બાલ્ડવિન, માર્ક (ફિલિપ)

January, 2000

બાલ્ડવિન, માર્ક (ફિલિપ) (જ. 1954, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના નૃત્ય-નિયોજક અને નર્તક. તેમણે ન્યૂઝીલૅન્ડની ઑકલૅન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારપછી તેઓ ‘ન્યૂઝીલૅન્ડ બૅલે ઍન્ડ ઑસ્ટ્રેલિયન ડાન્સ થિયેટર’માં જોડાયા. પછી 1982થી ’92 દરમિયાન લંડનમાંની ‘રૅમ્બર્ટ ડાન્સ કંપની’માં રહ્યા અને 1992થી ’94 દરમિયાન ત્યાં નૃત્યનિયોજક તરીકે પણ કામગીરી બજાવી. 1994થી ’95 દરમિયાન તેઓ સૅડલર્સ વેલ્સ સાથે રેસિડેન્ટ નૃત્યનિયોજક તરીકે જોડાયા. 1996માં તેઓ સ્કૉટિશ બૅલે સાથે જોડાયા અને એ જ વર્ષે તેમને તેમની ‘ડાન્સ 8’ નામક ફિલ્મ વિડિયો માટે ‘ટાઇમ આઉટ ડાન્સ એવૉર્ડ’ મળવા ઉપરાંત ‘ધ ગ્રાન્ડ પ્રિક્સ ઇન્ટરનેશનલ સ્પેશિયલ જજિઝ પ્રાઇઝ’ મળ્યું.

મહેશ ચોકસી