ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મસાણી, મીનુ (મિનોચર)

Jan 13, 2002

મસાણી, મીનુ (મિનોચર) (જ. 20 નવેમ્બર 1905, મુંબઈ; અ. 28 મે 1998, મુંબઈ) : પીઢ સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી સાંસદ. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા. ઇંગ્લૅંડથી બાર-ઍટ-લૉ થયા બાદ ભારત આવી સમાજવાદી પક્ષમાં જોડાયા. સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈ 1932 અને 1933માં નાસિકમાં કારાવાસ ભોગવ્યો. ત્યારબાદ ટૂંકા…

વધુ વાંચો >

મસાલા-તેજાના

Jan 13, 2002

મસાલા-તેજાના ખોરાકને સોડમયુક્ત અને સ્વાદિષ્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાતાં વનસ્પતિનાં દ્રવ્યો. એમાં પૌષ્ટિક તત્વો ખાસ હોતાં નથી. તે ખોરાકના પાચનમાં તેમજ ખોરાકની રુચિ વધારવામાં ઉપયોગી હોય છે. તે પાચક રસોને ઉત્તેજિત કરે છે. એમનાં સ્વાદ અને સુગંધ એમનામાં રહેલાં જુદાં જુદાં બાષ્પશીલ તેલોને આભારી હોય છે. તેમનો ઉપયોગ શાકભાજી, અથાણાં, ચટણી,…

વધુ વાંચો >

મસિયેં, ઑલિવિયે

Jan 13, 2002

મસિયેં, ઑલિવિયે (Messiaen Olivier) (જ. 1908, ફ્રાન્સ; અ. 1992) : વિશ્વવિખ્યાત આધુનિક ફ્રેન્ચ સંગીતનિયોજક. ઝાં ગૅલોં (Jean Gallon), નોઅલ ગૅલોં (Noel Gallon), માર્સેલ દુપ્રે (Marcel Dupre) અને મૉરિસ ઇમાન્યુઅલના તેઓ શિષ્ય હતા. 1931માં પૅરિસના લ ત્રિનિતે ચર્ચના ઑર્ગનવાદક તરીકે તેમની નિમણૂક થઈ. એ જ વર્ષે તેમની મુખ્ય કૃતિ (Magnum opus)…

વધુ વાંચો >

મસીહ

Jan 13, 2002

મસીહ : ઈશ્વરનો મોકલેલ પુરુષ ભવિષ્યમાં પયગંબર તરીકે આવશે અને બધાંનો ઉદ્ધાર કરી ઈશ્વરનું રાજ્ય સ્થાપશે એવી યહૂદી પ્રજાની વિશિષ્ટ ભાવના. હિબ્રૂ ભાષાના આ શબ્દનો મૂળ અર્થ છે અભિષિક્ત. ઇઝરાયલમાં રાજાની જગ્યાએ ગાદીએ બેસનાર રાજકુંવરનો રાજ્યાભિષેક તેલ ચોળીને કરવામાં આવતો. તેથી પ્રત્યેક રાજા અભિષિક્ત ગણાતો. ઈ. પૂ. આઠમી સદીમાં ઇઝરાયલ…

વધુ વાંચો >

મસૂદ સઅ્દ સલમાન

Jan 13, 2002

મસૂદ સઅ્દ સલમાન (જ. 1014, લાહોર; અ. 1089 લગભગ) : ગઝનવી અને સલ્જુક યુગના ફારસી સાહિત્યના એક પ્રખ્યાત કવિ. તેમના પૂર્વજો ઈરાનના હમદાન શહેરના રહેવાસી હતા. તેમના પૂર્વજો પણ વિદ્વાન અને વિદ્યાપ્રિય હતા. ખાસ કરીને તેમના પિતા સઅ્દ અને તેમના દાદા સલમાન તેમના જમાનાના વિદ્વાનો હતા. તેમના પિતા સઅ્દ 60…

વધુ વાંચો >

મસૂદ, હુસેનખાન

Jan 13, 2002

મસૂદ, હુસેનખાન (જ. 1919, કરીમગંજ, ફર્રુખાબાદ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ લેખક. તેમના વિવેચનગ્રંથ ‘ઇકબાલ કી નઝરી ઓ અમલી શેરિયત’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ. એ. તથા પીએચ.ડી.ની તેમજ પૅરિસ યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રીઓ મેળવી હતી. તેમણે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમાં…

વધુ વાંચો >

મસૂદી (અલ-મસૂદી)

Jan 13, 2002

મસૂદી (અલ-મસૂદી) (જ. આશરે 899, બગદાદ; અ. અલ-કુસાત, ઇજિપ્ત) : ભૂગોળ અને ઇતિહાસના અગ્રણી લેખક. આખું નામ અબુલ હસન અલી ઇબ્ન અલ-હુસૈન અલ-મસૂદી. તેઓ પયગંબર સાહેબ(સ. અ. વ.)ના મહાન સહાબી હજરત અબ્દુલ્લા ઇબ્ન મસૂદના વંશજ હતા; તેથી તેઓ મસૂદી કહેવાય છે. તેમણે ભરયુવાનીમાં પ્રવાસ ખેડવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં…

વધુ વાંચો >

મસૂર

Jan 13, 2002

મસૂર : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lens culinaris Medic. syn. L. esculenta Moench; Ervum lens Linn. (સં. મ. હિં. મસૂર; ક. ચન્નંગી; ત. મિસૂર, પુરપુર; બં. મુસૂરિ; તે. ચિશન ભલુ; અં. લેંટેલ) છે. તે નાની, 15 સેમી.થી 75 સેમી. ઊંચી, ટટ્ટાર, મૃદુ-રોમ…

વધુ વાંચો >

મસૂરિકા

Jan 13, 2002

મસૂરિકા : આયુર્વેદમાં નિર્દેશેલો એ નામનો એક રોગ. લગભગ બાળકોમાં એ થાય છે. એ રોગમાં મસૂરની દાળ જેવા દાણા શરીર ઉપર નીકળે છે તેથી તેને ‘મસૂરિકા’ કહે છે. સામાન્ય લોકભાષામાં તેને અછબડા–બળિયાના નામથી ઓળખવામાં આવે છે. ઓળીને ‘રોમાંતિકા’ નામથી આયુર્વેદ ગ્રંથોમાં વર્ણવેલ છે. ઓળી–અછબડા, બળિયા – એ બાળકોમાં દેખા દેતા…

વધુ વાંચો >

મસૂરી

Jan 13, 2002

મસૂરી : ઉત્તર પ્રદેશના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 30° 30´ ઉ. અ. અને 78° 08´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,005 મીટરની ઊંચાઈએ આવેલું છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમીને અંતરે મસૂરી હારમાળાની ઘોડાનાળ આકારની તળેટી-ટેકરીઓ (foot-hills) પર તે વસેલું છે. તળેટી-ટેકરીઓથી થોડેક દૂર દક્ષિણ ભાગમાંથી ગંગા નદી…

વધુ વાંચો >