 1905માં તેઓ સ્ટાનિસ્લાવ્સ્કી દ્વારા દિગ્દર્શક તરીકે નિયુક્તિ પામ્યા હતા. પાછળથી, 1922થી ’24 સુધી તેઓ ‘થિયેટર ઑવ્ ધ રેવૉલ્યૂશન’માં જોડાયા. 1923–38 સુધી માયર હલ્ડે થિયેટરમાં દિગ્દર્શક તરીકે કાર્યભાર સંભાળ્યો.…
વધુ વાંચો >