ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ

Jan 26, 2001

ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ (tectonic mountain belts) : ભૂસંચલનથી અસ્તિત્વમાં આવતી ગિરિમાળાઓ. કોઈ પણ ગિરિમાળા તૈયાર થવા માટે ઘણો લાંબો ભૂસ્તરીય કાળગાળો જરૂરી બને છે, તેને ગિરિનિર્માણ કાળગાળો કહે છે. ઘટનાને ગિરિનિર્માણ (orogeny) અને ગિરિમાળા રચાવા માટે જવાબદાર પ્રક્રિયાને ગિરિનિર્માણપ્રક્રિયા (orogenesis) કહે છે. ગિરિનિર્માણ-કાળગાળા દરમિયાન થતી રહેતી વિવિધ પ્રક્રિયાઓને પરિણામે ઘનિષ્ઠ અને…

વધુ વાંચો >

ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ

Jan 26, 2001

ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ (tectonic inlier-window, fenster) :  ભૂસંચલનજન્ય રચનાના ઘસારાને પરિણામે વિવૃત થયેલો નવપરિવેષ્ટિત ખડકવિભાગ. ગેડીકરણ અને સ્તરભંગ જેવી વિરૂપતાઓને કારણે ગેડવાળા પર્વતપટ્ટાઓમાં જે ખડકપટ પ્રતિબળોની અસર હેઠળ તૂટી જઈને તેના મૂળ સ્થાનેથી આશરે બે કે તેથી વધુ કિમી.ના અંતર સુધી આગળ તરફ સરકી ગયો હોય તેને નૅપ (nappe) તરીકે ઓળખાવાય…

વધુ વાંચો >

ભૂસંચલનવિદ્યા

Jan 26, 2001

ભૂસંચલનવિદ્યા (geotectonics) :  પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા ખડકજથ્થાઓનાં સ્વરૂપો, તેમની ગોઠવણી અને સંરચનાઓેને લગતું ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો સમન્વય કરતા ભૂભૌતિકશાસ્ત્ર સાથે સંકળાયેલી આ એક વિજ્ઞાનશાખા છે. આ શાખાને ભૂગતિવિજ્ઞાનના સમાનાર્થી શબ્દ તરીકે ઘટાવાય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ભૂસંચલન સાંધા

Jan 26, 2001

ભૂસંચલન સાંધા : જુઓ ‘સાંધા’

વધુ વાંચો >

ભૂસંતુલન (સમસ્થિતિ–isostasy)

Jan 26, 2001

ભૂસંતુલન (સમસ્થિતિ–isostasy) : પૃથ્વીના પટ પર જોવા મળતાં-પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો અને ખીણો કે થાળાં જેવાં-ભૂમિલક્ષણો વચ્ચે જળવાઈ રહેલી સમતુલા(balance)ની સ્થિતિ. ભિન્ન ભિન્ન ઊંચાણ-નીચાણ ધરાવતા આ ભૂમિઆકારો ભૂસંચલનક્રિયાઓથી તેમજ પ્રાકૃતિક બળોની અસરથી અસ્તિત્વમાં આવેલા હોય છે. તે બધા ઊંચાણ-નીચાણની અનિયમિતતા દર્શાવતા હોવા છતાં પણ અરસપરસ એક પ્રકારની સમતુલા જાળવી રાખી શકે…

વધુ વાંચો >

ભૂસંનતિ (geosyncline)

Jan 26, 2001

ભૂસંનતિ (geosyncline) : ઘણી લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ધરાવતું વિશાળ પરિમાણવાળું દરિયાઈ થાળું, પૃથ્વીના પોપડાનો એવો ભાગ જે લાખો વર્ષોને આવરી લેતા લાંબા ભૂસ્તરીય કાળગાળા સુધી અવતલન પામતો જતો હોય તેમાં આજુબાજુના ખંડીય વિસ્તારોમાંથી ઘસારાજન્ય શિલાચૂર્ણનો જથ્થો કણજમાવટ પામતો જતો હોય તથા જમાવટના બોજથી વધારે ને વધારે દબતો જતો હોય. ક્રમશ:…

વધુ વાંચો >

ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય

Jan 26, 2001

ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય (Directorate of Geology and Mining) : ગાંધીનગર, ગુજરાત રાજ્ય : ખનિજ-વહીવટ, ખનિજ-સંશોધન અને ખનિજ-પૃથક્કરણનાં કાર્યો કરતું ગુજરાત રાજ્યનું એક ખાતું. તેની વડી કચેરી ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આવેલી છે. થોડાંક વર્ષ અગાઉ તેનું આ ઉપર દર્શાવેલું નામ બદલીને ‘કમિશનરેટ ઑવ્ જિયૉલોજી ઍન્ડ માઇનિંગ’ રાખવામાં આવેલું…

વધુ વાંચો >

ભૂસ્તરશાસ્ત્ર (Geology)

Jan 26, 2001

ભૂસ્તરશાસ્ત્ર (Geology) : ભૂ એટલે પૃથ્વી અને સ્તર એટલે પડ; અર્થાત્ પૃથ્વીનાં પડોની સમજ આપતું તથા વર્ણન કરતું વિજ્ઞાન. આ વિજ્ઞાન માટેના અંગ્રેજી શબ્દ ‘Geology’ની વ્યુત્પત્તિ(geo = earth, logos = science) પણ આ પ્રમાણેની જ છે. મૂળ સ્વિટ્ઝર્લૅન્ડના વૈજ્ઞાનિક પણ ઇંગ્લૅન્ડની રાણી શાર્લોટના સલાહકાર તરીકે વિંડસરમાં રહેતા જીન એન્દ્રે દ…

વધુ વાંચો >

ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ

Jan 26, 2001

ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ : ભૂસ્તરશાસ્ત્ર અને તેની અમુક શાખાઓનો પર્યાવરણ સાથે સંબંધ. પર્યાવરણ, ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી ભૂવિજ્ઞાનની નીચે મુજબની શાખાઓ સાથે, તેમાંથી ઉદભવતી અસરોના સંદર્ભમાં, ગાઢ રીતે સંકળાયેલું છે : પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર : 1. પરિસ્થિતિ–સંતુલન માળખું : પૃથ્વીના પટ પર જોવા મળતી વનસ્પતિ વરસાદ લાવવામાં, ભેજ જાળવી રાખવામાં, જમીન-ધોવાણ અટકાવવામાં તથા…

વધુ વાંચો >

ભૂસ્તરીય ઉષ્ણતામાપકો

Jan 26, 2001

ભૂસ્તરીય ઉષ્ણતામાપકો (geologic thermometers) : વિવિધ ભૂસ્તરીય પ્રક્રિયાઓનાં તાપમાન માપવા કે અંદાજ મેળવવા અપનાવાતી પદ્ધતિઓ. જે તાપમાને ખનિજો તેમજ સાથે રહેલાં અન્ય દ્રવ્યો કે નિક્ષેપો તૈયાર થતાં હોય, તે તાપમાનની માહિતી ઉપલબ્ધ કરાવી આપતી પદ્ધતિ આ નામથી ઓળખાય છે. આવાં ખનિજો તેમની ઉત્પત્તિના અર્થઘટન માટે તેમજ તેમના વર્ગીકરણ માટે ઘણાં…

વધુ વાંચો >