ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બર્ટ્રૅન્ડ લેન્સ
બર્ટ્રૅન્ડ લેન્સ (Bertrand lens) : પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ–ધ્રુવણ સૂક્ષ્મદર્શકમાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. ખનિજછેદના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશ-શંકુ(conical light)ની મદદથી કરવામાં આવે છે. માઇક્રોસ્કોપમાં પ્રકાશ-શંકુ મેળવવા માટે પીઠિકા(stage)ની નીચેના ભાગમાં ધ્રુવક (polariser) અને પીઠિકાની વચ્ચે અભિકેન્દ્રિત ર્દગ્-કાચ (convergent lens) દાખલ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રકાશ-શંકુનો…
વધુ વાંચો >બર્ડ, ડિકી
બર્ડ, ડિકી (જ. 1933, સાઉથ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા ક્રિકેટ અમ્પાયર. હૅરલ્ડ ડિકી બર્ડનું આ લાડકું નામ છે. યૉર્કશાયર (1956–59) તથા લેસ્ટરશાયર (1960–64) દરમિયાન તે કાઉન્ટી ક્રિકેટમાં રમતા રહ્યા. ત્યારપછી લોકપ્રિય અને આદરપાત્ર અમ્પાયર તરીકે બેહદ નામના પામ્યા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વની રમતોમાં અમ્પાયર તરીકે ફરજ બજાવી. તેમાં…
વધુ વાંચો >બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન
બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન (જ. 25 ઑક્ટોબર 1888, વિંચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 11 માર્ચ 1957, બૉસ્ટન) : ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર જનાર પ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક અને અન્વેષક. 1912માં તેણે અમેરિકન નૌસેના અકાદમીની પદવી લીધી. તે ઍન્ટાર્ક્ટિકાના અન્વેષક તરીકે પ્રખ્યાત છે. વર્જિનિયા યુનિવર્સિટીની સેનાન્દોહ લશ્કરી અકાદમીમાં અને યુ.એસ. નૌસેના અકાદમીમાં જોડાયા…
વધુ વાંચો >બર્ડસે, ક્લૅરન્સ
બર્ડસે, ક્લૅરન્સ (જ. 1886, ન્યૂયૉર્ક સિટી; અ. 1956) : અમેરિકાના ઉદ્યોગપતિ અને સંશોધનકાર. નાનાં નાનાં પૅકેજમાં આહારસામગ્રીને ઠારવાની પ્રક્રિયાના શોધક તરીકે તે ખૂબ જાણીતા બન્યા. આ પૅકૅજ છૂટક વેચાણ માટે અત્યંત અનુકૂળ નીવડ્યાં. 1924માં તેમણે ‘જનરલ સીફૂડ્ઝ કંપની’ની સ્થાપના કરી. 1930થી ’34 દરમિયાન ‘બર્ડસે ફ્રૉસ્ટેડ ફૂડ્ઝ’ તેમજ 1935થી ’38 દરમિયાન…
વધુ વાંચો >બર્તોલુચી, બર્નાર્ડો
બર્તોલુચી, બર્નાર્ડો (જ. 16 માર્ચ 1940, પર્મા, ઇટાલી) : ઇટાલીના જાણીતા દિગ્દર્શક. રોઝેલિની, દ સિકા અને ઍન્ટોનિયોની પરંપરાને આગળ ધપાવતા બર્નાર્ડોએ યુવાવયે સિનેમા તરફ આકર્ષાતાં અભ્યાસ છોડ્યો અને નિર્દેશક પિયર પૉલો પૅસોલિનીના સહાયક તરીકે ‘ઍકૅટૉન’(1961)થી પ્રારંભ કર્યો. 1962માં તેમના ‘ઇન સર્ચ ઑવ્ મિસ્ટરી’ નામક કાવ્યસંગ્રહને ‘પ્રેમિયો વાઇરેગિયો’ પ્રાઇઝ મળ્યું. એ…
વધુ વાંચો >બર્થડે પાર્ટી
બર્થડે પાર્ટી (1957) : અંગ્રેજી નાટ્યકાર હૅરલ્ડ પિન્ટરનું નાટક. કાફકા, આયૉનેસ્કો અને બ્રેખ્તની અસર નીચે લખાયેલા આ નાટકમાં દરિયાકિનારા પરની પ્રવાસીઓની ધર્મશાળાનું ર્દશ્ય છે. એમાં બે રખેવાળો એક યુવાનને રહસ્યમય રીતે સતાવે છે. તેમાં પ્રત્યાયન અને સંવાદનો અભાવ તથા હિંસા અને શોષણની અનિવાર્યતા વ્યક્ત થઈ છે. યુરોપમાં ગયા છઠ્ઠા દાયકામાં…
વધુ વાંચો >બર્થેલોટ, માર્સેલિન
બર્થેલોટ, માર્સેલિન (જ. 27 ઑક્ટોબર 1827, પૅરિસ; અ. 18 માર્ચ 1907, પૅરિસ) : કાર્બનિક સંશ્લેષણ અને ઉષ્મારસાયણમાં મહત્વનો ફાળો આપનાર અગ્રણી ફ્રેન્ચ રસાયણવિદ્. એક ચિકિત્સકના પુત્ર. મૂળ વૈદકશાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં શરૂઆતથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ વળ્યા હતા. કૉલેજ દ ફ્રાન્સમાં એંતોંઈ જે રોમી બેલાર્ડના હાથ નીચે અભ્યાસ કર્યા પછી…
વધુ વાંચો >બર્થોલેટ, ક્લૉડ લૂઈ
બર્થોલેટ, ક્લૉડ લૂઈ (જ. 9 ડિસેમ્બર 1749, ટેલૉઈર, એન્નેસી પાસે, ફ્રાન્સ; અ. 6 નવેમ્બર 1822, આરક્વીલ, પૅરિસ પાસે) : અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં વિવિધ પ્રશ્નો ઉપર સંશોધન કાર્ય કરનાર ફ્રેંચ રસાયણવિદ્. કેમ્બેરી અને ત્યારબાદ તુરિન (ઇટાલી) ખાતે વૈદકનો અભ્યાસ કર્યા બાદ 1772માં તેઓ પૅરિસમાં લેવોયઝિયરના સહકાર્યકર બન્યા અને રાસાયણિક નામકરણ-પદ્ધતિમાં સુધારાવધારા કરવામાં…
વધુ વાંચો >બર્દવાન (બર્ધમાન)
બર્દવાન (બર્ધમાન) : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 56´થી 23° 53´ ઉ. અ. અને 86° 48´થી 88° 25´ પૂ. રે. વચ્ચેનો 7,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો દમકા જિલ્લો, પશ્ચિમે બંગાળના બીરભૂમ અને મુર્શિદાબાદ જિલ્લા; પૂર્વમાં…
વધુ વાંચો >બર્ધન, અર્ધેન્દુ ભૂષણ
બર્ધન, અર્ધેન્દુ ભૂષણ (જ. 25 સપ્ટેમ્બર 1925, સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 2 જાન્યુઆરી 2016, નવી દિલ્હી) : દેશના અગ્રણી સામ્યવાદી નેતા અને ભારતીય સામ્યવાદી પક્ષ(CPI)ના મહામંત્રી. પૂરું નામ અર્ધેન્દુભૂષણ બર્ધન. અભ્યાસાર્થે તેઓ નાગપુર યુનિવર્સિટીમાં જોડાયા (1940). તેની સાથોસાથ તેઓ સામ્યવાદી પક્ષની વિદ્યાર્થી પાંખ ગણાતા ઑલ ઇન્ડિયા સ્ટૂડન્ટ ફેડરેશનમાં જોડાયા. આ જ…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >