૧૩.૨૩

બુલંદશહરથી બેકર ગૅરી સ્ટૅન્લે

બુલંદશહર

બુલંદશહર : ઉત્તરપ્રદેશ રાજ્યમાં તેની પશ્ચિમ સરહદ પર મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´ ઉ. અ. અને 77° 55´ પૂ. રે.ની આજુબાજુનો 4,353 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ અંતર અનુક્રમે 56 કિમી. અને 88…

વધુ વાંચો >

બુલે, એતિયેને લૂઈ

બુલે, એતિયેને લૂઈ (જ. 12 ફેબ્રુઆરી 1728, પૅરિસ; અ. 6 ફેબ્રુઆરી 1799) : ફ્રાંસમાં નૂતન પ્રશિષ્ટ સ્થાપત્યવાદના અગ્રણી પ્રસારક સ્થપતિ. તે મૂળમાં ચિત્રકાર બનવા માગતા હતા પણ તેમના પિતાની ઇચ્છાને અનુસરીને સ્થાપત્યવિદ્યા તરફ વળ્યા. પ્રારંભમાં જે. એફ. બ્લોન્ડેલ અને જર્મેન બોફ્રેન્ડ સાથે અને પછી જે. એલ. લૅગી સાથે મળીને પ્રશિષ્ટ…

વધુ વાંચો >

બુલ્ગાનિન, નિકોલાઇ

બુલ્ગાનિન, નિકોલાઇ (જ. 11 જૂન 1895, નોવગોરડ, રશિયા; અ. 24 ફેબ્રુઆરી 1975, મૉસ્કો, રશિયા) : સોવિયેટ સંઘના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, રાજનીતિજ્ઞ તથા આર્થિક વહીવટકર્તા. જાસૂસી પોલીસ અધિકારી તરીકે 1918માં કારકિર્દીની શરૂઆત કરનાર બુલ્ગાનિન 1931માં મૉસ્કો સમિતિ(સોવિયેત)ના અધ્યક્ષ તથા 1937માં રશિયન પ્રજાસત્તાકના વડાપ્રધાન બન્યા. 1938માં સ્ટેલિને તેમને સોવિયેત સંઘના નાયબ વડાપ્રધાનપદે નીમ્યા…

વધુ વાંચો >

બુલ્દાણા

બુલ્દાણા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 51´ થી 21° 17´ ઉ. અ. અને 75° 57´થી 76° 50´ પૂ. રે. વચ્ચેનો 9,661 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મધ્યપ્રદેશનો પૂર્વ નિમાડ જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્રનો અકોલા, દક્ષિણે પરભણી…

વધુ વાંચો >

બુલ્લે શાહ

બુલ્લે શાહ (જ. 1680, પંડોક, પંજાબ; અ. 1758) : પંજાબી લેખક. તેઓ જાણીતા સૂફી સંત અને કવિ હતા. પંજાબી સૂફી કવિતાના એ અગ્રણી હતા. એમની કવિતામાં પરંપરાગત રહસ્યવાદ તથા આધુનિકતાનું સુખદ મિશ્રણ છે. એ સૂફી સંત એનાયત શાહના શિષ્ય અને સૂફીઓના કાદરી સંપ્રદાયના અનુયાયી હતા. આ વાત એમણે જ એમની…

વધુ વાંચો >

બુવયહ

બુવયહ : એક ઈરાની રાજવંશનું નામ. તેના રાજવીઓએ ઈરાન તથા ઇરાકના પ્રદેશો ઉપર દસમા સૈકામાં શાસન કર્યું હતું. બુવયહ અથવા બુયહ નામના એક સરદારના નામ ઉપરથી વંશનું નામ બુવયહ પડ્યું હતું. આ વંશની શરૂઆત બુવયહના ત્રણ દીકરા અલી, અલ-હસન અને અહમદે કરી હતી. તેઓ બનૂ બુવયહ (બુવયહના વંશજો) કહેવાતા હતા.…

વધુ વાંચો >

બુશનેલ, નૉલન

બુશનેલ, નૉલન (જ. 1943, ક્લ્પિર ફિલ્ડ, ઉટાહ, યુ.એસ.) : વીડિયો-ગેમના શોધક. તેઓ ઇજનેરીના વિદ્યાર્થી હતા અને ફાજલ સમયમાં મનોરંજન પાર્કમાં નોકરી કરતા હતા. કમ્પ્યૂટર-ગેમ તે વખતે કૉલેજોના મેનફ્રેમ કમ્પ્યૂટર પર જ સુલભ હતી. એ રમતને મનોરંજન અને વેપારી સ્થળોએ સુલભ કરી આપવાનો તેમણે નિર્ણય કર્યો. 1971માં માઇક્રોપ્રોસેસર ચિપ સૌપ્રથમ વાર…

વધુ વાંચો >

બુશ, લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન

બુશ, લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન (Buch, Leopold, Baron Von) (જ. 26 એપ્રિલ 1774, એંગરમુંડી, પ્રશિયા; અ. 4 માર્ચ 1853, બર્લિન, પશ્ચિમ જર્મની) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવેત્તા. યુરોપભરમાં તેમનાં અન્વેષણો જાણીતાં બનવાથી તેઓ જર્મનીના એક પ્રખર ભૂસ્તરશાસ્ત્રી તરીકે પંકાયા. 1790થી 1793 સુધી તે વખતે ખ્યાતનામ બનેલા અબ્રાહમ ગોટલોબ વર્નરના હાથ નીચે ફ્રાયબર્ગમાં…

વધુ વાંચો >

બુંદદાણા (કૉફી)

બુંદદાણા (કૉફી) : દ્વિદળી વર્ગમાં આવેલા રુબીએસી કુળની એક વનસ્પતિનાં બીજ. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Coffea arabica (હિ., મ., काफी, બં. કૌફી; અં. કૉફી) છે. ચા પછી વિશ્વનું દ્વિતીય ક્રમમાં આવતું લોકપ્રિય પીણું છે, જે બુંદદાણામાંથી બને છે. અરબસ્તાન, ભારત, હિંદી મહાસાગરમાંના બેટ અને વેસ્ટ ઇંડિઝમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા…

વધુ વાંચો >

બુંદી

બુંદી : રાજસ્થાનના અગ્નિ ખૂણામાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24° 59´ 11´´થી 25° 53´ 11´´ ઉ. અ. અને 75° 19´ 30´´થી 76° 19´ 30´´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,550 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર અનિયમિત સમલંબચોરસ જેવો છે. તેની ઉત્તરે ટૉક જિલ્લો; ઈશાન, પૂર્વ અને…

વધુ વાંચો >

બૃહદ્ દેવતા

Jan 23, 2000

બૃહદ્ દેવતા (ઈ. પૂ. આઠમી સદી) : વૈદિક દેવતાઓ વિશે માહિતી આપતો ગ્રંથ. ‘બૃહદ્દેવતા’માં ઋગ્વેદની દેવતાઓ(‘દેવતા’ શબ્દ સ્ત્રીલિંગ છે)ની બૃહદ્ એટલે કે સવિસ્તર, લગભગ સંપૂર્ણ સૂચિ ઉપલબ્ધ છે; પરંતુ ‘દેવતાનુક્રમણી’ ગ્રંથની જેમ, આ ગ્રંથ, દેવતા-સૂચિ પૂરતો જ મર્યાદિત નથી. મહદંશે અનુષ્ટુપ છંદમાં, કૌશિક નામના વૈદિક પંડિતે રચેલા મનાતા ‘બૃહદ્ દેવતા’માં…

વધુ વાંચો >

બૃહદ્ વાતચિંતામણિ રસ

Jan 23, 2000

બૃહદ્ વાતચિંતામણિ રસ : વાત-વ્યાધિઓ માટેનું એક આયુર્વેદિક ઔષધ. સુવર્ણભસ્મ 3 ભાગ, રૌપ્યભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ, લોહભસ્મ 5 ભાગ, પ્રવાલભસ્મ 3 ભાગ, મુક્તાભસ્મ 3 ભાગ અને રસસિંદૂર 7 ભાગ લઈ કુંવારપાઠાના સ્વરસ સાથે ખરલમાં ઘૂંટીને આશરે 360 મિગ્રા.(3 રતી)ની ગોળીઓ બનાવવામાં આવે છે અને સૂકવીને શીશીમાં ભરવામાં આવે…

વધુ વાંચો >

બૃહસ્પતિ

Jan 23, 2000

બૃહસ્પતિ : ભારતીય વેદસાહિત્ય અને પુરાણસાહિત્યમાં આવતું પાત્ર. ઋગ્વેદમાં બૃહસ્પતિ પરાક્રમી દેવ છે. તેમણે ગાયો છોડાવી લાવવાનું પરાક્રમ કરેલું છે. તેઓ યુદ્ધમાં અજેય હોવાથી યોદ્ધાઓ બૃહસ્પતિની પાસે સહાયની પ્રાર્થના કરે છે. તેઓ પરોપકારી છે, કારણ કે પવિત્ર માણસોને મુશ્કેલીમાંથી છોડાવે છે. તેઓ ‘ગૃહપુરોહિત’ કહેવાયા છે. તેમના વગર યજ્ઞ સફળ થતા…

વધુ વાંચો >

બૃહસ્પતિ, કૈલાસચંદ્ર

Jan 23, 2000

બૃહસ્પતિ, કૈલાસચંદ્ર (જ. 20 જાન્યુઆરી 1918, રામપુર, ઉત્તરપ્રદેશ;  અ. 31 જુલાઈ, 1979) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર, સંશોધક, વિવેચક તથા કવિ. જ્ઞાનાર્જન અને સંગીતના સંસ્કારો પિતા, પિતામહ વગેરે પૂર્વજો પાસેથી વારસામાં મળેલા. પરિવારના વિદ્વત્તાપૂર્ણ અને સંસ્કારશીલ વાતાવરણની કૈલાસચંદ્રના બાલમાનસ પર ઊંડી અસર થયેલી. સાડા ત્રણ વર્ષની વયથી જ…

વધુ વાંચો >

બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર)

Jan 23, 2000

બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર) : ઈ. પૂ. 1લી સદીનો મગધનો રાજા. કલિંગના પ્રતાપી રાજા ખારવેલના હાથીગુફા અભિલેખમાં પોતે મગધના રાજા બૃહસ્પતિમિત્રને પાદ-વંદન કરાવ્યું એવો નિર્દેશ આવે છે. એનું આ પરાક્રમ ખારવેલના રાજ્યકાલના 12મા વર્ષે થયું હોવાનું એમાં જણાવ્યું છે. કેટલાક વિદ્વાનોએ આ બૃહસ્પતિમિત્રને શુંગ વંશનો સ્થાપક પુષ્યમિત્ર માનેલો, માત્ર બૃહસ્પતિ ગ્રહ પુષ્ય…

વધુ વાંચો >

બેઇઓવુલ્ફ

Jan 23, 2000

બેઇઓવુલ્ફ : ઍંગ્લોસૅક્સન ભાષાની પશ્ચિમ બોલીમાં લખાયેલી, 3,182 પંક્તિમાં પ્રસરતી સૌથી જૂની અંગ્રેજી કાવ્યકૃતિ. તેની એકમાત્ર ઉપલબ્ધ હસ્તપ્રત બ્રિટિશ મ્યૂઝિયમમાં છે. આઠમી સદીના કોઈ ઍંગ્લિયન કવિએ તે કાવ્ય લખ્યું હોવાની માન્યતા છે. મૌખિક પરંપરામાં જળવાયેલું આ કાવ્ય નૉર્ધમ્બરલૅંડમાં આઠમી સદીમાં આજના સ્વરૂપને પામ્યું હોય તેમ લાગે છે. કાવ્યની પાર્શ્વભૂમિ દક્ષિણ…

વધુ વાંચો >

બેઇકલૅન્ડ, લિયો હેન્ડ્રિક

Jan 23, 2000

બેઇકલૅન્ડ, લિયો હેન્ડ્રિક (જ. 14 નવેમ્બર 1863, ઘેન્ટ, બેલ્જિયમ; અ. 23 ફેબ્રુઆરી 1944, બેકન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ‘બેકેલાઇટ’ની શોધ દ્વારા આધુનિક પ્લાસ્ટિક-ઉદ્યોગની સ્થાપનામાં મદદરૂપ થનાર અમેરિકન ઔદ્યોગિક રસાયણના નિષ્ણાત. બેઇકલૅન્ડે 21 વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઑવ્ ઘેન્ટમાંથી ડૉક્ટરેટ મેળવી તે જ યુનિવર્સિટીમાં 1889 સુધી અધ્યાપનકાર્ય કર્યું. 1889માં મધુરજની માટે અમેરિકા ગયા…

વધુ વાંચો >

બેઇઝ (base) (રસાયણશાસ્ત્ર)

Jan 23, 2000

બેઇઝ (base) (રસાયણશાસ્ત્ર) : સામાન્ય રીતે જેમનું જલીય દ્રાવણ સ્વાદે કડવું અને સ્પર્શમાં લીસું (smooth) કે લપસણું (slippery) હોય તથા જે લાલ લિટમસને ભૂરું કે અન્ય સૂચકોને તેમનો લાક્ષણિક રંગ ધરાવતા બનાવે, તેમજ ઍસિડ સાથે પ્રક્રિયા કરી તેમને લવણમાં ફેરવતાં હોય તેવાં સંયોજનોના સમૂહ પૈકીનો એક પદાર્થ. તે કેટલીક રાસાયણિક…

વધુ વાંચો >

બેઇઝીદનું કુલીલ્લીય

Jan 23, 2000

બેઇઝીદનું કુલીલ્લીય : એદિર્ન, તુર્કીની એક પ્રસિદ્ધ મસ્જિદ. મધ્ય એશિયાના તુર્કોએ બાયઝેન્ટાઇનને મન્ઝીકર્ત (1071 ઈ. સ.)ના યુદ્ધમાં હરાવી રમની સલ્તનતન સ્થાપી અને કોન્યામાં રાજધાની કરી (ઈ. સ. 1234). આર્મેનિયન અને સીરિયાની શૈલીની ઇમારતોની બાંધણી પર આધારિત સ્થાપત્યશૈલીનો વિકાસ આ સમય દરમિયાન થયો. આ પછીના સમયમાં બંધાયેલ કુલીલ્લીય મસ્જિદ (ઈ. સ.…

વધુ વાંચો >

બેઇલી, ઇરવિંગ વિડમર

Jan 23, 2000

બેઇલી, ઇરવિંગ વિડમર (જ. 15 ઑગસ્ટ 1884, ટિલ્ટન, ન્યૂહૅમ્પશાયર; અ. ?) : એક વનસ્પતિવિજ્ઞાની. તેમના પિતાનું નામ સોલન ઇરવિંગ અને માતાનું નામ રૂથ પાઉલ્ટર બેઇલી. સોલન ઇરવિંગ હાર્વર્ડ કૉલેજની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપી હતી. તેમને આરીક્વી પા ગામે, પેરૂમાં ઍન્ડીઝ પર્વતોની ઊંચી હારમાળામાં…

વધુ વાંચો >