ફ્રાઉડે આંક (Froude number) : જલવિજ્ઞાન (hydrology) અને તરલ યાંત્રિકી(fluid mechanics)માં તરલની ગતિ ઉપર ગુરુત્વ(gravitiy)ની અસર દર્શાવતો આંક.

સામાન્ય રીતે ફ્રાઉડે આંકને નીચેના સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે :

ફ્રાઉડેનો આંક

જ્યાં d પ્રવાહની ઊંડાઈ છે; g ગુરુત્વપ્રવેગ છે; v એ નાના પૃષ્ઠ (અથવા ગુરુત્વ) તરંગનો વેગ છે. F < 1 હોય ત્યારે નાના પૃષ્ઠતરંગો ધારાને પ્રતિકૂળ રીતે વહે છે. F > 1 હોય ત્યારે તે ધારાને અનુકૂળ રીતે વહે છે. F = 1 હોય ત્યારે તેને ક્રાંતિ (critical) ફ્રાઉડે આંક કહે છે. આવા સંજોગોમાં પ્રવાહનો વેગ અને પૃષ્ઠતરંગનો વેગ સરખા થાય છે.

દ્રવચાલિત પ્લુતિ (hydraulic jump, એટલે કે પાણીની સપાટીની ઊંચાઈમાં વધારો) તેના સૂત્રણમાં ફ્રાઉડેનો આંક દાખલ થાય છે. ખુલ્લી નિરંતર વાહિકા(channel)માં અપ્રક્ષુબ્ધ (laminar) અને પ્રક્ષુબ્ધ (turbulent) પ્રવાહની પરિસ્થિતિમાં સીમાંતસ્તરનું નિરૂપણ કરવા ફ્રાઉડે અને રેનોલ્ડ આંકનો એકસાથે ઉપયોગ કરવામાં આવે છે.

પ્રહલાદ છ. પટેલ