ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પુડુવૈપ્પુ સંવત
પુડુવૈપ્પુ સંવત : જુઓ સંવત
વધુ વાંચો >પુડોફકિન
પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો…
વધુ વાંચો >પુણે (જિલ્લો)
પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959…
વધુ વાંચો >પુણેકર શંકર મોકાશી
પુણેકર, શંકર મોકાશી (જ. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો…
વધુ વાંચો >પુણે કરાર
પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત…
વધુ વાંચો >પુણે વેધશાળા
પુણે વેધશાળા : 1842ના મે મહિનામાં પુણેમાં સ્થાપવામાં આવેલી એક ખાનગી વેધશાળા. એનો સ્થાપક કૅપ્ટન વિલિયમ સ્ટિફન જૅકોબ (1813-1862) નામનો એક અંગ્રેજ ખગોળશાસ્ત્રી હતો. ઈંટો વડે બનેલી આ નાનકડી વેધશાળાની ઇમારતનો આકાર અષ્ટકોણી અને એનું ધાબું અન્ય વેધશાળાઓની જેમ ગુંબજવાળું નહીં, પરંતુ ગડી વાળી શકાય તેવું રાખવામાં આવ્યું હતું. આ…
વધુ વાંચો >પુણે સાર્વજનિક સભા
પુણે સાર્વજનિક સભા : મહારાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવનાર કૉંગ્રેસની પુરોગામી સંસ્થા. પુણેમાં 1867માં ‘પૂના ઍસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. ત્રણ વર્ષ પછી 1870માં તેને ‘સાર્વજનિક સભા’ નામ આપવામાં આવ્યું. એનો મુખ્ય હેતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો હતો. પ્રજાની માગણીઓ સરકાર સમક્ષ મૂકવાનું અને વિવિધ કાયદાઓ પાછળના સરકારના હેતુઓ…
વધુ વાંચો >પુણ્ડ્ર
પુણ્ડ્ર : પુરાણોમાં નિરૂપાયેલું ભારતના પ્રદેશનું કે વ્યક્તિનું નામ. પુણ્ડ્ર નામની ઘણી વ્યક્તિઓ પુરાણોમાં ઉલ્લેખાઈ છે. પુરાણોમાં પુણ્ડ્ર નામનું નગર અને એ નામનો પ્રદેશ પણ ઉલ્લેખ પામ્યો છે. હાલમાં ઉત્તર-પ્રદેશને અડીને હિમાલય પર્વત તરફનો ભારતનો પ્રદેશ પ્રાચીન કાળમાં પુણ્ડ્ર નામે ઓળખાતો હતો. મહાભારતમાં તેનો નિર્દેશ થયો છે અને મહાભારતકાળમાં ત્યાં…
વધુ વાંચો >પુણ્ડ્રવર્ધન
પુણ્ડ્રવર્ધન : ઉત્તર બંગાળના એક દેશ અને રાજધાનીનું નામ છે. તેને ‘પૌણ્ડ્રવર્ધન’ પણ કહે છે. યુ. આન સ્વાંગે સાતમી સદીમાં આ દેશની મુલાકાત લીધી હતી. તે નોંધે છે કે મૌર્ય સમ્રાટ અશોકે ત્યાં સ્તૂપ બંધાવ્યો હતો. આ દેશ 2000 કિમી.નું ક્ષેત્રફળ ધરાવતો હતો. તેની રાજધાની 15 કિમી.ના વિસ્તારમાં પથરાયેલી હતી.…
વધુ વાંચો >પુણ્ય
પુણ્ય : હિન્દુ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખાણવામાં આવેલું આચરણ કે જે આ લોક અને પરલોકમાં શુભ ફળ આપનારું અને મનુષ્યની ઉન્નતિ કરનારું ગણાય છે. પુણ્યકર્મ કરવાથી પછીનો જન્મ સારો મળે છે એવી શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં જે વિહિત એટલે કરવા યોગ્ય કાર્યો કહ્યાં છે તે કરવાથી પુણ્ય કે ધર્મ જન્મે…
વધુ વાંચો >