ખંડ ૧૨

પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા

પ્યાર જી પ્યાસ (1972)

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

પ્યારેસાહેબ

પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…

વધુ વાંચો >

પ્યાસા (1957)

પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…

વધુ વાંચો >

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્યુનીકા

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રકલ્પ-આયોજન (project planning)

પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો  છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…

વધુ વાંચો >

ફ્યૂઝલ ઑઇલ

Feb 28, 1999

ફ્યૂઝલ ઑઇલ : એમાઇલ આલ્કોહૉલયુક્ત બાષ્પશીલ તૈલમિશ્રણ. અગાઉ તેને ગ્રેઇન ઑઇલ, પૉટેટો ઑઇલ, એમાઇલ આલ્કોહોલ વગેરે નામો આપવામાં આવતાં. આલ્કોહૉલીય આથવણ દરમિયાન તે થોડા પ્રમાણમાં મળે છે. ફ્યૂઝલ ઑઇલના મુખ્ય ઘટકો આઇસોએમાઇલ આલ્કોહૉલ તથા 2–મિથાઇલ–1–બ્યૂટેનૉલ હોય છે. આ મિશ્રણમાંથી ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યૂટાઇલ, હેક્ઝાઇલ તથા હેપ્ટાઇલ આલ્કોહોલ પણ અલગ પાડી શકાયાં…

વધુ વાંચો >

ફ્રાઉડે આંક (Froude number)

Feb 28, 1999

ફ્રાઉડે આંક (Froude number) : જલવિજ્ઞાન (hydrology) અને તરલ યાંત્રિકી(fluid mechanics)માં તરલની ગતિ ઉપર ગુરુત્વ(gravitiy)ની અસર દર્શાવતો આંક. સામાન્ય રીતે ફ્રાઉડે આંકને નીચેના સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે : ફ્રાઉડેનો આંક જ્યાં d પ્રવાહની ઊંડાઈ છે; g ગુરુત્વપ્રવેગ છે; v એ નાના પૃષ્ઠ (અથવા ગુરુત્વ) તરંગનો વેગ છે. F…

વધુ વાંચો >

ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck)

Feb 28, 1999

ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck) (જ. 15 મે 1951, મિનોલ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2004ના નોબેલ પુરસ્કારના વિજેતા. પ્રબળ આંતરક્રિયાના સિદ્ધાંતમાં ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ ડૅવિડ પોલિટ્ઝર અને ડૅવિડ ગ્રૉસની ભાગીદારીમાં આ પુરસ્કાર મળ્યો છે. પૉલિશ અને ઇટાલિયન ઉદગમના વિલ્ઝેકે ક્વીન્સની જાહેર શાળામાં શિક્ષણ મેળવ્યું.…

વધુ વાંચો >

ફ્રાન્કોઇ, બાર-સિનોસિ

Feb 28, 1999

ફ્રાન્કોઇ, બાર-સિનોસિ (જ. 30 જુલાઈ 1947, પૅરિસ, ફ્રાન્સ) : આયુર્વિજ્ઞાનમાં 2008ના વર્ષના નોબેલ પુરસ્કારનાં સહવિજેતા ફ્રેન્ચ મહિલા વિષાણુવિજ્ઞાની (virologist). તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસમાં વિષાણુવિજ્ઞાની તરીકે અને ધ યુનાઇત દ રૅગ્યુલેશન દે ઇન્ફેક્શિયસ રીત્રોવિરેલ, પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસનાં નિયામક છે. તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટમાં 1970ના દાયકાની શરૂઆતમાં જોડાયાં. તેમનાં સંશોધનો વાઇરસના વિશિષ્ટ સમૂહ–રીટ્રોવાઇરસ…

વધુ વાંચો >

ફ્રાન્સ, આનાતોલ

Feb 28, 1999

ફ્રાન્સ, આનાતોલ (જ. 16 એપ્રિલ 1844, પૅરિસ; અ. 12 ઑક્ટોબર 1924, પૅરિસ) : 1921નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ફ્રેંચ નવલકથાકાર અને નિબંધકાર. સ્વયં-શિક્ષિત પિતાનો વ્યવસાય પુસ્તક-વિક્રેતાનો. આ સાહિત્યકારનું મૂળ નામ જૅક્સ આનાતોલ ફ્રાન્કૉઇસ થિબૉલ્ટ, પણ સાહિત્યજગતમાં ‘આનાતોલ ફ્રાન્સ’ તરીકે જાણીતા બન્યા છે. કૉલેજ સ્ટેનિસ્લાસ નામની કૅથલિક સ્કૂલનો આ સામાન્ય વિદ્યાર્થી…

વધુ વાંચો >

ફ્રાન્સિયમ

Feb 28, 1999

ફ્રાન્સિયમ : આવર્ત કોષ્ટકના IA સમૂહનું (આલ્કલી ધાતુસમૂહનું) ટૂંકું આયુષ્ય ધરાવનાર સૌથી ભારે વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Fr. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ માંડ 30 ગ્રા. જેટલું હોવાથી કુદરતી ફ્રાન્સિયમ(223Fr)ને જોઈ અને વજન કરી શકાય તેટલા જથ્થામાં અલગ કરવું અશક્ય છે. તેને માટે પ્રથમ એકા-સિઝિયમ નામ સૂચવાયેલું. તે વર્જિનિયમ નામે પણ…

વધુ વાંચો >

ફ્રાન્સિસિયા

Feb 28, 1999

ફ્રાન્સિસિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક શોભન પ્રજાતિ. તે ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક (indigenous) વનસ્પતિ છે. ભારતીય ઉદ્યાનોમાં તેની સાત જેટલી જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તેની એક જાણીતી જાતિનું નામ Franciscea bicolor syn. F. eximia…

વધુ વાંચો >

ફ્રાય, ક્રિસ્ટોફર

Feb 28, 1999

ફ્રાય, ક્રિસ્ટોફર (જ. 1907, બ્રિસ્ટલ, ) : અંગ્રેજી પદ્ય નાટ્યકાર. મહદંશે એમણે પદ્યસ્વરૂપમાં સાહિત્ય રચ્યું છે. એમની નાટ્યકૃતિઓમાં રાણી ઇલિઝાબેથના સમયની નાટ્યકૃતિઓનું સૌંદર્ય અને એમાં રહેલી વાક્પટુતાને પ્રગટાવવાનો પ્રયાસ સ્પષ્ટ વર્તાય છે. 1940 પછીના દાયકાના પાછળના ભાગમાં અને 1950 પછીના દાયકાના આરંભમાં એમને ઘણી પ્રસિદ્ધિ – લોકપ્રિયતા પ્રાપ્ત થઈ; આમ…

વધુ વાંચો >

ફ્રાયર, ડૉ. જૉન

Feb 28, 1999

ફ્રાયર, ડૉ. જૉન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : સૂરતમાં અંગ્રેજોની કોઠીનો સર્જ્યન. તે સૂરતમાં 1674થી 1691 દરમિયાન બે વાર આવીને રહ્યો હતો. એણે ‘એ ન્યૂ એકાઉન્ટ ઑવ્ ઈસ્ટ ઇન્ડિયા ઍન્ડ પર્શિયા’ નામના પોતાના ગ્રંથોમાં સૂરતની અંગ્રેજ કોઠીના વહીવટ વિશે તેમજ ત્યાંના ફુરજા તથા ટંકશાળ વિશે વિગતવાર માહિતી આપી છે. સૂરતના દુર્ગની…

વધુ વાંચો >

ફ્રાશ વિધિ

Feb 28, 1999

ફ્રાશ વિધિ : જુઓ સલ્ફર

વધુ વાંચો >