ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય)

Jan 17, 2002

મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય) (જ. 26 ડિસેમ્બર 1929, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર અને હાસ્યલેખક. 1958માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. ફિલ્મક્ષેત્રમાં પગપેસારો શક્ય ન બનતાં નાટ્યલેખન શરૂ કર્યું. સમાંતરે ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં 1960થી ’86માં નિવૃત્તિ સુધી (પ્રથમ વર્ગના રાજ્યપત્રિત) કૉમેન્ટરીલેખક તરીકે સેવા આપી. 1971થી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં…

વધુ વાંચો >

મહેતા, તૈયબ

Jan 17, 2002

મહેતા, તૈયબ (જ. 1925, કપડવંજ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1947થી ’52 સુધી પેન્ટિંગનો અભ્યાસ કરીને 1959માં તે યુરોપ પહોંચ્યા. યુરોપયાત્રા પછી લંડન સ્થિર થઈ 5 વરસ સતત ચિત્રકામ કર્યું અને તે દરમિયાન તેમણે લંડન અને ઑક્સફર્ડમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1965માં તે…

વધુ વાંચો >

મહેતા, દામિની

Jan 17, 2002

મહેતા, દામિની (જ. 6 ઑક્ટોબર 1933, અમદાવાદ) : ગુજરાતી ચલચિત્રો, આકાશવાણી તથા દૂરદર્શનનાં જાણીતાં કલાકાર અને દિગ્દર્શક. પિતા જીવણલાલ શરાફી પેઢી ચલાવતા હતા. તેમનાં માતાનું નામ સરસ્વતી. અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ. ઔપચારિક ભણતર કરતાં રંગભૂમિમાં વધુ રસ. માત્ર બાર વર્ષની ઉંમરે 1945માં ગુજરાતી રંગભૂમિ પર પદાર્પણ. ગુજરાતની પરંપરાગત લોકકલા ભવાઈનાં તેઓ…

વધુ વાંચો >

મહેતા, દિગીશ નાનુભાઈ

Jan 17, 2002

મહેતા, દિગીશ નાનુભાઈ (જ. 12 જુલાઈ 1934, પાટણ; અ. 26 જૂન 2001, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક. માતા સુશીલાબહેન. શાળાકીય અભ્યાસ સિદ્ધપુરમાં. ઉચ્ચશિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ તથા ગુજરાત કૉલેજ અમદાવાદમાં, બી.એ. અંગ્રેજી મુખ્ય વિષય સાથે (1953). એમ.એ. અંગ્રેજી સાહિત્ય સાથે (1955). યુનિવર્સિટી ઑવ્ લીડ્ઝ (યુ.કે.)નો અનુસ્નાતક ડિપ્લોમા (1968).…

વધુ વાંચો >

મહેતા, દિનકર

Jan 17, 2002

મહેતા, દિનકર (જ. 17 ઑક્ટોબર 1907, સૂરત; અ. 30 ઑગસ્ટ 1989, અમદાવાદ) : સ્વાતંત્ર્ય-સેનાની, જાણીતા સામ્યવાદી કાર્યકર અને અમદાવાદના નગરપતિ. પિતા કૃષ્ણલાલ મહેતા અને માતા વિજયાબહેન મહેતા. તેમણે શાલેય શિક્ષણ સૂરતમાં મેળવ્યું. આ સમય ભારતભરમાં અને વિશેષે ગુજરાતમાં ગાંધીવાદી પ્રવૃત્તિઓનો હતો, તેથી શાળાજીવન દરમિયાન માનસિક ઘડતર થવા સાથે રાષ્ટ્રીય ભાવનાનો…

વધુ વાંચો >

મહેતા, દીપક ભૂપતરાય

Jan 17, 2002

મહેતા, દીપક ભૂપતરાય (જ. 26 નવેમ્બર 1939, મુંબઈ) : વિવેચક, અનુવાદક, સંપાદક. વતન ભાવનગર. 1957માં મુંબઈની ન્યૂ ઇરા હાઇસ્કૂલમાંથી મૅટ્રિક. 1961માં ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. 1963માં એમ.એ.; એમ.એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે તેમને બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1963થી 1974 સુધી કે. જે. સોમૈયા કૉલેજ,…

વધુ વાંચો >

મહેતા, દેવશંકર નાથાલાલ

Jan 17, 2002

મહેતા, દેવશંકર નાથાલાલ (જ. 16 જાન્યુઆરી 1916, ગુજરવદી; અ. 30 ઑક્ટોબર 1984, ગુજરવદી) : ગુજરાતી નવલકથાકાર. ગુજરવદી(જિ. સુરેન્દ્રનગર)ના વતની. વ્યવસાય મુખ્યત્વે ખેતી અને લેખન. સૌરાષ્ટ્રના તળપદા માનવને તેની ખુમારી તેના હીર સહિત યથાતથ નિરૂપવામાં સિદ્ધહસ્ત. સૌરાષ્ટ્ર અને તેના સાગરકાંઠાની સંસ્કૃતિ, ત્યાંના ખમીરવંતા માનવો, ત્યાંનું લોકજીવન આદિને જોમવંતી શૈલીમાં રજૂ કરતી…

વધુ વાંચો >

મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ

Jan 17, 2002

મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ (જ. 20 ઑક્ટોબર 1890, વઢવાણ; અ. 29 ઑગસ્ટ 1974) : હાસ્યકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને વિવેચક. એમનું વતન સૂરત બની રહ્યું. સૂરત શહેરની મોજીલી પ્રકૃતિના રંગ એમની અનેક કૃતિઓમાં વરતાય છે. નબળું શરીર અને નાદુરસ્ત તબિયતના કારણે માંડ એ જમાનાની મૅટ્રિક્યુલેશન પરીક્ષા તેઓ પસાર કરી શક્યા.…

વધુ વાંચો >

મહેતા, ધીરજલાલ

Jan 17, 2002

મહેતા, ધીરજલાલ (જ. 27 એપ્રિલ 1936; અ. 22 એપ્રિલ 2024) : જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સમાજસેવક. કૉર્પોરેટ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એમનું યોગદાન – વિશેષ કરીને ગ્રામ્ય ભારતમાં ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે સમર્પિત જીવન-કટોકટીના વિરોધમાં જયપ્રકાશજીના આંદોલનમાં સક્રિય. સીડનહામ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઝ ઇન્સ્ટિટ્યૂટના ફેલોમેમ્બર–બજાજ…

વધુ વાંચો >

મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ

Jan 17, 2002

મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ (જ. 29 ઑગસ્ટ 1944, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ભુજમાં અનુક્રમે ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ તથા સરકારી કૉલેજમાં. 1961માં મેટ્રિક ; 1966માં ગુજરાતી ભાષાસાહિત્ય સાથે બી.એ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાંથી એ જ વિષય સાથે 1968માં એમ.એ.. ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’– એ વિષય…

વધુ વાંચો >