ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બક, પર્લ

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >

બેરિયમ

Jan 26, 2000

બેરિયમ : આવર્તક કોષ્ટકના બીજા (અગાઉના II A) સમૂહમાં આવેલ આલ્કલીય મૃદધાતુઓ પૈકીની એક. સંજ્ઞા Ba. ગ્રીક શબ્દ barys (ભારે) ઉપરથી તેને આ નામ આપવામાં આવ્યું છે, કારણ કે કૅલ્શિયમ અને સ્ટ્રૉન્શિયમ કરતાં તે ભારે છે. શીલેએ 1774માં તેના ઑક્સાઇડને પારખેલો, જ્યારે 1775માં ગાહને મિશ્ર ઑક્સાઇડમાંથી બેરિયમ ઑક્સાઇડ છૂટો પાડ્યો…

વધુ વાંચો >

બેરિયમ ચિત્રશ્રેણીઓ

Jan 26, 2000

બેરિયમ ચિત્રશ્રેણીઓ : બેરિયમના ક્ષારને પાણી સાથે મોઢા વાટે આપીને નિદાન માટે અન્નમાર્ગના એક્સ-રે-ચિત્રણો લેવાં તે. તે માટે વપરાતું દ્રવ્ય બેરિયમ સલ્ફેટ (BaSO4) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેનું જઠર કે આંતરડામાં અવશોષણ થતું નથી. ઝીણા, સફેદ, ગંધરહિત, સ્વાદરહિત અદ્રાવ્ય ભૂકા કે ચૂર્ણ(powder)ના સ્વરૂપે તે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેને પાણી સાથે…

વધુ વાંચો >

બેરિયા, લૅવેન્ટી પૅવલોવિચ

Jan 26, 2000

બેરિયા, લૅવેન્ટી પૅવલોવિચ (જ. 1899, જ્યૉર્જિયા, રશિયા; અ. 1953) : રશિયાની ગુપ્તચર પોલીસના વડા. તેઓ કૉકેસસમાં ઓજીપીયુ સંસ્થાના સભ્ય હતા (1921–31). આ સંસ્થામાંથી જ છેવટે કેજીબી નામની વગોવાયેલી સંસ્થાનો ઉદભવ થયો. ત્યારપછી તેઓ જ્યૉર્જિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ સેક્રેટરી બન્યા. તેમના આશ્રયદાતા સમા સ્ટૅલિને તેમને 1938માં, આંતરિક બાબતોના પ્રધાન તરીકે નિયુક્ત…

વધુ વાંચો >

બૅરિયૉન

Jan 26, 2000

બૅરિયૉન : ભારે પેટા પારમાણ્વિક કણો. ન્યૂક્લિયૉન, ફર્મિયૉન અને હાઇપેરૉનને સામૂહિક રીતે બૅરિયૉન તરીકે ઓળખવામાં આવે છે. તે મેસૉનનું ઉત્સર્જન કરીને ક્ષય (decay) પામે છે. ન્યૂક્લિયૉન એટલે પરમાણુની ન્યૂક્લિયસમાં રહેલા પ્રોટૉન અને ન્યૂટ્રૉન કણો. ફર્મિયૉન એટલે કણોનો એવો સમૂહ જે અર્ધપૂર્ણાંક પ્રચક્રણ (half integer spin) ધરાવે છે. આ સમૂહ ફર્મિ–ડિરાક…

વધુ વાંચો >

બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl)

Jan 26, 2000

બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl) : બેરિલિયમતત્વધારક ખનિજ. રાસા. બં. : 3BeO·Al2O3·6SiO2. (BeO = 14 %, Be = 5 %). સિલિકેટના પ્રકારો પૈકી સાયક્લોસિલિકેટ. પ્રકારો : પન્નું, ઍક્વામરીન, મૉર્ગેનાઇટ, ગોશેનાઇટ અને હેલિયોડૉર. સ્ફ. વર્ગ : હેક્ઝાગૉનલ, સમમિતિ-બેરિલ પ્રકાર. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્ય રીતે ટૂંકાથી લાંબા, પ્રિઝમેટિક — અને (0001) ફલકોવાળા સર્વસામાન્ય;…

વધુ વાંચો >

બેરિલિયમ

Jan 26, 2000

બેરિલિયમ : આવર્તક કોષ્ટકના 2જા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Be. તેના કોઈ સ્થાયી સમસ્થાનિકો નથી. બાંધકામ માટે ઉપયોગી તેવી તે હલકામાં હલકી ધાતુ છે અને તેની ઘનતા ઍલ્યુમિનિયમ કરતાં ત્રીજા ભાગની છે. બેરિલિયમની મુખ્ય ખનિજ બેરિલ (beryl) અને ઍલ્યુમિનિયમની ખનિજ એલ્યુમિનાના ગુણધર્મોમાં સામ્ય હોવાથી લાંબા સમય સુધી બેરિલિયમનાં…

વધુ વાંચો >

બેરિશ, બેરી (Barish, Barry)

Jan 26, 2000

બેરિશ, બેરી (Barish, Barry) (જ. 27 જાન્યુઆરી 1936, ઓમાહા, નેબ્રાસ્કા, યુ.એસ.એ.) : લિગો સંસૂચક- (detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. બેરિશને પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન તથા રેનર વેઇસ વચ્ચે વિભાજિત થયો હતો. બેરિશનાં માતા-પિતા યહૂદી…

વધુ વાંચો >

બૅરિસ્ટર

Jan 26, 2000

બૅરિસ્ટર : ઇંગ્લૅન્ડમાં વિશિષ્ટ તાલીમ પામેલા વકીલ માટે પ્રયોજાતી સંજ્ઞા. વકીલાતનો વ્યવસાય કરવા ઇચ્છુક ભારતીઓને પણ આ પ્રકારની તાલીમ અપાતી હતી, જેના કારણે તેઓ બૅરિસ્ટર તરીકે કામ કરી શકતા હતા. એક જમાનામાં દુનિયાના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લૅન્ડ જતા. એ રીતે ભારતમાંથી ગાંધીજી, જવાહરલાલ નહેરુ,…

વધુ વાંચો >

બૅરિસ્ટર પાર્વતીસમ

Jan 26, 2000

બૅરિસ્ટર પાર્વતીસમ (1925) : તેલુગુ કૃતિ. જાણીતા તેલુગુ લેખક મોક્કાપટ્ટી નરસિંહશાસ્ત્રીની આ નવલકથા 1925માં પ્રગટ થયા પછી અત્યંત લોકપ્રિય થઈ. પરિણામે 1971માં એમાં 2 ભાગ ઉમેરાયા, એટલે એ કથાત્રયી બની. એ આંધ્રપ્રદેશના સામાન્ય યુવકની જીવનકથા છે. આંધ્રના મોગાલીતુર નરસપુર ગામનો યુવક વેન્નુટી પાર્વતીસમ પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં ઇંગ્લૅન્ડમાં એડિનબરોમાં અભ્યાસાર્થે જાય…

વધુ વાંચો >

બેરિંગ

Jan 26, 2000

બેરિંગ : મશીનના ફરતા ભાગો જેવા કે શાફ્ટ, સ્પિન્ડલ, ધરી (ઍક્સલ) કે ચક્ર(વ્હીલ)ને ટેકો આપતી પ્રયુક્તિ (device). કોઈ પણ યંત્રમાં સામાન્ય રીતે, ફરતા ભાગો રહેવાના જ. આવા ફરતા ભાગો ઘસાઈ ન જાય તેમજ ઘર્ષણમાં શક્તિનો વ્યય ઓછો થાય, તે માટે ટેકો આપનાર બેરિંગનું મશીનોમાં ઘણું મહત્ત્વ છે. ફરતો ભાગ શાફ્ટ…

વધુ વાંચો >