ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બેન્ઝીન
બેન્ઝીન : રંગવિહીન, પ્રવાહી અને સાદામાં સાદું ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન સંયોજન. અંગ્રેજ વૈજ્ઞાનિક માઇકેલ ફેરેડેએ 1825માં કોલવાયુ અથવા પ્રદીપક વાયુ(illuminating gas)માંથી સૌપ્રથમ તે મેળવેલું અને તેને ‘બેન્ઝીન’ (benzin) નામ આપેલું. જર્મન વૈજ્ઞાનિક લીબિગે તેને ‘બેન્ઝોલ’ તરીકે ઓળખાવેલું. ઑગસ્ટ હૉફમેને 1845માં ડામર(coaltar)માંથી આ પદાર્થ મેળવ્યો અને તેને હાલ વપરાતું ‘બેન્ઝીન’ નામ આપ્યું.…
વધુ વાંચો >બેન્ઝીન હેક્સાક્લૉરાઇડ
બેન્ઝીન હેક્સાક્લૉરાઇડ (BHC) : C6H6Cl6 અણુસૂત્ર ધરાવતા 1, 2, 3, 4, 5, 6–હેક્સાક્લૉરોસાઇક્લોહેક્ઝેન(HCH)ના જુદા-જુદા ભૌમિતિક સમઘટકો પૈકીનો ગમે તે એક. સંરચનાની ર્દષ્ટિએ દરેક સમઘટક સાઇક્લોહેક્ઝેન વલયના કાર્બન-પરમાણુઓ સાથે જોડાયેલ ક્લોરીન પરમાણુઓની વિભિન્ન અવકાશીય ગોઠવણી ધરાવે છે. પારદ-બાષ્પ (mercury vapour) દીવામાંથી મળતા પારજાંબલી પ્રકાશની હાજરીમાં બેન્ઝીન(C6H6)નું ક્લોરીન (Cl2) વડે ક્લોરીનીકરણ કરવાથી…
વધુ વાંચો >બેન્ઝોઇક ઍસિડ
બેન્ઝોઇક ઍસિડ (બેન્ઝીન કાબૉર્ક્સિલિક ઍસિડ, ફીનાઇલ ફૉર્મિક ઍસિડ) : કાબૉર્ક્સિલિક ઍસિડ કુટુંબનું સફેદ, સ્ફટિકમય, કાર્બનિક સંયોજન. સૂત્ર C6H5COOH; અણુભાર 122.12. તેમાં C 68.85 %, H 4.95 % અને O 26.20 % હોય છે. સોળમી સદીના મધ્યભાગ સુધી તે બેન્ઝીન કાર્બૉક્સિલિક ઍસિડ અથવા ફીનાઇલ ફૉર્મિક ઍસિડ તરીકે જાણીતો હતો. પરંતુ ત્યારબાદ…
વધુ વાંચો >બેન્ઝોઇન
બેન્ઝોઇન : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટાયરેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Styrax benzoin Dry (હિં., મ., બં., ગુ., લોબાન; અં. benzoin tree) છે. તે લગભગ 12 મી. સુધીની ઊંચાઈ ધરાવતો ક્ષુપ અથવા વૃક્ષ છે અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈસ્ટ ઇંડિઝનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો અંડાકાર-લંબચોરસ (ovate–oblong) કે અંડાકાર-ભાલાકાર (ovate–lanceolate)…
વધુ વાંચો >બેન્ટલી, આર્થર ફિશર
બેન્ટલી, આર્થર ફિશર (જ. 16 ઑક્ટોબર 1870, ફ્રીપૉર્ટ, ઇલિનૉઇ; અ. 21 મે 1957) : જાણીતા અમેરિકન રાજ્યશાસ્ત્રી અને દર્શનશાસ્ત્રી. જ્ઞાનમીમાંસા, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રના વર્તનલક્ષી પદ્ધતિશાસ્ત્રના વિકાસમાં તેમણે આપેલ પ્રદાનને કારણે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. 1892માં તેમણે બી.એ.ની ઉપાધિ મેળવી અને 1895માં જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી…
વધુ વાંચો >બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ
બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ (જ. 1875, લંડન; અ. 1956) : આંગ્લ પત્રકાર અને નવલકથાકાર. ‘ટ્રેન્ટ્સ લાસ્ટ કેસ’ નામક નવલકથાના લેખક તરીકે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે, કારણ કે ડિટેક્ટિવ નવલકથાના વિકાસમાં આ કૃતિ સીમાચિહ્નરૂપ લેખાય છે. તેઓ જી. કે. ચેસ્ટરટનના ગાઢ સાથી હતા અને તેમની પ્રેરણાથી તેમણે નવા…
વધુ વાંચો >બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ
બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ (જ. 14 સપ્ટેમ્બર 1774, બલ્સ્ટ્રોડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 17 જૂન 1839, પૅરિસ) : બ્રિટિશ રાજ દરમિયાન 1828થી 1835 સુધી ભારતનો ગવર્નર જનરલ. તેણે 17 વર્ષની વયે લશ્કરમાં કમિશન મેળવ્યું અને 1794માં લેફ્ટેનન્ટ કર્નલ બન્યો. 1803માં મદ્રાસ ઇલાકાના ગવર્નર તરીકે તેને નીમવામાં આવ્યો. તે દરમિયાન લશ્કરના દેશી સિપાઈઓને…
વધુ વાંચો >બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર)
બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર) (જ. 14 નવેમ્બર 1891, ઍલિસ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 21 ફેબ્રુઆરી 1941, ન્યૂફાઉન્ડલૅન્ડ) : ઇન્સ્યુલિનની શોધ માટે 1923ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા જૉન જેમ્સ રિચાર્ડ મૅક્લિયૉડ. બૅન્ટિંગ કૅનેડિયન દેહધર્મવિદ્ (physiologist) હતા. તેઓએ ટૉરેન્ટોમાં તબીબી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >બેન્ટેઈ સ્રાઈ
બેન્ટેઈ સ્રાઈ : ઈશ્વરપુર, કમ્બોડિયાનું શિવમંદિર. ઈ.સ. 967માં બંધાયેલ આ મંદિર અંગકોરથી 20 કિમી. ઉત્તરપૂર્વમાં આવેલું છે. આમાં મુખ્યમંદિર, દેરીઓ, વાચનાલય અને ગોપુરમ્ તેમજ સમૂહને ફરતું વિશાળ જળાશય–વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણપૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો (બૌદ્ધ અને હિંદુ) વ્યાપક પ્રસાર રહેલો. અશોકના સમયથી લગભગ નવમી સદી સુધી જુદા જુદા…
વધુ વાંચો >બેન્ટોનાઇટ
બેન્ટોનાઇટ (bentonite) : માટીનો એક વિશિષ્ટ પ્રકાર. તે નરમ, નમનીય હોય છે અને મોટા પ્રમાણમાં શોષણશક્તિનો ગુણધર્મ ધરાવે છે. યુ.એસ.માં વાયોમિંગના ક્રિટેસિયસ સ્તરોમાં ફૉર્ટ બેન્ટૉન નજીક સર્વપ્રથમ વિશિષ્ટ પ્રકારની, ખૂબ જ કલિલ સુઘટ્ય માટી મળી આવેલી હોવાથી સ્થળના નામ પરથી તેને બેન્ટોનાઇટ નામ અપાયેલું છે. તેને જ્યારે પાણીમાં રાખવામાં આવે…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >