૧૩.૧૫
બાલારામથી બાવળ
બાલારામ
બાલારામ : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં બાલારામ નામની નદીના કાંઠા પર આવેલું સૌંદર્યધામ, પર્યટનકેન્દ્ર અને તીર્થક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : 24° 16´ ઉ. અ. અને 72° 32´ પૂ. રે. આ સ્થળનો ચિત્રાસણી ગ્રામપંચાયતમાં સમાવેશ થાય છે. ચિત્રાસણી રેલમથકથી તે 3 કિમી. પૂર્વ તરફ આવેલું છે. ચિત્રાસણી ગામ જિલ્લામથક પાલનપુરથી…
વધુ વાંચો >બાલાવબોધ
બાલાવબોધ : ગુજરાતીનો મધ્યકાલીન સાહિત્યપ્રકાર. ‘બાલ’ના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટે રચનાઓ તે બાલાવબોધ. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોના કે ક્વચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકા રૂપે બાલાવબોધ રચાતા રહ્યા છે. બાલાવબોધમાં કેટલીક વાર જે તે કૃતિના સાદી ભાષામાં લેખકે કરેલા સીધા અનુવાદ હોય તો કેટલીક વાર મૂળ ગ્રંથોના અનુવાદને…
વધુ વાંચો >બાલાશિનોર
બાલાશિનોર : મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓમાંનો એક તાલુકો. ભૌગોલિક સ્થાન : તે 22° 57´થી 23° 18´ ઉ. અ. અને 73° 19´થી 73° 37´ પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો મહીસાગર જિલ્લાની પશ્ચિમ અને દક્ષિણ ખૂણાની સરહદે આવેલો છે. આ તાલુકાનો કુલ વિસ્તાર 305 ચો.કિમી. છે. તેનો ગ્રામ્ય વિસ્તાર 283.32 ચો.કિમી. જ્યારે 21.64 ચો.કિમી.…
વધુ વાંચો >બાલા સરસ્વતી, તંજાવુર
બાલા સરસ્વતી, તંજાવુર (જ. 13 મે 1918, ચેન્નઈ; અ. 9 ફેબ્રુઆરી 1984) : નૃત્ય-અભિનયમાં પ્રથમ પંક્તિની પ્રતિભા ધરાવતાં નૃત્યાંગના. ભક્તિ કવિ પુરંદરદાસ રચિત કન્નડ પદ ‘કૃષ્ણની બેગને બારો’ ટી. બાલા સરસ્વતી સાથે પર્યાય બની ગયું છે. તેમની રોમાંચક કારકિર્દી દરમિયાન આ પદને ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પરિચિત કે અપરિચિત દેશવિદેશના પ્રેક્ષકો સમક્ષ…
વધુ વાંચો >બાલાસોર
બાલાસોર : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો અને જિલ્લામથક બંને ‘બાલેશ્વર’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે. આજુબાજુનો 3,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં બંગાળનો…
વધુ વાંચો >બાલાંગીર
બાલાંગીર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 20° 43´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,551.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બારગઢ જિલ્લો, પૂર્વમાં સોનેપુર અને બૌધ જિલ્લા, અગ્નિકોણ તરફ ફુલબાની જિલ્લો, દક્ષિણે કાલહંદી તથા…
વધુ વાંચો >બાલી
બાલી : ઇન્ડોનેશિયાનો ખૂબ જ જાણીતો બનેલો રમણીય ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 15´ દ. અ. અને 115° 00´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. આ ટાપુ તેનાં ડાંગરનાં સીડીદાર ખેતરો, વનાચ્છાદિત નયનરમ્ય હરિયાળા દેખાતા પર્વતઢોળાવો તથા સુંદર સરોવરો અને દરિયાઈ રેતાળ પટ માટે વિશ્વવિખ્યાત બનેલો છે. ઇન્ડોનેશિયાના લગભગ બધા…
વધુ વાંચો >બાલીવાલા, ખુરશેદજી મેરવાનજી
બાલીવાલા, ખુરશેદજી મેરવાનજી (જ. 2 જૂન 1853, મુંબઈ; અ. 17 સપ્ટેમ્બર 1913, મુંબઈ) : જૂની રંગભૂમિના જાણીતા પારસી નટ અને દિગ્દર્શક. એમણે 12 વર્ષની વયે જરૂર પૂરતું અંગ્રેજી અને ગુજરાતીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી પોતાના કુટુંબને આર્થિક સહાય મળે એ માટે માસિક 5 રૂપિયાના પગારે ‘ધ ટેલિગ્રાફ ઍન્ડ કુરિયર’…
વધુ વાંચો >બાલુસ્ટર
બાલુસ્ટર : વેદિકા-સ્તંભ અથવા કઠેડાની થાંભલીઓ. આમાં સરખા માપની થાંભલીઓની હરોળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેનાથી કઠેડા કે શીર્ષિકા(coping)ને આધાર મળી રહે છે. સીડીનાં પગથિયાંના એક કે બે છેડે, મોટી બારીઓમાં, અગાશી કે ઝરૂખાના અગ્રભાગમાં કરવામાં આવતા કઠેડાઓમાં બાલુસ્ટરનો પ્રયોગ થતો જોવામાં આવે છે. પિત્તળ કે લોખંડ જેવી…
વધુ વાંચો >બાલેવા, અબુબકર તફાવા (સર)
બાલેવા, અબુબકર તફાવા (સર) (જ. 1912, બાઉચી, નાઇજીરિયા; અ. 1966) : નાઇજીરિયાના રાજકારણી અને સર્વપ્રથમ સમવાયી (federal) વડાપ્રધાન. તે નોર્ધર્ન પીપલ્સ કૉંગ્રેસના સભ્ય હતા. 1947માં તેઓ ધારાસભામાં ચૂંટાયા. 1952–53 દરમિયાન બાંધકામ વિભાગના અને 1955થી ’57 દરમિયાન તેઓ વાહનવ્યવહાર વિભાગના પ્રધાન રહ્યા. ત્યારપછી તેઓ વડાપ્રધાન બન્યા. 1960માં નાઇજીરિયા સ્વતંત્ર થયું ત્યારે…
વધુ વાંચો >બાલ્ડવિન, માર્ક (ફિલિપ)
બાલ્ડવિન, માર્ક (ફિલિપ) (જ. 1954, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના નૃત્ય-નિયોજક અને નર્તક. તેમણે ન્યૂઝીલૅન્ડની ઑકલૅન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારપછી તેઓ ‘ન્યૂઝીલૅન્ડ બૅલે ઍન્ડ ઑસ્ટ્રેલિયન ડાન્સ થિયેટર’માં જોડાયા. પછી 1982થી ’92 દરમિયાન લંડનમાંની ‘રૅમ્બર્ટ ડાન્સ કંપની’માં રહ્યા અને 1992થી ’94 દરમિયાન ત્યાં નૃત્યનિયોજક તરીકે પણ કામગીરી બજાવી. 1994થી ’95 દરમિયાન તેઓ…
વધુ વાંચો >બાલ્ફર ઘોષણા
બાલ્ફર ઘોષણા : પૅલેસ્ટાઇનમાં વસતા યહૂદીઓના અલગ અને સ્વતંત્ર રાજ્યને ઇંગ્લૅન્ડની સરકારનો ટેકો જાહેર કરતો દસ્તાવેજ. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં તુર્કીના સુલતાને પૅલેસ્ટાઇનમાં રહેલા યહૂદીઓ પરનાં નિયંત્રણો વધુ કડક બનાવ્યાં. તેમ છતાં પણ પૅલેસ્ટાઇનમાં અલગ યહૂદી રાજ્ય માટેની ઝાયન ચળવળ ઉગ્રતાભેર ચાલુ રહી. યુદ્ધની શરૂઆતમાં મિત્ર રાષ્ટ્રોની સ્થિતિ મુશ્કેલીભરી…
વધુ વાંચો >બાલ્સમ (balsam) (રસાયણશાસ્ત્ર)
બાલ્સમ (balsam) (રસાયણશાસ્ત્ર) : સદાયે લીલાં રહેતાં વૃક્ષો કે છોડવામાંથી અલગ પાડવામાં આવતું રાળ જેવા સુંગધીદાર પદાર્થોનું મિશ્રણ. તેમાં ઓલિયોરેઝિન, ટર્પીન, સિન્નામિક ઍસિડ તથા બેન્ઝોઇક ઍસિડ હોય છે. તે પાણીમાં અદ્રાવ્ય, પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તેમાંનાં કેટલાંક તીવ્ર મીઠી વાસ ધરાવે છે. બાલ્સમ જ્વલનશીલ અને બિનઝેરી હોય છે.…
વધુ વાંચો >બાલ્સમ (વનસ્પતિશાસ્ત્ર)
બાલ્સમ (વનસ્પતિશાસ્ત્ર): દ્વિદળી વર્ગમાં આવેલા બાલ્સમિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Impatiens balsmina Linn. (હિં. गुलमहेंदी; બં. દુપાતી; ગુ. ગુલમેંદી, તનમનિયાં, પાનતંબોલ; અં. ગાર્ડન બાલ્સમ) છે. તે આશરે 50 સેમી.થી 60 સેમી. ઊંચી ટટ્ટાર, શાખિત અને માંસલ એકવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, અદંડી અથવા ટૂંકા દંડવાળાં, એકાંતરિક અને…
વધુ વાંચો >બાલ્સમિનેસી
બાલ્સમિનેસી : દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું એક કુળ. તેને જિરાનિયેસી કુળથી અલગ કરવામાં આવ્યું છે. આ કુળ બે પ્રજાતિઓ (Impatiens, Hydrocera) અને લગભગ 450 જાતિઓ ધરાવે છે. તે પૈકી Impatiensની 420 જેટલી જાતિઓ છે. આ કુળનું વ્યાપકપણે વિતરણ થયું હોવા છતાં એશિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તે સૌથી વિપુલ પ્રમાણમાં મળી…
વધુ વાંચો >બાવકાનું મંદિર
બાવકાનું મંદિર : દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા ગામમાં આવેલું બારમી સદીનું સોલંકીકાલીન પ્રાચીન શિવમંદિર. આ મંદિર નાગરશૈલીનું છે. તે ગર્ભગૃહ અને સભામંડપ ધરાવતું મૂળ લંબચોરસ આકારનું મંદિર હતું. તેમાં 0.61 મીટર વ્યાસનું લિંગ છે, જેનો ઉપરનો ભાગ ખંડિત છે. આ મંદિરનું ગર્ભગૃહ અને શિખર તથા સભામંડપની પશ્ચિમ તરફની દીવાલ…
વધુ વાંચો >બાવચી
બાવચી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Psoralea corylifolia Linn. (સં. बाकुची, सोमराज, अवल्गुजा, चंद्रलेखा, सुगंधकंटक, હિં. बाब्ची, बावंची; બં. सोमराज, બાવચી; મ. બાબચી, બાવચ્યા; ગુ. બાવચી, માળી બાવચો; માળવી બાવચો) છે. તે ટટ્ટાર એકવર્ષાયુ અને 30 સેમી.થી 180 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ…
વધુ વાંચો >બાવટાના રોગો
બાવટાના રોગો : ફૂગના ચેપથી બાવટાને અથવા નાગલી કે રાગીને થતા રોગો. એ રોગોના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે : 1. બાવટાનો દાહ અથવા કરમોડી (blast) : આ રોગ પારિક્યુલરિયા નામની ફૂગથી થાય છે, જે બાવટો ઉગાડતા દરેક પ્રદેશમાં દર વર્ષે જોવા મળે છે. ગુજરાતનો આહવા-ડાંગ પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં…
વધુ વાંચો >બાવટો
બાવટો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. नर्तफा, बहुदल; હિં. नाचनी; બં. મરુઆ; મ. નાગલી, નાચણી; ગુ. બાવટો, નાગલી; તા. રાગી; અં. Finger millet, African millet) છે. તે 30થી 60 સેમી. ઊંચું, ટટ્ટાર એકવર્ષાયુ તૃણ છે. તેનું તલશાખન (tillering) ગુચ્છિત (tufted)…
વધુ વાંચો >બાવન જિનાલય
બાવન જિનાલય : બાવન દેરીઓ સહિતનું જૈન મંદિર. કેટલાંક જૈન મંદિરોમાં બાંધકામની વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે. મૂલપ્રાસાદ(મુખ્ય મંદિર)ની ચારેય બાજુ સ્તંભાવલિયુક્ત પડાળીમાં દેવકુલિકાઓ(નાની દેરીઓ)ની હારમાળા કરેલી હોય છે. સામાન્ય રીતે પડાળીમાં દેવકુલિકાઓની સંખ્યા બાવન હોય તો આવું મંદિર બાવન જિનાલય તરીકે ઓળખાય છે, પરંતુ વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં દેવકુલિકાઓની સંખ્યા…
વધુ વાંચો >